[00:00.00]
હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે : આયતુલ કુરસીની બરાબર બીજી કોઇ આયત નથી.
હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે: હઝરતે રસૂલે ખુદા (સ.અ.વ.) એક દિવસ મિમ્બર ઉપર ફરમાવતા હતા કે: જે કોઇ ફરજ (વાજિબ) નમાઝ બાદ આયતુલ કુરસી પઢે, તો તેને મોત સિવાય બીજી કોઇ ચીઝ બેહિશ્તમાં જવાને આડી નથી અને જે સિદ્દીક અથવા આબિદ હોય તેજ તેને હંમેશા પઢે છે. જે કોઇ સુવાની પહેલાં પઢે, તો તેને ખુદા અમાન આપે, જેટલા ઘર તેની અતરાફ (આજુ બાજુ) છે, સર્વેને અમાન આપે.
હઝરતે ફરમાવ્યું કોઇ આયતુલ કુરસીને ફરજ નમાઝની બાદ પઢે તો આસમાન ફાટી જાય, (દરવાજા ખુલ્લા થાય) અને જ્યાં સુધી પઢનારા ઉપર ખુદા પોતાની રહમત ન મોક્લે અને તેના ગુનાહ માફ ન કરે, ત્યાં સુધી આસમાનના દરવાજા બંધ નથી થતા.
જે કોઇ મોઅમીન આયતુલ કુરસી પઢે અને તેનો સવાબ ગુજરી ગયેલા (મર્હુમ) મોમીનોની રૂહોને બક્ષી આપે, તો અલ્લાહ તઆલા તેઓની ક્બરમાં ચાલીસ નૂરાની મશાલો દાખલ કરે અને તેઓની ક્બરો પહોળી અને નૂરાની કરે છે. તે પઢનારા માટે સાંઇઠ પયગંબરોનો સવાબ આપે અને તેના જેટલા અક્ષર છે તેની ગણત્રી પ્રમાણે ફરિશ્તાઓને ખુદા પેદા કરે છે અને તે ફરિશ્તાઓ ક્યામત સુધી તેના માટે ખુદાની તસ્બીહ કર્યા કરે છે.
હઝરતે ઇમામે મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે: જે કોઇ આયતુલ કુરસીને એક વખત પઢે, તો દુનિયા અને આખેરતની એક હજાર મકરૂહ (અણગમતી બાબતો)ને ખુદા દૂર કરે અને એવી મકરૂહ બાબતોમાં દુનિયામાં નાનામાં નાની મોહતાજી છે અને આખેરતમાં નાનામાં નાનો કબરનો અઝાબ છે.
(૧) મનકૂલ છે કે કોઇ હંમેશા ફરજ (વાજિબ) નમાઝની બાદ “આયતુલ કુરસી” પઢે તો ફકીરી અને દરવેશીથી અમાનમાં રહે અને અલ્લાહ તઆલા તેને ઘણો જ માલ આપે અને તેની રોઝીમાં બરક્ત આપે.
(૨) જે કોઇ સવારે અને સાંજે પઢે, તો ચોર અને લૂંટારાઓથી અમાનમાં રહે અને ચોરને માલ મળવા ન પામે અને પોતે પણ આગથી બચે અને સાંપ-વિંછુની આફતથી પણ અમાનમાં રહે અને જિન કે ઇન્સાન તેને ઇજા પહોંચાડી ન શકે.
મનકૂલ છે કે અગર આયતુલ કુરસીને લખીને ખેતરમાં દાટે, તો એ ખેતર ચોર અને નુકસાનીથી રક્ષણમાં રહે અને તેમાં મોટી બરક્ત થાય અને ઘરના દરવાજા ઉપર રાખે, તો ચોર અંદર પેસી ન શકે અને મરવાની પહેલાં પઢે, તો પોતાની જ્ગ્યા બેહિશ્તમાં જુએ.
“નાજી” ક્યે છે કે આયતુલ કુરસીની બરકત મેં નજરે જોઇ છે અને ચોરથી અમાન મળી છે અને કેટલીક વખતે વિક્ટ મુસાફરીમાં તેના આધારે હિમ્મત રહી અને કોઇ જાતની હરક્ત (ઈજા) પહોંચી નથી.
[00:00.01]
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ
rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે
[00:05.00]
اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَىُّ الْقَيُّوْمُ۬ ۚ لَا تَاْخُذُهٗ سِنَةٌ وَّلَا نَوْمٌؕ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الْاَرْضِؕ مَنْ ذَا الَّذِىْ يَشْفَعُ عِنْدَهٗۤ اِلَّا بِاِذْنِهٖؕ يَعْلَمُ مَا بَيْنَ اَيْدِيْهِمْ وَمَا خَلْفَهُمْۚ وَلَا يُحِيْطُوْنَ بِشَىْءٍ مِّنْ عِلْمِهٖۤ اِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمٰوٰتِ وَالْاَرْضَۚ وَلَا يَئُوْدُهٗ حِفْظُهُمَا ۚ وَ هُوَ الْعَلِىُّ الْعَظِيْمُ﴿255﴾
૨૫૫.yÕÕttntu Õtt9yuÕttn EÕÕttntuÔt, yÕt3n1GGtwÕt3 f1Gtq0Bttu, Õttíty3Ïttu2Ítu8nq ËuLtítwk Ôt0Õtt LtÔt3BtwLt3, Õtnq BttrVË0BttÔttítu ÔtBtt rVÕt3yÍuo2, BtLt3Í7ÕÕtÍ8e Gt~Vytu8 E2LŒnq9 EÕÕtt çtuEÍ74Ltune, Gty14ÕtBttu BttçtGt3Lt yGt3ŒernBt3 ÔtBtt Ït1ÕVnwBt3, ÔtÕttGttun2eítq1Lt çtu~tGt3EBt3 rBtLt3E2ÕBtune9 EÕÕttçtuBtt~tt9y, ÔtËuy1 fwh3rËGGttu nwË0BttÔttítu ÔtÕyÍ2o, ÔtÕttGtWŒtunq rnV14Ít8untuBtt, ÔtntuÔtÕt3 y1rÕtGGtwÕt3 y1Í6eBt
૨૫૫. અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી, તે હંમેશ જીવંત (અને) સ્વબળથી કાયમ રહેલો છે, ન તેને ઝોંકુ આવે છે અને ન નીંદર; જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ ઝમીનમાં છે તે (સઘળું) તેનું જ છે; કોણ એવો છે જે તેની રજામંદી વગર તેની હજૂરમાં (કોઈના માટે) શફાઅત કરી શકે? તે જે કાંઇ તેમની સામે તથા જે કાંઇ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી, સિવાય એટલુ કે તે રજા આપે. તેની કુરસી (ઇલ્મ અને ઇકતેદાર) આકાશો અને ઝમીન કરતા પણ વિશાળ છે અને એ બંનેની હિફાઝત તેને બોજારૂપ લાગતી નથી, અને તે બલંદ મરતબાવાળો (અને) અઝમતવાળો છે.
[00:56.00]
لَاۤ اِكْرَاهَ فِى الدِّيْنِۙ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَىِّۚ فَمَنْ يَّكْفُرْ بِالطَّاغُوْتِ وَيُؤْمِنْۢ بِاللّٰهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقٰىۗ لَا انْفِصَامَ لَهَا ؕ وَاللّٰهُ سَمِيْعٌ عَلِيْمٌ﴿256﴾
૨૫૬.Õtt9Ef3htn rVveLtu, f1íítçtGGtLth3 Á~t3Œtu BtuLtÕt3øt1GGtu, VBtkGGtf3Vwh3 rçt¥1tt1øt1qítu ÔtGttuy3rBtBt3 rçtÕÕttnu Vf1rŒË3 ítBËf rçtÕt3 W2h3ÔtrítÕt3 ÔtwM7ft, ÕtLt3VuË1tBtÕtnt, ÔtÕÕttntu ËBteW2Lt3 yÕteBt
૨૫૬. દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી, ખરેજ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે (જાહેર) થઇ ચૂકી છે, પછી જે કોઈ તાગૂત (જૂઠા ખુદાઓ-બુતો)નો ઈન્કાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે, ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને* પકડી લીધી, કે જે કદી તૂટનાર નથી; અને અલ્લાહ સાંભળનાર, જાણનાર છે.
[01:22.00]
اَللّٰهُ وَلِىُّ الَّذِيْنَ اٰمَنُوْا يُخْرِجُهُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ۬ ؕ وَالَّذِيْنَ كَفَرُوْۤا اَوْلِيٰٓئُهُمُ الطَّاغُوْتُۙ يُخْرِجُوْنَهُمْ مِّنَ النُّوْرِ اِلَى الظُّلُمٰتِؕ اُولٰٓئِكَ اَصْحٰبُ النَّارِۚ هُمْ فِيْهَا خٰلِدُوْنَ۠ ﴿257﴾
૨૫૭.yÕÕttntu ÔtrÕtGGtwÕÕtÍ8eLt ytBtLtq, GtwÏ1huòunwBt3 BtuLtÍ54Ít6uÕttuBttítu yuÕtLLtqhu, ÔtÕÕtÍ8eLt fVY9 yÔt3ÕtuGtt9ytuntu Btwí1ít1tøt1qíttu, GtwÏ1huòqLtnwBt3 BtuLtÒtqhu yuÕtÍ74Ítu8ÕttuBttítu, WÕtt9yuf yM1n1tçtwLLtthu, nwBt3 Vent Ït1tÕtuŒqLt
૨૫૭. જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત (વલી) છે, તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોના સરપરસ્તો (વલીઓ) શેતાનો છે જે તેમને (ઈમાનના) નૂરમાંથી કાઢી (અધર્મના) અંધકાર તરફ લઈ જાય છે; આ (લોકો)જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે.