નમાઝ પછી પઢવાની કેટલીક આયો  સવાબ સહિત

નમાઝ પછી પઢવાની કેટલીક આયો  સવાબ સહિત

                                         હઝરત ઇમામે જાફરે સાદિક (અ.સ.) ફરમાવે છે:

                                         જે વખતે હક તઆલાએ આયતુલ કુરસી, આયએ શહાદત, આયએ મુલ્ક ને જ્મીન ઉપર નાઝિલ થવા હુક્મ કર્યો તો એ આયતોએ કહ્યું કે ખુદાવંદા તું અમોને ગુનેહગાર ખતાવાળા લોકો તરફ મોકલે છે !!? તો હક તઆલાએ વહી ફરમાવી કે તમો જ્મીન ઉપર જાઓ, હું મારી ઇઝ્ઝત અને જલાલની કસમ ખાઇને કહું છું કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને તેઓના શિયાઓમાંથી જે કોઇ પઢશે, તો હું મારી છુપી રહમતોમાંથી તેના તરફ સિત્તેર વખત રહમતની નજર કરીશ અને તેની તૌબા કબૂલ કરીશ. ભલે પછી તેના મોટા ગુનાહ હોય.

                                          અને રિવાયતમાં છે કે ખુદાએ ફરમાવ્યું કે જે કોઇ એ આયતોને દરેક ફરજ (વાજ્બિ) નમાઝ પછી પઢે, તો હું તેને “હઝીરએ કુદૂસ” નામના સ્થળે રાખીશ. અગરચે તેણે ગમે તે જાતના ગુનાહ કર્યા હોય. અગર જો એમ નહીં કરૂં. તો તેની તરફ પોતાની ખાસ રહમતથી જોઇશ અને અગર જો તેમ પણ નહીં કરૂં, તો તેની સિત્તેર હાતો પૂરી કરીશ કે તેમાંથી નાની હાજત ગુનાહોની સજા ન કરવાની છે. અગર એમ પણ નહીં કરૂં તો તેને દરેક દુશ્મનની ઇજાથી મારી પનામાં રાખીશ અને તેના દુશ્મનોના મુકાબલામાં તેની મદદ કરીશ અને તેને બેહિશ્તમાં દાખલ થવામાં મોત સિવાય બીજી કોઇ ચીજ આડે નહીં આવે અને એ આયતો “અલ્હમ્દનો સૂરો, આયતુલ કુરસી, આયએ શહાદત અને આયએ મુલ્ક” છે.

                                            અલ્હમ્દનો સૂરો સર્વે કોઇ જાણે છે અને બાકીની ચીઝો નીચે લખવામાં આવે છે.