દુઆ નંબર ૭૦.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

 

અલ-ઇકબાલમાં: તેમના દાદા અબી જઅફર અત-તુસીના વર્ણનમાં, પ્યગમબર (સ.અ.વ.) ની એક પત્નીથી વર્ણન કે તેમણે કહ્યું: "જે રાત્રે અલ્લાહના પ્યગમબર (સ.અ.વ.) મારી સાથે હતા, તેઓ (સ.અ.વ.) મને જગાડ્યા વગર હળવેથી જે ચાદર ઓઢી હતી તેમાંથી બહાર આવ્યા, પણ મેં તે નોંધ્યું. મારામાં સ્ત્રીઓને થતી એ જ ઈર્ષ્યા જાગૃત થઈ અને મેં વિચાર્યું કે તેઓ (સ.અ.વ.) તેમની કોઈ બીજી પત્નીના ઓરડામાં ગયા છે, પરંતુ જ્યારે મેં તેમને જોયા, ત્યારે તેઓ (સ.અ.વ.) જમીન પર કેમ વસ્ત્ર પડેલુ હોય તેમ સજદામાં હતા, તેમના પગની આંગળીઓના ટેરવા (જમીન પર ટેકવીને), અને કહેતા હતા:

اَصْبَحْتُ اِلَيْكَ فَقِيْرًا خَائِفًا مُسْتَجِيْرًا

અસબહતો ઇલયક ફકીરન ખાઇફન મુસત જીરન

 

 

فَلَا تُبَدِّلْ اِسْمِيْ وَ لَا تُغَيِّرْ جِسْمِيْ

ફલા તોબદદીલ ઈસમીે વ લા તોગય્યીર જિસમી

 

 

وَ لَا تَجْتَهِدْ بَلَائِيْ وَ اغْفِرْلِيْ

વ લા તજતહીદ બલાઈ વગફીરલલી

 

 

سَجَدَ لَكَ سَوَادِيْ وَ خَيَالِيْوَ آمَنَ بِذٰلِكَ فُؤَادِيْ

સજદ લક સવાદી વ ખયાલી વ આમન બેઝાલેક ફોઆદી

 

પછી તેમણે (સ.અ.વ.) માથું ઉપર કર્યું અને પછી ફરીથી સજદો કર્યો અને મે તેમને કહેતા સાંભળ્યા:

وَ هٰذِهٖ يَدَايَ بِمَا جَنَيْتُ

વ હાઝેલી યદાય બેમા જનયતો

 

 

عَلٰى نَفْسِيْ يَا عَظِيْمُ

અલા નફસી યાઅઝીમો

 

 

يُرْجٰى لِكُلِّ عَظِيْمٍ اِغْفِرْ لِيْ ذَنْبِيَ الْعَظِيْمَ فَاِنَّهٗ

યુજરા લેકુલ્લે અઝીમ ફ ઇન્નહુ

 

 

لَا يَغْفِرُ الذَّنْبَ الْعَظِيْمَ اِلَّا الْعَظِيْمُ

લા યગફીરહુઝ ઝમબલ અઝીમ ઇલ્લઅઝીમો

 

પછી તેમણે (સ.અ.વ.) માથું ઉપર કર્યું અને ત્રીજી વાર સજદો કર્યો અને મેં તેમને કહેતા સાંભળ્યા:

وَ اَعُوْذُ بِرِضَاكَ مِنْ سَخَطِكَ

વ અઉઝો બેરેઝાક મીન સખતેક

 

 

وَ اَعُوْذُ بِمُعَافَاتِكَ مِنْ عُقُوْبَتِكَ

વ અઉઝો બે મોઆફાતેક મીન ઓકોબતેક

 

 

وَ اَعُوْذُ بِكَ مِنْكَ اَنْتَ

વ અઉઝો બેક મીનક અન્ત

 

 

كَمَا اَثْنَيْتَ عَلٰى نَفْسِكَ

કમા અસનયત અલા નફસેક

 

 

وَ فَوْقَ مَا يَقُوْلُ الْقَائِلُوْنَ

વ ફવક મા યકોલૂલ કાએલોન

 

 

اَللّٰهُمَّ اِنِّيْ اَعُوْذُ بِنُوْرِ

અલ્લાહુમ્મ ઈન્ની અઉઝો બે નૂરે

 

પછી તેમણે (સ.અ.વ.) માથું ઉપર કર્યું અને ચોથી વાર ફરીથી સજદો કર્યો અને ફરમાવ્યું:

وَجْهِكَ الَّذِيْ اَشْرَقَتْ لَهُ السَّمَاوَاتُ

વજહેકલ લઝી અશરક્ત લહુસ સમાવાતો

 

 

وَ الْاَرْضُ وَ قَشَعَتْ بِهِ الظُّلُمَاتُ

વલ અરઝો વ ક્શઅત બેહીઝ ઝોલોમાતો

 

 

وَ صَلُحَ بِهٖ اَمْرُ الْاَوَّلِيْنَ

વ સાલોહ બેહી અમરૂલ અવ્વલીન

 

 

وَ الْآخِرِيْنَ اَنْ يَحِلَّ عَلَيّ

વલ આખેરીન અન યહીલ્લ અલય્ય

 

 

غَضَبُكَ اَوْ يُنْزِلَ عَلَيَّ سَخَطُكَ

ગઝબોક અવયુનઝેલ અલય્ય સખતોક

 

 

اَعُوْذُ مِنْ زَوَالِ نِعْمَتِكَ وَ فَجْأَةِ نِقْمَتِكَ

અઉઝો મીન ઝવાલે નેમતેક વ ફજાતે નિકમતેક

 

 

وَ تَحْوِيْلِ عَافِيَتِكَ وَ جَمِيْعِ سَخَطِكَ

વ તહવીલે આફેયતેક વ જમીેએ સખતેક

 

 

لَكَ الْعُتْبٰى فِيْمَا اسْتَطَعْتُ

લકલ ઉતબા ફીમસત્તતો

 

 

وَ لَا حَوْلَ وَ لَا قُوَّةَ اِلَّا بِكَ

વ લા હવલ વ લા કૂવ્વત ઈલ્લા બેક

તેણીએ કહ્યું: "જ્યારે મેં તેમની પાસેથી આ જોયું, તો હું તેમને છોડીને ઘર તરફ ચાલી ગઈ કારણ કે મારા પર બેચેનીનો અનુભવ થયો. પછી પ્યગમબર (સ.અ.વ.) મારી પાછળ આવ્યા અને કહ્યું: 'તમે બેચેન કેમ થયા છો?' મેં કહ્યું: 'હે અલ્લાહના પ્યગમબર (સ.અ.વ.), હું તમારી સાથે હતી.' તેમણે (સ.અ.વ.) કહ્યું:"

"શું તમે જાણો છો કે આ કઈ રાત છે? આ શાબાન મહિનાની પંદરમી રાત છે. આ રાત્રે નસીબ નક્કી થાય છે, અને રોઝી વહેંચાય છે, અને ઉમર નક્કી થાય છે; અને અલ્લાહ તઆલા બધાને માફ કરે છે સિવાય કે શિર્ક કરનાર અથવા ખુલ્લો દુશ્મન, અથવા જેણે પોતાના સગાં-સંબંધીઓ સાથે સંબંધ તોડી નાખ્યા હોય, અથવા નશો કરનાર, અથવા જે હમેશા ગીતો ગાતો રહેતો હોય, અથવા કવિ અથવા ભવીષ્ય બતાવનાર ."