૮. શુક્રવારની રાત્રે સૂરએ અસ્ર વાંચવાના ફાયદા

આ અધ્યાયમાં અમે "તફ્સીર અલ-બુરહાન"માંથી અલ-અય્યાશી અને સદૂક (અ.પ.)ના કિતાબો માં વર્ણવેલી હદીસનો ઉલ્લેખ કરીશું. આ હદીસની સાંકળ ઇમામ સાદિક (અ.સ.) સુધી પહોંચે છે, તેઓ ફરમાવે છે: "જે કોઈ પણ શુક્રવારની રાત્રિએ સૂરએ અલ-અસ્ર [17] પઢશે , તે ઇમામ મહદી (અ.સ.)ની ઝીયારત કર્યા વગર મરશે નહીં અને તેમના સાથીઓમાંથી થશે."
[૧] - મિક્યાલીલ મકારિમ, ભાગ ૨, પૃષ્ઠ ૩૭૮; અલ-મિસ્બાહ, પૃષ્ઠ ૫૮૫; સવાબુલ આમાલ, પૃષ્ઠ ૧૦૭.