૨૨. મહિલાઓના લીડર , ફાતેમાહ ઝહરા (સ.અ.) માટેની દુઆ

 

 

 

ફાતેમા ઝહરા (અ.સ.) માટેની દુઆ એ માંગણીઓ પૂરી કરવા માટે અમલમાં લેવાતી દુઆઓમાંની એક છે. તે (૫૩૦) પાંચ સો ત્રીસ વખત પઢવી જોઈએ.

بِسْمِ اﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

 

 

اَللّٰهُمَّ صَلِّ عَلٰى فَاطِمَةَ وَاَبِيْهَا وَبَعْلِهَا وَبَنِيْهَا [وَالسِّرِّ الْمُسْتَوْدَعِ فِيْهَا] بِعَدَدِ مَا اَحاطَ بِهِ عِلْمُكَ۔

અલ્લાહુમ્મ સલ્લી અલા ફાતિમત વ અબીહા વ બહલીહા વ બનિહા વ સીરીલ મુસ્તદઈ ફીહા બેઅદદે મા આહદ બીહી ઇલમૂક

 

 

 

 

 

આ દુઆ પ્રાચીન કિતાબોમા ઉલ્લેખિત નથી, પરંતુ તે શેખ અલ-આઝમ અલ-અન્સારી (અ.પ.) ના સમયમાં પ્રચલિત હતી અને અમે તેને આ પુસ્તકમાં બે કારણોસર ઉલ્લેખિત કરી છે:
૧. આ દુઆ જોકે પ્રાચીન કીતાબોમાં નથી, પરંતુ શેખ અન્સારી અને પ્રતીક્ષિત ઇમામ (અમારી જાન તેમના પર કુરબાન થાય) વચ્ચેના ગહન સંબંધને કારણે, ખૂબ જ સંભાવના છે કે આ દુઆ ઇમામ (અ.સ.) પાસેથી છે, ભલે શેખ અન્સારીએ તેની ચર્ચા ન કરી હોય.
૨. "તેમા રહેલું રહસ્ય" શબ્દનો અર્થ ઇમામ મહદી (અમારી જાન તેમના પર કુરબાન થાય ) એવો થાય છે.