રોઝીમાં બરકત માટે

بِسْمِ الله ِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ، وَاجْعَلْ لِیْ مِنْ اَمْرِیْ فَرَجاً وَ مَخْرَجاً، وَ ارْزُقْنِی مِنْ حَیْثُ اَحْتَسِبُ وَ مِنْ حَیْثُ لَا اَحْتَسِبُ

સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન વજઅલ લી અમરી ફરજન વ મખરજન વરઝૂકની મિન હયસુ અહતસીબ વ મિન હયસુ લા અહતસીબુ

અય અલ્લાહ! રહેમત નાઝીલ કર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.) અને તેમની પાક ઔલાદ ઉપર, મારા દરેક કામમાં સહુલત અને તકલીફમાંથી નીકળવાનો રસ્તો દેખાડ, મને ત્યાંથી રોઝી અતા કર જ્યાંથી મળવાની આશા છે, અને ત્યાંથી પણ અતા કર જ્યાંથી મળવાની આશા નથી.

بِسْمِ الله ِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

اَللّٰھُمَّ إِنِّیْ اَسْئَلُكَ بِاسْمِكَ الْمَکْنُوْنِ الْمَخْزُوْنِ الطَّاھِرِالطُّھْرِ الْمُبَارَكِ، وَ اَسْئَلُكَ بِاسْمِكَ الْعَظِیْمِ وَ سُلْطَا نِكَ الْقَدِیْمِ،

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક બિસ્મેકલ મકનુનેલ મખઝૂનેત તાહીરીલ તહરીલ મુબારકે વ અસઅલોક બિસ્મેકલ અઝીમે વ સુલતાનેકલ કદીમે

અય અલ્લાહ! હું તારા છૂપા, ખજાના અને પાક પાકીઝા તથા બાબરકત નામથી સવાલ કરૂં છું, તારા બુલંદ નામ અને હંમેશની હુકુમતના વાસ્તાથી સવાલ કરૂં છુ

یَا وَاھِبَ الْعَطَایَا، وَ یَا مُطْلِقَ الْاُسَارٰی، وَ یَا فَکَّا كَ الرِّقَابِ مِنَ النَّارِ، اَسْئَلُكَ اَنْ تُصَلِّیَ عَلىٰ مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ،

યા વાહેબલ અતાયા વ યા મુતલેકલ ઉસારા વ યા ફકાકલ રીકાબે મીનન નારે અસઅલોક અન તોસલી અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન

કે અય્ કિમતી નેઅમતો અતા કરનાર, અય્ કેદીયો ને છૂટકારો આપનાર.અય્ બંદાઓને દોઝખની આગથી છૂટકારો આપનાર, હું તારાથી સવાલ કરૂં છું કે મોહંમદ સ. અને આલે મોહંમદ અ.ઉપર રહેમત નાઝીલ ફરમાવ,

وَ اَنْ تُعْتِقَ رَقَبَتِیْ مِنَ النَّارِ، وَ اَنْ تُخْرِجَنِیْ مِنَ الدُّنْیَا سَالِماً، وَ تُدْخِلَنِیْ الْجَنَّۃَ اٰمِناً، وَ اَنْ تَجْعَلَ دُعَآئِیْ اَوَّلَہُ فَلَاحاً، وَ اَوْسَطَہُ نَجَاحَاً، وَ اٰخِرَہُ صَلَاحاً، إِنَّكَ اَنْتَ عَلَّامُ الْغُیُوْبِ.

વ અન તુઅતીક રકબતી મિનન નારે વ અન તુખરીજની મીન દુનયા સાલેમન વ તુદખીલનીલ જન્નત આમેનન વ અન તજઅલ દુઆઈ અવલહુ ફલાહન વ અવસતહુ નજાહન વ આખીરહુ સલાહન ઈન્નક અન્ત અલામુલ ગુયુબે

મને દોઝખની આગથી નજાત અતા કર, દુનિયાથી ઈમાન સાથે જવું નસીબ કર, સલામતી સાથે જન્નતમાં દાખલ કર. મારી દુઆને શરૂમાં કામિયાબી તથા વચમાં સફળતા અને છેલ્લે બહેતર બનાવી દે, બેશક તું દરેક ગય્બની વાતોનો જાણકાર છે.

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન વ અજજીલ ફરજહુમ

بِسْمِ الله ِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

إِلٰھِیْ ھٰذِہِ صَلَاتِیْ صَلَّیْتُھَا لَا لِحَاجَۃٍ مِنْكَ إلَیْھَا، وَ لَا رَغْبَۃٍ مِنْكَ فِیْھَا، إِلَّا تَعْظِیْماً وَ طَاعَۃً وَ إجَابَۃً لَكَ إلیٰ مَا اَمَرْتَنِی بِہِ،

ઈલાહી હાઝેહી સલાતી સલ્લયતુહા લા હાજતીન મિનક ઈલયહા વ લા રગબતીન મિનક ફીહા ઈલ્લા તઅજીમન વ તાઅતન વ ઈજાબતન લક ઈલા મા અમરતની બેહી

અય મારા અલ્લાહ! મેં જે નમાઝ પઢી છે તેનો ન તો તું મોહતાજ છે કે ન તો તને કોઈ જરૂરત છે, આ તો તારી તાઝીમ, ઇતાઅત અને તારા હુકમની ફરમાબરદારી છે જે તું મને આપી છે,

إِلٰھِیْ إِنْ کَانَ فِیْھَا خَلَلٌ اَوْ نَقْصٌ مِنْ رُکُوْعِھَا اَوْ سُجُوْدِھَا فَلَا تُؤَاخِذْنِیْ، وَ تَفَضَّلْ عَلَىَّ بِالْقَبُوْلِ وَ الْغُفْرَانِ.

ઈલાહી ઈન કાન ફીહા ખલલુન અવ નકસુન મીન રુકુએહા અવ સુજુદેહા ફલા તુઆખીઝની વ તફઝલ અલય્ય બિલકબુલે વલ ગુફરાને

અય્ મારા અલ્લાહ! આ નમાઝમાં અગર કોઈ જાતની ભૂલ થઇ હોય યા રૂકુ અને સજદામાં કોઈ કમી રહી ગઈ હોય તો તેના વિષે મારાથી સવાલ ન કરજે, પરંતુ તેને કબૂલ કરી તથા માફી આપીને મારા ઉપર મહેરબાની કર.