(૨૬) ચાલુ સંજોગોમાં આ દુઆ કૂનૂતમાં અને ગમે ત્યારે ગમે ત્યાં હંમેશા માગ્યા કરો.

 

 

 

(૨૬) ચાલુ સંજોગોમાં આ દુઆ કૂનૂતમાં અને ગમે ત્યારે ગમે ત્યાં હંમેશા માગ્યા કરો.
(સૂરા નં ૨ બકરાહ આયત નં. ૨૮૬)

أخطانا رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ

રબ્બના લા તોઆખિઝના, ઈન્નસીના અવ અખતાના

અય અમારા પરવરદીગાર સજા ન આપ અમારા થી ભૂલ અથવા ગલતી થઈ જાય તો

 

رَبَّنَا وَلَا تَحْمِلُ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِنْ قَبْلِنَا

રબ્બના વલાતહમીલ અલયના ઈસરન કમા હેમલતહુ અલલ લઝીના મિન કબ્જેના

અય અમારા પરવરદીગાર અમારા ઉપર બોજ ન નાખતો જે તે અગાઉ ના લોકો ઉપર નાખ્યો હતો

 

رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لاَ طَاقَةَ لَنَا بِهِ وَاعْفُ عَنَّا وَاغْفِرُ لَنَا وَارْحَمْنَا

રબ્બના વલા તોહમ્મીલના માલા તાકતએ લના બેહી વક્રૂ અન્ના, વગફિરલના વરહના

અય અમારા પરવરદીગાર અમારા ઉપર બોજ ન નાખ જે અમે ઉઠાવી ન શકીએ અમને માફ કર, બખ્શી આપ રહેમ કર

 

أَنْتَ مَوْلَانَا

અન્ત મૌલાના

તુ જ અમારો માલિક છે અને આકા છે

 

فَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ

ફનસુરના અલલ કૌમીલ કાફેરીન

તું (જ) અમારો સરપરસ્ત છો માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.

(સૂરા નં ૨ બકરાહ આયત નં. ૨૮૬)

 

 

 

ઈન્સાન પોતાના અમલનો સ્વયં ઝિમ્મેદાર છે. કોઈ મજબૂરીના કારણે કે નસ પરસ્તીના કારણે તે ગલતી કરી નાખે છે. તો તેને જોઈએ કે ગલતીને કબૂલ કરે, અને અલ્લાહની સમક્ષ આજીજીપૂર્વક માફી માગે. અલ્લાહ રહમાન છે. રહીમ છે. ગફૂરૂર રહીમ છે. તે માફ કરી આપે છે. એટલું જ નહિ પરંતુ દુશ્મનોના હુમલાઓથી આપણને મહફ્ઝ પણ રાખે છે. તેમના ઉપર કામ્યાબી આપે છે. તેમના શયતાની મનસુબાઓને બેઅસર કરી દે છે. આ દુઆ હાલના સંજોગોમાં હર વખત કરવી જોઈએ.