દુઆ એ એહતેજાબ

"મેહજુદ્દઅવાત" નામની કિતાબમાં રિવાયત મળે છે કે : જનાબે મોહમ્મદે હનફીયા બીન અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)થી રિવાયત છે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું: જે શખ્સ દુઆએ એહતેજાબ ને પઢે.... તો ખુદાવંદે તઆલા તેની દુઆને કબૂલ ફરમાવે છે અને અગર લોખંડ ઉપર પઢે, તો ખુદાના હુકમથી તે લોખંડ નરમ થઇ જાય.પછી રસૂલે ખુદા (સ.અ.વ.)એ આગળ ફરમાવ્યું કે : મને એ ખુદાની કસમ છે કે જેણે મને બરહક પયગમ્બર બનાવીને મોકલ્યો છે કે અગર કોઈ શખ્સને બહુજ ભૂખ અને તરસ લાગેલ હોય, તે વખતે આ દુઆ પઢે, તો ભૂખ તરસ જતી રહે. અગર આ દુઆને પહાડ ઉપર પઢે તો તેની મરજી પ્રમાણે તેની અંદર રસ્તો બની જાય કે તેમાંથી તે પસાર થઇ જાય અને દીવાના ઉપર પઢે તો તે હોશમાં આવે. અને જે સ્ત્રીને બચ્ચું જન્મ આપવામાં સખત તકલીફ હોય, તેના ઉપર આ દુઆ પઢે તો બચ્ચું આસાનીથી પેદા થાય અને અગર તમામ શહેરમાં આગ લાગી હોય અને કોઈ શખ્સ આ દુઆને પોતાના ઘરમાં પઢે, તો તેના ઘર સુધી તે આગ નહીં પહોંચે. આ દુઆ ૪૦ શબે જુમ્આ પઢે,... તો ખુદા તેના તમામ ગુનાહ માફ કરી આપે છે, અગર તેને કોઇ જાતનો ગમ હોય, તો ખુદાની રહેમતથી તેનો દીન-દુનિયાનો ગમ દૂર કરે છે. અગર કોઈ ઝાલિમ બાદશાહની મુલાકાત કરવાની પહેલે જો આ દુઆ પઢીને જાય, તો તે બાદશાહ તેના ઉપર ઝુલ્મ નહીં કરે, એટલું જ નહીં પણ તેની ઉમ્મીદ પણ પૂરી કરશે.

સાહેબે મેહજુદ્દઅવાત લખે છે કે “ હું એક વખત બહુ જ ભારે બલામાં ફસાઇ ગયો અને તેથી હું આ દુઆ પઢ્યો તેની બરકતથી ખુદા (સુ.વ.ત.)એ મને એ બલાથી નજાત આપી અને હું મારી મુરાદે પહોંચ્યો અને ખુદા (સુ.વ.ત.) એ હસદખોરોની બદીથી મને બચાવ્યો.

[02:03.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમદીન વ આલે મોહમ્મદીન

 

[02:13.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહર રહમાનીર રહીમ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

 

[02:18.00]

اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ يَا مَنِ احْتَجَبَ بِشُعَاعِ

نُوْرِهِ عَنْ نَوَاظِرِ خَلْقِهِ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક યા મનિહતજબ બેશોઆએ નુરેહી અન નવાઝરે ખલકેહ

અય અલ્લાહ! બેશક હું તારી બારગાહમાં સવાલ કરૂં છું,

અય તે કે જે પોતાના નૂરના કિરણો થકી પોતાની મખ્લુકની નઝરોથી છુપાએલો છે.

 

[02:31.00]

يَا مَنْ تَسَرْبَلَ بِالْجَلَالِ وَ الْعَظَمَةِ

યા મન તસરબલ બિલ્જલાલે વલ અઝમતે

અય તે કે જેણે જલાલત અને અઝમતનો

લિબાસ પહેરેલો છે

 

[02:37.00]

وَ اشْتَهَرَ بِالتَّجَبُّرِ فِي قُدْسِهِ

વશતહર બિતજબ્બોરે ફી કુદસેહ

અને જે પોતાની પાકીઝગીમાં સર્વશક્તિમાન

હોવાના કારણે મશહુર છે.

 

[02:43.00]

يَا مَنْ تَعَالَى بِالْجَلَالِ وَ الْكِبْرِيَاءِ فِي تَفَرُّدِ مَجْدِهِ

યા મન તઆલા બિલ્જલાલે વલ કિબ્રીયાએ ફી તફ૨રોદે મજદેહ

અય તે કે જે જલાલ અને મોટાઈના કારણે પોતાની ભવ્યતાના અનોખાપણામાં ઊંચો છે

 

[02:51.00]

يَا مَنِ انْقَادَتِ الْأُمُورُ بِأَزِمَّتِهَا طَوْعاً لِأَمْرِهِ

યા મનિન કાદતિલ ઓમૂરો બેઅઝિમ્મતેહા તાઅન લેઅમરેહ

અય તે કે જે તમામ બાબતો ઉપરના કાબુ ધરાવવાના

કારણે બધાજ તેના હુક્મોને સ્વૈચ્છિકપણે તાબે થઇ જાય છે

 

[03:01.00]

يَا مَنْ قَامَتِ السَّمَاوَاتُ

وَالْأَرْضُونَ مُجِيبَاتِ لِدَعْوَتِهِ

યા મન કામતિસ્સમાવાતો વલઅઝૂન મોજીબાતુન લેદઅવતેહ

અય તે કે જેની દઅવતને કબુલ કરવાના કારણે

આસમાનો અને ઝમીનો કાએમ છે.

 

[03:10.00]

يَا مَنْ زَيَّنَ السَّمَاءَ بِالنُّجُومِ الطَّالِعَةِ

યા મને ઝેયનસ્સમાઅ બિન્નોજૂમિત તાલેઅતે

અય તે કે જેણે આસમાનને ચમકતા

સિતારાઓથી શણગાર્યુ છે.

 

[03:16.00]

وَ جَعَلَهَا هَادِيَةً لِخَلْقِهِ

વ જઅલહા હાદેયતન લે ખલ્કેહ

અને તેને પોતાની મખ્લુક માટે માર્ગદર્શક બનાવ્યા છે.

 

[03:20.00]

يَا مَنْ أَنَارَ الْقَمَرَ الْمُنِيرَ

فِي سَوَادِ اللَّيْلِ الْمُظْلِمِ بِلُطْفِهِ

યા મન અનારલ કમરલ મોનીર ફી સવાદિલ લેલિલ મુઝલેમે બેલુત્ફેહ

અય તે કે જેણે પોતાના લુત્ફ થકી અંધારી રાત્રીના અંધકારમાં ચમકતા ચંદ્રને પ્રકાશિત કરેલ છે.

 

[03:30.00]

يَا مَنْ أَنَارَ الشَّمْسَ الْمُنِيرَةَ

وَجَعَلَهَا مَعَاشِاً لِخَلْقِهِ

યા મન અનારશ શમ્સલ મોનીરત વ જઅલહા મઆશન લે ખલ્કેહ

અય તે કે જેણે ચમકતા સૂર્યને પ્રકાશિત કરેલ છે અને

તેણે તેને પોતાની મખ્લુક માટે આજીવિકા પૂરી

પાડવા માટે બનાવેલ છે.

 

[03:42.00]

وَ جَعَلَهَا مُفَرِّقَةً بَيْنَ اللَّيْلِ وَ النَّهَارِ بِعَظَمَتِهِ

વ જઅલહા મુફર્રેકતન બૈનલ લૈલે વન્નહારે બે અઝમતેહ

અને તેણે તેને પોતાની મહાનતા થકી રાત અને દિવસમાં ફરક કરનાર બનાવ્યો છે.

 

[03:49.00]

يَا مَنِ اسْتَوْجَبَ الشُّكُرَ بِنَشْرِ سَحَائِبِ نِعَمِهِ

યા મનિસ તૌજબશશુકર બેનશરે સહાએબે નેઅમેહ

અય તે કે જેની નેઅમતના વાદળોના ફેલાવના કારણે

તેનો શુક્ર વાજીબ છે.

 

[03:56.00]

أَسْأَلُكَ بِمَعَاقِدِ الْعِزِّ مِنْ عَرْشِكَ وَمُنْتَهَى الرَّحْمَةِ مِنْ كِتَابِكَ

અસઅલોક બે મઆકેદિલ ઈઝેઝે મિન અરશેક વ મુનતહર રહમતે મિન કિતાબિક

હું તારી પાસે તારા અર્ષ ઉપરના ગૌરવશાળી સ્થાન અને તારી કિતાબમાંની રહમતની સર્વોચ્ચતાના વાસ્તાથી સવાલ કરૂં છું.

 

[04:07.00]

وَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ

વ બેકુલ્લિસમિન હોવ લક

સમ્મયત બેહી નફસક

અને દરેક તે નામના વાસ્તાથી કે જે તારા માટે છે,

જેને તેં તારી ઝાત માટે આપ્યું છે..

 

[04:16.00]

أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الْغَيْبِ عِنْدَكَ

અવિસ્તાસરત બેહી ફી ઇલિમલ ગૈબે ઇન્દક

અથવા તો એ (નામ) ના વાસ્તાથી કે જેને તેં તારી પાસેના ગય્બના ઇલ્મમાંથી તેં તારા માટે લીધેલ છે.

 

[04:26.00]

وَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ

વ બેકુલ્લીસમિન હોવ લક, અન્ઝતહૂ ફી કિતાબિક

અને તે દરેક નામના વાસ્તાથી કે જેને તેં તારી કિતાબમાં તારા માટે નાઝિલ કર્યા છે.

 

[04:32.00]

أَوْ اَثْبَتَّهُ فِي قُلُوبِ الصَّآفِّيْنَ الْحَآفِّيْنَ

حَوْلَ عَرْشِكَ

અવ અસ્બતતહૂ ફી કોલૂબિસ સૉફફીનલ હાફફીન હૌલ અરશિક

અથવા તો જે(નામ)ને તારા અર્ષની ફરતે સફ બાંધેલા અને તવાફ કરનારાઓના દીલોમાં તેં સ્થાપી દીધા છે,

 

[04:41.00]

فَتَرَاجَعَتِ الْقُلُوبُ إِلَى الصُّدُورِ عَنِ الْبَيَانِ بِإِخْلَاصِ الْوَحْدَانِيَّةِ وَ تَحْقِيقِ الْفَرْدَانِيَّةِ مُقِرَّةً لَكَ بِالْمَعْبُودِيَّةِ

ફતરાજ અતિલ કોલૂબો એલસ્સોદૂરે અનિલ બયાને બેઈખ્લાસિલ વહદાનિય્યહ, વ તહકીકિલ ફદાનિય્યતે મોકીર્રિતને લક બિલ ઓબુદિય્યહ

પછી વહદાનીય્યતના ખુલૂસ અને અનન્યતાની અનૂભૂતી અને તારી ઉબુદિય્યતના ઇકરારની સાથે બયાન કરવાની અશક્તિની હાલતમાં દીલો સીનાઓ તરફ પરત ફરે છે.

 

[04:56.00]

وَ إِنَّكَ أَنْتَ اللَّهُ أَنْتَ اللَّهُ أَنْتَ اللَّهُ

لَا إِلَهَ إِلَّا أَنْتَ

વ ઇન્નક અનતલ્લાહુ અન્તલ્લાહુ અન્તલ્લાહ, લાએલાહ ઇલ્લા અન્ત

અને બેશક તું જ અલ્લાહ છો, તું જ અલ્લાહ છો,

તું જ અલ્લાહ છો. તારા સિવાય કોઇ મઅબૂદ નથી.

 

[05:09.00]

وَ أَسْأَلُكَ بِالْأَسْمَاءِ الَّتِي تَجَلَّيْتَ

بِهَا لِلْكَلِيمِ عَلَى الْجَبَلِ الْعَظِيمِ

વ અસઅલોક બિલ અસ્માઇલ્લતી તજલ્લેત બેહા લિલ કલીમે અલલ જબલિલ અઝીમ

અને હું તારી પાસે એ નામોના વાસ્તાથી સવાલ કરૂં છું કે જેના થકી તારા કલીમ (હઝરત મૂસા અ.સ.) ઉપર મહાન પર્વત ઉપર તેં તજલ્લી કરી હતી.

 

[05:23.00]

فَلَمَّا بَدَا شُعَاعُ نُورِ الْحُجُبِ مِنْ بَهَاءِ الْعَظَمَةِ

ફલમ્મા બદા શોઆઅ નૂરિલ હોજોબે મિમ બહાઇલ અઝમતે

પછી જ્યારે તારી મહાનતાની મહીમામાંથી હિજાબમાંના નૂરના કિરણો જાહેર થાય તો

 

[05:32.00]

خَرَّتِ الْجِبَالُ مُتَدَكْدِكَةً لِعَظَمَتِكَ وَ جَلَالِكَ وَ هَيْبَتِكَ وَ خَوْفاً مِنْ سَطْوَتِكَ رَاهِبَةً مِنْكَ

ખરતિલ જેબાલો મોતદકદેકતન લેઅઝમતેક વ જલાલેક વ હૈબતેક વ

ખૌફમ મિને સતવાતેક રાહેબતન મિન્ક

પર્વતો તારી અઝમત, તારી જલાલત, તારી હયબત, તારી સત્તાના ખૌફ અને તારા પ્રત્યેના ઇમાનના કારણે જમીન સરસા ઝૂકી ગયા

 

[05:43.00]

فَلَا إِلَهَ إِلَّا أَنْتَ فَلَا إِلَهَ إِلَّا أَنْتَ

فَلَا إِلَهَ إِلَّا أَنْتَ

ફલા ઈલાહ ઇલ્લા અન્ત, ફલા ઈલાહ ઇલ્લા અન્ત, ફલા ઈલાહ ઈલ્લા અન્ત

પછી તારા સિવાય કોઇ મઅબૂદ નથી. પછી તારા સિવાય કોઇ મઅબૂદ નથી. પછી તારા સિવાય કોઇ મઅબૂદ નથી.

 

[05:57.00]

وَ أَسْأَلُكَ بِالْإِسْمِ الَّذِي فَتَقْتَ بِهِ

رَتْقَ عَظِيمِ جُفُونِ عُيُونِ النَّاظِرِينَ

વ અસઅલોક બિસ્મિલ્લઝી ફતકત બેહી રતકો અઝીમે જોફૂને ઓયુનિન નાઝેરીન

અને હું તારી પાસે તારા એ નામ થકી સવાલ કરૂં છું કે જેના થકી તું જોનારાની ગાઢપણે બંઘ થએલી આંખોને ખોલો છો.

 

[06:-8.00]

الَّذِي بِهِ تَدْبِيرُ حِكْمَتِكَ

وَ شَوَاهِدُ حُجَجٍ أَنْبِيَائِكَ

અલ્લઝી બેહી તદબીરો હિકમતિક, વ શવાહેદો હોજજે અમ્બેયૉએક

એ (નામ) કે જેના થકી તારી હિકમતની અને તારા નબીઓના મોઅજીઝાઓની ગવાહીની તદબીર કરનારો છો

 

[06:17.00]

يَعْرِفُوْنَكَ بِفِطَنِ الْقُلُوبِ

યઅરેફૂનક બેફેતનિલ કોલૂબ

તેઓ તને દીલોની હોંશીયારી થકી ઓળખે છે.

 

[06:21.00]

وَ أَنْتَ فِي غَوَامِضِ مُسَرَّاتِ

سَرِيرَاتِ الْغُيُوبِ

વ અન્ત ફી ગવામેઝે મોસ૨રાતે સરીરાતિલ ગોયૂબ

જ્યારે કે તું ગય્બના પર્દાઓની ની છુપાએલી જગ્યાઓની ગહનતામાં છો.

 

[06:26.00]

أَسْأَلُكَ بِعِزَّةِ ذَلِكَ الْإِسْمِ أَنْ تُصَلِّيَ

عَلَى مُحَمَّدٍ وَ آلِ مُحَمَّدٍ

અસઅલોક બેઇઝતે ઝાલેકલ ઇસ્મ, અને તોસલ્લેય અલા મોહમ્મદિવ વ આલે મોહમ્મદ

અને હું તારી પાસે તે નામની ઇઝ્ઝતના વાસ્તાથી સવાલ કરૂં છું કે તું મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર સલવાત મોકલ

 

[06:43.00]

وَ أَنْ تَصْرِفَ عَنِّي وَ عَنْ أَهْلِ حُزَانَتِي

વ અને તસરેફ (અન્ની વ અન વાલેદય્ય વ અહલ હોઝાનતી)

અને એ કે મને, મારા હમદર્દોને

 

[06:47.00]

وَ جَمِيعِ الْمُؤْمِنِينَ وَ الْمُؤْمِنَاتِ

(વ જમીઈલ મોઅમેનીન વલ મોઅમેનાત)

તથા સઘળા મોઅમીન પુરુષો અને સ્ત્રીઓને

 

[06:51.00]

جَمِيعَ الْآفَاتِ وَ الْعَاهَاتِ

જમીઅલ આફાતે વલે આહાત

બધીજ આફતો અને બલાઓથી

 

[06:54.00]

وَ الْأَعْرَاضِ وَ الْأَمْرَاضِ

વલે અઅરાઝે વ લઅમરાઝ

તથા પરેશાની અને બિમારીઓથી

 

[06:58.00]

وَ الْخَطَايَا وَ الذُّنُوبِ

વલ ખતીયા વઝઝોનૂબ

તથા ભૂલો અને ગુનાહોથી

 

[07:01.00]

و الشَّكِ وَ الشِّرْكِ وَ الْكُفْرِ

વશશકકે વશશિરક, વલ કુફરે

તથા શક, શિર્ક અને કુફ્ર

 

[07:04.00]

وَ الشَّقَاقِ وَ النِّفَاقِ وَ الضَّلَالَةِ

વશશકાકી વ નિફાકે વઝલાલતે 

અને ઇખ્તેલાફ, નિફાક અને ગુમરાહીથી

 

[07:08.00]

وَ الْجَهْلِ وَ الْمَقْتِ وَ الْغَضَبِ

વલ જહલ વલ મકતે વલ ગઝબ

અને જહાલત, સખત કીનો અને ગુસ્સાથી

 

[07:13.00]

وَ الْعُسْرِ وَ الضِّيْقِ

વલ ઉસરે વઝઝીક

અને સખ્તી અને તંગીથી

 

[07:15.00]

وَ فَسَادِ الضَّمِيرِ

વ ફસાદીઝ ઝમીર

અને અંતરના બગડવાથી

 

[07:18.00]

وَ حُلُولِ النَّقِمَةِ

વ હોલુલીન નકેમહ

અને વેરવૃત્તીમાં દાખલ થવાથી

 

[07:21.00]

وَ شَمَاتَةِ الْأَعْدَاءِ

વ શમાતતીલ અઅદાઅ

અને દુશ્મનોની બૂરી નઝરથી

 

[07:24.00]

وَ غَلَبَةِ الرِّجَالِ

વ ગલબતિર રેજાલ

અને લોકોના ગાલિબ થવાથી તું મને બચાવ

 

[07:29.00]

إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ

ઈન્નક સમીઉદ દુઆએ

બેશક તું દોઆને સાંભળનારો છો.

 

[07:33.00]

لَطِيفٌ لِمَا تَشَاءُ

લતીફૂન લેમા તશાઅ

તું જે પણ ચાહો છો તેમાં મહેરબાની કરનારો છો.

 

[07:38.00]

وَلَا حَوْلَ وَ لَا قُوَّةَ إِلَّا بِاللَّهِ الْعَلِيِّ الْعَظِيمِ.

વલા હવલ વ લા કુવ્વત ઈલ્લા બિલ્લાહે અલીય્યીલ અઝીમ

ઊંચા અને મહાન અલ્લાહ કરતા કોઇ તાકતવર અને શક્તિશાળી નથી.

 

[07:45.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَّآلِ مُحَمَّدٍ

وَعَجِّلْ فَرَجَهُمْ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદ વ અજીલ ફરજજહુમ