(૪) આ દુઆ ખાસ કરીને નમાઝે શબના કુન્નતમાં પઢવામાં આવે છે

 

 

 

(૪) આ દુઆ ખાસ કરીને નમાઝે શબના કુન્નતમાં પઢવામાં આવે છે
(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૯૧)

رَبَّنَا مَا خَلَقْتَ هَـٰذَا بَـٰطِلًا سُبْحَـٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ

રબ્બના મા ખલક્ત હાઝા બાતેલા, સુબ્હાનક ફકેના અઝાબન્નાર

અમારા પરવરદિગાર! તેં આ બેકાર પૈદા કર્યુ નથી, તારી ઝાત પાક છે માટે અમને દોઝખની આગથી બચાવી લે.

(સુરા નં 3 આલે ઈમરાન આયત નં. ૧૯૧)

"رَبَّنَا مَا خَلَقْتَ هَـٰذَا بَـٰطِلًا"

રબ્બના મા ખલક્ત હાઝા બાતેલા

“અય પાલનેવાલે તું ને યે સબ બેકાર પેદા નહીં કીયા’

અલ્લાહતઆલા કુર્આનમજીદમાં ફરમાવે છે કે તે બંદો જે અલ્લાહને હંમેશા યાદ રાખે છે. તે આ સમજવાની કોશીશ કરે છે કે સમગ્ર વિશ્વના પેદા કરવાનો અલ્લાહનો શો આશય છે ? તેઓ દુઆના આ જ શબ્દો દોહરાવતા હોય છે.

 

 

 

આવા બંદાઓ આસમાનો અને જમીનની બનાવતમાં ચિંતન-મનન કરે છે. જે તેની કુદરતની નિશાનીઓ છે.
આ દુઆ ખાસ કરીને નમાઝે શબની કુનુતમાં પઢવામાં આવે છે.