(૩૬) જો બદઅખલાક અને બેદીન સમાજમાં જીવન ગુજારવું પડતું હોય, જેઓની ઈસ્લાહ (સુધારણા) શકય જ ન હોય, તેવા સમયમાં આ દુઆ કરતા રહો.
(સુરા નં ૨૯ અનકબૂત આયત નં. ૩૦)
رَبِّ ٱنصُرْنِى عَلَى ٱلْقَوْمِ ٱلْمُفْسِدِينَ
રબ્બી અનસુરની અલલ કવમીલ મુફસેદીન
પરવરદિગાર ! તું આ ફસાદ કરનાર કોમની સામે મારી મદદ કર
(સુરા નં ૨૯ અનકબૂત આયત નં. ૩૦)
આ દુઆ હઝરત લૂત (અલ.)એ પોતાની કોમની શરમનાક બદઆમાલીયોની વિરુદ્ધ અલ્લાહતઆલાથી મદદ તલબ કરવા માટે માંગી હતી. જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે બદઅખ્લાક અને બેદીન
સમાજમાં જિદંગી ગુજારવી પડે. તેમની સુધારણા પણ શકય ન દેખાતી હોય, આપણને હેરાનગતિ પણ થતી હોય, ત્યારે આ દુઆ અચૂક કર્યા કરો.