(૨૦) અલ્લાહનો શુક્ર અદા કરવા માટે આ દુઆ જરૂરી ગણવામાં આવી છે. દરેક વાજિબ નમાઝ પછી જરૂરથી પઢો.
(સુરા નં ૪૬ અહકાફ આયત નં ૧૫)
رَبِّ أَوۡزِعۡنِيٓ أَنۡ أَشۡكُرَ نِعۡمَتَكَ ٱلَّتِيٓ أَنۡعَمۡتَ عَلَيَّ وَعَلَىٰ وَٰلِدَيَّ وَأَنۡ أَعۡمَلَ صَٰلِحٗا تَرۡضَىٰهُ وَأَصۡلِحۡ لِي فِي ذُرِّيَّتِيٓۖ إِنِّي تُبۡتُ إِلَيۡكَ وَإِنِّي مِنَ ٱلۡمُسۡلِمِينَ
રબ્બે અવઝીઅની અન અશ્કોરએ નેઅમતકલલતી અનઅમ્ત અલય્ય વ અલા વાલેદય્ય વ અન અઅમલ સાલેહન તરઝાહો વ અસલીહલી ફિ ઝુર્રીય્યતી ઇન્ની તુબ્તો એલયકઅ વ ઇન્ની મિત્તલ મુસ્લેમીન.
“પરવરદિગાર! મને તોફીક આપ કે હું તારી એ નેઅમતનો શુક્ર અદા કરૂં, જે તે મને અને મારા વાલેદૈનને આપી, તથા એવું સારૂં કામ કરૂં કે તું રાજી થઇ જા, અને મારી માટે મારી ઓલાદને નેક બનાવ, બેશક હું તારી તરફ રજૂ થાઉં છું”
(સુરા નં ૪૬ અહકાફ આયત નં ૧૫)
આ આયતની શરૂઆતમાં અલ્લાહતઆલા ઇન્સાનોને હિદાયત કરે છે, કે પોતાના માં-બાપ સાથે નરમી અને મોહબ્બતથી પેશ આવો. તેમને માન આપો.અને દુઆ માંગો. અલ્લાહતઆલાએ મા-બાપની તાબેદારીને વાજિબ કરી છે. આપણા પ્યારા નબી હઝરત મોહમ્મદ(સલ.) એ ફરમાવ્યું:“અલ્લાહતઆલા તેઓથી રાજી થાય છે. જેઓ પોતાના મા-બાપની તાબેદારી કરે છે.’’ જેથી વાજીબ નમાઝો પછી આ દુઆ પઢે.