સફરની દુઆ (૧)

 

 

 

ઈમામ જાઅફરે સાદીક(અ.સ.):
જે કોઈ મુસાફરી માટે જાય અને સૂરે કસસની ૨૨ થી ૨૮ આયતો પઢે, તો તે પોતાના ઘરે પરત ફરી જાય ત્યાં સુધી અલ્લાહ તઆલા તેને દરેક પ્રકારના જંગલી પ્રાણી, ચોર, ઝાલિમો અને ઝેરી પ્રાણીઓથી સુરક્ષિત રાખશે. આ કાર્ય ફકીરી અને શૈતાનને દર રાખે છે."

بِسْمِ اللّٰہِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

وَلَمَّا تَوَجَّهَ تِلْقَآءَ مَدْيَنَ قَالَ عَسٰى رَبِّىْۤ اَنْ يَّهْدِيَنِىْ سَوَآءَ السَّبِيْلِ‏

વલમ્મા તવજ્રહ તિલ્કાઅ મદયન કાલ અસા રબ્બી અંય્યહદેયની સવાઅસ્સબીલ

અને જયારે મૂસાએ મદયન (ગામ) તરફ ચાલ્યા ત્યારે કહ્યું ઊમ્મીદ છે કે મારો પરવરદિગાર મને સીધા રસ્તાની હિદાયત કરશે.

સૂરએ કસસ, આયત: ૨૨

دُوْنِهِمُ امْرَاَتَيْنِ تَذُوْدٰنِ‌ ۚ قَالَ مَا خَطْبُكُمَا‌ ؕ قَالَتَا لَا نَسْقِىْ حَتّٰى يُصْدِرَ الرِّعَآءُ‌ وَاَبُوْنَا شَيْخٌ كَبِيْرٌ‏

વલમ્મા વરદ માએ મદયન વજદ અલયહે ઉમ્મતમ મેનન્નાસે યકૂન, વવજદ મિન્દૂનેહેમુમ રઅતયને તકૂદાને, કાલ માખત્બોકોમા, કાલતા લા નક્કી હત્તા યુસ્ટેરર રેઆઓ વઅબૂના શયખુન કબીર

અને જયારે તે મદયન (ગામ)ના પાણીના (ઝરણા) ઉપર પહોંચ્યો ત્યારે થોડાક લોકોને (જાનવરોને) પાણી પાતા જોયા આ સિવાય બે ઔરતો (પોતાના જાનવરોને) રોકતી હતી (મૂસાએ) કહ્યુ તમારો શું મામલો છે? તેણીઓએ કહ્યુ કે અમે (તેઓને) પાણી નહી આપીએ એટલે સુધી કે આ ભરવાડો પાછા ફરે (અમે આવ્યા કારણકે) અમારા વાલિદ મોટી ઉમ્રના છે.

સૂરએ કસસ, આયત: ૨૩

فَسَقٰى لَهُمَا ثُمَّ تَوَلّٰٓى اِلَى الظِّلِّ فَقَالَ رَبِّ اِنِّىْ لِمَاۤ اَنْزَلْتَ اِلَىَّ مِنْ خَيْرٍ فَقِيْرٌ

ફસકા લહોમા સુમ્મ તવલ્લા એલઝઝિલ્લે ફકાલ રબ્બે ઈન્ની લેમા અનઝલત એલય્ય મિન ખયરિન ફકી

જેથી મૂસાએ તે બંને(ના જાનવરોને) પાણી પીવડાવ્યુ, પછી છાંયડા તરફ મોઢુ કરી અને કહ્યુ કે અય મારા પરવરદિગાર! જે પણ નેઅમત તું મારા માટે નાઝિલ કરે તેનો હું ખરેજ મોહતાજ છું.

સૂરએ કસસ, આયત: ૨૪

فَجَآءَتْهُ اِحْدٰٮہُمَا تَمْشِىْ عَلَى اسْتِحْيَآءٍ ؗ قَالَتْ اِنَّ اَبِىْ يَدْعُوْكَ لِيَجْزِيَكَ اَجْرَ مَا سَقَيْتَ لَنَا‌ ؕ فَلَمَّا جَآءَهٗ وَقَصَّ عَلَيْهِ الْقَصَصَ ۙ قَالَ لَا تَخَفْ‌ ۥ نَجَوْتَ مِنَ الْقَوْمِ الظّٰلِمِيْنَ

ફજાઅહો એહદાહોમા તમ્ની અલસ્તે હયાઈન કાલત ઈન્ન અબી યદઉક લેયજઝેયક અજર માસકયત લના, ફલમ્મા જાઅહૂ વકસ્સ અલયહિલ કસસ કાલ લાતખફ નજવત મેનલ કવમિઝ ઝાલેમીન

પછી તે બંને પૈકી એક ઔરત શરમાતી ચાલીને તેની પાસે આવી અને કહ્યુ કે મારા વાલિદ તને બોલાવે છે કે જેથી તમે જે પાણી પાયું હતું તેનો બદલો આપે; પછી જ્યારે મૂસા તેની પાસે પહોંચ્યા અને તેને પોતાનો પૂરો કિસ્સો કહી સંભળાવ્યો ત્યારે તેણે કહ્યું કે ડર નહિં, તું ઝાલિમ કૌમથી નજાત પામી ચૂકયો છે.

સૂરએ કસસ, આયત: ૨૫

قَالَتْ اِحْدٰٮہُمَا يٰۤاَبَتِ اسْتَاْجِرْهُ‌ؗ اِنَّ خَيْرَ مَنِ اسْتَاْجَرْتَ الْقَوِىُّ الْاَمِيْنُ

કાલત એહદાહોમા યા અબતિસ તઅજિરહો ઈન્ન ખયર મનિસ તઅજરતલ કવિચ્યુલ અમીન

તે બન્નેમાંથી એક દુખ્તરે કહ્યું કે અય મારા વાલિદ! એને કામે રાખી લે કારણકે જે કોઇને પણ તું કામે લગાડવા માંગે તેઓમાં જે તાકતવર અને અમાનતદાર હોય તે બહેતર છે.

સૂરએ કસસ, આયત: ૨૬

قَالَ اِنِّىْۤ اُرِيْدُ اَنْ اُنْكِحَكَ اِحْدَى ابْنَتَىَّ هٰتَيْنِ عَلٰٓى اَنْ تَاْجُرَنِىْ ثَمٰنِىَ حِجَجٍ‌ۚ فَاِنْ اَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِنْدِكَ‌ۚ وَمَاۤ اُرِيْدُ اَنْ اَشُقَّ عَلَيْكَ‌ؕ سَتَجِدُنِىْۤ اِنْ شَآءَ اللّٰهُ مِنَ الصّٰلِحِيْنَ

કાલ ઈત્રી ઓરીદો અન ઉન્કેહક એહદબ નતથ્ય હાતયને અલા અન તઅજોરની સમાનેય હેજજિન, ફઈન અતમમ્ત અશરન ફમિન ઈન્દેક, વમા ઓરીદો અન અશુકક અલયક, સતજેદોની ઈન્શાઅલ્લાહો મેનસ્સાલેહીન

(શોએબે) ફરમાવ્યું કે હું ચાહું છું કે આ મારી બે દુખ્તરોમાંથી એકના નિકાહ તારી સાથે એવી શરતે કરી દઉં કે તું આઠ વર્ષ (સુધી) મારા માટે કામ કર, પછી જો દસ વર્ષ પૂરા કરી નાખે તો તે તારી તરફથી હશે અને હુ તારી ઊપર સખ્તી કરવા નથી ચાહતો; અલ્લાહ ચાહશે તો તું મને સાલેહ લોકોમાંથી જોશે.

સૂરએ કસસ, આયત: ૨૭

قَالَ ذٰلِكَ بَيْنِىْ وَبَيْنَكَ‌ ؕ اَيَّمَا الْاَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَانَ عَلَىَّ‌ ؕ وَاللّٰهُ عَلٰى مَا نَقُوْلُ وَكِيْلٌ۠ ‏‏

કાલ ઝાલેક બયની વબયનક, અય્યમલ અજલયને કઝતો ફલા ઉદવાન અલય્ય, વલ્લાહો અલા માનકુલો વકીલ

(મૂસાએ) કહ્યું કે આ મારા અને તમારા વચ્ચે કરાર છે, હું જે પણ મુદ્દત પૂરી કરૂં પછી મારા ઉપર કોઇ ઝુલ્મ થશે નહી, અને હું જે કાંઇ કહું છું અલ્લાહ તેનો ગવાહ છે.

સૂરએ કસસ, આયત: ૨૮