મુસાફરીની મુનાજાત

 

 

અય માઅબૂદ ! મેં મુસાફરોની ઈરાદો કર્યો છે. તેમાં સારપ પેદા કર, તેમાં મારા માટે પાકા ઈરાદાની રાહ ખોલી દે, અને સમજાવી દે. તેમાં મારા માટે સાબિત કદમ રહેવાનો રસ્તો ખોલી દે. મને આ સફરમાં સલામતી આપ. મને ધણી વધારે આવક અને ઇઝઝત અતા કર. મને તારી શ્રેષ્ઠ હિફાઝત અને રખેવાળીમાં રાખ.
અય માઅબૂદ ! મને પ્રવાસના પરિશ્રમથી સુરક્ષિત રાખ. જંગલોની સખ્તીઓ મારા માટે આસાન કરી દે. દૂરની મંઝિલોને મારા માટે સંકોચી લે. પાણીના દૂરના ઘાટ મારા માટે નિકટ કરી દે. સફર દરમિયાન ભાર ખેચનારાઓના પગલા મોટા કરી દે ત્યાં સુધી કે દૂરના અંતર નિકટ અને જંગલોની સખ્તીઓ આસાન થઈ જાય.
અને અય માઅબૂદ ! આ સફરમાં બરકતવાળા પંખીઓને મારી સાથે કરી દે. તેમાં સલામતી લબ્ધ કર. અડગતાને રખેવાળ બનાવ. અને માર્ગના ખતરાઓ માટે માર્ગદર્શક. ઘણા બધા લાભોનું સાધન અને દેખભાલ કરનાર રક્ષક અતા કર.
અય માઅબૂદ ! મારા પ્રવાસને સલામતીવાળો લાભદાયક બનાવ. રાત મારા માટે આફતોથી બચવાની ઓથ અને દિવસને ખતરાઓ રોકવાનું સાધન બનાવી દે. તારી કુદરતથી ડાકુઓને ટોળાઓને મારાથી હટાવી રાખ. તારી તાકતથી મને ભક્ષક પ્રાણીઓથી બચાવી રાખ ત્યાં સુધી કે તેમાં સલામતી મારી સંગાથી અને રક્ષણ મારી સાથે રહે. બરકત મારી પાછળ આસાની મારી હમસફર, તંગી મારાથી દૂર, સફળતા મારી સાથે અને અમન મારો સાથી હોય.
બેશક તું બક્ષિશ અને એહસાનનો ધણી અને બળ તથા શક્તિવાળો છે. તું જ દરેક ચીઝ પર કુદરત રાખે છે. અને પોતાના બંદાઓને જોવે, જાણે છે.
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.