દુઆએ ઇસ્તેગાસહ

 

 

 

અલ્લાહે અહલેબૈત(અ.સ.)ને મુશ્કેલીઓ, દુઃખો અને આફતોમાંથી નજાત (છુટકારો) મેળવવાનો ઝરીઓ બનાવ્યા છે. જ્યારે કોઇ મુશ્કેલી આવી પડે ત્યારે ઇસ્તેગાસા (ફરિયાદ) વડે ઇમામે ઝમાના(અ.સ.)ને સલામ કરે અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે તેમની મદદ માંગે. આ ઇસ્તેગાસા ઘણી અસરકારક છે. આની રીત એ છે કે પહેલા બે રકાત નમાઝ પઢે. પછી આકાશની નીચે કિબ્લા તરફ રૂખ (મો) કરીને આ ઇસ્તેગાસા પઢે. સારૂ એ છે કે નમાઝની પહેલી રકાતમાં સૂરએ અલ્હમ્દ પછી સૂરએ ‘ઇન્ના ફતહના’ (સૂરએ ફત્હ સૂરા નં. ૪૮) અને બીજી ૨કાતમાં સૂરએ અલ્હમ્દ પછી ‘એઝા જાઅ નરૂલ્લાહે' (સૂરએ નમ્ર, સૂરા નં. ૧૧૦)ની તિલાવત કરે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બિસ્મિલ્લાહી રહમાનીર રહીમ

શરૂ કરૂ છુ અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે

 

سَلَامُ اللّٰهِ الْكَامِلُ التَّآمُّ الشَّامِلُ الْعَآمُّ

સલામુલ્લાહે કામીલુલ તઆમુલ શામીલુલ અઆમુ

અલ્લાહની હુજજત ઉપર અલ્લાહના સંપૂર્ણ,તમામ અને દરેક વસ્તુને આવરી લેનાર સલામ થાય

 

وَ صَلَوَاتُهُ الدَّاۤئِمَةُ وَ بَرَكَاتُهُ الْقَاۤئِمَةُ التَّآمَّةُ عَلٰى حُجَّةِ اللّٰهِ

વ સલવાતુહુલ દાઈમતુ વ બરકાતુહુ કાઈમતુલ તઆમ્મતુ અલા હુજજતીલ્લાહે

અને તેમના ઉપર (અલ્લાહની) કાયમી રહેમત અને હંમેશા રહેવાવાળી સંપૂર્ણ બરકતો

 

وَ وَلِيِّهِ فِيْۤ اَرْضِهِ وَ بِلَادِهِ

વ વલીય્યીહી ફી અરઝીહી વ બેલાદીહી

અને તેની જમીન ઉપર અને તેના શહેરોમાં તેના વલી ઉપર

 

وَ خَلِيْفَتِهِ عَلٰى خَلْقِهِ وَ عِبَادِهِ

વ ખલીફતીહી અલા ખલકીહી વ એબાદીહી

અને તેના બંદાઓમાં અને તેની મખ્લુકમાં તેના ખલીફા ઉપર

 

وَ سُلَالَةِ النُّبُوَّةِ وَ بَقِيَّةِ الْعِتْرَةِ وَ الصَّفْوَةِ

વ સુલાલતી અલનુબુવ્વતી વ બકીયતી અલઈતરતી વા સફવતી

(સલામ થાય) નબુવ્વતના પવિત્ર ફરઝદો ઉપર ઈતરતમાંથી બાકી રહેનાર અને અલ્લાહના પસંદ કરાએલા ઉપર

 

صَاحِبِ الزَّمَانِ وَ مُظْهِرِ الْاِيْمَانِ وَ مُلَقِّنِ [مُعْلِنِ‏] اَحْكَامِ الْقُرْاٰنِ

સાહેબઝ ઝમાને વ મુજહીરીલ ઈમાને વ મુલક્કીની અહકામેલ કુરઆને

ઝમાનાના માલિક ઉપર, ઈમાનને જાહેર અને પ્રકાશિત કરનારા ઉપર, કુરઆનના હુકમોની તાલીમ અને હિદાયત કરનારા ઉપર

 

وَ مُطَهِّرِ الْاَرْضِ

وَ نَاشِرِ الْعَدْلِ فِيْ الطُّوْلِ وَ الْعَرْضِ

વ મુતહીરીલ અરઝે વ નાશીરીલ અદલી ફીલ તુવલે વલ અરઝે

જમીનને (ઝૂલ્મ અને અત્યાચારથી) પવિત્ર કરનારા ઉપર, આખી જમીન પર ન્યાય અને ઈન્સાફ ફેલાવી દેનારા ઉપર.

 

وَ الْحُجَّةِ الْقَاۤئِمِ الْمَهْدِيِّ الْاِمَامِ الْمُنْتَظَرِ الْمَرْضِيِّ [الْمُرْتَضٰى‏]

વલહુજજતીલ કાએમેલ મહદીય્યીલ ઈમામે અલમુનતઝરીલ મરઝીય્યી

અને અલ્લાહના કાએમ હુજજત મહદી, તે ઈમામ કે જેનો ઈન્તેઝાર થઈ રહ્યો છે અને જેમનાથી અલ્લાહ રાજી છે

 

وَ ابْنِ الْاَئِمَّةِ الطَّاهِرِيْنَ اَلْوَصِيِّ ابْنِ الْاَوْصِيَاۤءِ الْمَرْضِيِّيْنَ

વબ્નેલ અઈમતીત તાહીરીન અલવસીયીબ્ને અલઅવસીયાએ અલમરઝીયીન

અને પાકિઝા ઈમામોના ફરઝદ, તે વસી જે અલ્લાહના પસંદીદા અવસીયાના ફરઝદ છે

 

اَلْهَادِيْ الْمَعْصُوْمِ ابْنِ الْاَئِمَّةِ الْهُدَاةِ الْمَعْصُوْمِيْنَ

અલહાદીયલ મઅસુમીબ્ને અલઅઈમ્મતીલ હોદાતીલ મઅસુમીન

તે હિદાયત કરનારા,મઅસુમ અને ગુનાહો થી રક્ષિત છે (સલામ) તેના ઉપર,જે હિદાયત કરનાર મઅસુમ ઈમામોના ફરઝદ છે

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مُعِزَّ الْمُؤْمِنِيْنَ الْمُسْتَضْعَفِيْنَ

અસ્સલામો અલયક યા મુઈઝઝલ મોઅમેનીનલ મુસતઝઅફીન

સલામ થાય આપ ઉપર અય કમઝોર કરી નાખવામાં આવેલા મોઅમીનોને ઈઝઝત બક્ષનાર

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مُذِلَّ الْكَافِرِيْنَ الْمُتَكَبِّرِيْنَ الظَّالِمِيْنَ

અસ્સલામો અલયક યા મુઝીલ્લલ કાફીરીનલ મુતકબીરીનલ ઝાલીમીન

સલામ થાય આપ ઉપર અય કે જે કાફીરો, ઘમંડીઓ અને ઝાલીમોને અપમાનિત કરનારા છે

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَانِ

અસ્સલામો અલયક યા મવલાય યા સાહેબઝ ઝમાને

સલામ થાય આપ ઉપર અય મારા મોલા,અય સાહેબુઝઝમાન

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયક યબ્ન રસુલિલ્લાહે

ખાસ સલામ થાય આપ ઉપર અય ફરઝદે રસુલે ખુદા (સ.અ.વ)

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલયક યબ્ન અમીરીલ મોઅમેનીન

સલામ થાય આપ ઉપર અય હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ) ના ફરઝદ

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ فَاطِمَةَ الزَّهْرَاۤءِ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ

અસ્સલામો અલયક યબન ફાતેમતઝ ઝહરાએ સય્યીદતીલ નિસાઈલ આલમીન

સલામ થાય આપ ઉપર એ કાએનાતની સ્ત્રીઓના સરદાર જનાબે ફાતેમતઝ ઝહરા (સ.અ) ના ફરઝદ

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ الْاَئِمَّةِ الْحُجَجِ الْمَعْصُوْمِيْنَ

અસ્સલામો અલયક યબ્નલ અઈમતીલ હુજજીલ મઅસુમીન

સલામ થાય આપ ઉપર અય ઈમામો અને મઅસુમ હુજજતોના ફરઝદ

 

وَ الْاِمَامِ عَلَى الْخَلْقِ اَجْمَعِيْنَ

વલઈમામેં અલલ ખલકીલ અજમઈન

અને સમગ્ર કાએનાત ઉપર અલ્લાહના (તરફથી નિમણુક થયેલ) ઈમામ ઉપર

 

اَلسَّلَامُ عَلَيْكَ يَا مَوْلَايَ

અસ્સલામો અલયક યા મવલાય

સલામ થાય આપના ઉપર અય મારા મોલા

 

سَلَامَ مُخْلِصٍ لَكَ فِيْ الْوِلَايَةِ

સલામ મુખલીસીન લક ફીલ વિલાયતી

(આ બંદાના) સલામ જે આપની વિલાયતમાં મુખ્લીસ છે

 

اَشْهَدُ اَنَّكَ الْاِمَامُ الْمَهْدِيُّ قَوْلًا وَ فِعْلًا

અશહદો અન્નકલ ઈમામુલ મહદીય્યુ કવલન વ ફીઅલન

હું સાક્ષી આપું છું કે આપ જ વાણી અને વર્તનમાં હિદાયત સંપન્ન ઈમામ છો

 

وَ اَنْتَ الَّذِيْ تَمْلَاُ الْاَرْضَ قِسْطًا وَ عَدْلًا بَعْدَ مَا مُلِئَتْ ظُلْمًا وَ جَوْرًا

વ અન્તલ લઝી તમલુલ અરઝ કીસતન વ અદલન બઅદ મા મુલીઅત ઝૂલમન વ જવરન

અને આપ જ દુનિયાને ન્યાય અને ઈન્સાફથી એવી રીતે ભરી દેશો જેવી રીતે તે ઝૂલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે

 

فَعَجَّلَ اللهُ فَرَجَكَ وَ سَهَّلَ مَخْرَجَكَ

ફઅજજલલ્લાહુ ફરજક વ સહહલ મખરજક

બસ અલ્લાહ આપના ઝૂહુર માં જલ્દી કરે અને આપને આવવામાં આસાની કરી દે

 

وَ قَرَّبَ زَمَانَكَ وَ كَثَّرَ اَنْصَارَكَ وَ اَعْوَانَكَ

વ કરરબ ઝમાનક વ કસ્સર અનસારક વ અઅવાનક

અને આપનાં (હકુમતના અને રીયાસતના) ઝમાનાને નઝદીક કરી દે અને આપના અન્સાર અને મદદગારની સંખ્યામાં વધારો કરી દે

 

وَ اَنْجَزَ لَكَ مَا وَعَدَكَ فَهُوَ اَصْدَقُ الْقَاۤئِلِيْنَ

વ અનજઝ લક મા વઅદક ફહુવ અસદકુલ કાએલીન

અને જે કાંઈ તેણે (અલ્લાહે ફતહ અને ઝૂહુરનો) વાયદો કર્યો છે તે જલદી પુરો કરે કારણકે તે (અલ્લાહ) કલામ કરનારાઓમાં સોથી વધુ સાચો છે

 

وَ نُرِيْدُ اَنْ نَمُنَّ عَلَى الَّذِيْنَ اسْتُضْعِفُوْا فِيْ الْاَرْضِ وَ نَجْعَلَهُمْ اَئِمَّةً وَ نَجْعَلَهُمُ الْوَارِثِيْنَ

વ નુરીદુ અન નમુન્ન અલલ લઝીનસ તુજઈફૂ ફીલ અરઝે વ નજઅલહુમ અઈમતન વ નજઅલહુમલ વારીસીન

(તેનું ફરમાન છે)અને અમે એ ઈરાદો ધરાવીએ છીએ કે જે લોકોને પુથ્વી ઉપર નિર્બળ બનાવી દેવામાં આવ્યા છે તેઓ ઉપર એહસાન કરીએ અને તેઓને ઈમામ બનાવીએ અને તેઓને (દુનિયાના) વારસદાર અને પેશ્વા બનાવીએ.

 

يَا مَوْلَايَ يَا صَاحِبَ الزَّمَانِ

યા મવલાય યા સાહેબઝ ઝમાન

અય મારા મવલા,અય ઝમાનાનાં માલિક! અય અલ્લાહના રસુલના ફરઝંદ

 

حَاجَتِيْ كَذَا وَ كَذَا۔

હાજતી કઝા વ કઝા

મારી માંગણી અને હાજત (આ મુજબ છે....) (આ પછી પોતાની હાજત રજુ કરે ઈનશાઅલ્લાહ પુરી થશે

 

فَاشْفَعْ لِيْ فِيْ نَجَاحِهَا فَقَدْ تَوَجَّهْتُ اِلَيْكَ بِحَاجَتِيْ

ફશફઅ લી ફી નજા હીહાફકદ તવજહતુ ઈલયક બેહાજતી

આપ અલ્લાહની બારગાહમાં આ (હાજતોને) પૂરી થવાની મારા માટે સિફારીશ કરી દો. હું મારી હાજત લઈને આપની ખિદમતમાં હાજર થયો છું

 

لِعِلْمِيْۤ اَنَّ لَكَ عِنْدَ اللّٰهِ شَفَاعَةً مَقْبُوْلَةً وَ مَقَامًا مَحْمُوْدًا

લેઈલમીય અન્ન લક ઇન્દલ્લાહે શફાઅતન મકબુલતન વ મકામન મહમુદન

કારણકે હું જાણું છું કે અલ્લાહ તઆલાની નઝદીક આપની ભલામણ અને સિફારિશ જરૂર કબુલ થાય છે અને આપ અલ્લાહની પાસે 'મકામે મહમુદ' (વખાણાયેલા સ્થાન) ધરાવો છો

 

فَبِحَقِّ مَنِ اخْتَصَّكُمْ بِاَمْرِهِ وَ ارْتَضَاكُمْ لِسِرِّهِ

ફબેહક્કી મનીખ તસ્સકુમ બિલઅમરીહી વરતજા કુમ લિસીરરીહી

તેથી તેના હકની કસમ જેણે આપને તેની ઈમામત અને વિલાયતના માટે મખસુસ ફરમાવ્યા અને પોતાના રહસ્યો માટે આપને પસંદ કર્યા

 

وَ بِالشَّأْنِ الَّذِيْ لَكُمْ عِنْدَ اللّٰهِ بَيْنَكُمْ وَ بَيْنَهُ

વ બિલશાઅની અલ્લઝી લકુમ ઇન્દલ્લાહે બયનકુમ વ બયનહુ

અને તે શાનનો વાસ્તો કે જે આપના માટે પરવરદીગાર પાસે છે

 

سَلِ اللهَ تَعَالٰى فِيْ نُجْحِ طَلِبَتِيْ

સલીલ્લાહે તઆલા ફી નુજહી તલીબતી

આપ જ અલ્લાહ તઆલાની પાસે દોઆ કરો કે મારી માંગણીઓને પુરી કરે

 

وَ اِجَابَةِ دَعْوَتِيْ وَ كَشْفِ كُرْبَتِيْ۔

વ ઈજાબતી દઅવતી વ કશફી કુરબતી

મારી દોઆને કબુલ કરે અને મારા રંજ અને ગમને દુર કરે