દુઆએ નમાઝે ઇશા

 

 

 

દુઆએ નમાઝે ઇશા બાદે નમાઝે ઇશા ઇસ દુઆકો પડનેસે પુરી રાત ઔર પુરા દીન અલ્લાહ ઉસે હ૨ નુકસાનસે બચાએગા ઔર અપની અમાનમેં રખેગા

بِسْمِ اللهِ الرَّحْمَانِ الرَّحِيمِ

બીસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

શરુ કરું છુ અલ્લાહ ના નામ થી જે રેહમાન અને રહીમ છે

 

أَعُوْذُ بِعِزَّةِ اللہِ وَ أَعُوْذُ بِقُدْرَةِ اللہ

અઉઝો બે ઈઝઝતિલ્લાહે, વ અઉઝો બે કુદરતિલ્લાહે,

અય અલ્લાહ! તારી ઇઝઝત થકી હું પનાહ માંગું છું, તેમજ તારી કુદરત થકી પનાહ ચાહું છું

 

وَ أَعُوْذُ بِمَغْفِرَةِ اللہِ وَ أَعُوْذُ بِرَحْمَةِ اللہِ

વ અઉઝો બે મગ્ફેરતિલ્લાહે, વ અઉઝો બે રહમતિલ્લાહે,

અને અલ્લાહની બક્ષિશ થકી પનાહ માંગુ છું. અલ્લાહની રહમત થકી પનાહ માંગુ છું.

 

وَ أَعُوْذُ بِسُلْطَانِ اللہِ الَّذِيْ‏ هُوَ عَلىٰ‏ كُلِّ شَيْ‏ءٍ قَدِيْرٌ

વ અઉઝો બે સુલ્તાનિલ્લાહિલ લઝી હોવ અલા કુલ્લે શય ઈન કદીર,

અલ્લાહની બાદશાહત થકી પનાહ માંગુ છું તે એ અલ્લાહ કે જે તમામ ચીઝો ઉપર શક્તિમાન છે

 

وَ أَعُوْذُ بِكَرَمِ اللہِ

વ અઉઝો બે કરમિલ્લાહે,

હું અલ્લાહની મહેરબાની થકી પનાહ માંગુ છું.

 

وَ أَعُوْذُ بِجَمْعِ اللہِ مِنْ شَرِّ كُلِّ جَبَّارٍ عَنِيْدٍ

વ અઉઝો બે જમ્ઈલ્લાહે મિન શરરે કુલ્લે જબ્બારિન અનીદ,

એવા લોકોની બદીથી કે જે ઘાતકી અને ઝાલિમ છે

 

وَ شَيْطَانٍ مَرِيْدٍ وَ كُلِّ مُغْتَالٍ وَ سَارِقٍ وَ عَارِضٍ

વ શય્તાનિમ મરીદ, વ કુલ્લે મુગ્તાલિન, વ સારેકિન, વ આરેઝિન,

તેમજ દરેક તોફાની શૈતાનની બદીથી, દરેક કતલ કરવાવાળાથી અને દરેક ચોરથી અને દરેક ઇજા પહોંચાડવા માટે સામે આવવાવાળાથી

 

وَ مِنْ شَرِّ السَّامَّةِ وَ الْهَامَّةِ وَ الْعَامَّةِ

વ મિન શરરિસ સામ્મતે, વલ હામ્મતે, વલ આમ્મતે,

અને ઝેરી જાનવરોથી અને કીડાઓથી અને તમામ ઇજા દેવાવાળાથી અને દરેક જમીન ઉપર ચાલવાવાળાની બદીથી,

 

وَ مِنْ شَرِّ كُلِّ دَابَّةٍ صَغِيْرَةٍ وَ كَبِيْرَةٍ بِلَيْلٍ أَوْ نَهَارٍ

વ મિને શરરે કુલ્લે દાબ્બતિન, સગીરતિન અવ કબીરતિન બે લય્લિન, વ નહારિન,

તે મોટું હોય કે નાનું હોય, રાત્રે ઇજા દેવાથી તેમજ દિવસે ઇજા દેવાથી

 

وَ مِنْ شَرِّ فُسَّاقِ الْعَرَبِ وَ الْعَجَمِ وَ فُجَّارِهِمْ

વ મિન શરરે ફુસ્સાકિલ અરબે વલ અજમે, વ ફુજજારેહિમ,

અને ફાસિક અરબ અને અજયની ઇજાથી અને તેઓમાના બદમાશોની ઈજાથી,

 

وَ مِنْ شَرِّ فَسَقَةِ الْجِنِّ وَ الْإِنْسِ

વ મિન શરરે વ ફસકતિલ જીન્ને વલ ઇન્સે,

તેમજ ફાસિક જિન અને ઇન્સાનથી,

 

وَ مِنْ شَرِّ كُلِّ دَابَّةٍ رَبِّي‏ آخِذٌ بِنَاصِيَتِهَا إِنَّ رَبِّي عَلىٰ‏ صِرَاطٍ مُسْتَقِيْمٍ‏.

વ મિન શરરે કુલ્લે દાબ્બતિન અન્ત આખેઝુન બેના સેયતેહા ઈન્ન રબ્બી અલા સેરાતિમ મુસ્તકીમ.

અને જમીન ઉપર ચાલનાર (જીવ જંતુઓ/પ્રાણી)ની ઈજાથી કે જેના ઉપર તારી કુદરતનો કબજો છે. ખરેખર મારા પરવરદિગારનો રસ્તો સીધો છે.