દુઆએ નમાઝે અસર

بِسْمِ الله ِالرَّحْمٰنِ الرَّحِيْمِ

બિસ્મિલ્લાહિર રહમાનીર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે

 

اَسْتَغْفِرُ اللهَ الَّذِيْ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الْحَيُّ الْقَيُّوْمُ اَلرَّحْمَنُ الرَّحِيْمُ ذُو [ذَا] الْجَلَالِ وَ الْاِكْرَامِ وَ اَسْاَلُهُ اَنْ يَتُوْبَ عَلَيَّ تَوْبَةَ عَبْدٍ ذَلِيْلٍ خَاضِعٍ فَقِيْرٍ بَاۤئِسٍ مِسْكِيْنٍ مُسْتَكِيْنٍ مُسْتَجِيْرٍ

અસ્તગફેરૂલ્લાહલ લઝી લા ઈલાહ ઈલ્લા હોવ અલહય્યુલ કય્યુમુ અરહમાનો રહીમુ ઝૂલજલાલે વલ ઈકરામે વ અસા લુહુ અન યતુબ અલય્ય તવબત અબદીન ઝલીલીન ખાઝેઈન ફકીરીન બાઈસીન મિસકીનીન મુસતકીનીન મુસતજીરીન

અલ્લાહ પાસે ગુનાહોની માફી ચાહું છું કે જેના સિવાય બીજો કોઈ ખુદા નથી, જે જીવતો અને બાકી રહેનાર છે, મોટો રહેમ કરનાર અને મહેરબાન છે, ઇઝઝત અને જલાલ નો માલીક છે.હું ખુદાથી સવાલ કરૂં છું કે તેના લાચાર, નમ્રશીલ, મોહતાજ, મુસીબતમાં ઘેરાએલા, ગરીબ, બીચારા, પનાહ હાસિલ કરનાર બંદાની તૌબાને કબુલ ફરમાવ, કે.

 

لَا يَمْلِكُ لِنَفْسِهِ نَفْعًا وَ لَا ضَرًّا وَ لَا مَوْتًا وَ لَا حَيَاةً وَ لَا نُشُوْرًا

લા યમલેકુ લેનફસીહી વ લા ઝરરન વ લા મવતન વ લા હયાતન વલા નુશુરન

જે તેના નફા નુકસાનનો માલીક નથી, ન તો જીંદગી, મૌત કે આખેરત ઉપર કાબૂ રાખે છે.

 

اَللّٰهُمَّ اِنِّي اَعُوْذُ بِكَ مِنْ نَفْسٍ لَا تَشْبَعُ وَ مِنْ قَلْبٍ لَا يَخْشَعُ وَ مِنْ عِلْمٍ لَا يَنْفَعُ، وَ مِنْ صَلَاةٍ لَا تُرْفَعُ وَ مِنْ دُعَاۤءٍ لَا يُسْمَعُ

અલ્લાહુમ્મ ઈન્ની અઉઝૂ બેક મીન નફસીન વ મીન કલબીન લા યખશઉ વ મીન ઈલમીન લા યનફઉ વ મીન સલાતીન લા તુરફઉ વ મીન દુઆઈન લા યુસમઉ

અય મારા માલીક! હું પનાહ ચાહું છુ એવા નફ્સથી કે જે કોઈ દિવસ ભરાતું ન હોય, એવા દિલથી કે જેમાં તારો ડર ન હોય, એવું ઇલ્મ કે જેમાં ફાયદો ન હોય, એવી નમાઝ કે જે કબૂલ થવાવાળી ન હોય, એવી દુઆ કે જે તારા સુધી પહોંચતી ન હોય

ત્યાર પછી પઢે,

اَللّٰهُمَّ اِنِّي اَسْاَلُكَ الْيُسْرَ بَعْدَ الْعُسْرِ وَ الْفَرَجَ بَعْدَ الْكَرْبِ وَ الرَّخَاۤءَ بَعْدَ الشِّدَّةِ اَللّٰهُمَّ مَا بِنَا مِنْ نِعْمَةٍ فَمِنْكَ لَاۤ اِلٰهَ اِلَّا اَنْتَ اَسْتَغْفِرُكَ وَ اَتُوْبُ اِلَيْكَ۔

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોકલ યુસર બઅદલ ઉસરી વલફરજ બઅદલ કરીબે વરજાઅ બદલ શીદતે અલ્લાહુમ્મ મા બેના નેઅમતીન ફમિનક લા ઈલાહ ઈલ્લા અન્ત અસ્તગફેરૂક વ અતુબુ ઈલયક

અય મઅબુદ! હું તારાથી સવાલ કરૂં છું કે મુશ્કિલ પછી આસાની, દુ:ખ પછી સુખ, તંગી પછી વધારો અતા કર, અય અલ્લાહ! અમારા પાસે જે નેઅમતો છે તે બધી જ તારી આપેલી છે, તારા સિવાય બીજો કોઈ ઈબાદતને લાયક નથી, હું તારી પાસે માફી ચાહું છું તથા તૌબા કરૂ છું.

 

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَاٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદીન વ આલે મોહમ્મદીન વ અજીલ ફરરજહુમ