لسَّلَامُ عَلَيْكُمْ يَا أَهْلَ بَيْتِ النُّبُوَّةِ وَمَوْضِعَ الرَّسَالَةِ
સલામ હો આપ પર અય નબીની એહલેબૈત અને રિસાલતના સ્થળ
وَمُخْتَلَفَ الْمَلَائِكَةِ وَمَهْبِطَ الْوَحْيِ
અને ફરિશ્તાઓને ઉતરવાનું સ્થાન અને વહીને ઉતરવાની જગ્યા
وَمَعْدِنَ الرَّحْمَةِ وَخُزَانَ الْعِلْمِ
રહેમતની ખાણ, ઈલ્મના ખઝાના
وَمُنْتَهَى الْحِلْمِ وَأُصُولَ الْكَرَمِ وَقَادَةَ الْأُمَمِ وَأَوْلِيَاءَ النَّعَمِ
ઉમ્મતના પેશ્વા, નેઅમતના વાલીઓ
وَعَنَاصِرَ الْأَبْرَارِ وَدَعَائِمَ الْأَخْيَارِ
નેક લોકોની જડો, નેકીઓના આધાર,
وَسَاسَةَ الْعِبَادِ وَ أَرْكَانَ الْبِلَادِ
બંદાઓના રહેબરો, શહેરોના અમીરો
وَأَبْوَابَ الْإِيْمَانِ وَأُمَنَاءَ الرَّحْمَنِ
ઈમાનના દરવાજાઓ, રહેમાનના અમાનતદારો
وَسُلَالَةَ النَّبِيِّينَ وَصَفْوَةَ الْمُرْسَلِينَ
નબીઓના વંશજો, મુરસલીનોના ચૂંટેલાઓ
وَعِتْرَةً خِيَرَةِ رَبِّ الْعَالَمِينَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અલ્લાહની શ્રેષ્ઠ મલ્લૂકની ઓલાદ, આપ પર અલ્લાહની રહમતો અને બરકતો ઉતરે.
السّلامُ عَلَى أَئِمَّةِ الْهُدَى وَمَصَابِيْحِ الدُّجى
સલામ હો હિદાયત આપનારા ઈમામો પર, અંધારાના રોશન ચિરાગો પર,
وَ أَعْلَامِ التَّقَى وَذَوِى النُّهَى وَأُوْلِي الْحِجْى
પરહેઝગારોના નિશાનો પર, અક્કલવાળાઓ પર, બુધ્ધીશાળીઓ પર,
وَ كَهْفِ الْوَرَى وَوَرَثَةِ الْأَنْبِيَاءِ
લોકોના આશરા પર, નબીયોના વારિસો પર
وَالْمَثَلِ الْأَعْلَى وَالدَّعْوَةِ الْحُسْنَى وَحُجَحِ اللَّهِ عَلَى أَهْلِ الدُّنْيَا وَالْآخِرَةِ وَ الْأُولَى وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
દુનિયા અને આખેરતવાળાઓ પર, અલ્લાહની હજ્જતો, આપ પર રહમતો અને બરકતો ઉતરે.
السَّلَامُ عَلَى فَحَالِ مَعْرِفَةِ اللَّهِ
સલામ હો આપ પર અય અલ્લાહની મારેફતના કેન્દ્રો
وَمَسَاكِنِ بَرَكَةِ اللهِ وَ مَعَادِنِ حِكْمَةِ اللهِ
અલ્લાહની બરકતોના સ્થળો, અલ્લાહની હિકમતની ખાણો
وَحَفَظَةِ سِرَ اللهِ وَحَمَلَةٍ كِتَابِ اللهِ
અલ્લાહના રહસ્યોના રક્ષકો,અલ્લાહની કિતાબના સાંચવનારાઓ
وَأَوْصِيَاءِ نَبِيَّ اللَّهِ وَذُرِّيَّةِ رَسُوْلِ اللَّهِ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અલ્લાહના નબીઓના વસીઓ અને અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ની ઔલાદ આપ પર અલ્લાહની રહમતો અને બરકતો ઉતરે.
السَّلَامُ عَلَى الدُّعَاةِ إِلَى اللهِ
સલામ હો અલ્લાહની તરફ બોલાવનારાઓ પર
وَالْأَدِلَّاءِ عَلَى مَرْضَاةِ اللهِ
અલ્લાહની ખુગ્નુદીના માર્ગદર્શકો
وَالْمُسْتَقِرِينَ فِي أَمْرِ اللهِ
અલ્લાહના હુકમો પર અડગ રહેનારાઓ
وَالثَّامِيْنَ فِي مَحَبَّةِ اللهِ وَ الْمُخْلِصِينَ فِي تَوْحِيدِ الله |
અલ્લાહની મોહબ્બતમાં સંપૂર્ણ,અલ્લાહની તૌહીદમાં મુબ્લિસો
وَالْمُظْهِرِينَ لِأَمْرِ اللَّهِ وَ نَهْيِهِ
અલ્લાહના હુકમો અને મનાઈઓ બતાવનારાઓ
وَعِبَادِهِ الْمُكْرَمِينَ الَّذِينَ لَا يَسْبِقُونَهُ بِالْقَوْلِ
અને અલ્લાહના એવા બંદાઓ જેઓ બોલવામાં અલ્લાહના કોલથી આગળ વધતા નથી.
وَهُمْ بِأَمْرِهِ يَعْمَلُونَ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અને તેના હુકમનોનું પાલન કરે છે.આપ પર અલ્લાહની રહમતો અને બરકતો હો.
السَّلَامُ عَلَى الْأَعْمَةِ الدُّعَاةِ وَ الْقَادَةِ الْهُدَاةِ
સલામ હો દાવત આપનારા ઈમામો પર, હિદાયતના આગેવાનો પર
وَالسَّادَةِ الْمُلَاةِ وَالزَّادَةِ الْحُمَاةِ
વલીઓના સરદારો પર, રક્ષણ કરનારાઓ પર
وَأَهْلِ الذِكرِ وَأُوْلِي الْأَمْرِ وَبَقِيَّةِ اللَّهِ
અહલે ઝિક્ર પર, (દીનના) હાકિમો પર, અલ્લાહના બાકી રહેલ આયત પર
وَخِيرَتِهِ وَ حِزْبِهِ وَعَيْبَةِ عِلْمِهِ وَمُتَجَتِهِ
તેના ચૂંટેલાઓ પર, તેના લશ્કર પર, તેના ઈલ્મના પાત્રો પર, તેની હુજ્જતો પર
وَصِرَاطِهِ وَ نُورِهِ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
તેના રસ્તા પર, તેના નૂર પર, તેની બુરહાન (દલીલ) પર, અલ્લાહની રહમતો અને બરકતો નાઝિલ થાય.
أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
હું ગવાહી આપુ છું કે કોઈ ઈબાદતને લાયક નથી સિવાય અલ્લાહ જે એક છે અને તેનો કોઈ ભાગીદાર નથી.
كَمَا شَهِدَ اللهُ لِنَفْسِهِ وَشَهِدَتْ لَهُ مَلَائِكَتُهُ
એવી ગવાહી જેણે પોતા માટે આપી છે તેના ફરિશ્તાઓએ આપી છે
وَأُولُو الْعِلْمِ مِنْ خَلْقِهِ
અને તેની ખિલ્કતમાંના સાહેબે ઈલ્મ ઈમામોએ આપી છે
لَا إِلَهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
કે કોઈ ઈબાદતને લાયક નથી સિવાય તેના જે તાકતવર અને હિકમતવાળો છે.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ الْمُنْتَجَبْ وَرَسُولُهُ
હું ગવાહી આપી છું કે હ. મોહમ્મદ (સ.અ.વ.) તેના રસૂલ છે તેના બંદા છે, તેના ચૂંટેલા છે, તેના પસંદ કરેલા છે
الْمُرْتَضَى أَرْسَلَهُ بِالْهُدَى وَدِيْنِ الْحَقِ
તેણે તેમને હિદાયત માટે અને સાચા દીન સાથે મોકલ્યા છે
لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
કે જેથી તેઓ આ દીનને બધા બીજા મઝહબો પર સલતનત આપે ભલે પછી મુર્શિકોને તે ન ગમે
وَأَشْهَدُ أَنَّكُمُ الْأَئِمَّةُ الرَّاشِدُونَ الْمَهْدِيُّونَ
અને ગવાહી આપુ છુ કે આપ હઝરાત (ઈમામો) વિદ્વાન ઈમામો છો, હિદાયત પામેલા છો
الْمَعْصُومُونَ الْمُكَرَّمُونَ الْمُقَرَّبُونَ الْمُتَّقُونَ
મઅસૂમો છો, માનવંતા છો, અલ્લાહના મુકર્રબો છો, પરહેઝગારો છો
الصَّادِقُونَ الْمُصْطَفُونَ الْمُطِيْعُونَ لِلَّهِ الْقَوَّامُوْنَ بِأَمْرِهِ
સાચા છો, પસંદ કરાયેલાઓ છો, અલ્લાહના ફરમાંબરદારો છો, તેના હુકમોને જારી કરનારા છો
الْعَامِلُونَ بِإِرَادَتِهِ الْفَائِزُونَ بِكَرَامَتِهِ
તેની ઈચ્છાઓ પર અમલ કરનારા છો, તેની કરામત પર ફાઈઝ છો
اصْطَفَاكُمْ بِعِلْمِهِ وَ ارْتَضَاكُمْ لِغَيْبِهِ
તેણે પોતાના ઈલ્મથી આપને ચૂંટયા,પોતાના ગેબ માટે આપને પસંદ કર્યા
وَاخْتَارَكُمْ لِسِيرِهِ وَ اجْتَبَاكُمْ بِقُدْرَتِهِ
પોતાના રહસ્યો પર આપને અધિકાર આપ્યો, પોતાની કુદરતથી આપની વરણી કરી
وَأَعَزّ كُمْ بِهُدَاهُ وَخَصَّكُمْ بِبُرْهَانِهِ
પોતાની હિદાયતથી આપને નવાઝયા, પોતાની દલીલો માટે આપને ખાસ નિમ્યા
وَانْتَجَبَكُمْ بِنُورِهِ وَأَيَّدَكُمْ بِرُوحِهِ
પોતાના નૂરથી આપને ચૂંટયા, પોતાની રૂહથી આપને ટેકો આપ્યો
وَرَضِيَكُمْ خُلَفَاءَ فِي أَرْضِهِ وَحُجَجاً عَلَى بَرِيَّتِهِ
પોતાની ઝમીન પર આપને તેના ખલીફા બનાવ્યા, પોતાના બંદાઓ પર તેની હજ્જત બનાવ્યા
وَأَنْصَارَ الِدِينِهِ وَحَفَظَةً لِسِرِهِ
તેના દીનના આપને અન્સાર બનાવ્યા, તેના ભેદોના આપને રખેવાળ બનાવ્યા
وَخَزَنَةٌ لِعِلْمِهِ وَمُسْتَوْدَعَا لِحِكْمَتِهِ
પોતાના ઈલ્મના ખઝાના બનાવ્યા. તેની હિકમતને અમાનત રાખવાના સ્થળો બનાવ્યા
وَتَرَاجِمَةً لِوَحْيِهِ وَأَرْكَانَا لِتَوْحِيْدِهِ
તેની વહીના આપને તરજુમાન બનાવ્યા. તેની તૌહીદના અરકાનો બનાવ્યા
وَشُهَدَاءَ عَلَى خَلْقِهِ وَأَعْلَامًا لِعِبَادِهِ
તેની ખિલ્કત પર આપને ગવાહ બનાવ્યા, તેના બંદાઓ માટે નિશાન બનાવ્યા
وَمَنَارًا فِي بِلَادِهِ وَ أَدِلَّاءَ عَلَى صِرَاطِهِ
તેના શહેરો પર મીનારા બનાવ્યા, તેના માર્ગના રહેબરો બનાવ્યા
عَصَمَكُمُ اللَّهُ مِنَ الزَّلَلِ وَآمَنَكُمْ مِنَ الْفِتَنِ
આપને ખુદાએ ભૂલચૂકથી નિર્ભય રાખ્યા. ફિત્નાઓથી અમાનમાં રાખ્યા
وَطَهَّرَكُمْ مِنَ الدَّنَسِ وَأَذْهَبَ عَنْكُمُ الرِّجْسَ
ખરાબીથી આપ લોકોને પાક રાખ્યા,આપને બૂરાઈથી (ગુનાહથી) દૂર રાખ્યા
أَهْلَ الْبَيْتِ وَطَهَّرَكُمْ تَطْهِيرًا
અને આપને એવા પાક રાખ્યા કે જેવા પાક રાખવાનો હક હતો
فَعَظْمُتُمْ جَلَالَهُ وَأَكْبَرْتُمْ شَأْنَهُ
આપે તેની કિર્તીને વધારી, તેની શાનને મોટી કરી
وَهَجَدُتُمْ كَرَمَهُ وَأَدْمَنْتُمْ ذِكْرَهُ
તેના કરમને સ્થાપ્યો, તેના ઝિક્રને અમરતા આપી
وَوَكَدْتُمْ مِيثَاقَهُ وَأَحْكَمْتُمْ عَقْدَ طَاعَتِهِ
તેના વાયદાને પાકો કર્યો, તેની ઈતાઅતને મજબૂત
وَنَصَحْتُمْ لَهُ فِي السِّيرِ وَالْعَلَانِيَةِ
કરી અને લોકોને જાહેરમાં અને એકાંતમાં તેના વિશે નસીહત કરી
وَدَعَوْتُمْ إِلَى سَبِيْلِهِ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ
અને હિકમત તથા સભ્યતા પૂર્વક તેના માર્ગ તરફ લોકોને બોલાવ્યા
وَبَذَلْتُمْ أَنْفُسَكُمْ فِي مَرْضَاتِهِ
અને તેની ખૂનુદી ખાતર આપના જીવોને અર્પી દીધા
وَصَبَرْتُمْ عَلَى مَا أَصَابَكُمْ فِي جَنْبِهِ
અને તેના માર્ગમાં આપ પર તકલીફો પડી તે આપે સહન કરી લીધી
وَأَقَمْتُمُ الصَّلَاةَ وَآتَيْتُمُ الزَّكَاةَ
આપે નમાઝ કાયમ કરી, ઝકાત અદા કરી
وَأَمَرْتُمْ بِالْمَعْرُوفِ وَنَهَيْتُمْ عَنِ الْمُنْكَرِ
નેક કામોની હિદાયત કરી, અને બૂરા કામોથી લોકોને રોક્યા
وَجَاهَدُتُمْ فِي اللَّهِ حَقَّ جِهَادِهِ
અને અલ્લાહના માર્ગમાં એવો જેહાદ કર્યો જે જેહાદ કરવાનો હક હતો.
حَتَّى أَعْلَنْتُمْ دَعْوَتَهُ وَبَيَّنْتُمْ فَرَائِضَهُ
ત્યાં સુધી કે આપે તેની દાવતનું એલાન કરી દીધુ અને તેની ફરજો બયાન કરી દીધી
وَأَقَمْتُمْ حُدُودَهُ وَنَشَرْتُمْ شَرَائِعَ أَحْكَامِهِ وَسَنَنْتُمْ سُنَّتَهُ
અને તેની હદો કાયમ કરી દ ીધી. અને તેના અહેકામોનો પ્રચાર કર્યો અને સુન્નતની શરીઅત જારી કરી દીધી
وَصِرْتُمْ فِي ذُلِكَ مِنْهُ إِلَى الرَّضَا وَسَلَّمْتُمْ لَهُ الْقَضَاءَ
અને તે થકી આપ અલ્લાહની ખુશી સુધી પહોંચી ગયા અને તેના ફેંસલાઓ માની લીધા
وَصَدَّقُتُمْ مِنْ رُسُلِهِ مَنْ مَضَى
અને બધા રસૂલોની તસ્દીક કરી જેઓ આવી ચૂકયા છે.
فَالرَّاغِبُ عَنْكُمْ مَارِقٌ وَاللَّازِمُ لَكُمْ لَاحِقٌ
એટલે આપ હઝરાતથી મોં ફેરવનાર દીનથી ખારિજ છે અને આપ હઝરાતની સાથે સંકળાએલા દીન પર છે
وَالْمُقَدِرُ فِي حَقِّكُمْ زَاهِقٌ
અને આપના હક્કોને અદા કરવામાં પાછળ રહી જનાર નાશ પામશે
وَ الْحَقُّ مَعَكُمْ وَفِيْكُمْ وَمِنْكُمْ وَإِلَيْكُمْ
હક આપ હઝરાતની સાથે છે. આપ જ હક છો. હક આપની તરફ છે
وَأ&َنْتُمْ أَهْلُهُ وَمَعْدِنُهُ
અને આપ જ તેને લાયક છો અને તેની ખાણ છો
وَمِيْرَاتُ النُّبُوَّةِ عِنْدَ كُمْ
નબીયોનો વારસો આપની પાસે છે
وَ إِيَابُ الْخَلْقِ إِلَيْكُمْ وَحِسَابُهُمْ عَلَيْكُمْ
અને બધા લોકોનું પાછુ ફરવુ આપની તરફ છે અને આપ હઝરાત જ તેનો હિસાબ લેનારા છો
وَفَضْلُ الْخِطَابِ عِنْدَكُمْ وَآيَاتُ اللهِ لَدَيْكُمْ
આપનું કહેવુ પ્રમાણભૂત છે, ખુદાની નિશાનીઓ આપની પાસે છે.
وَعَزَائِمُهُ فِيكُمْ وَنُوْرُهُ وَبُرْهَانُهُ عِنْدَ كُمْ وَأَمْرُهُ إِلَيْكُمْ
તેના ઈરાદાઓ આપમાં જ છે. તેનું નૂર અને દલીલો આપ હઝરાત પાસે જ છે, તેના હુકમો આપની તરફ આવે છે
مَنْ وَالَاكُمْ فَقَدُ وَالى الله وَمَنْ عَادَاكُمْ فَقَدْ عَادَى اللَّهَ
જેણે આપને દોસ્ત રાખ્યા તેણે ખુદાને દોસ્ત રાખ્યો અને જેણે આપથી દુશ્મની કરી તેણે ખુદાથી દુશ્મની કરી.
وَمَنْ أَحَبَّكُمْ فَقَدْ أَحَبَّ اللهَ
અને જેણે આપનાથી મોહબ્બત કરી તેણે ખુદાથી મોહબ્બત કરી
وَمَنْ أَبْغَضَكُمْ فَقَدْ أَبْغَضَ اللَّهَ
જેણે આપનાથી કીનો રાખ્યો તેણે ખુદાથી કીનો રાખ્યો.
وَ مَنِ اعْتَصَمَ بِكُمْ فَقَدِ اعْتَصَمَ بِاللهِ
અને જેઓ આપની પનાહમાં આવ્યા તેઓ ખુદાની પનાહમાં આવ્યા
أَنْتُمُ القِرَاطُ الأَقومُ
આપ મુખ્ય ધોરી માર્ગ છો, સીધા રસ્તા છો
وَشُهَدَاءُ دَارِ الْفَنَاءِ وَشُفَعَاءُ دَارِ الْبَقَاءِ
આ જગતના આપ ગવાહ છો અને આખેરતના જગતમાં શફાઅત કરનારા છો
وَالرَّحْمَةُ الْمَوْصُولَةُ وَالآيَةُ الْمَخْزُونَةُ
નિરંતર રહમત છો, છુપી નિશાનીઓ છો
وَالْأَمَانَةُ الْمَحْفُوْظَةُ وَالْبَابُ الْمُبْتَلَى بِهِ النَّاسُ
અને સુરક્ષિત અમાનતો છો અને દરવાજા છો જેના ઝરીએ લોકોનું ઈમ્તહાન લેવામાં આવ્યુ
مَنْ أَتَاكُمْ نَجَا وَ مَنْ لَمْ يَأْتِكُمْ هَلَكَ
જે આપની નજીક આવ્યો તે નજાત પામ્યો, જે આપનાથી દૂર રહ્યો તે નાશ પામ્યો
إِلَى اللَّهِ تَدْعُونَ وَعَلَيْهِ تَدُلُّونَ
આપ હઝરાત ખુદાની તરફ બોલાવવો છો અને તેની તરફ માર્ગદર્શન આપો છો
وَبِهِ تُؤْمِنُونَ وَلَهُ تُسَلِّمُونَ
અને તેના પર ઈમાન રાખો છો અને તેની આગળ મસ્તકો નમાવો છો
وَبِأَمْرِهِ تَعْمَلُونَ وَإِلَى سَبِيْلِهِ تُرْشِدُوْنَ
અને તેનાજ હુકમોનું પાલન કરો છો અને તેના માર્ગની હિદાયત આપો છો
وَبِقَوْلِهِ تَحْكُمُونَ سَعِدَ مَنْ وَالَاكُمْ وَهَلَكَ مَنْ عَادَاكُمْ
અને તેના કહેવા પ્રમાણે હુકમો આપો છો. જેણે આપનાથી દોસ્તી કરી તે ખુશનસીબ થયો. જેણે આપનાથી દુશ્મની કરી તે નાશ પામ્યો.
وَخَابَ مَنْ جَحَدَكُمْ وَضَلَّ مَنْ فَارَقَكُمْ
આપનો ઈન્કાર કરનાર નિરાશ થયો, આપનાથી જુદો થનાર ગુમરાહ થયો
وَ فَازَ مَنْ تَمَسَّكَ بِكُمْ وَأَمِنَ مَنْ لَجَأَ إِلَيْكُمْ
અને આપનાથી સંબધ રાખનાર કામ્યાબ થયો, આપનો આશરો લેનાર નિર્ભય બન્યો
وَسَلِمَ مَنْ صَدَّقَكُمْ وَهُدِيَ مَنِ اعْتَصَمَ بِكُمْ
અને આપની તસ્દીક કરનાર સલામત રહ્યો, આપનો દામન પકડનારને હિદાયત મળી
مَنِ اتَّبَعَكُمْ فَالْجَنَّةُ مَأْوَاهُ وَمَنْ خَالَفَكُمْ فَالنَّارُ مَثْوَاهُ
જેણે આપની પયરવી કરી તેને જન્નતમાં સ્થાન મળ્યુ અને જેણે આપની મુખાલેફત કરી તેનું ઠેકાણુ જહન્નમ છે
وَمَن جَحَدَكُمْ كَافِرُ وَمَنْ حَارَبَكُمْ مُشْرِكٌ
આપનો ઈન્કાર કરનાર કાફિર છે અને આપથી લડનાર મુકિ છે
وَمَنْ رَدَّ عَلَيْكُمْ فِي أَسْفَلِ دَرْكٍ مِنَ الْجَحِيمِ
અને જેણે આપ હઝરાતને રદ કર્યા તે જહન્નમના છેલ્લા તબક્કામાં છે
أَشْهَدُ أَنَّ هَذَا سَابِقٌ لَكُمْ فِيمَا مَضَى وَجَارٍ لَكُمْ قِيَمَا بَقِيَ
હું ગવાહી આપુ છુ કે બધા ગુણો આપમાં પહેલેથી જ છે અને હંમેશા બાકી રહેશે
وَأَنَّ أَرْوَاحَكُمْ وَنُوْرَكُمْ وَطِيْنَتَكُمْ وَاحِدَةٌ
ખરેખર આપ સૌ હઝરાતની રૂહો,નૂરો અને માટી બધા એક જ છે
طَابَتْ وَطَهُرَتْ بَعْضُهَا مِنْ بَعْضٍ
અને પાક અને પાકીઝા છે અને એક બીજાથી સંકલિત છે
خَلَقَكُمُ اللهُ أَنْوَارًا
અલ્લાહે આપ હઝરાતને नूर બનાવી
فَجَعَلَكُمْ بِعَرْشِهِ مُحْدِقِيْنَ حَتَّى مَنَّ عَلَيْنَا بِكُمْ
અને પોતાના અર્શ પર સ્થાન આપ્યુ એટલે સુધી કે તમારા વજૂદની નેઅમતથી અમારા પર અહેસાન કર્યો
فَجَعَلَكُمْ فِي بُيُوتٍ أَذِنَ اللهُ أَنْ تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ
અને આપને ઘરોમાં સ્થાન આપ્યુ કે જ્યાં અલ્લાહનો ઝિક્ર થાય અને તે ઝિક્ર બુલંદ થાય
وَجَعَلَ صَلَوَاتِنَا عَلَيْكُمْ
અને અમને આપના પર દુરૂદ મોકલવાનો હુકમ આપ્યો
وَمَا خَصَّنَا بِهِ مِنْ وِلَايَتِكُمْ طِيْبًا لِخَلْقِنَا
આપની મોહબ્બતને અમારી માટે ખાસ કરી, અમારી ખિલ્કત પાક બનાવી
وَطَهَارَةً لِأَنْفُسِنَا وَتَزْكِيَةً لَنَا وَكَفَّارَةً لِذُنُوبِنَا
અમારા નફસોને પાકીઝા કર્યા. અમારી ઈસ્લાહ કરી અને અમારા ગુનાહોનો કફફારો બનાવ્યો
فَكُنَّا عِنْدَهُ مُسَلِّمِينَ بِفَضْلِكُمْ
કેમકે અમે ખુદાના ઈલ્મમાં આપ હઝરાતના ફઝલનો એઅતેરાફ (સ્વીકાર) કરવાવાળા હતા
وَمَعْرُوفِيْنَ بِتَصْدِيقِنَا إِيَّاكُمْ
અને આપની તસ્દીકથી ઓળખાતા (મશહૂર) હતા
فَبَلَغَ اللَّهُ بِكُمْ أَشْرَفَ فَحَلِ الْمُكْرَمِينَ
ખુદાએ આપ હઝરાતને માન ઈકરામના ઊંચા સ્થાને પહોંચાડયા
وَأَعْلَى مَنَازِلِ الْمُقَرَّبِينَ
અને અલ્લાહની કુરબત ધરાવનારાના બુલંદ દરજ્જે
وَأَرْفَعَ دَرَجَاتِ الْمُرْسَلِينَ
મુરસલીનના બુલંદ દરજ્જાઓની ટોચે
حَيْثُ لا يَلْحَقُهُ لَا حِقٌّ وَلَا يَفُوقُهُ فَائِقُ
કે જ્યાં પહોંચવાની કોશિશ કરનારો પહોંચી નથી શકતો અને ન કોઈ તેને વટાવી શકે છે
وَلَا يَسْبِقُهُ سَابِقٌ وَلَا يَطْمَعُ فِي إِدْرَاكِهِ طَامِعُ
ન કોઈ તેમનાથી પહેલ કરી શકે છે અને ન કોઈ લાલસા ધરાવનાર તેના દરજ્જાની લાલસા કરી શકે છે
حَتَّى لَا يَبْقَى مَلَكٌ مُقَرَّبْ وَلَا نَبِيُّ مُرْسَلٌ وَلَا صِدِّيق
ત્યાં સુધી કોઈ મુકર્રબ ફરિશ્તો, કોઈ મુરસલ નબી, કોઈ સિદ્દીક
وَلَا شَهِيدٌ وَلَا عَالِمٌ وَلَا جَاهِلٌ وَلَا دَنِي وَلَا فَاضِل
કોઈ શહીદ, કોઈ આલિમ, કોઈ જાહિલ, કોઈ પસ્ત, કે કોઈ માનવંત
وَلَا مُؤْمِن صَالِحٌ وَلَا فَاجِرُ طَاحُ وَلَا جَبَّارٌ عَنِيدٌ
ન કોઈ નેક મોઅમિન, કે ન કોઈ દુરાચારી કે દુષ્ટ, ન કોઈ સિતમગાર
وَلَا شَيْطَانٌ مَرِيدٌ وَلَا خَلْقَ قِيَابَيْنَ ذَلِكَ شَهِيدٌ
ન કોઈ સરકશ શૈતાન, તેમજ ન કોઈ લોકો વચ્ચેની બીજી કોઈ મલ્લૂક જે હસ્તી ધરાવતી હોય બાકી નથી રહી
إِلَّا عَرَّفَهُمْ جَلَالَةٌ أَمْرِكُمْ وَعِظَمَ خَطَرِكُمْ
પણ તેને ખુદાએ ઓળખાણ કરાવી છે આપના માન મરતબાની, આપના મોભાની
وَكِبَرَ شَأْنِكُمْ وَتَمَامَ نُوْرِكُمْ وَصِدُقَ مَقَاعِدِ كُمْ
આપની ઊંચી શાનની, આપના સંપૂર્ણ નૂરની, આપની પૂર્ણ સચ્ચાઈની
وَثَبَاتَ مَقَامِكُمْ وَشَرَفَ مَحَلِّكُمْ وَمَنْزِلَتِكُمْ عِنْدَهُ
આપના સ્થાનની મજબૂતીની, આપના મરતબા અને શરાફતની, તેની પાસે આપનો જે દરજ્જો છે
وَكَرَامَتَكُمْ عَلَيْهِ وَخَاصَّتَكُمْ لَدَيْهِ
અને તેની બારગાહમાં આપની જે ખુસૂસીયત છે
وَ قُرْبَ مَنْزِلَتِكُمْ مِنْهُ
અને નજદીકીનું સ્થાન જે આપ હઝરાતને મળ્યુ
بِأَبِي أَنْتُمْ وَأُمِّي وَأَهْلِي وَمَالِي وَأُسْرَتي
મારા માં-બાપ, મારા ઘરવાળા, મારો માલ, મારો કુટુંબ-કબીલો બધુજ આપના પર કુરબાન
أُشْهِدُ اللهَ وَ أُشْهِدُكُمْ أَنِّي مُؤْمِنْ بِكُمْ
હું અલ્લાહને ગવાહ બનાવુ છુ અને આપને સાક્ષી રાખુ છુ કે હું આપ હઝરાત પર ઈમાન રાખુ છુ
وَمَا آمَنْتُم بِهِ
અને તેના પર જેના પર આપ ઈમાન લાવ્યા છો
كَافِرُ بِعَدُوكُمْ وَبِمَا كَفَرْتُمْ بِهِ
અને આપના દુશ્મનોનો હું મુન્કિર છું અને તેનો પણ જેનો આપે ઈન્કાર કર્યો છે
مُسْتَبْصِرُ بِشَأْنِكُمْ
આપની શાન પર યકીન રાખુ છુ
وَبِضَلَالَةِ مَنْ خَالَفَكُمْ
અને આપની મુખાલેફત કરનારની ગુમરાહીને જાણુ છુ
مُوَالٍ لَكُمْ وَلِأَوْلِيَائِكُمْ
હું આપનો દોસ્ત છુ અને આપના દોસ્તોને દોસ્ત રાખુ છુ
مُبْغِضٌ لِأَعْدَائِكُمْ وَمُعَادٍ لَهُمْ
આપના દુશ્મનોનો દુશ્મન છું અને તેઓથી દુશ્મની રાખુ છું
سِلْمٌ لِمَنْ سَالَمَكُمْ وَحَرْبٌ لِمَنْ حَارَبَكُمْ
આપની સાથે સુલ્ક કરનાર સાથે સુલ્ક રાખુ છુ અને આપની સાથે લડનાર સાથે લડુ છુ
مُحَقِّقُ لِمَا حَقَّقْتُم مُبْطِلٌ لِمَا أَبْطَلْتُمْ
જેને આપ હક સમજો છો તેને હું હક સમજુ છુ જેને આપ બાતિલ સમજો છો તેને હું બાતિલ સમજુ છુ
مُطِيعٌ لَكُمْ عَارِفُ بِحَقِّكُمْ مُقِرٌ بِفَضْلِكُمْ
હું આપનો ફરમાબરદાર છું, આપના હક્કોને જાણુ છુ, આપના ઉપકારનો રૂણી છું
مُحْتَمِل لِعِلْيكُمْ مُحْتَجِبْ بِذِمَّتِكُمْ مُعْتَرِفُ بِكُمْ
આપના ઈલ્મનો વિધ્યાર્થી છું, આપના આશરામાં શરણ ચાહુ છુ, આપની માઅરેફત રાખુ છું
وَ مُؤْمِنْ بِإِيَا بِكُمْ مُصَدِّقٌ بِرَجْعَتِكُمْ
આપની રજઅત પર ઈમાન ધરાવુ છું, આપના પાછા ફરવા પર યકીન રાખુ છું
مُنْتَظِرُ لِأَمْرِكُمْ مُرْتَقِبْ لِدَوْلَتِكُمْ
આપના હુકમોનો ઈન્તેઝાર કરૂ છુ. આપની હુકૂમતની રાહ જોવ છું.
اعِلٌ بِقَوْلِكُمْ عَامِلٌ بِأَمْرِكُمْ مُسْتَجِيرُ بِكُمْ زَائِرُ لَكُمْ
આપની વાણીથી સબક મેળવુ છું, આપના હુકમો પર અમલ કરૂ છું આપના શરણે આવ્યો છું, આપનો ઝાઈર છું.
لَائِلٌ عَائِلٌ بِقُبُورِكُمْ مُسْتَشْفِعٌ إِلَى اللهِ عَزَّ وَجَلَّ بِكُمْ
આપનો દામન પકડી રહ્યો છું, આપની કબર પર પનાહ લેવા આવ્યો છું કીર્તિવાન અને માનવંત અલ્લાહ પાસે આપની સિફારિશ ચાહુ છું
وَمُتَقَرِبٌ بِكُمْ إِلَيْهِ
આપના વસીલાથી તેની કુરબત માંગુ છું
وَمُقَدِّمُكُمْ أَمَامَ طَلِبَتِي وَحَوَائِجِي
મારી માંગણી મારી હાજતો અને મારી હર હાલતમાં
وَإِرَادَتِي فِي كُلِّ أَحْوَالِي وَأُمُورِى مُؤْمِنٌ بِسِرِكُمْ وَعَلَانِيَتِكُمْ
અને હર કામમાં હું આપને આગળ કરૂ છુ આપના બાતિન અને ઝાહેર પર ઈમાન લાવું છું
وَشَاهِدِكُمْ وَغَائِبِكُمْ وَأَوَّلِكُمْ وَآخِرِ كُمْ
અને આપના હાઝિર પર, આપના ગાઈબ પર, આપના પહેલા પર આપના છેલ્લા પર હું ઈમાન રાખુ છું
وَمُفَوَّضٌ فِي ذَلِكَ كُلِهِ إِلَيْكُمْ وَمُسَلِّمُ فِيْهِ مَعَكُمْ
અને આ બધી વાતો હું આપ હઝરાતને સોંપુ છું અને આપની સામે હું મારૂ મસ્તક નમાવુ છું
وَقَلْبِي لَكُمْ سِلْمْ وَرَأْي لَكُمْ تَبَعُ
અને મારૂ દિલ આપની સામે ઝુકેલુ છે અને મારા દિલમાં હું આપને અનુસરૂ છું
وَنُصْرَتي لَكُمْ مُعَدَّةٌ حَتَّى يُحْيِيَ اللَّهُ دِينَهُ بِكُمْ
અને આપની મદદ માટે તત્પર છું. ત્યાં સુધી કે ખુદા આપની મારફત દીનને સજીવન કરે
وَيَرُدَّكُمْ فِي أَيَّامِهِ وَيُظْهِرَكُمْ لِعَدُلِهِ
અને પોતાના દિવસોમાં આપને પાછા ફેરવે, પોતાના અદલ સાથે આપને જાહેર કરે
وَيُمَكِّنكُمْ فِي أَرْضِهِ فَمَعَكُمْ مَعَكُمْ لَا مَعَ عَدُوَّكُمْ
અને પોતાની ઝમીન પર આપને સત્તા આપે, હું આપની સાથે છુ તો આપની જ સાથે છું, આપના દુશ્મનો સાથે હરિગઝ નથી
آمَنْتُ بِكُمْ وَتَوَلَّيْتُ آخر كُم بما تولَّيْتُ به أَولَكُمْ
હું આપ પર ઈમાન રાખુ છુ આપના આખિરનાથી એટલી જ ઉલ્ફત રાખુ છુ જેટલી આપના પહેલાનાથી રાખુ છું
وَبَرِثْتُ إِلَى اللَّهِ عَزَّ وَ جَلَّ مِنْ أَعْدَائِكُمْ
અને હું અલ્લાહ પાસે બેઝાર છું આપના દુશ્મનોથી
وَ مِنَ الْجِبْتِ وَالطَّاغُوتِ وَالشَّيَاطِيْنِ
બુતોથી, જુઠ્ઠા ખુદાઓથી અને શૈતાનથી
وَحِزْيهِمُ الظَّالِمِينَ لَكُمُ الْجَاحِدِينَ لِحَقِّكُمْ
અને ઝાલિમોના ટોળાથી જેણે આપ હઝરાત પર ઝુલ્મો કર્યા અને આપના હકનો ઈન્કાર કરનારાઓથી
وَ الْمَارِ قِيْنَ مِنْ وِلَايَتِكُمْ وَالْغَاصِبِينَ لِإِرْثِكُمْ
અને આપની દોસ્તીથી બહાર નીકળી જનારાઓથી અને આપની મીરાસ ગસબ કરનારાઓથી
الشَّارِيْنَ فِيْكُمُ الْمُنْحَرِفِيْنَ عَنْكُمْ
આપના વિશે શંકા કરનારાઓથી આપથી અલગ થઈ જનારાઓથી
وَ مِن كُلِّ وَلِيجَةٍ دُونَكُمْ وَكُلّ مُطَاعٍ سِوَاكُمْ
અને તમારા સિવાય તમામ લોકોથી અને તમારા સિવાય દરેક હાકિમો (સત્તાધીશો)થી
وَ مِنَ الْأَئِمَّةِ الَّذِينَ يَدْعُونَ إِلَى النَّارِ
અને એવા રહનુમાઓ (ઈમામો)થી જેઓ જહન્નમની તરફ બોલાવે છે
فَثَبَّتَنِي اللهُ أَبَداً مَا حَبِيتُ عَلَى مُوَالَاتِكُمْ وَمَحَبَّتِكُمْ
હું જીવુ ત્યાં સુધી અલ્લાહ મને હંમેશા સાબિત કદમ રાખે આપ સૌ હઝરાતોની મોહબ્બતમાં, આપની વિલામાં
وَدِينِكُمْ وَوَفَقَنِي لِطَاعَتِكُمْ وَرَزَقَنِي شَفَاعَتَكُمْ
અને આપના દીન પર, અને આપની ઈતાઅતની તૌફીક પર, અને આપની શફાઅત ઈનાયત કરે
وَ جَعَلَنِي مِنْ خِيَارِ مَوَالِيْكُمُ التَّابِعِينَ لِمَا دَعَوْتُمْ إِلَيْهِ وَجَعَلَنِي مِمَّنْ يَفْتَصُّ آثَارَكُمْ وَيَسْلُكُ سَبِيْلَكُمْ
અને મને આપના નકશે કદમ પર ચાલનારાઓમાં રાખે, આપના માર્ગે ચલાવે
وَيَهْتَدِى بِهدَاكُمْ وَيُحْشَرُ فِي زُمْرَتِكُمْ
અને આપની હિદાયતથી હિદાયત અપાવે, અને આપના ગિરોહમાં મને મહેઘૂર કરે (કયામતને દિવસે આપના ગિરોહ સાથે ઉઠાડે)
وَيَكُر فِي رَجْعَتِكُمْ وَيُمَلكُ فِي دَوْلَتِكُمْ
અને આપની રજઅતના સમયે પાછો ફરૂ, આપની હુકૂમતમાં જિંદગી નસીબ કરે
وَيُشَرِّفُ فِي عَافِيَتِكُمْ وَيُمَكِّنْ فِي أَيَّامِكُمْ
આપની આફીયતનો લાભ અપાવે અને આપના ઝમાનામાં મને સ્થાન અપાવે
وَتَقَرُّ عَيْنُهُ غَدًا بِرُؤْيَتِكُمْ
અને મારી આંખોને કાલે આપની ઝિયારતની ઠંડક અપાવે
بِأَبِي أَنْتُمْ وَأُمِّي وَنَفْسِي وَأَهْلِي وَمَالِي وَأُسْتَرَتي
મારા માં-બાપ, મારો જીવ, મારો માલ અને મારા ઘરવાળા આપ પર કુરબાન
مَنْ أَرَادَ الله بَدَأَ بِكُمْ وَمَنْ وَحْدَهُ قَبلَ عَنْكُمْ
જેણે ખુદાથી મોહબ્બત કરી તેણે આપનાથી શરૂઆત કરી અને જેણે અલ્લાહને એક માન્યો તેણે આપનો દીન અપનાવ્યો
وَمَنْ قَصَدَهُ تَوَجَّهَ بِكُمْ
અને જેણે ખુદાની કુરબતનો ઈરાદો કર્યો તેણે આપના તરફ ધ્યાન આપ્યુ
مَوَالِيَّ لَا أُحْصِي ثَنَاءَ كُمْ
અય મારા મૌલાઓ હું આપના વખાણની ગણત્રી નથી કરી શકતો
وَلَا أَبْلُغُ مِنَ الْمَدْحِ كُنْهَكُمْ
અને વખાણ કરવામાં આપની હકીકત સુધી પહોંચી નથી શકતો
وَمِنَ الْوَصْفِ قَدْرَكُمْ
અને આપની પ્રશંસા કરવામાં આપના મોભા સુધી પહોંચી નથી શકતો
وَأَنْتُمْ نُورُ الْأَخْيَارِ وَهُدَاةُ الْأَبْرَارِ وَحُجَجُ الْجَبَّارِ
આપ બધા ચૂંટેલા લોકોના નૂર છો અને નેક લોકોના હાદી છો અને અલ્લાહની હજ્જતો છો
بِكُمْ فَتَحَ اللهُ وَبِكُمْ يَخْتِمُ
આપના દ્વારા અલ્લાહે શરૂઆત કરી અને આપના પર ખત્મ કરશે
وَبِكُمْ يُنَزِلُ الْغَيْتَ
આપના મારફત અલ્લાહ વરસાદ વરસાવે છે
وَبِكُمْ يُمْسِكُ السَّمَاء أَنْ تَقَعَ عَلَى الْأَرْضِ إِلَّا بِإِذْنِهِ
અને આપના આધારે આસમાનને ટકાવી રાખ્યુ છે કે તે ઝમીન પર ન પડે
وَبِكُمْ يُنَفِّسُ الْهَمَّ وَيَكْشِفُ الظُّرَ
અને આપના વસીલાથી અલ્લાહ અમારા રંજ દૂર કરે છે અને સંકટો ટાળે છે
وَعِنْدَكُمْ مَا نَزَلَتْ بِهِ رُسُلُهُ وَهَبَطَتْ بِهِ مَلَائِكَتُهُ
અને એ વસ્તુઓ આપની પાસે છે જે રસૂલો લઈને આવ્યા અને ફરિશ્તાઓ લઈને ઉતર્યા
وَإِلَى جَدِكُمْ بُعِثَ الرُّوحُ الْأَمِينُ
જો હઝરત અલી (અ.સ.)ની ઝિયારત પડતા હોય તો
وَإِلَى أَخِيكَ بُعِثَ الرُّوحُ الْأَمِينُ
અને આપના દાદા પર (જો હ. અલી અ.સ.ની ઝિયારત પડતા હો તો આપના દાદાને બદલે આપના ભાઈ પડવું) રૂહુલ અમીનને મોકલવામાં આવ્યા.
آتَاكُمُ اللهُ مَا لَمْ يُؤْتِ أَحَدًا مِنَ الْعَالَمِينَ
ખુદાએ આપ હઝરાતને એ સર્વ આપ્યુ જે સૃષ્ટિમાં કોઈ એકને પણ નથી આપ્યુ
طَأْطَأَ كُلُّ شَرِيفٍ لِشَرَفِكُمْ
આપની શરાફત આગળ બધા શરીફો ઝૂકી ગયા
وَبَخَعَ كُلُّ مُتَكَبْرِ لِطَاعَتِكُمْ
અને દરેક ગર્વિષ્ટ (મગરૂરે) આપની ઈતાઅત માટે માથુ નમાવી દીધુ
وَخَضَعَ كُلُّ جَبَّارٍ لِفَضْلِكُمْ
અને આપના ફઝલ આગળ દરેક જબ્બારે નમ્રતા દર્શાવી
وَذَلَّ كُلُّ شَيْءٍ لَكُمْ
અને દરેક વસ્તુ આપની સામે હકીર બની
وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِكُمْ
આપના નૂરથી ધરતી રોશન થઈ
وَفَازَ الْفَائِزُونَ بِوِلَايَتِكُمْ
આપની મોહબ્બતથી કામ્યાબ થનારા કામ્યાબી પામ્યા
فَبِكُمْ يُسْلَكُ إِلَى الرَّضْوَانِ
આપની મારફત રિઝવાન સુધી પહોંચી શકાય છે
وَ عَلَى مَنْ جَحَدَ وِلَا يَتَكُمْ غَضَبُ الرَّحْمَنِ
અને જેણે આપની વિલાયતનો ઈન્કાર કર્યો, તેણે ખુદાનો ગઝબ (કોપ) વ્હોરી લીધો
بِأَبِي أَنْتُمْ وَأُتِيَ وَنَفْسِيَ وَأَهْلِيْ وَمَالِي
મારા માં-બાપ, મારી જાન, મારો માલ અને મારા ઘરવાળા આપ પર કુરબાન
ذِكرُكُمْ فِي اللَّا كِرِينَ وَ أَسْمَاؤُكُمْ فِي الْأَسْمَاءِ
ઝિક્ર કરવાવાળાઓમાં આપનો ઝિક્ર છે. નામોમાં આપના નામો
وَأَجْسَادُكُمْ فِي الْأَجْسَادِ وَ أَرْوَاحُكُمْ فِي الْأَرْوَاحِ
જિસ્મોમાં આપના જિસ્મો, રૂહોમાં આપની રૂહો
وَأَنْفُسُكُمْ فِي النُّفُوسِ وَآثَارُ كُمْ فِي الْآثَارِ
જાનોમાં આપ હઝરાતની જાનો, યાદગીરીઓમાં આપની યાદગીરીઓ
وَ قُبُورُكُمْ فِي الْقُبُوْرِ فَمَا أَحْلَى أَسْمَاءَ كُمْ
અને કબરોમાં આપની કબરો સૌથી બહેતર છે, આપના નામો કેટલા મધુર છે
وَأَكْرَمَ أَنْفُسَكُمْ وَأَعْظَمَ شَأْنَكُمْ
આપની જાનો કેટલી કિંમતી છે. આપના મરતબા કેટલા બુલંદ છે
وَأَجَلَّ خَطَرَكُمْ وَأَوْلَى عَهْدَ كُمْ وَأَصْدَقَ وَعْدَ كُمْ
આપની કીર્તિ કેટલી ઉજ્જવળ છે. આપના વચનોની વફા સંપૂર્ણ છે, આપ વાયદા કરનારાઓમાં સૌથી સાચા છો
كَلَامُكُمْ نُورٌ وَ أَمْرُكُمْ رُشْدُ وَوَصِيَّتُكُمُ التَّقْوَى
આપના કલામો ર છે. આપના હુકમો હિદાયત છે. આપની સિયત પર અમલ કરવો પરહેઝગારી છે
وَفِعْلُكُمُ الْخَيْرُ وَعَادَتُكُمُ الْإِحْسَانُ
આપના કાર્યો નેક છે, આપની આદતો હંમેશા ઉપકાર કરવાની છે
وَسَجِيَّتُكُمُ الْكَرَمُ وَشَأْنُكُمُ الحق والصدق والرفق
આપના સ્વભાવમાં ઉદારતા છે. આપની શાન ખરેખર બુલંદ અને સચ્ચાઈથી ભરપૂર છે
وَقَوْلُكُمْ حُكُمْ وَحَتُهُ وَرَأَيْكُمْ عِلْمٌ وَحِلُهُ وَحَزْم
આપના કોલ હુકમ છે જેના પર અમલ થવો જરૂરી છે. આપના અભિપ્રાયો જ્ઞાન અને નમ્રતાથી ભરપૂર છે, અને ડહાપણથી ભરેલા છે
إِنْ ذُكِرَ الْخَيْرُ كُنْتُمْ أَوَّلَهُ وَأَصْلَهُ وَفَرْعَهُ وَمَعْدِنَهُ
નેકીનો ઝિક્ર કરવામાં આવે તો આપ તેમાં પ્રથમ છો. તેના મૂળ છો તેની શાખાઓ છો, તેની ખાણો છો.
وَمَأْوَاهُ وَ مُنْتَهَاهُ بِأَبِي أَنْتُمْ وَأُقِيَ وَنَفْسِيَ
તેના કેન્દ્રો છો. તેની પરાકાષ્ટાઓ છો, મારા માં-બાપ, મારી જાન, આપ પર કુરબાન
كَيْفَ أَصِفُ حُسْنِ تَنَائِكُمْ وَأُحْصِي جَمِيْلَ بَلَائِكُمْ
હું આપની સુંદર તારીફ કેવી રીતે કરી શકુ અને આપના ઉત્તમ અહેસાનોનું વર્ણન હું કઈ રીતે કરી શકુ
وَبِكُمْ أَخْرَجَنَا اللهُ مِنَ الثُّلِ
આપના થકી ખુદા અમને ઝિલ્લતની અવસ્થામાંથી બહાર લાવ્યો,
وَفَرَّجَ عَنَّا غَمَرَاتِ الْكُرُوبِ
અને દુઃખોમાં ગર્ક થવાથી બચાવી લીધા
وَأَنْقَذَنَا بِكُمْ مِنْ شَفَا جُرُفِ الْهَلَكَاتِ وَمِنَ النَّارِ
અને સર્વનાશ તથા દોઝખી આગથી છુટકારો આપ્યો
بِأَبِي أَنْتُمْ وَأُقِي وَنَفْسِيَ
આપ હઝરાત પર મારા માં-બાપ અને જાન કુરબાન.
يمُوَالَاتِكُمْ عَلَّمَنَا اللهُ مَعَالِمَ دِينِنَا
આપની સરપરસ્તી મારફત ખુદાએ અમને, અમારા દીનના નિશાનોની તાલીમ આપી
وَأَصْلَحَ مَا كَانَ فَسَدَ مِنْ دُنْيَانًا
અમારી દુનિયામાં જે કંઈ ફસાદ (બગાડ) હતો તેની સુધારણા કરી
وَيَمُوالاتِكُمْ تَمَّتِ الكَلِمَةُ وَ عَظُمَتِ النِّعْمَةُ وَالْتَلَفَتِ الْفُرْقَةُ
અને આપની સરપરસ્તી થકી કલામ સંપૂર્ણ થયો, (દીનની) મહાન નેઅમત અતા થઈ, (મતભેદ દૂર થઈ) એકતા કાયમ થઈ
ويمُوالاتِكُمْ تُقْبَلُ الطَاعَةُ الْمُفْتَرَضَةُ
અને આપની મોહબ્બતના કારણે ફરજ કરાયેલી બધી ઈતાઅતો કબૂલ થાય છે.
وَلَكُمُ الْمَوَدَّةُ الْوَاجِبَةُ
અને આપની મોહબ્બત અમારા પર વાજિબ કરવામાં આવી છે
وَالدَّرَجَاتُ الرَّفِيعَةُ وَالْمَكَانُ الْمَحْمُودُ وَ الْمَقَامُ الْمَعْلُومُ
આપના જ માટે દરજ્જાઓ ઊંચા છે અને પ્રસંશા પાત્ર સ્થાનો છે, મંઝિલો નક્કી છે
عِنْدَ اللهِ عَزَّ وَجَلَّ وَالْجَادُ الْعَظِيمُ وَالشَّأْنُ الْكَبِيرُ
ઈઝઝત અને કીર્તિવાન અલ્લાહ પાસે આપના મરતબા બુલંદ છે, આપની શાન મહાન છે
وَالشَّفَاعَةُ الْمَقْبُوْلَةُ
આપની શફાઅત કબૂલ થાય છે
رَبَّنَا آمَنَّا بِمَا أَنْزَلْتَ
અય પાલનહાર અમે તારી ઉતારેલી વસ્તુઓ પર ઈમાન લાવ્યા.
وَاتَّبَعْنَا الرَّسُوْلَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
અને તારા રસૂલ (સ.અ.વ.)ની ફરમાબરદારી કરી એટલે અમને ગવાહોમાં લખી લે
ربَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا
અય અમારા પાલનહાર અમારી હિદાયત કર્યા પછી અમારા દિલોમાં પરિવર્તન ન થવા દેજે
وَهَبْ لَنَا مِنْ لَدُنْكَ رَحْمَةً إِنَّكَ أَنْتَ الْوَهَّابُ
અને અમને તારી પાસેથી રહમત અતા કર, तु વિશાળ અતા કરવાવાળો છે
سُبْحَانَ رَبَّنَا إِن كَانَ وَعْدُ رَبَّنَا لَمَفْعُولًا
મારો પાલનહાર પાકીઝા છે. અને બે એબ છે. તેણે જે વાયદા કર્યા તે પૂરા થઈને રહેશે
يَا وَلَ اللهِ إِنَّ بَيْنِي وَبَيْنَ اللهِ عَزَّ وَ جَلَّ ذُنُوبًا
અય અલ્લાહના વલી ખરેખર મારી અને ખુદાની વચ્ચે કેટલાક એવા ગુનાહ આડે આવી ગયા છે
لَا يَأْتِي عَلَيْهَا إِلَّا رِضَاكُمْ
જેને આપની ખૂદી સિવાય કોઈ દૂર કરી શકતુ નથી
فَبِحَقِّ مَنِ اثْتَمَنَكُمْ عَلَى سِرِهِ
એટલે આપને તેના હકનો વાસ્તો આપુ છુ કે જેણે આપને પોતાના ભેદોના અમાનતદાર બનાવ્યા
وَاسْتَرْعَاكُمْ أَمْرَ خَلْقِهِ
અને પોતાની મલ્લૂક પર આપને નિગેહબાન બનાવ્યા
وَقَرْنَ طَاعَتَكُمْ بِطَاعَتِهِ
અને પોતાની ઈતાઅતને આપની ઈતાઅત સાથે મેળવી દીધી
لَمَّا اسْتَوَهَبْتُمْ ذُنُوبِي وَ كُنْتُمْ شُفَعَانِي
કે આપ મારા ગુનાહોની બક્ષિશ માટે મારી ભલામણ કરનારા બની જાવ
فَإِنِّي لَكُمْ مُطِيْعٌ مَنْ أَطَاعَكُمْ فَقَدْ أَطَاعَ اللَّهَ
હું આપનો ફરમાંબરદાર છુ, જેણે આપની ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી
وَمَنْ عَصَاكُمْ فَقَدْ عَصَى اللَّهَ
જેણે આપની નાફરમાની કરી તેણે અલ્લાહની નાફરમાની કરી
وَمَنْ أَحَبَّكُمْ فَقَدْ أَحَبَّ اللهَ
જેણે આપથી દોસ્તી કરી તેણે ખુદાથી દોસ્તી કરી

અને જેણે આપનાથી દુશ્મનાવટ રાખી તેણે ખુદાથી દુશ્મનાવટ રાખી
اللَّهُمَّ إِنِّي لَوْ وَجَدْتُ شُفَعَاءَ أَقْرَبَ إِلَيْكَ
અય અલ્લાહ અગર મને કોઈ એવા શફાઅત કરનારા મળી જતે
مِنْ مُحَمَّدٍ وَ أَهْلِ بَيْتِهِ الْأَخْيَارِ الْأَئِمَّةِ الْأَبْرَارِ
જેઓ હ. મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની એહલેબૈતથી તારી વધારે નિકટ હોતે
لَجَعَلْتُهُمْ شُفَعَانِي
તો હું તેની શફાઅત પેશ કરત
فَبِحَقِّهِمُ الَّذِي أَوْجَبْتَ لَهُمْ عَلَيْكَ
એટલે તેમના એ હકનો વાસ્તો જે તે તારા પર વાજિબ કરી લીધો છે
أَسْأَلُكَ أَنْ تُدْخِلَنِي فِي جُمْلَةٍ الْعَارِفِينَ بِهِمْ وَبِحَقِّهِمْ
હું તારાથી સવાલ કરૂ છુ કે મને તેમના હક્કોના ઓળખનારાઓમાં અને તેમના જાણકારોમાં દાખલ કરી દે
وَ فِي زُمْرَةِ الْمَرْحُوْمِينَ بِشَفَاعَتِهِمْ
અને એ લોકોમાં શામિલ કર જેના પર તે તેમની શફાઅતના કારણે રહેમ કરી હોય
إِنَّكَ أَرْحَمُ الرَّاحِمِينَ
ખરેખર તુ શ્રેષ્ઠ રહેમ કરનાર છો तु
وَصَلَّى اللهُ عَلَى مُحَمَّدٍ وَ آلِهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا
અને સલવાત મોકલ હ. મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પાક આલ પર અને ઘણા ઘણા સલામ
وَحَسَبُنَا اللهُ وَنِعْمَ الْوَكِيلُ
અને અમારા માટે ખુદા કાફી છે અને શ્રેષ્ઠ કારસાઝ છે.