નમાજ-એ-વહેશત
પહેલી રાત મૃત વ્યક્તિ માટે સૌથી કઠિન હોય છે. આથી, મૃત તરફથી સદકા આપવાની અને નજીકના સંબંધી દ્વારા નમાઝ અદા કરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી મૃત વ્યક્તિ પરથી અઝાબ ઘટે.
નમાઝ-એ-વહેશત.મૃતવ્યક્તિ ને દફન કર્યા પછીની પહેલી રાતે નમાઝ-એ-વહશત પઢવાની ભલામણ કરવામાં આવે છે. હાલાંકે તે કોઈપણ સમયે પઢી શકાય, પણ ઇશા નમાઝ પછી રાતના પહેલા ભાગમાં પઢવી શ્રેષ્ઠ ગણાય
નમાઝ એ વહેશત ૨ રકાત હોય છે
પહેલી રકાત માં સુરહે ફાતિહા એક વખત અને આયતલ કુરસી એક વખત અને બીજી રકાત માં એક વખત સુરએ ફતેહા અને સુરએ કદ્ર દસ વખત હોય છે
اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ
અલ્લાહુમ્મસલ્લી અલ્લામૂહમ્મદીન વ આલી મૂહમ્મદ
…وَّبْعَثْ ثَوَ ا بَ هَا تَيْنِ الرَّ كْعَتَيْنِ اِلٰى قَبْرِ
વબઅસવાબ હાતયનીર રકાત અતયની લા કબરી
પછી ગુજરી ગયેલ વ્યક્તિ નુ નામ લેવુ