દુખ પ્રગટ કરવુ (Condolences)
જે ઘર માં મય્યત થાય તે પરિવારને દૂ:ખ પ્રગટ કરવું મુ’અમીનની એક ધાર્મિક, નૈતિક અને સામાજિક ફરજ છે. જો કે, ઇસ્લામી શરિયત મુજબ, દફન પછીની તુરંત જ દિવસોમાં પરિવાર સાથે જમવું નિરુત્સાહિત કરવામાં આવ્યું છે.
આના બદલે, આપણે પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) ની સુન્નત પર અમલ કરવો જોઈએ અને પરિવારને ત્રણ દિવસ માટે ખોરાક મોકલવો જોઈએ. બદ્રના યુદ્ધમાં શહીદ થયા પછી હઝરત હમઝાના દુખી પરિવાર માટે ખોરાક મોકલવાનો રિવાજ પયગંબરે શરૂ કરીયો હતો.
દુખી પરિવાર
મય્યીત વ્યક્તિના પરિવારે ર કુરઆનના સૂરા પઢવા, નમાઝ પઢવી, સદકા આપવા. અને તેમની યાદમાં દુઆઓ અને ઇસ્તિગફાર કરવો સારું માનવામાં આવે છે. હદીસ મુજબ, મય્યીત વ્યક્તિ માટે આપવામાં આવેલ સદકા તેની રૂહ ને સૂકુન આપે છે. તે તેની તરફથી આપનાર વ્યક્તિને મહાન સવાબ પણ આપે છે અને કયામતનાા દિવસે તે વ્યક્તિને ખૂબ લાભ કરશે.
એક પરંપરા પણ છે કે દફન થયા પછી તુરંત જ પરિવાર તેના ઇસાલ-એ-સવાબ માટે કુરઆન પઢાવે છે , અને ઇમામ હુસૈન (અ.સ.) નો મજલિસ રાખે છે. આ સંબંધીઓ અને મુ’અમિનો માટે એક તક છે જેઓ દફનમાં હાજર થઈ શક્યા ન હોય તેઓ તેની માટે તેમની શાનમાં અંતિમ ઈઝઝત અને દુઆઓ પહોંચાડી શકે.