ગુસ્લે મય્યત

ગુસ્લે મય્યત

મૃત્યુ પછીની રસ્મો: ગુસલ-એ-મય્યત (મય્યત ના શરીરનું સ્નાન) 

પરવાનગી: કોઈપણ રસમ શરૂ કરતા પહેલા મૃતકના વાલી (નજીકનો સંબંધી અથવા વ્યક્તિગત પ્રતિનિધિ) તરફથી પરવાનગી લેવી જરૂરી છે. જો મય્યતે પહેલાં જ આ રસમો કરવાની સંમતિ આપી હોય તો પરવાનગી જરૂરી નથી. 

દુઆનો ફળ: ઇમામ મુહમ્મદ અલ-બાકિર (અ.સ.) મુજબ, જો કોઈ વ્યક્તિ મય્યતને ગુસ્લ આપતી વખતે નીચેની દુઆ પઢે, તો ગુનાહ-એ-કબીરા (મોટા ગુનાઓ) સિવાય તેના એક વર્ષના ગુનાઓ માફ થઈ જાય છે.: https://mafatihuljinan.org/burial-english/dua-while-giving-ghusl/ 

ગસ્લ આપતા પહેલાની તૈયારી: 

  • શરીરને સારી રીતે સાફ કરો તાકે કોઈ પણ નજાસત અથવા વસ્તુ પાણીને ત્વચા સુધી પહોંચવાથી ન રોકે. 
  • શરીર પર રહી ગયેલી કોઈપણ ટ્યુબ, સૂઈ અથવા ટેપ હોય તેને દૂર કરો. 
  • ત્રણેય ફરજિયાત ગુસ્લ આપતા પહેલા, શરીર સાફ કરવા માટે વપરાયેલો સાબુ સંપૂર્ણ રીતે ધોઇ લેવું. 

ગુસ્લ આપવાની રીત (ત્રણેય ગુસ્લ માટે સમાન): 

  1. પહેલું: માથા અને ગરદન સુધી ધોવું. માથું ધોતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે પાણી વાળના મૂળ (જડો) સુધી પહોંચે. 
  1. બીજું: શરીરની જમણી બાજુ, આગળ અને પાછળ, ખભાથી પગ સુધી ધોવી, ખાતરી કરો કે પાણી ગરદનના ભાગને પણ ઢાંકે. 
  1. ત્રીજું: શરીરની ડાબી બાજુ, આગળ અને પાછળ, ખભાથી પગ સુધી ધોવી, ફરીથી ખાતરી કરો કે પાણી ગરદનના ભાગને પણ ઢાંકે. 
  1. ઉપરોક્ત ક્રિયા એવી રીતે કરવી જોઈએ કે પાણી ત્વચાના તમામ ભાગો સુધી પહોંચે. 

ગુસલ-એ-મય્યતના પ્રકાર: 

  1. પહેલો ગુસ્લ: બેરના પાંદડાના પાણીથી 
  1. નીયત:હું બેરના પાણીથી ગુસ્લ કરું છું, વાજિબ કુર્બતન ઇલલ્લાહ.” 
  1. બીજો ગુસલ: કપૂર મિશ્રિત પાણીથી 
  1. નીયત:હું કપૂરના પાણીથી ગુસ્લ કરું છું, વાજિબ કુર્બતન ઇલલ્લાહ.” 
  1. ત્રીજો ગુસલ: સાફ (નળના) પાણીથી 
  1. નીયત:હું સાફ પાણીથી ગુસ્લ કરું છું, વાજિબ કુર્બતન ઇલલ્લાહ.” 

મહત્વપૂર્ણ નોંધ: બેર અથવા કપૂર ની માત્રા એટલી વધારે ન હોવી જોઈએ કે પાણી મુઝાફ (મિશ્રિત) બની જાય, અને ન તો એટલી ઓછી કે કહી શકાય કે પાણીમાં  બેર અથવા કપૂર મેળવવામાં આવ્યા જ નથી. 

ગુસ્લ પછી: આ ત્રણેય ગુસ્લ પૂર્ણ થયા બાદ,મય્યતના શરીરને સ્વચ્છ ટુવાલ થી  હળવેથી લુછવું. આ પછી શરીર નજાસતથી પાક થાય છે અને તેને સ્પર્શ કરનારને ગુસલ-એ-મસે મય્યત કરવાની જરૂર રહેતી નથી. 

અન્ય મહત્વપૂર્ણ નિયમો: 

  • શરમગાહનો ખ્યાલ: ગુસ્લ આપતી વખતે શરીરને, અથવા ઓછામાં ઓછા ખાનગી અંગોને, ચાદરથી ઢાંકવા. મય્યતના ખાનગી અંગોને જોવું હરામ છે. 
  • કુરઆન/દુઆનું પઢવું : ગુસ્લ દરમિયન ચુપ રહેવા અથવા ગપ્પાં મારવા કરતાં કુરઆનના સૂરહ/આયત અથવા મરહૂમ માટે દુઆ પઢવી વધુ સારું છે . 
  • ગુસ્લ  આપનારની લાયકાત: ગુસ્લ આપનાર વ્યક્તિ પ્રજ્ઞાવાન મુસ્લિમ પુખ્ત વયનો હોવો જોઈએ અને ગુસ્લના મૂળ નિયમો જાણતો હોવો જોઈએ. તે મય્યતના જ લિંગનો હોવો જોઈએ, પરંતુ જો ઉપલબ્ધ ન હોય તો, વિરુદ્ધ લિંગનો મહરમ (વિવાહ સંબંધમાં ન આવે તેવો સગો) ગુસ્લ આપી શકે છે, પરંતુ ખાનગી અંગો સંપૂર્ણ રીતે ઢંકાયેલા હોવા જોઈએ. નાના બાળકના શરીરને ગુસ્લ આપતી વખતે લિંગનો ભેદ ધ્યાનમાં લેવામાં આવતો નથી. 
  • મહેનતાણું: ગુસ્લ આપવા બદલ મહેનતાણું  લેવું હરામ છે. જો કમાણી તરીકે પૈસા લેવામાં આવે, તો ગુસ્લ બાતિલ થઈ જશે. જો કે, ગુસ્લ  દરમિયાન વપરાતી વસ્તુઓ (જેમ કે સાબુ, વગેરે)ની કિંમત માંગવી જાએઝ છે. 
  • ગર્ભસ્થ શિશુ: જો ચાર મહિના અથવા વધુનો ગર્ભ સ્ટિલબોર્ન (ગર્ભમાં જ મૃત) હોય, તો તેને ગુસ્લ આપવો  વાજીબ છે. જો તે ચાર મહિના પૂરા ન કર્યા હોય પરંતુ માનવ શિશુની આકૃતિ હોય, તો એહતિયાતની રીતે ગુસ્લ આપવો જોઈએ. નહીંતર, ગર્ભને કપડામાં લપેટીને ગુસ્લ  વગર જ દફન કરવું. 
  • બેર/કપૂર ન મળે તો: જો બેરના પાંદડા અને કપૂર બંને, અથવા તેમાંથી કોઈ એક ઉપલબ્ધ ન હોય, તો એહતિયાતની રીતે, શુદ્ધ પાણીથી જ તે ગુસ્લના સ્થાને ગુસ્લ  આપવો. આવા કિસ્સામાં, ત્રણેય શુદ્ધ પાણીના ગુસ્લ  બાદ મય્યત પર તયમ્મુમ પણ કરવો. 
  • પાણી ન હોય અથવા વપરાશમાં અડચણ હોય તો: જો પાણી ઉપલબ્ધ ન હોય, અથવા શરીર પર ખુલ્લા અને લોહી વહેતા ઘા હોય, અથવા શરીર અંશતઃ કચડાયેલું હોય, અથવા પાણીના ઉપયોગથી દૂર રહેવા માટે કોઈ અન્ય વાજબી કારણ હોય, તો ગુસ્લને બદલે તયમ્મુમ આપવો જોઈએ. ભલામણપાત્ર એહતિયાત એ છે કે ત્રણ તયમ્મુમ આપવા, અને તેમાંથી એક તયમ્મુમમા ફિ-ઝિમ્મહ” (તેના ઉપર જે વાજીબ છે તે) ની નીયતથી આપવો. 
  • મય્યતને તયમ્મુમ આપવાની રીત: ગુસ્લ આપનાર વ્યક્તિ પોતાની હથેળીઓ સ્વચ્છ માટી પર મારે અને પછી તે મય્યતના ચહેરા અને હાથના પીઠ પર ફેરવે. જો કે, વાજિબ એહતિયાત એ છે કે, શક્ય હોય તો, મય્યતના પોતાના હાથોનો ઉપયોગ કરીને તેને તેનો જ તયમ્મુમ કરાવવો. 
  • ગેર-મુસ્લિમ અને બાળકો: ગેર-મુસ્લિમ અને તેની સંતાનને ગુસ્લ, કફન અને દફન આપવું વાજીબ નથી. જો કે, જો ગેર-મુસ્લિમનું બાળક મુમય્યિઝ (સમજદાર નાબાલીગ) હોય અને ઇસ્લામ પર ઈમાનની અભિવ્યક્તિ કરે, તો તે મુસ્લિમ ગણાય. જે કોઈ બાળપણથી પાગલ હોય અને તે વિધિ વયને પહોંચ્યો હોય ત્યારે પાગલ હોય, જો તેના પિતા અથવા માતા મુસ્લિમ હોય, તો તેને ગુસ્લ આપવ વાજીબ છે. 
  • હૈઝ/જનાબતની અવસ્થામાં મૃત્યુ: જો કોઈ હૈઝ અથવા જનાબત  ની અવસ્થામાં મરી જાય, તો તે વ્યક્તિને હૈઝ અથવા જનાબતનો ગુસ્લ આપવો જરૂરી નથી; મય્યતને આપવામાં આવેલો ગુસ્લ જ પૂરતો છે. 

વધારે માર્ગદર્શન માટે, આયતુલ્લાહ સિસ્તાનીની તવઝીહુલ મસાઈલ (ઇસ્લામિક કાયદા) નો સંદર્ભ લો.