દુઆ એ નુદબા

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ

સઘળા વખાણ એ અલ્લાહના માટે છે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.

وَصَلَّى اللهُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ نَّبِيِّهِ وَالِه وَسَلَّمَ تَسْلِيمًا

અને રહેમત નાઝિલ થાય તેના નબી અને અમારા સરદાર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર, એવી રહમત અને સલામ થાય કે જે સલામ થવાનો હક છે.

اَللّهُمَّ لَكَ الْحَمْدُ عَلَى مَاجَرُى بِهِ قَضَاءُكَ فِي اَوْلِيَاءك

બારે ઇલાહા ! જે હુકમો તે તારા અન્લીયા માટે નક્કી કર્યા છે તેના માટે તું વખાણ કરવાને લાયક છો.

الَّذِينَ اسْتَخْلَصْتَهُمْ لِنَفْسِكَ وَدِينِكَ

એ વલીઓ જેમને તે તારા માટે અને તારા દીન માટે ચુંટી કાઢયા.

اِذِ اخْتَرْتَ لَهُمْ جَزِيلَ مَا عِنْدَكَ مِنَ النَّعِيمِ الْمُقِيمِ الَّذِئ لَا زَوَالَ لَهُ وَلَا اضْبحُلال

તેથી તે તેમને તારી એવી અનંત નેઅમતો આપવાનું નક્કી કર્યુ કે જેમાં કદી ઘટાડો (થતો નથી) કે ઉણપ થતી નથી.

بَعْدَ اَنْ شَرَطتَ عَلَيْهِمُ الزُّهدَ فِي دَرَجَاتِ هذِهِ الدُّنْيَا الدَّنِيَّةِ وَزُخْرُفِهَا وَ زِبُرِجِهَا

આ ત્યારે બન્યું જયારે તે તેમની પાસેથી આ પસ્ત દુનિયાના દરેક હોદ્દાઓ અને તેના ખોટા મોહ અને આકર્ષણ ન રાખવાના બારામાં વાયદો લીધો.

فَشَرَ طُوْا لكَ ذلِكَ وَعَلِمْتَ مِنْهُمُ الْوَفَاءَ بِه

પછી તેઓએ તારી ખાતર એ વાયદો કર્યો અને તું એ વાતને સારી રીતે જાણતો હતો કે તેઓ આ વાયદાને નિભાવશે.

فَقَبِلْتَهُمْ وَقَرَّبْتَهُمْ وَقَدَّ ْمتَ لَهُمُ الذكر العَليَّ وَالثَّنَاءَ الجَلى

પછી તે તેઓને સ્વિકાર્યા અને તે તેઓને તારી નજદીકીનું સ્થાન આપ્યું અને તે તેમના માટે ઉચ્ચતર યાદ અને સ્પષ્ટ વખાણ રજુ કર્યા.

وَاَهْبَطَتْ عَلَيْهِمْ مَلَاءِ كَتَكَ وَكَرَّ مُتَهُمْ بِوَحْيِكَ

અને તેમના ઉપર તારા મલાએકાઓને નાઝિલ કર્યા અને તેમને તારી વહી વડે માનવંત બનાવ્યા,

وَرَفَدْتَهُمْ بِعِلْيك

અને તે તારા ઈલ્મ વડે તેમને નવાજ્યા

وَجَعَلْتَهُمُ الذَّرِيعَةَ إِلَيْكَ وَالْوَسِيْلَةَ إِلى رِضْوَانِكَ

અને તેઓને તારી તરફ આવવાનો તેમજ તારી ખુશનુદીનો વસીલો બનાવ્યા.

فَبَعْضٌ اَسْكَنْتَهُ جَنَّتَكَ إِلى اَنْ اَخْرَجْتَهُ مِنْهَا

પછી તેમાંથી અમુકને (હઝરત આદમ અ.સ.ને) જન્નતના બગીચાઓમાં સ્થાન આપ્યું અને પછી તે તેમને તેની (જન્નતની) બહાર મોકલ્યા.

وَبَعْضٌ حَمَلْتَهُ فِي فُلْكِكَ وَنَجَيْتَهُ وَمَنْ أمَنَ مَعَهُ مِنَ الْهَلَكَةِ بِرَحْمَتِكَ

અને તેઓમાંથી અમુકને (હઝરત નુહ અ.સ.ને) તે હોડીમાં સવાર કર્યા અને તારી રહેમત થકી તે તેમને અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને વિનાશથી બચાવી લીધા.

وَبَعْضٌ نِتّخَذْ تَهُ لِنَفْسِكَ خَلِيلًا وَسَأَلَكَ لِسَانَ صِدْقٍ فِي الْآخِرِيْنَ فَأَجَبْتَهُ وَ جَعَلْتَ ذَلِكَ

અને તેઓમાંથી અમુકને (હઝરત ઈબ્રાહીમ અ.સ.ને) તે તારા ખલીલ (મિત્ર) તરીકે ચુંટી કાઢયા અને તેમણે તને વિનંતી કરી કે તેમને આખર ઝમાનામાં સાચી ઝબાન આપવામાં આવે તો તે તેમની ઈચ્છાને પૂર્ણ કરી અને તેમને ઉચ્ચ દરજ્જા ઉપર નિયુક્ત કર્યા.

وَبَعْضُ كَلَّمْتَهُ مِنْ شَجَرَةٍ تَكْلِيمًا وَجَعَلْتَ لَهُ مِنْ أَخِيهِ رِدْءً وَ وَزِيرًا

અને તેઓમાંથી અમુક (હઝરત મુસા અ.સ.)ની સાથે ઝાડની મારફતે વાત કરી અને તેમના ભાઈ (હઝરત હારૂન અ.સ.)ને તેમના સાથી અને વઝીર બનાવ્યા.

وَبَعْضٌ اَوْلَدُتَهُ مِنْ غَيْرِ آبِ وَاتَيْتَهُ الْبَيِّنَاتِ وَايَّدُتَهُ بِرُوحِ الْقُدُسِ

અને તેઓમાંથી અમુકને (હઝરત ઇસા અ.સ.ને) પિતા વિના પૈદા કર્યા, અને તેમને સ્પષ્ટ નિશાનીઓ આપી અને રૂહુલ કુદ્દુસ થકી તેમની મદદ કરી.

وَكُلٌّ شَرَعْتَ لَهُ شَرِيْعَةً وَنَهَجْتَ لَهُ مِنْهَاجًا

અને તેઓ દરેકને માટે તે એક શરીઅત બનાવી અને તે દરેકને માટે રસ્તાઓ નિયુક્ત કર્યા.

وَتَخَيَّرْتَ لَهُ اَوْصِيَاءَ مُسْتَحْفِظاً بَعْدَ مُسْتَحْفِظ مِنْ مُدَّةٍ إِلى مُدَّةٍ إِقَامَةً لِدِينِكَ

અને તે તેમના માટે વસીઓને ચુંટી કાઢયા, એક મુદ્દતથી બીજી મુદ્દત સુધી એક પછી એક તારા દીનનું રક્ષણ કરનાર અને દીનને કાયમ કરનાર,

وَحُجَّةً عَلى عِبَادِكَ وَلِئَلَّا يَزُولَ الْحَقُّ عَنْ مَّقَرِهِ وَيَغْلِبَ الْبَاطِلُ عَلَى أَهْلِهِ

જેથી તારા બંદાઓ ઉપર દુજ્જત તમામ થાય અને એ માટે કે હક પોતાના કેન્દ્રથી હટી ન જાય અને બાતિલ હકવાળા ઉપર ગાલિબ ન થઈ જાય.

وَلَا يَقُولُ اَحَدٌ لَوْلا ارسلت الينا رَسُوْلًا منذرًا وَأَقَمْتَ لَنَا عَلَمَّا هَادِيًا فَنَتَّبِعَ آيَاتِكَ مِنْ قَبْلِ أَنْ نَّذِلٌ وَنَخْزُى

અને કોઈ પણ એમ ન કહી શકે કે અમારા માટે કોઇ ડરાવનાર રસૂલને શા માટે ન મોકલ્યા? અને અમારા માટે હિદાયતની નિશાનીની સ્થાપના શા માટે ન કરી? કે જેથી અમે તિરસ્કૃત અને હડધૂત થતા પહેલા તારી નિશાનીઓ (પયગમ્બરો અને ઈમામો)નું અનુસરણ કરતે.

إلَى آنِ انْتَهَيْتَ بِالْاَمْرِ إِلى حَبِيْبِكَ وَنَجِيبِكَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَالِه

ત્યાં સુધી કે તે તારા મહેબુબ અને તારા ઉમદા હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેમની અને તેમની આલ ઉપર અલ્લાહ રહેમત નાઝિલ કરે, તેમના દ્વારા રિસાલતના ક્રમને સંપૂર્ણ કર્યો.

فَكَانَ كَمَا انْتَجَبْتَهُ سَيْدَ مَنْ خَلَقْتَهُ وَصَفْوَةً مَن اصْطَفَيْتَهُ وَاَفْضَلَ مَنِجْتَبَيْتَهُ وَاكْرَمَ مَنِ اعْتَمَد تَهُ

તેઓ એવા જ હતા કે જેવા તે તેમને પસંદ કર્યા હતા, તમામ મલ્લુકના સરદાર અને તારા પસંદ કરાએલા બંદાઓમાં સૌથી શ્રેષ્ઠ અને તારા પસંદ કરેલા બંદાઓમાં સૌથી ઉત્તમ અને તારા ભરોસા પાત્ર લોકોમાં સૌથી વધારે માનનીય હતા.

قَدَّ مُتَهُ عَلَى انْبِيَاءِكَ وَبَعَثْتَه إِلى الثَّقَلَيْنِ مِنْ عِبَادِكَ وَاَوْطَأتَهُ مَشَارِقَكَ وَمَغَارِبَكَ وَسَخَرْتَ لَهُ الْبُرَاقَ وَعَرَجْتَ بِرُوحِةٌ إلى سَمَاءِک

તે તેમને તારા તમામ નબીઓ ઉપર પ્રાથમિક્તા આપી અને તેમને તારા તમામ બંદાઓ તરફ મોકલ્યા અને તારા પૂર્વ અને પશ્ચિમને તેમના કબ્જામાં સોંપ્યા અને તેમને બુરાકની સવારી ઉપર સવાર કર્યા અને તેમને તારા આસમાનની બુલંદીઓ સુધી લઇ ગયો.

وَاَوْ دَعْتَه عِلْمَ مَا كَانَ وَمَا يَكُونُ إِلَى انْقِضَاءِ خَلْقك

અને તે તેમને જે કાંઈ પણ બની ચુકયું છે અને તારી ખિલ્કતના અંત સુધી જે કાંઇ પણ બનવાનું છે તેનું ઇલ્મ અતા કર્યું.

ثُمَّ نَصَرْتَهُ بِالرُّعْبِ وَحَفَفْتَهُ بِجَبْرَءِيلَ وَمِيكَا عِيْلَ وَالْمُسَوِ مِيْنَ مِنْ مَّلَاءِ كَتِكَ

ત્યાર પછી તે તેઓને તારા રોઅબ અને જલાલ થકી મદદ કરી, અને તે તેઓની આજુબાજુ જીબ્રઇલ, મીકાઈલ અને ખાસ ફરીશ્તાઓને નીમ્યા.

وَوَعَدْتَهُ أَنْ تُظهِرَ دِينَةَ عَلَى الدِّينِ كُلِهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ

અને તે તેમને વાયદો કર્યો કે તું તેમના દીનને બધા મઝહબો ઉપર ગાલિબ બનાવીશ પછી ભલેને મુશરીકોને તે અણગમતું જ કેમ ન લાગે.

وَذَلِكَ بَعْدَ اَنْ بَوءُ تَهُ مُبوَّءَ صِدْقٍ مِنْ أَهْلِهِ

અને આ એની બાદ કર્યું કે તે તેમના એહલેબૈતમાંથી તેમના વસીને નિયુક્ત કર્યા.

وَجَعَلْتَ لَهُ وَلَهُمْ اَوَلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ للَّذِي بِبَكَةَ مُبَارَكًا وَهُدًى لِلْعَالَمِينَ

અને તે તેમના અને તેમની એહલેબૈત (અ.સ.)ના માટે પ્રથમ ઘર (કા’બા) નિયુક્ત કર્યું કે જેને લોકોને માટે બનાવવામાં આવ્યું છે. તે મક્કામાં છે કે જે દુનિયાઓ માટે હિદાયત અને બરકતનું સ્થાન છે.

فِيْهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إبْرَاهِيمَ وَمَنْ دَخَلَه كَانَ أمِنَّا ،

તેમાં નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓ છે, મકામે ઇબ્રાહીમ, કે જે કોઇ તેમાં દાખલ થઈ ગયો તે સુરક્ષિત છે.

وَقُلْتَ اِنَّمَا يُرِيْدُ اللهُ لِيُذْهِبَ عَن كُمُ الرّجسَ اَهْلَ الْبَيْتِ وَيُطَهِرَكُمْ تَطْهِيرًا ،

અને તે ફરમાવ્યું કે : “બેશક અય એહલેબૈત (અ.સ.) ! ખુદા એ સિવાય કંઈજ નથી ચાહતો કે તમારાથી દરેક નજાસતોને દૂર રાખે અને એવી રીતે પાક રાખે જેવો પાક રાખવાનો હક છે.”

ثُمَّ جَعَلْتَ اَجْرَ مُحَمَّدِ صَلَوَاتُكَ عَلَيْهِ وَ الِهِ مَوَدَّتَهُمْ فِي كِتَابِكَ فَقُلْتَ

પછી તારી કિતાબ (કુરઆને મજીદ)માં તેઓની (એહલેબૈત અ.સ.ની) મોહબ્બતને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની રિસાલતના કાર્યોનો બદલો ઠરાવ્યો. પછી તે કહ્યુંઃ

قُلْ لَا أَسْأَلُكَ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ في القُرْبى،

“અય રસૂલ! આપ કહી દો કે હું (રિસાલતના કાર્યોના) બદલામાં મારા એહલેબૈત (અ.સ.)ની મોહબ્બત સિવાય બીજો કોઈ બદલો નથી ચાહતો.”

وَقُلْتَ مَا سَأَلْتُكُمْ مِنْ أَجْرٍ فَهُوَ لَكُمْ

અને પછી તે ફરમાવ્યું કે (આપ કહી દો કે) “મેં જે કાંઈ બદલો તમારી પાસેથી માગ્યો છે તે તમારા જ માટે છે.”

وَقُلْتَ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَنْ شَاءَ أَنْ يَتَّخِذَ إِلى رَبِّهِ سَبِيلًا

અને તે કહ્યું (આપ કહી દો): “હું તમારી પાસેથી બીજો કોઇ જ બદલો નથી ચાહતો સિવાય કે જે કોઈ ચાહે તે તેના રબ તરફના રસ્તાને અપનાવી લે.”

فَكَانُواهُمُ السَّبِيلَ إِلَيْكَ وَالْمَسْلَكَ إِلى رِضْوَانِكَ

આથી તેઓ (એહલેબૈત અ.સ.) તારા સુધી પહોંચવાનો રસ્તો છે અને તારી ખુશનુદી હાસિલ કરવાનો માર્ગ છે.

فَلَمَّا انْقَضَتْ آيَامُه

અને જ્યારે તેમનો (રસૂલ સ.અ.વ.ની નબુવ્વતનો) સમયગાળો પૂરો થયો.

أَقَامَ وَلِيَّةَ عَلَى ابْنَ أَبِي طَالِبٍ صَلَواتُكَ عَلَيْهِمَا وَا لِهِمَا هَادِيًا إِذْ كَانَ هُوَ الْمُنْذِرَ وَلِكُلِّ قَوْمٍ هَادٍ

તેમણે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને હિદાયત માટે પોતાના વલી નિયુક્ત કર્યા. તારી રહેમત નાઝિલ થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર કે તેઓ ડરાવનારા અને દરેક ઉમ્મતના માટે હાદી હતા.

فَقَالَ وَالْمَلَا اَمَامَة

પછી તેમણે (રસૂલ સ.અ.વ.એ) એક જાહેર મજમામાં એલાન કર્યું

مَنْ كُنْتُ مَوْلَاهُ فَعَلِيٌّ مَوْلَاهُ

“જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) પણ મૌલા છે.”

اَللّهُمَّ وَالِ مَنْ وَالَاهُ وَعَادِ مَنْ عَادَاهُ وَانْصُرُ مَنْ نَّصَرَةً وَاخْذُلُ مَنْ خَذَلَه

“અય અલ્લાહ તું તેને દોસ્ત રાખ કે જે અલી (અ.સ.)ને દોસ્ત રાખે અને તેની સાથે દુશ્મની રાખ જે અલી (અ.સ.)ને દુશ્મન રાખે અને તેની મદદ કર જે અલી (અ.સ.)ની મદદ કરે અને જે તેમને ત્યજી દે તેને તું ત્યજી દે."

وَقَالَ مَنْ كُنْتُ أَنَا نَبِيَّةَ فَعَلِيٌّ أَمِيرُهُ

પછી ફરમાવ્યું કે : “જેનો હું નબી છું, અલી (અ.સ.) તેના અમીર છે.”

وَقَالَ أَنَا وَ عَلِيٌّ مِنْ شَجَرَةٍ وَاحِدَةٍ وَسَا عِرُ النَّاسِ مِنْ شَجَرِ شَتَّى

અને ફરમાવ્યું : “હું અને અલી (અ.સ.) બંને એક જ ઝાડમાંથી છીએ અને બીજા બધા લોકો જુદા ઝાડમાંથી છે."

وَاَحَلَّهُ مَحَلَّ هَارُونَ مِنْ مُوسى فَقَالَ لَهُ

અને તેઓની નિસ્બત પોતાની સાથે એવી રીતે આપી જેવી રીતે હારૂન (અ.સ.)ની નિસ્બત હઝરત મુસા (અ.સ.) સાથે હતી. પછી તેમણે (હઝરત રસૂલેખુદા સ.અ.વ.એ) તેમને (હઝરત અલી અ.સ.ને) ફરમાવ્યું:

اَنْتَ مِنِّي بِمَنْزِلَةِ هَارُونَ مِنْ مُوسَى إِلَّا أَنَّهُ لَا نَبِيَّ بَعْدِى

“તમારો દરજ્જો મારી નજદીક એવો છે જેવો હઝરત હારૂન (અ.સ.)નો હઝરત મુસા (અ.સ.)ની નજદીક હતો. સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી.”

وَزَوَجَهُ ابْنَتَهُ سَيْدَةَ نِسَاءِ الْعَالَمِينَ

અને તેમણે તેમની (હઝરત અલી અ.સ.ની) શાદી પોતાની દુખ્તર જે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે તેમની સાથે કરી.

وَاَحَلَّ لَهُ مِنْ مَسْجِدِه مَا حَلَّ لَهُ

અને તેમના માટે મસ્જીદમાં તે બધુ હલાલ ઠરાવ્યું જે પોતાના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ના) માટે હલાલ હતું.

وَسَدَّ الْأَبْوَابَ إِلَّا بَابَة

અને તેમના (ઘરના) દરવાજા સિવાય બીજા બધાના (ઘરના) દરવાજાઓ બંધ કરાવી દીધા. (જે મસ્જીદમાં ખુલતા હતા)

ثُمَّ اَوْدَعَهُ عِلْمَهُ وَحِكْمَتَهُ فَقَالَ

પછી આપ (સ.અ.વ.)એ પોતાનું ઈલ્મ અને હિકમત તેમને અતા કર્યું અને પછી ફરમાવ્યું

اَنَا مَدِينَةُ الْعِلْمِ وَعَلى بَابُهَا فَمَنْ اَرَادَ الْمَدِينَةَ وَالْحِكْمَةَ فَالْيَأْتِهَا مِن بَابِهَا

“હું ઇલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેનો દરવાજો છે. તો પછી જે કોઈ આ શહેર (ઇલ્મ) અને હિકમતનો ઇરાદો કરે તો તેણે આ દરવાજામાંથી દાખલ થવું જોઇએ.”

ثُمَّ قَالَ اَنْتَ أَخِي وَوَصِنِي وَوَارِثِى

પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “તમે મારા ભાઈ, મારા વસી અને મારા વારસદાર છો.”

لَحْمُكَ مِنْ لَحْين وَدَمُكَ مِنْ دَمِي

“તમારૂં ગોશ્ત મારૂં ગોશ્ત છે.” “અને તમારૂં લોહી મારૂં લોહી છે,”

وَسِلْمُكَ سِلئ وَحَرْبُكَ حَربي

“અને તમારી સુલેહ એ મારી સુલેહ છે,” “અને તમારી જંગ એ મારી જંગ છે.”

وَالْإِيْمَانُ مُخَالِدٌ لَحْمَكَ وَدَمَكَ كَمَا خَالَطَ لَحْمِنُ وَدَ فِي

“અને ઇમાન તમારા ગોશ્ત અને લોહીમાં એવી રીતે ભળી ગયું છે જેવી રીતે મારા ગોશ્ત અને લોહીમાં ભળેલું છે.”

وَاَنْتَ غَدًا عَلَى الْحَوْضِ خَلِيفَتِى

“અને કાલે હૌઝે કૌસર ઉપર તમે મારા ખલીફા હશો,”

وَاَنْتَ تَقْضِي دَيْنِي وَتُنْجِزُ عِدَاتِي

“અને તમે મારા કર્ઝને અદા કરશો અને મારા વાયદાઓને પૂરા કરશો.”

وَ شِيعَتُكَ عَلى مَنَابِرَ مِنْ نُورٍ مُبْيَضَةً وجُوهُمْ حَوْلِى فِي الْجَنَّةِ وَهُمْ جِيرَانِي

“અને તમારા શિયાઓ નૂરના મીમ્બર ઉપર (બેઠા) હશે. તેઓ પ્રકાશિત ચહેરા સાથે જન્નતમાં મારી આજુબાજુ હશે અને મારા પાડોશી હશે.”

وَلَوْلَا اَنْتَ يَا عَلِيُّ لَمْ يُعْرَنِ الْمُؤْمِنُونَ بَعْدِى

અને (પછી કહ્યું) ““અય અલી અગર તમે ન હોતે તો મારા બાદ મોઅમીનોની ઓળખ ન થઈ શકતે.”

وَكَانَ بَعْدَهُ هُدًى مِّنَ الضَّلَالِ وَنُورًا مِّنَ الْعَلَى

અને તેમના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ની) પછી તેઓ (હઝરત અલી અ.સ.), ગુમરાહીમાં હિદાયત અને અંધકારમાં નુર છે.

وَحَبْلَ اللهِ الْمَتِينَ وَصِرَاطَهُ الْمُسْتَقِيمَ

અને અલ્લાહની મજબૂત રસ્સી અને તેનો સીધો રસ્તો છે.

لا يُسْبَقُ بِقَرَابَةٍ فِي رَحِمٍ

ન તો કોઈ તેમના કરતાં (પયગમ્બર સ.અ.વ. સાથે) સંબંધમાં વધારે નજદીક છે,

وَلَا بِسَابِقَةٍ فِي دِيْنٍ

અને ન તો કોઇ દીનમાં તેમના કરતાં આગળ છે.

وَلَا يُلْحَقُ فِي مَنْقَبَةٍ مِنْ مَنَاقِبِه

અને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ગુણમાં, તેમના (અલી અ.સ.ના) ગુણોથી ચઢીયાતું બની શકતું નથી.

يَحْذُوحَذْ وَالرَّسُولِ

તેઓ (અલી અ.સ.) રસૂલ (સ.અ.વ.)ના રસ્તાને અનુસર્યા.

صَلَّى اللهُ عَلَيْهِمَا وَالِهِمَا

અલ્લાહની રહેમત થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર.

وَيُقَاتِلُ عَلَى التَّأْوِيلِ

અને તેમણે (કુરઆનની) તાવીલનાં આધારે જંગ કરી.

وَلاَ تَأْخُذُه في اللهِ لَوْ مَةٌ لَاعِمٍ

અને અલ્લાહની રાહમાં તેમણે કોઈ ઠપકો આપનારના મેણા-ટોણા કે ધમકીની પરવા ન કરી.

قَدْ وَتَرَ فِيْهِ صَنَادِيدَ العَرَبِ وَقَتَلَ اَبْطَالَهُمْ وَنَا وَشَ ذُو بَانَهُمْ

તેમણે અરબોના મોટા મોટા બહાદૂરોનું ખૂન વહાવ્યું અને તેમના લડવૈયાઓને કત્લ કર્યા અને તેમના વરૂઓ (હીંસક લોકો)ની ઉપર હુમલો કર્યો.

فَأَوْدَعَ قُلُوبَهُمْ أَحْقَادًا بَدْرِيَّةً وَخَيْبَرِيَّةً وَ حُنَيْنِيَّةً وَغَيْرَهُنَّ

ત્યાં સુધી કે તેમણે બદ્ર, ખૈબર, હુનૈન અને બીજી જંગો કરી જેના કારણે તેમના દીલો નફરત અને દુશ્મનીથી ભરાઇ ગયા.

فَاضَبَتْ عَلَى عَدَاوَتِهِ وَاَكَبَتْ عَلَى مُنَابَذَتِه

અને (તેઓ) તેમની દુશ્મનીમાં તેમની વિરૂધ્ધ ઉભા થયા અને (તેઓએ) તેમના વિરૂધ્ધ હુમલાઓ કર્યા.

حَتَّى قَتَلَ التَّكِثِينَ وَالْقَاسِطِينَ وَالْمَارِقِينَ

ત્યાં સુધી કે બયઅત તોડવાવાળાઓ અને ઇસ્લામની વિરૂધ્ધ લડવાવાળા દુશ્મનો અને દીનથી નીકળી જવાવાળાઓને કત્લ કરી દીધા.

وَلَمَّا قَضى نَحْبَهُ وَقَتَلَهُ اشْقَى الْأَخِرِينَ يَتْبَعُ اَشْقَى الْاَوَّلِينَ

અને જયારે તેમની ઝીંદગીની મુદ્દત પૂરી થઇ તો આખરી દૌરના બહ્તરીન વ્યક્તિએ આપને કત્લ કર્યા. તેણે જુના દૌરના બતરીન વ્યક્તિનું અનુસરણ કર્યું., check spelling

لَمْ يُمْتَثَلْ اَمْرُ رَسُوْلِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ فِى الْهَادِينَ بَعْدَ الْهَادِينَ

અને (હઝરત અલી અ.સ. અને ઇમામો અ.સ.કે) જેઓ એકની પછી એક હાદી હતા, તેમના વિશે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના ફરમાનનું પાલન કરવામાં ન આવ્યું.

وَالأمَّةُ مُصِرَّةٌ عَلَى مَقْتِهِ مُجْتَمِعَةٌ عَلَى قَطِيْعَةِ رَحِمِهِ وَاقْصَاءِ وُلده

અને ઉમ્મતે તેમની વિરૂધ્ધ દુશ્મનીનો સિલસિલો ચાલુ રાખ્યો અને તેઓ તેમના (પયગમ્બર સ.અ.વ.) સાથે ક રહેમ માટે અને તેમની ઓલાદને (ખીલાફતનાં હોદ્દા પરથી) દૂર કરી દેવા માટે ભેગા થયા,

إِلَّا الْقَلِيْلَ مِمَّن وَفَى لِرِعَايَةِ الحَقِّ فِيهِم

સિવાય કે બહુજ થોડા લોકો કે જેઓએ એહલેબૈત (અ.સ.)ની સાથે વફાદારી કરી અને તેમના હકને અદા કરવાવાળા હતા.

فَقُتِلَ مَنْ قُتِلَ وَسُبِيَ مَنْ سُبِيَ

પછી તેમાંથી અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને કૈદ કરવામાં આવ્યા,

وَاقْضِيَ مَنْ أَقْصِيَ

અને અમુકને દેશનિકાલ કરવામાં આવ્યા.

وَجَرَى الْقَضَاءُ لَهُمْ بِمَا يُرجى لَهُ حُسْنُ الْمَثوبَةِ

અને આ હુકમ તેમના ઉપર જારી કરવામાં આવ્યો એટલા માટે કે તેના થકી તેમને ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય.

اِذْ كَانَتِالْاَرْضُ لِلَّهِ يُوْرِثُهَا مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ

જયારે કે આ ધરતી તો અલ્લાહની છે (તો) તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને પોતાનો વારસદાર બનાવે છે અને સારી આકેબત (અંત) તો મુત્તકીઓ (પરહેઝગારો) માટેજ છે.

وَسُبْحَانَ رَبَّنَا إِنْ كَانَ وَعْدُرَ بنَا لَمَفْعُولًا وَلَنْ يُخْلِفَ اللهُ وَعْدَهُ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

અને પાક છે અમારો પાલનહાર. અને અમારા પાલનહારનો વાયદો જરૂર પૂરો થઇને રહેશે; અને અલ્લાહ કદીપણ પોતાના વચનથી ફરી જતો નથી. અને તે શક્તિશાળી અને હીકમતવાળો છે.

فَعَلَى الْأَطَاوِبِ مِنْ أَهْلِ بَيْتِ مُحَمَّدٍ وَعَلَى صَلَّى اللهُ عَلَيْهِمَا وَالِهِمَا

તેથી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) તે બંને ઉપર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય, તે બંને ઉપર અને તેમના એહલેબૈત (અ.સ.) ઉપર જે કાંઇ મુસીબતો પડી.

فَلْيَبْكِ الْبَاكُونَ وَإِيَّاهُمْ فَلْيَنُدُبِ النَّادِبُونَ

તેથી રડવાવાળાઓને જોઈએ કે તેમના ઉપર રડે. વિલાપ કરવાવાળાઓને જોઈએ કે ફક્ત તેમના પર જ વિલાપ કરે.

وَلِمِثْلِهِمْ فَلَتَذرف الدموع

અને તેમના જેવા લોકો માટે આંસુઓ વહેવા જોઈએ.

وَالْيَصْرُحُ الصَّارِخُونَ وَيَضِجَ الضَّاَ جُونَ وَيَعِج العَاجُونَ

અને મોટા અવાજે રડવાવાળાઓને જોઈએ કે મોટા અવાજે રડે અને ચીખ પોકારીને રડવાવાળાને જોઈએ કે ચીખ પોકારીને રડે.

اَيْنَ الْحَسَنُ اَيْنَ الْحُسَيْنُ ايْنَ ابْنَاءُ الْحُسَيْنِ

કયાં છે હસન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)ના ફરઝંદો?

صَالِحُ بَعْدَ صَالِحٍ وَصَادِقٌ بَعْدَ صَادِقٍ

જેઓ સાલેહની પછી સાલેહ અને સાચાઓની પછી સાચાઓ હતા.

اَيْنَ السَّبِيْلُ بَعْدَ السَّبِيْلِ

કયાં છે એક પછી એક (હિદાયતના) રસ્તાઓ?

اَيْنَ الْخِيَرَةُ بَعْدَ الخِيَرَة

કયાં છે એક પછી એક સર્વશ્રેષ્ઠ?

اَيْنَ الشَّمُوسُ الطَّالِعَةُ

કયાં છે ઉગતા સૂર્યો?

اَيْنَ الْاَقْمَارُ المُـ

કયાં છે ઝળહળતા ચાંદ?

اَيْنَ الاَنْجم الزهرة

કયાં છે ઝગમગતા સિતારાઓ?

اَيْنَ اَعْلامُ الدِّينِ وَقَوَاعِدُ الْعِلْمِ

કયાં છે દીનની નિશાનીઓ અને ઇલ્મની બુનીયાદો ?

اَيْنَ بَقِيَّةُ اللهِ الَّتِى لاَ تَخُلُوا مِنَ الْعِتْرَةِ الْهَادِيَةِ

કયાં છે એ બકીયતુલ્લાહ ? જે હાદીઓના વંશમાંથી છે, જેમના વગર કોઈપણ જમીન કયારેય ખાલી નથી રહેતી.

اَيْنَ الْمُعَدُّ لِقَطْعِ دَابِرِ الظَّلَمَةِ

કયાં છે એ કે જે ઝુલ્મને કચડી નાખવા માટે તૈયાર છે?

اَيْنَ الْمُنتَظَرُ لا قَامَةِ الْاَمْتِ وَالْعِوَج

કયાં છે એ કે જેઓની કપટી અને દગાખોરોને સીધા દોર કરી દેવા માટે રાહ જોવામાં આવી રહી છે.

اَيْنَ الْمُرْتَى لا زَالَة الجَوْرِ وَالْعُدْوَانِ

કયાં છે એ કે જેમનાથી ઝુલ્મ અને અન્યાયને જડમૂળમાંથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે?

اَيْنَ الْمُدَّخَرُ لِتَجْدِيدِ الْفَرَاعِضِ وَالسُّنَنِ

કયાં છે એ કે જેમને વાજીબાત અને સુન્નતોને પુન:જીવીત કરવા માટે સાચવી રાખવામાં આવ્યા છે?

اَيْنَ الْمُتَخَيَّرُ لا عَادَةِ الْمِلَّةِ وَالشَّرِيعَةِ

કયાં છે એ જેમને મઝહબ અને શરીઅતના નવજીવન માટે પસંદ કરવામાં આવ્યા છે?

اَيْنَ الْمُؤَمَّلُ لاِحْيَاءِ الْكِتَابِ وَحُدُودِه

કયાં છે એ કે કુરઆન અને તેની હદોને સજીવન કરવા માટે જેમની રાહ જોવાઇ રહી છે?

اَيْنَ مُحْيِي مَعَالِمِ الدِّينِ وَاَهْلِه

કયાં છે ઓલૂમે દીન (દીનના ઇલ્મો) અને દીનદારોને જીવંત કરનાર?

اَيْنَ قَاصِمُ شَوْكَتِ الْمُعْتَدِينَ

કયાં છે અત્યાચારીના પ્રભાવને તોડી નાખનાર?

اَيْنَ هَادِمُ اَبْنِيَتِ الشِّرْكِ وَالنِّفاقِ ،

કયાં છે શિર્ક અને નિફાકના પાયાને જડમૂળમાંથી ઉખાડી નાખનાર?

اَيْنَ مُبِيْدُ اَهْلِ الْفُسُوقِ وَالْعِصْيَانِ وَالطُّغْيَانِ

કયાં છે ફાસિકો, ગુનેહગારો અને બળવાખોરોને નષ્ટ કરનાર?

اَيْنَ حَاصِدُ فُرُوعِ الْغَيِّ وَالشَّقَاقِ

કયાં છે ગુમરાહી અને વિરોધીની તમામ શાખાઓને ઉખાડી ફેંકનાર?

اَيْنَ طَامِسُ أَثَارِ الزَّيْعِ وَالْأَهْوَاءِ

કયાં છે ગુમરાહી અને વાસનાઓનું નામો નિશાન મીટાવી દેનાર?

اَيْنَ قَاطِعُ حَبَاهِلِ الْكِذَبِ وَالْاِفْتِرَاءِ

કયાં છે જૂઠ અને તોહમતની ગાંઠના ટુકડે ટુકડા કરી આપનાર?

اَيْنَ مُبِيدُ الْعُتَاةِ وَالْمَرَدَةِ

કયાં છે અધમ અને નાફરમાનોનો નાશ કરનાર?

اَيْنَ مُسْتَأْصِلُ اَهْلِ الْعِنَادِ وَالتَّضْلِيلِ وَالْإِلْحَادِ

કયાં છે દુરાગ્રહીઓ, ગુમરાહો અને દીનથી ફરી જનારાઓને જડમૂળમાંથી ઉખાડી ફેંકનાર?

اَيْنَ مُعِزُّ الْاَوْلِيَاء وَمُذِلُّ الْاَعْدَاءِ

કયાં છે દોસ્તોને ઈઝઝત આપનાર અને દુશ્મનોને ઝલીલ કરનાર?

اَيْنَ جَامِعُ الْكَلِمَةِ عَلَى التَّقْوى

કયાં છે લોકોને તકવાની બુનિયાદ ઉપર એકઠાં કરનાર?

اَيْنَ بَابُ اللهِ الَّذِي مِنْهُ يُؤْى

કયાં છે એ બાબુલ્લાહ (અલ્લાહનો દરવાજો) કે જેમાંથી દાખલ થવાય છે?

اَيْنَ وَجْهُ اللَّهِ الَّذِي إِلَيْهِ يَتَوَجَّهُ الْأَوْلِيَاءُ

કયાં છે એ વજહુલ્લાહ (અલ્લાહનો ચહેરો) કે જેમની તરફ દોસ્તો પોતાને રજુ કરે છે?

اَيْنَ السَّبَبُ الْمُتَّصِلُ بَيْنَ الْاَرْضِ وَالسَّمَاءِ

કયાં છે ઝમીન અને આસમાનની વચ્ચે સંપર્કનું માધ્યમ?

اين صَاحِبُ يَوْمَ الْفَتْحِ وَنَاشِرُ رَايَةِ الْهُدى

કયાં છે ફત્હના દિવસના માલિક અને હિદાયતનો પરચમ ફરકાવનાર?

اَيْنَ مُؤَلِّفُ شَمْلِ الصَّلَاحِ وَالرّضَا

કયાં છે નેકીઓ અને પસંદ કરવાને લાયક ચીજોને ભેગી કરનાર?

اَيْنَ الطَّالِبُ بِنُحُوْلِ الاَ نَبِيَاءِ وَابْنَاءِ الاَ نَبِيَاءِ

કયાં છે નબીઓ અને તેમની ઓલાદના ખૂનનો બદલો લેનાર?

اَيْنَ الطَّالِبُ بِدَمِ الْمَقْتُولِ بِكَرْ بَلاءَ

કયાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર ?

اَيْنَ الْمَنْصُورُ عَلَى مَنِ اعْتَدَى عَلَيْهِ وَافْتَرَى

કયાં છે એ લોકો ઉપર કામ્યાબ થનાર કે જેઓએ તેમના પર ઝુલ્મ કર્યા અને તોહમત લગાડી?

اَيْنَ الْمُضْطَرُ الَّذِى يُجَابُ إِذَا دَعى

કયાં છે એ બેકરાર કે જયારે તે દુઆ કરે તો તેમની દુઆ કબૂલ થાય છે?

اَيْنَ صَدْرُ الْخَلَاءِ قِدُ والبِرِّ وَالتَّقْوَى

કયાં છે નેક લોકો અને પરહેઝગારોના સરદાર?

اَيْنَ ابْنُ النَّبِي الْمُصْطَفى

કયાં છે પસંદ કરાયેલા નબી (હઝરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.)ના ફરઝંદ ?

وَابْنُ عَلِيّنِ الْمُرْتَضى

અને અલી એ મુર્તુઝા (અ.સ.)ના ફરઝંદ

وَابْنُ خَدِيجَةَ الْغَرَّاءِ

અને માનનીય ખદીજા (સ.અ.)ના ફરઝંદ

وَابْنُ فَاطِمَةَ الكُبرى

અને ફાતેમતલ કુબરા (સ.અ.)ના ફરઝંદ

بِأَبِي اَنْتَ وَاتِى وَنَفْسِى لك الوِقَاء وَالْحِنى

મારા માંબાપ અને મારી જાન આપની સલામતી અને રક્ષણ માટે કુરબાન થાય.

يَا بْنَ السَّادَةِ الْمُقَرَّبِينَ

અય અલ્લાહતઆલાના ખૂબજ નજીક એવા સરદારોના ફરઝંદ!

يَابنَ النُّجَبَاءِ الأَكْرَمِينَ

અય ઈઝઝતો ઇકરામ ધરાવનારા ફરઝંદ!

يَا بْنَ الْهُدَاةِ الْمَهْدِيين

અને હિદાયત પામેલા ઇલાહી હાદીઓના ફરઝંદ !

يَا بْنَ الْخِيَرَةِ الْمُهَذَّبِينَ

અય ચુંટાએલા અને પાક રખાએલાઓના ફરઝંદ!

يَابْنَ الْغَطَارِفَةِ الْاَنْجَبِينَ

અય સૌથી વધુ શરીફ બુઝુર્ગોના ફરઝંદ !

يَا بْنَ الْأَطَاءِبِ الْمُطَهَّرِينَ

અય પાકીઝા અને તય્યબ હઝરાતના ફરઝંદ !

يَا بْنَ الْخَضَارِمَةِ الْمُنتَجَبِينَ

અય પસંદ કરાએલા સખીઓના ફરઝંદ !

يَابنَ الْقَمَاقِمَةِ الْاَكْرَمِينَ

અય ઉદાર અને સન્માનિતના ફરઝંદ!

يَا بْنَ الْبُدُور الْمُنيرة

અય ચમકતા ચંદ્રોના ફરઝંદ !

يَابنَ السُّرُجِ المُضِيِّئَةِ

અય રોશન ચિરાગના ફરઝંદ!

يَابْنَ الشُّهُبِ الثَّاقِبَةِ

અય ઝળહળતા ચિરાગોના ફરઝંદ !

يَابْنَ الْاَنْجُمِ الزَّاهِرَةِ

અય ઝગમગતા સિતારાઓના ફરઝંદ!

يَابنَ السُّبُلِ الْوَاضِحَةِ

અય સ્પષ્ટ રસ્તાઓના ફરઝંદ !

يَابْنَ الْأَعْلَامِ اللّآءِ حَةِ

અય સ્પષ્ટ નિશાનીઓના ફરઝંદ!

يَابْنَ الْعُلُومِ الْكَامِلَةِ

અય સંપૂર્ણ (ઇલાહી) ઇલ્મના ફરઝંદ!

يَابنَ السُّنَنِ الْمَشْهُورَةِ

અય મહૂર સુન્નતોના ફરઝંદ!

يَا بْنَ الْمَعَالِمِ الْمَأْثُورة

અય વર્ણવાયેલ નિશાનીઓના ફરઝંદ!

يَا بْنَ الْمُعْجِزَاتِ الْمَوْجُودَة

અય મૌજૂદ મોઅજીઝાઓના ફરઝંદ !

يَابنَ الدَّلاوِلِ الْمَشْهُودَةِ

અય રોશન દલીલોના ફરઝંદ !

يَابنَ الصّرَاطِ الْمُسْتَقِيمِ

અય સીરાતે મુસ્તકીમ (સીધા રસ્તા)ના ફરઝંદ!

يَابنَ النَّبَهِ الْعَظِيمِ

અય મહાન ખબરોના ફરઝંદ !

يَابنَ مَنْ هُوَ فِى أُمِّ الْكِتَابِ لَدَى اللهِ عَلِيٌّ حَكِيمُ

અય તેના ફરઝંદ ! જે ઉમ્મુલ કિતાબમાં ખુદાની નજીક ઘણા જ ઊંચા અને હિકમતવાળા છે!

يَا بْنَ الْآيَاتِ وَالْبَيِّنَاتِ

અય નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓના ફરઝંદ !

يَابنَ الدَّلاوِلِ الظَّاهِرَاتِ

અય જાહેર દલીલોના ફરઝંદ!

يَابنَ البَرَاهِينِ الْوَاضِحَاتِ الْبَاهِرَاتِ

અય ખુલ્લી સાબિતી અને સ્પષ્ટ પુરાવાના ફરઝંદ !

يَا بْنَ الْحُجُ الْبَالِغَاتِ

અય સંપૂર્ણ દુજ્જતોના ફરઝંદ !

يَابنَ النِّعَمِ السَّابِغَاتِ

અય ખુદાની વિપુલ નેઅમતોના ફરઝંદ !

يَابنَ طه وَالْمُحْكَمَاتِ

અય તાહા અને મજબૂત નિશાનીઓના ફરઝંદ !

يَابنَ يُسَ وَالنَّارِيَاتِ

અય યા’સીન અને ઝારેયાતના ફરઝંદ !

يَابنَ الطُّوْرِ وَ الْعَادِيَاتِ

અય તૂર અને આદેયતના ફરઝંદ !

يَابْنَ مَنْ دَنْ فَتَدَلَّى فَكَانَ قَابَ قَوْسَيْنِ اَوْ اَدْنى دُنْوَا وَاقْتِرابًا مِّنَ الْعَلِي الْأَعْلى

અય તેમના ફરઝંદ કે જે (શબે મેઅરાજ) અલ્લાહની નઝદીકીમાં એટલા વધતા ગયા કે બે કમાન અથવા તેનાથી પણ ઓછું અંતર રહી ગયું અને તેઓ અલીચ્યુલ અઅલા (અલ્લાહ)થી નજદીક તર થતા ગયા.

لَيْتَ شِعْرِى

અય કાશ કે હું જાણી શકતે કે

اَيْنَ اسْتَقَرَّتْ بِكَ النَّوى

આપનું રહેઠાણ કેટલું દૂર છે?

بَلْ اَيُّ أَرْضِ تُقِلُكَ اَوْ ثَرى

અથવા તે કઈ જમીન છે કે જે આપના અસ્તિત્વથી સરફરાઝ છે?

اَبِرَضُوى أَوْ غَيْرِهَا أَمْذِي طُوًى

શું તે ‘રઝવા’નો પહાડ છે કે પછી ‘વાદીએ ઞીતોવા' અથવા તો બીજી કોઈ જમીન?

عَزِيزٌ عَلَى أَنْ أَرَى الْخَلْقَ وَلَا تُرى

મારા માટે એ કેટલું અસહ્ય છે કે હું દરેક વસ્તુને તો જોઇ શકું છું પણ આપના દીદારથી મહેરૂમ રહું છું.

وَلَا اَسْمَعُ لَكَ حَسِيسًا وَلَا نَجْوى

અને તમને હું ન તો મોટા અવાજમાં કે ન તો એકાંતમાં સાંભળી શકું છું.

عَزِيزٌ دُونِي الْبَلْوَى عَلَىَ اَنْ تُحِيْطَ بِک وَلَا يَنَالُكَ مِنِّى ضَجِيجُ وَلَا شَكُوى

મારા માટે તે કેટલું અસહ્ય છે કે બલાઓ મારા બદલે આપને ઘેરી લે છે અને મારૂં આક્રંદ અને ફરીયાદ તમારા સુધી નથી પહોંચતી.

بِنَفْسِى اَنْتَ مِنْ مُغَيْبٍ لَّمْ يَخْلُ مِنا

મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ ગાયબ છો પણ અમારી વચ્ચેથી કદી બહાર નથી ગયા.

بِنَفْسِى اَنْتَ مِنْ نَّازِحِ مَا نَزَحَ عَنَّا

મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ દૂર છો પણ અમારાથી કદી દર નથી થતા.

بِنَفْسِي اَنْتَ أُمْنِيَّةُ شَاءِ قِ يَتَمَنى مِنْ مُؤْمِنٍ وَمُؤْمِنَةٍ ذَكَرًا فَحَنَّا

મારી જાન આપના પર કુરબાન, આપ દરેક ચાહનારાઓની આરઝુ છો. દરેક મોઅમીન અને મોઅમેનાત આપની તમન્ના રાખે છે અને આપને યાદ કરે છે અને આપના માટે લાગણી વ્યક્ત કરે છે.

بِنَفْسِى اَنْتَ مِنْ عَقِيْدِ عِزِ لَّا يُسَافَى

મારી જાન આપના ઉપર નિસાર, આપ ઇઝઝતના મોહાફીઝ છો જેની બરાબરી નથી થઈ શકતી.

بِنَفْسِى أَنْتَ مِنْ آثِيْلِ مَجْدٍ لَّا يُجَارُى

મારી જાન આપના ઉપર ફીદા થાય, અપ્પ ઍવી ખરી ભવ્યતાવાળા છો જેની સરખામણી થઈ શકતી નથી.

بِنَفْسِى اَنْتَ مِنْ تِلَادِ نِعَمٍ لَّا تُضَاهى

મારી જાન આપના ઉપર કુરબાન, આપ એવી કદીમ નેઅમતમાંથી છો જેની કોઇ મીસાલ નથી.

بِنَفْسِى اَنْتَ مِنْ نَّصِيْفِ شَرَفٍ لَّا يُسَاوَى

મારી જાન આપના ઉપર નિસાર, આપ એવા શરફ અને બુઝુર્ગીવાળા છો જેમની બરોબરી અશકય છે.

إلى مَتَى أَحَارُ فِيْكَ يَا مَوْلَايَ

અય મૌલા, કયાં સુધી હું આપના માટે વ્યાકુળ રહું?

وإلى مَتى وَاَيَّ خِطَابِ اَصِفُ فِيْكَ وَأَيَّ نَجْوى

અને કયાં સુધી અને આપના બારામાં કઇ સિફતો વડે હું આપને સંબોધન કરૂં અને કેવી રીતે હું (આપની સાથે) દીલના ભેદની વાતો કરૂં.

عَزِيزٌ عَلَى أَنْ أَجَابَ دُونَكَ وَأَنَا غَى

મારા માટે એ વાત અસહ્ય છે કે આપના સિવાય બીજાઓ મને જવાબ આપે.

عَزِيزٌ عَلَى أَنْ أَبْكِيكَ وَيَخْذُ لَكَ الْوَرى

મારા માટે એ ખૂબજ દુઃખદાયક વાત છે કે હું આપના માટે રડું જયારે કે માનવજાત આપને ત્યજી દે.

عَزِيزٌ عَلَى أَنْ يَجْرِيَ عَلَيْكَ دُونَهُمْ مَّا جَرَى

મારા માટે એ ખૂબજ કષ્ટદાયક છે કે બધી મુસીબતો આપના ઉપરજ પડે છે.

هَلْ مِنْ مُعِينٍ فَاطِيْلَ مَعَهُ الْعَوِيْلَ وَالْبُكَاءَ

છે કોઇ મદદગાર કે જેની સાથે હું મારા રૂદન અને વિલાપને લંબાવી શકું?

هَلْ مِنْ جَزْفِعٍ فَأَسَاعِدَ جَزَعَةً إِذَا خَلَا

છે કોઇ (આપને યાદ કરીને) રડવાવાળો? કે જયારે તે એકલો રડે તો હું તેની સાથે જોડાઇ જાઉ.

هَلْ قَدِيَتْ عَيْنٌ فَسَاعَدَتْهَا عَيْنِي عَلَى الْقَذى

છે કોઇ એવી આંખ કે જે (આપના વિયોગમાં) બેચૈન થઈ ગઈ હોય જેથી મારી આંખ તેની હમદર્દ બને?

هَلْ اِلَيْكَ يَا بُنَ أَحْمَدَ سَبِيلٌ فَتُلْقَى

અય ઇબ્ને એહમદ (અ.સ.) ! શું કોઈ રસ્તો છે કે આપની સાથે મુલાકાત થાય?

هَلْ يَتَصِلُ يَوْ مُنَا مِنْكَ بِعِدَةٍ فَنَحْظى

શું અમારો આ (જુદાઈનો) દિવસ (આપને મળવાની) ખુશખબરીના દિવસ સાથે જોડાઇ જશે? કે અમને આપના દિદાર નસીબ થાય?

مَتَى نَرِدُ مَنَا هِلَكَ الزَّوِيَّةَ فَنَرُوى

કયારે અમે આપના એ સૈરાબ કરનારા ઝરણા ઉપર હાજર થશે ? જેના થકી અમો (તમારા દિદારની) અમારી તરસને બુજાવી શકીશું?

مَتى نَنْتَقِعُ مِنْ عَذَبِ مَآءِكَ فَقَدْ طَالَ الصَّدى

કયારે અમે આપના ઝરણાંના મધુર પાણીથી ફાયદો મેળવીશું? પ્યાસ તો બહુજ લંબાણી છે.

مَتَى نُغَادِيْكَ وَنُرَاوِحكَ فَنُقِرَّ عَيْنا

કયારે અમો આપની સાથે સવાર અને સાંજ વિતાવીશું અને આપના દિદારથી અમારી આંખોને સુકૂન (ઠંડક) પહોંચશે?

مَتى تَرَانَا وَنَرَاكَ وَقَدْ نَشَرْتَ لِوَاءَ النَّصْرِ تُرى

કયારે આપ અમને જોશો અને અમે આપને જોઈશું ? અને આપ વિજયનો પરચમ (અલમ) લહેરાવતા નજરે પડશો?

اَتَرَانَا نَحُقُ بِك وَاَنْتَ تَؤُمُ الْمَلاً وَ قَد ملأت الا رْضَ عَدْلًا وَاَذَ قَتَ اَعْدَاءَكَ هَوَانًا وَعِقَابًا

આપ અમને આપની ફરતે ભેગા થયેલા જોશો અને આપ બધા લોકોની ઇમામત કરી રહ્યા હશો. જયારે આપે જમીનને અદ્લો-ઇન્સાફથી ભરી દીધી હશે અને આપના દુશ્મનોને ઝિલ્લત અને અઝાબનો સ્વાદ ચખાડી દીધો હશે.

وَاَبَرتَ الْعُتَاةَ وَ جَحَدَةَ الْحَقِّ وَقَطَعْتَ دَابِرَ الْمُتَكَبِرِينَ وَاجْتَثَثْتَ أُصُولَ الظَّالِمِينَ

અને આપે બળવાખોરો અને હકનો ઈન્કાર કરનારાઓનો નાશ કરી દીધો હશે અને ઘમંડીઓના સિલસિલાને કાપી નાખ્યો હશે અને ઝાલીમોના મૂળીયા ઉખાડી ફેંકયા હશે.

وَنَحْنُ نَقُولُ اَلْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ

અને પછી અમે કહી રહ્યા હશુંઃ “સઘળા વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહના માટે છે”

اَللّهُمَّ اَنْتَ كَشَافُ الْكُرَبِ وَالْبَلْوى

અય અલ્લાહ તુંજ દુઃખો અને બલાઓને દૂર કરનારો છો.

وَالَيْكَ اسْتَعْدِئُ فَعِنْدَكَ الْعَدُوى

અને તારી બારગાહમાં હું ફરિયાદ કરૂં છું અને તારી પાસેજ આશ્રય સ્થાન છે;

وَاَنْتَ رَبُّ الْآخِرَةِ وَالدُّنْيَا

અને તુજ દુનિયા અને આખેરતનો પાલનહાર છો.

فَاَغِثْ يَا غِيَاثَ الْمُسْتَغِيثِينَ عُبَيْدَكَ الْمُبْتَلى

પછી ફરીયાદને પહોંચ, અય ફરીયાદીઓની ફરીયાદને સાંભળનાર, મુસીબતમાં ફસાએલા તારા બંદાઓની ફરીયાદને દૂર કર.

وَارِهِ سَيْدَةَ يَا شَدِيدَ الْقُوَى

અય બહુજ શક્તિશાળી ! તું તારા આ બંદાને તેના સરદાર અને આકાનો દિદાર કરાવ.

وَازِلُ عَنْهُ بِهِ الْآسَى وَالْجَوَى

અને તેમના (ઈમામ અ.સ.ના) થકી તેના (આ બંદાના) દુ:ખ અને દર્દને દૂર કરી દે.

وَبَرِّدُ عَلِيْلَهُ يَا مَنْ عَلَى الْعَرْشِ اسْتَوَى وَمَنْ إِلَيْهِ الرُّجعى وَالْمُنْتَهى

અને તેના દિલની આગને ઠંડી કરી દે, અય અર્શ ઉપર હુકુમત ધરાવવાવાળા અને જેની તરફ પાછું ફરવાનું છે અને તેની તરફ જ અંત છે.

اللهُم وَنَحْنُ عَبِيدُكَ التَّاءِ قُوْنَ إِلى وَلِيْكَ الْمُذَكْرِ بِكَ وَبِنَبِيك

અય અલ્લાહ તમે તારા નાચીઝ (તુચ્છ) બંદાઓ છીએ, તારા એ વલીના દિદારના તલબગાર છીએ, કે જે તારી અને તારા નબીની યાદ અપાવે છે.

خَلَقْتَهُ لَنَا عِصْمَةً وَ مَلَاذَا وَأَقَمْتَهُ لَنَا قِوَا مَا وَمَعَاذَا

તે એમને અમારા માટે (અમારા દીનના) રક્ષક અને નિગેહદાર બનાવ્યા અને અમારા માટે સહારો અને પનાહનો ઝરીયો બનાવ્યા.

وَجَعَلْتَهُ لِلْمُؤْمِنِينَ مِنَّا إِمَامًا

અને તે એમને અમો જે મોઅમીનો છે તેના માટે ઈમામ બનાવ્યા.

فَبَلِغْهُ مِنَا تَحِيَّةً وَسَلَامًا

તો પછી તું એમની ખીદમતમાં અમારી શુભેચ્છા (તહીય્યત) અને સલામ પહોંચાડી દે.

وَزِدْنَا بِذلِكَ يَارَبِّ اكْرَامًا

અને આ (સલામ)ના કારણે અમારી ઈઝઝતમાં અને ઈકરામમાં વધારો કર. અય અમારા પરવરદિગાર!

وَاجْعَلْ مُسْتَقَرَّة لَنَا مُسْتَقَرًّا وَمُقَامًا

અને એમના રહેઠાણને અમારૂં રહેઠાણ અને રહેવાની જગ્યા બનાવી દે.

وَاَتْمِمْ نِعْمَتَكَ بِتَقْدِيمِكَ إِيَّاهُ آمَا مَنَا حَتَّى تُوْرِدَ نَا جِنَانَكَ وَمُرَا فَقَةَ الشُّهَدَاءِ مِنْ خُلَصَاءِ كَ

અને તેમની ઈમામતના થકી અમારા ઉપર તારી નેઅમતોને સંપૂર્ણ કરી દે. ત્યાં સુધી કે તું અમને તારી જન્નતમાં દાખલ કરી દે અને અમને તારા મુખ્વીસ બંદાઓમાંથી જે શહીદો છે તેમનો સાથ અતા કર.

اللّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ

અય અલ્લાહ, મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર સલવાત નાઝિલ કર.

وَصَلِّ عَلَى مُحَمَّدٍ جَدِه وَرَسُولِكَ السّيّدِ الأَكْبَرِ

અને દુરૂદ નાઝિલ કર એમના જણ્ અને તારા રસૂલ મોહમ્મદ (સ.અ.વ.) ઉપર કે જે મોટા સૈયદ (સરદાર) છે.

وَ عَل اَبِيْهِ السَّيِّدِ الْأَصْغَرِ

અને એમના પિતા (અલી અ.સ.) ઉપર કે જે નાના સૈયદ (સરદાર) છે.

وَجَدَّتِهِ الصّدِيقَةِ الكُبرى فَاطِمَةَ بِنْتِ مُحَمَّدٍ

અને એમના દાદી, જનાબે ફાતેમા (સ.અ.) કે જે મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર સીદદીકતુલ કુબરા છે.

وَ عَلَى مَنِ اصْطَفَيْتَ مِنْ آبَاءِهِ الْبَرَرَةِ

અને એમના નેક બાપ દાદાઓ જેમને તે ચુંટી કાઢયા છે એમના ઉપર સલવાત નાઝિલ કર.

وَعَلَيْهِ اَفْضَلَ وَاكْمَلَ وَاَتَمَّ وَاَدُ وَمَ وَاَكْثَرَ وَاوْفَرَ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِّنْ أَصْفِيَا عِكَ وَ خِيَرَتِكَ مِنْ خَلْقِكَ

અને ખુદ એમની (ઈમામ અ.સ.ની) ઉપર ઉત્તમ, બધી રીતે સંપૂર્ણ અને તમામ, અને હંમેશા બાકી રહેવાવાળી, ખૂબજ અને ભરપૂર રહેમતો નાઝિલ કર કે જે કંઇ તે તારી મમ્બુકમાંથી તારા પસંદ કરેલા ખાસ અને શ્રેષ્ઠ બંદાઓ ઉપર નાઝિલ કરી છે.

وَ صَلِّ عَلَيْهِ صَلَو ةً لَّا غَايَةَ لِعَدَدِهَا وَلَا نِهَايَةَ لِمَدَدِهَا وَلَا نَفَادَ لاَ مَرِهَا

અને એમના ઉપર એવી સલવાત મોકલ કે જે ગણી ન શકાય અને જેની વિશાળતાનો અંત ન હોય અને જેની મુદ્દત કદી ખતમ ન થાય.

اللهُم وَاقِمُ بِهِ الْحَقَّ

અય અલ્લાહ ! એમના થકી હકને સ્થાપિત કરી દે.

وَاَدْ حِضْ بِهِ الْبَاطِلَ

અને એમના થકી બાતિલનો નાશ કરી દે.

وَادِلُ بِهِ أَوْلِيَاءَكَ

અને એમના થકી તારા દોસ્તોને બલંદી અતા ફરમાવ.

وَاذْلِك بِه أَعْدَاءَكَ

અને એમના થકી તારા દુશ્મનોને ઝલીલ (અપમાનિત) કર.

دِى إِلى مُرَا فَقَةِ سَلَفِه

અને અય અલ્લાહ અમારા અને એમના દરમ્યાન એવા સંબંધ કાયમ કર જે અમને તેમના બુઝુર્ગોના સંગાથનું બહુમાન (ઈઝઝત) અતા કરે.

وَاجْعَلْنَا مِمَّنْ يَأْخُذُ بِحُجْزَتِهِمْ وَيَمُكُثُ فِي ظِلِهِمْ

અને અમારો તે લોકોમાં શુમાર કર જે તેમના દામનથી જોડાયેલા છે અને જે તેમના છાયામાં પનાહ લે છે.

وَاَعِنَّا عَلَى تَأْدِيَةِ حُقُوقِهِ إِلَيْهِ وَالْإِجْتِهَادِ فِي طَاعَتِهِ وَاجْتِنَاب مَعْصِيَتِه

અને અમને એમના હક અદા કરવામાં, એમની ઇતાઅતની કોશિશ કરવામાં અને એમની નાફરમાનીથી બચવામાં અમારી મદદ કર.

وَامْنُنْ عَلَيْنَا بِرِضَاهُ وَهَبْ لَنَا رَأفَتَهُ وَرَحْمَتَهُ وَدُعَاءَهُ وَخَيْرَة

અને અમારા ઉપર એ એહસાન કર કે એમની ખુશનુદી હાસિલ થઈ જાય અને અમને એમની મહેરબાની, રહેમત, એમની દુઆ અને એમની નેકીઓ અતા કર.

مَا نَنَالُ بِهِ سَعَةً مِّنْ رَّحْمَتِكَ وَفَوْزًا عِنْدَكَ

જેથી કરીને તેમના દ્વારા તારી રહેમતની વિશાળતા મેળવીએ અને તારી નજીક સફળતા મેળવીએ.

وَاجْعَلْ صَلوتَنَا بِهِ مَقْبُوْلَةً

અને એમના વાસ્તાથી અમારી નમાઝોને કબૂલ કર,

وَذُنُوبَنَا بِهِ مَغْفُورَةً

અને એમના વાસ્તાથી અમારા ગુનાહોના માફ કર.

ودُعَاءَنَا بِهِ مُسْتَجَابًا

અને એમના વાસ્તાથી અમારી દોઆઓને કબૂલ કર.

وَاجْعَلْ أَرْزَاقَنَا بِهِ مَبْسُوطَةً

અને એમના વાસ્તાથી અમારી રોઝીમાં વિશાળતા અતા કર,

وَهُمُوْ مَنَا بِهِ مَكْفِيَّةً

અને એમના વાસ્તાથી અમારા ગમો (દુઃખો)ને દૂર કર.

وَحَوَاءِ جَنَا بِهِ مَقْضِيَّةً

અને એમના વાસ્તાથી અમારી હાજતોને પૂરી કર.

وَأَقْبِلُ إِلَيْنَا بِوَجْهِكَ الكَرِيمِ

અને તારો કરીમ ચેહરો અમારી તરફ ફેરવી દે.

وَاقْبَلْ تَقَرُبَنَا إِلَيْكَ

અને તારી તરફ અમારી નજદીકીને કબૂલ કરી લે.

وَانْظُرْ إِلَيْنَا نَظرَةً رَّحِيْمَةً نَّسْتَكْمِلُ بِهَا الْكَرَامَةَ عِنْدَكَ

અને અમારા તરફ રહેમતની નજર ફરમાવ, જેના થકી તારી નજદીક અમારી ઇઝઝત (માન) સંપૂર્ણ થાય.

ثُمَّ لاَ تَصْرِفُهَا عَنَّا بِجُوْدِكَ

પછી કદી પણ તારી ઉદારતા (કરમથી) અમને વંચિત ન રાખજે.

وَاسْقِنَا مِنْ حَوْضِ جَدِه صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ بِكَأْسِهِ وَبِيَدِه

અને એમના (ઇમામ અ.સ.ના) જદ્ (નબી સ.અ.વ.)ના હૌઝથી અમારી તરસને બુજાવી દે તેમના જ પ્યાલા વડે અને તેમના જ મુબારક હાથે.

رَيَّا رَوِيًّا هَنِئَ مَّا سَاءِ غَالَا ظَمَاءَ بَعْدَةَ

એક મીઠું, ઠંડુ, ચોખ્ખુ, મનપસંદ પીણું (પીવડાવ) કે જેના પછી કયારેય પણ પ્યાસનો અહેસાસ ન થાય.

يَا أَرْحَمَ الرَّاحِمِينَ

અય રહેમ કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર.

اللّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ

[00:18.00]

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

[00:26.00]

الْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ

સઘળા વખાણ એ અલ્લાહના માટે છે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.

[00:31.00]

وَصَلَّى اللهُ عَلَى سَيِّدِنَا مُحَمَّدٍ نَّبِيِّهِ وَالِه وَسَلَّمَ تَسْلِيمًا

અને રહેમત નાઝિલ થાય તેના નબી અને અમારા સરદાર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર, એવી રહમત અને સલામ થાય કે જે સલામ થવાનો હક છે.

[00:44.00]

اَللّهُمَّ لَكَ الْحَمْدُ عَلَى مَاجَرُى بِهِ قَضَاءُكَ فِي اَوْلِيَاءك

બારે ઇલાહા ! જે હુકમો તે તારા અન્લીયા માટે નક્કી કર્યા છે તેના માટે તું વખાણ કરવાને લાયક છો.

[00:52.00]

الَّذِينَ اسْتَخْلَصْتَهُمْ لِنَفْسِكَ وَدِينِكَ

એ વલીઓ જેમને તે તારા માટે અને તારા દીન માટે ચુંટી કાઢયા.

[00:56.00]

اِذِ اخْتَرْتَ لَهُمْ جَزِيلَ مَا عِنْدَكَ مِنَ النَّعِيمِ الْمُقِيمِ الَّذِئ لَا زَوَالَ لَهُ وَلَا اضْبحُلال

તેથી તે તેમને તારી એવી અનંત નેઅમતો આપવાનું નક્કી કર્યુ કે જેમાં કદી ઘટાડો (થતો નથી) કે ઉણપ થતી નથી.

[01:03.00]

بَعْدَ اَنْ شَرَطتَ عَلَيْهِمُ الزُّهدَ فِي دَرَجَاتِ هذِهِ الدُّنْيَا الدَّنِيَّةِ وَزُخْرُفِهَا وَ زِبُرِجِهَا

આ ત્યારે બન્યું જયારે તે તેમની પાસેથી આ પસ્ત દુનિયાના દરેક હોદ્દાઓ અને તેના ખોટા મોહ અને આકર્ષણ ન રાખવાના બારામાં વાયદો લીધો.

[01:13.00]

فَشَرَ طُوْا لكَ ذلِكَ وَعَلِمْتَ مِنْهُمُ الْوَفَاءَ بِه

પછી તેઓએ તારી ખાતર એ વાયદો કર્યો અને તું એ વાતને સારી રીતે જાણતો હતો કે તેઓ આ વાયદાને નિભાવશે.

[01:22.00]

فَقَبِلْتَهُمْ وَقَرَّبْتَهُمْ وَقَدَّ ْمتَ لَهُمُ الذكر العَليَّ وَالثَّنَاءَ الجَلى

પછી તે તેઓને સ્વિકાર્યા અને તે તેઓને તારી નજદીકીનું સ્થાન આપ્યું અને તે તેમના માટે ઉચ્ચતર યાદ અને સ્પષ્ટ વખાણ રજુ કર્યા.

[01:32.00]

وَاَهْبَطَتْ عَلَيْهِمْ مَلَاءِ كَتَكَ وَكَرَّ مُتَهُمْ بِوَحْيِكَ

અને તેમના ઉપર તારા મલાએકાઓને નાઝિલ કર્યા અને તેમને તારી વહી વડે માનવંત બનાવ્યા,

[01:41.00]

وَرَفَدْتَهُمْ بِعِلْيك

અને તે તારા ઈલ્મ વડે તેમને નવાજ્યા

[01:44.00]

وَجَعَلْتَهُمُ الذَّرِيعَةَ إِلَيْكَ وَالْوَسِيْلَةَ إِلى رِضْوَانِكَ

અને તેઓને તારી તરફ આવવાનો તેમજ તારી ખુશનુદીનો વસીલો બનાવ્યા.

[01:50.00]

فَبَعْضٌ اَسْكَنْتَهُ جَنَّتَكَ إِلى اَنْ اَخْرَجْتَهُ مِنْهَا

પછી તેમાંથી અમુકને (હઝરત આદમ અ.સ.ને) જન્નતના બગીચાઓમાં સ્થાન આપ્યું અને પછી તે તેમને તેની (જન્નતની) બહાર મોકલ્યા.

[02:00.00]

وَبَعْضٌ حَمَلْتَهُ فِي فُلْكِكَ وَنَجَيْتَهُ وَمَنْ أمَنَ مَعَهُ مِنَ الْهَلَكَةِ بِرَحْمَتِكَ

અને તેઓમાંથી અમુકને (હઝરત નુહ અ.સ.ને) તે હોડીમાં સવાર કર્યા અને તારી રહેમત થકી તે તેમને અને તેમના ઉપર ઈમાન લાવનારાઓને વિનાશથી બચાવી લીધા.

[02:11.00]

وَبَعْضٌ نِتّخَذْ تَهُ لِنَفْسِكَ خَلِيلًا وَسَأَلَكَ لِسَانَ صِدْقٍ فِي الْآخِرِيْنَ فَأَجَبْتَهُ وَ جَعَلْتَ ذَلِكَ

અને તેઓમાંથી અમુકને (હઝરત ઈબ્રાહીમ અ.સ.ને) તે તારા ખલીલ (મિત્ર) તરીકે ચુંટી કાઢયા અને તેમણે તને વિનંતી કરી કે તેમને આખર ઝમાનામાં સાચી ઝબાન આપવામાં આવે તો તે તેમની ઈચ્છાને પૂર્ણ કરી અને તેમને ઉચ્ચ દરજ્જા ઉપર નિયુક્ત કર્યા.

[02:29.00]

وَبَعْضُ كَلَّمْتَهُ مِنْ شَجَرَةٍ تَكْلِيمًا وَجَعَلْتَ لَهُ مِنْ أَخِيهِ رِدْءً وَ وَزِيرًا

અને તેઓમાંથી અમુક (હઝરત મુસા અ.સ.)ની સાથે ઝાડની મારફતે વાત કરી અને તેમના ભાઈ (હઝરત હારૂન અ.સ.)ને તેમના સાથી અને વઝીર બનાવ્યા.

[02:40.00]

وَبَعْضٌ اَوْلَدُتَهُ مِنْ غَيْرِ آبِ وَاتَيْتَهُ الْبَيِّنَاتِ وَايَّدُتَهُ بِرُوحِ الْقُدُسِ

અને તેઓમાંથી અમુકને (હઝરત ઇસા અ.સ.ને) પિતા વિના પૈદા કર્યા, અને તેમને સ્પષ્ટ નિશાનીઓ આપી અને રૂહુલ કુદ્દુસ થકી તેમની મદદ કરી.

[02:51.00]

وَكُلٌّ شَرَعْتَ لَهُ شَرِيْعَةً وَنَهَجْتَ لَهُ مِنْهَاجًا

અને તેઓ દરેકને માટે તે એક શરીઅત બનાવી અને તે દરેકને માટે રસ્તાઓ નિયુક્ત કર્યા.

[02:59.50]

وَتَخَيَّرْتَ لَهُ اَوْصِيَاءَ مُسْتَحْفِظاً بَعْدَ مُسْتَحْفِظ مِنْ مُدَّةٍ إِلى مُدَّةٍ إِقَامَةً لِدِينِكَ

અને તે તેમના માટે વસીઓને ચુંટી કાઢયા, એક મુદ્દતથી બીજી મુદ્દત સુધી એક પછી એક તારા દીનનું રક્ષણ કરનાર અને દીનને કાયમ કરનાર,

[03:10.00]

وَحُجَّةً عَلى عِبَادِكَ وَلِئَلَّا يَزُولَ الْحَقُّ عَنْ مَّقَرِهِ وَيَغْلِبَ الْبَاطِلُ عَلَى أَهْلِهِ

જેથી તારા બંદાઓ ઉપર દુજ્જત તમામ થાય અને એ માટે કે હક પોતાના કેન્દ્રથી હટી ન જાય અને બાતિલ હકવાળા ઉપર ગાલિબ ન થઈ જાય.

[03:21.00]

وَلَا يَقُولُ اَحَدٌ لَوْلا ارسلت الينا رَسُوْلًا منذرًا وَأَقَمْتَ لَنَا عَلَمَّا هَادِيًا فَنَتَّبِعَ آيَاتِكَ مِنْ قَبْلِ أَنْ نَّذِلٌ وَنَخْزُى

અને કોઈ પણ એમ ન કહી શકે કે અમારા માટે કોઇ ડરાવનાર રસૂલને શા માટે ન મોકલ્યા? અને અમારા માટે હિદાયતની નિશાનીની સ્થાપના શા માટે ન કરી? કે જેથી અમે તિરસ્કૃત અને હડધૂત થતા પહેલા તારી નિશાનીઓ (પયગમ્બરો અને ઈમામો)નું અનુસરણ કરતે.

[03:39.00]

إلَى آنِ انْتَهَيْتَ بِالْاَمْرِ إِلى حَبِيْبِكَ وَنَجِيبِكَ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَالِه

ત્યાં સુધી કે તે તારા મહેબુબ અને તારા ઉમદા હઝરત મોહમ્મદ (સ.અ.વ.) તેમની અને તેમની આલ ઉપર અલ્લાહ રહેમત નાઝિલ કરે, તેમના દ્વારા રિસાલતના ક્રમને સંપૂર્ણ કર્યો.

[03:54.00]

فَكَانَ كَمَا انْتَجَبْتَهُ سَيْدَ مَنْ خَلَقْتَهُ وَصَفْوَةً مَن اصْطَفَيْتَهُ وَاَفْضَلَ مَنِجْتَبَيْتَهُ وَاكْرَمَ مَنِ اعْتَمَد تَهُ

તેઓ એવા જ હતા કે જેવા તે તેમને પસંદ કર્યા હતા, તમામ મલ્લુકના સરદાર અને તારા પસંદ કરાએલા બંદાઓમાં સૌથી શ્રેષ્ઠ અને તારા પસંદ કરેલા બંદાઓમાં સૌથી ઉત્તમ અને તારા ભરોસા પાત્ર લોકોમાં સૌથી વધારે માનનીય હતા.

[04:12.00]

قَدَّ مُتَهُ عَلَى انْبِيَاءِكَ وَبَعَثْتَه إِلى الثَّقَلَيْنِ مِنْ عِبَادِكَ وَاَوْطَأتَهُ مَشَارِقَكَ وَمَغَارِبَكَ وَسَخَرْتَ لَهُ الْبُرَاقَ وَعَرَجْتَ بِرُوحِةٌ إلى سَمَاءِک

તે તેમને તારા તમામ નબીઓ ઉપર પ્રાથમિક્તા આપી અને તેમને તારા તમામ બંદાઓ તરફ મોકલ્યા અને તારા પૂર્વ અને પશ્ચિમને તેમના કબ્જામાં સોંપ્યા અને તેમને બુરાકની સવારી ઉપર સવાર કર્યા અને તેમને તારા આસમાનની બુલંદીઓ સુધી લઇ ગયો.

[04:31.00]

وَاَوْ دَعْتَه عِلْمَ مَا كَانَ وَمَا يَكُونُ إِلَى انْقِضَاءِ خَلْقك

અને તે તેમને જે કાંઈ પણ બની ચુકયું છે અને તારી ખિલ્કતના અંત સુધી જે કાંઇ પણ બનવાનું છે તેનું ઇલ્મ અતા કર્યું.

[04:40.00]

ثُمَّ نَصَرْتَهُ بِالرُّعْبِ وَحَفَفْتَهُ بِجَبْرَءِيلَ وَمِيكَا عِيْلَ وَالْمُسَوِ مِيْنَ مِنْ مَّلَاءِ كَتِكَ

ત્યાર પછી તે તેઓને તારા રોઅબ અને જલાલ થકી મદદ કરી, અને તે તેઓની આજુબાજુ જીબ્રઇલ, મીકાઈલ અને ખાસ ફરીશ્તાઓને નીમ્યા.

[04:51.00]

وَوَعَدْتَهُ أَنْ تُظهِرَ دِينَةَ عَلَى الدِّينِ كُلِهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ

અને તે તેમને વાયદો કર્યો કે તું તેમના દીનને બધા મઝહબો ઉપર ગાલિબ બનાવીશ પછી ભલેને મુશરીકોને તે અણગમતું જ કેમ ન લાગે.

[05:01.00]

وَذَلِكَ بَعْدَ اَنْ بَوءُ تَهُ مُبوَّءَ صِدْقٍ مِنْ أَهْلِهِ

અને આ એની બાદ કર્યું કે તે તેમના એહલેબૈતમાંથી તેમના વસીને નિયુક્ત કર્યા.

[05:07.00]

وَجَعَلْتَ لَهُ وَلَهُمْ اَوَلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ للَّذِي بِبَكَةَ مُبَارَكًا وَهُدًى لِلْعَالَمِينَ

અને તે તેમના અને તેમની એહલેબૈત (અ.સ.)ના માટે પ્રથમ ઘર (કા’બા) નિયુક્ત કર્યું કે જેને લોકોને માટે બનાવવામાં આવ્યું છે. તે મક્કામાં છે કે જે દુનિયાઓ માટે હિદાયત અને બરકતનું સ્થાન છે.

[05:22.00]

فِيْهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إبْرَاهِيمَ وَمَنْ دَخَلَه كَانَ أمِنَّا ،

તેમાં નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓ છે, મકામે ઇબ્રાહીમ, કે જે કોઇ તેમાં દાખલ થઈ ગયો તે સુરક્ષિત છે.

[05:31.00]

وَقُلْتَ اِنَّمَا يُرِيْدُ اللهُ لِيُذْهِبَ عَن كُمُ الرّجسَ اَهْلَ الْبَيْتِ وَيُطَهِرَكُمْ تَطْهِيرًا ،

અને તે ફરમાવ્યું કે : “બેશક અય એહલેબૈત (અ.સ.) ! ખુદા એ સિવાય કંઈજ નથી ચાહતો કે તમારાથી દરેક નજાસતોને દૂર રાખે અને એવી રીતે પાક રાખે જેવો પાક રાખવાનો હક છે.”

[05:46.00]

ثُمَّ جَعَلْتَ اَجْرَ مُحَمَّدِ صَلَوَاتُكَ عَلَيْهِ وَ الِهِ مَوَدَّتَهُمْ فِي كِتَابِكَ فَقُلْتَ

પછી તારી કિતાબ (કુરઆને મજીદ)માં તેઓની (એહલેબૈત અ.સ.ની) મોહબ્બતને હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની રિસાલતના કાર્યોનો બદલો ઠરાવ્યો. પછી તે કહ્યુંઃ

[05:57.40]

قُلْ لَا أَسْأَلُكَ عَلَيْهِ أَجْرًا إِلَّا الْمَوَدَّةَ في القُرْبى،

“અય રસૂલ! આપ કહી દો કે હું (રિસાલતના કાર્યોના) બદલામાં મારા એહલેબૈત (અ.સ.)ની મોહબ્બત સિવાય બીજો કોઈ બદલો નથી ચાહતો.”

[06:08.00]

وَقُلْتَ مَا سَأَلْتُكُمْ مِنْ أَجْرٍ فَهُوَ لَكُمْ

અને પછી તે ફરમાવ્યું કે (આપ કહી દો કે) “મેં જે કાંઈ બદલો તમારી પાસેથી માગ્યો છે તે તમારા જ માટે છે.”

[06:17.00]

وَقُلْتَ مَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِلَّا مَنْ شَاءَ أَنْ يَتَّخِذَ إِلى رَبِّهِ سَبِيلًا

અને તે કહ્યું (આપ કહી દો): “હું તમારી પાસેથી બીજો કોઇ જ બદલો નથી ચાહતો સિવાય કે જે કોઈ ચાહે તે તેના રબ તરફના રસ્તાને અપનાવી લે.”

[06:27.00]

فَكَانُواهُمُ السَّبِيلَ إِلَيْكَ وَالْمَسْلَكَ إِلى رِضْوَانِكَ

આથી તેઓ (એહલેબૈત અ.સ.) તારા સુધી પહોંચવાનો રસ્તો છે અને તારી ખુશનુદી હાસિલ કરવાનો માર્ગ છે.

[06:35.00]

فَلَمَّا انْقَضَتْ آيَامُه

અને જ્યારે તેમનો (રસૂલ સ.અ.વ.ની નબુવ્વતનો) સમયગાળો પૂરો થયો.

[06:43.00]

أَقَامَ وَلِيَّةَ عَلَى ابْنَ أَبِي طَالِبٍ صَلَواتُكَ عَلَيْهِمَا وَا لِهِمَا هَادِيًا إِذْ كَانَ هُوَ الْمُنْذِرَ وَلِكُلِّ قَوْمٍ هَادٍ

તેમણે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને હિદાયત માટે પોતાના વલી નિયુક્ત કર્યા. તારી રહેમત નાઝિલ થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર કે તેઓ ડરાવનારા અને દરેક ઉમ્મતના માટે હાદી હતા.

[06:58.00]

فَقَالَ وَالْمَلَا اَمَامَة

પછી તેમણે (રસૂલ સ.અ.વ.એ) એક જાહેર મજમામાં એલાન કર્યું

[07:05.00]

مَنْ كُنْتُ مَوْلَاهُ فَعَلِيٌّ مَوْلَاهُ

“જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) પણ મૌલા છે.”

[07:09.50]

اَللّهُمَّ وَالِ مَنْ وَالَاهُ وَعَادِ مَنْ عَادَاهُ وَانْصُرُ مَنْ نَّصَرَةً وَاخْذُلُ مَنْ خَذَلَه

“અય અલ્લાહ તું તેને દોસ્ત રાખ કે જે અલી (અ.સ.)ને દોસ્ત રાખે અને તેની સાથે દુશ્મની રાખ જે અલી (અ.સ.)ને દુશ્મન રાખે અને તેની મદદ કર જે અલી (અ.સ.)ની મદદ કરે અને જે તેમને ત્યજી દે તેને તું ત્યજી દે."

[07:28.00]

وَقَالَ مَنْ كُنْتُ أَنَا نَبِيَّةَ فَعَلِيٌّ أَمِيرُهُ

પછી ફરમાવ્યું કે : “જેનો હું નબી છું, અલી (અ.સ.) તેના અમીર છે.”

[07:34.00]

وَقَالَ أَنَا وَ عَلِيٌّ مِنْ شَجَرَةٍ وَاحِدَةٍ وَسَا عِرُ النَّاسِ مِنْ شَجَرِ شَتَّى

અને ફરમાવ્યું : “હું અને અલી (અ.સ.) બંને એક જ ઝાડમાંથી છીએ અને બીજા બધા લોકો જુદા ઝાડમાંથી છે."

[07:43.00]

وَاَحَلَّهُ مَحَلَّ هَارُونَ مِنْ مُوسى فَقَالَ لَهُ

અને તેઓની નિસ્બત પોતાની સાથે એવી રીતે આપી જેવી રીતે હારૂન (અ.સ.)ની નિસ્બત હઝરત મુસા (અ.સ.) સાથે હતી. પછી તેમણે (હઝરત રસૂલેખુદા સ.અ.વ.એ) તેમને (હઝરત અલી અ.સ.ને) ફરમાવ્યું:

[08:01.00]

اَنْتَ مِنِّي بِمَنْزِلَةِ هَارُونَ مِنْ مُوسَى إِلَّا أَنَّهُ لَا نَبِيَّ بَعْدِى

“તમારો દરજ્જો મારી નજદીક એવો છે જેવો હઝરત હારૂન (અ.સ.)નો હઝરત મુસા (અ.સ.)ની નજદીક હતો. સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી.”

[08:12.00]

وَزَوَجَهُ ابْنَتَهُ سَيْدَةَ نِسَاءِ الْعَالَمِينَ

અને તેમણે તેમની (હઝરત અલી અ.સ.ની) શાદી પોતાની દુખ્તર જે દુનિયાઓની સ્ત્રીઓની સરદાર છે તેમની સાથે કરી.

[08:22.00]

وَاَحَلَّ لَهُ مِنْ مَسْجِدِه مَا حَلَّ لَهُ

અને તેમના માટે મસ્જીદમાં તે બધુ હલાલ ઠરાવ્યું જે પોતાના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ના) માટે હલાલ હતું.

[08:29.00]

وَسَدَّ الْأَبْوَابَ إِلَّا بَابَة

અને તેમના (ઘરના) દરવાજા સિવાય બીજા બધાના (ઘરના) દરવાજાઓ બંધ કરાવી દીધા. (જે મસ્જીદમાં ખુલતા હતા)

[08:34.00]

ثُمَّ اَوْدَعَهُ عِلْمَهُ وَحِكْمَتَهُ فَقَالَ

પછી આપ (સ.અ.વ.)એ પોતાનું ઈલ્મ અને હિકમત તેમને અતા કર્યું અને પછી ફરમાવ્યું

[08:40.00]

اَنَا مَدِينَةُ الْعِلْمِ وَعَلى بَابُهَا فَمَنْ اَرَادَ الْمَدِينَةَ وَالْحِكْمَةَ فَالْيَأْتِهَا مِن بَابِهَا

“હું ઇલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેનો દરવાજો છે. તો પછી જે કોઈ આ શહેર (ઇલ્મ) અને હિકમતનો ઇરાદો કરે તો તેણે આ દરવાજામાંથી દાખલ થવું જોઇએ.”

[08:52.00]

ثُمَّ قَالَ اَنْتَ أَخِي وَوَصِنِي وَوَارِثِى

પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “તમે મારા ભાઈ, મારા વસી અને મારા વારસદાર છો.”

[09:00.00]

لَحْمُكَ مِنْ لَحْين وَدَمُكَ مِنْ دَمِي

“તમારૂં ગોશ્ત મારૂં ગોશ્ત છે.” “અને તમારૂં લોહી મારૂં લોહી છે,”

[09:06.00]

وَسِلْمُكَ سِلئ وَحَرْبُكَ حَربي

“અને તમારી સુલેહ એ મારી સુલેહ છે,” “અને તમારી જંગ એ મારી જંગ છે.”

[09:12.00]

وَالْإِيْمَانُ مُخَالِدٌ لَحْمَكَ وَدَمَكَ كَمَا خَالَطَ لَحْمِنُ وَدَ فِي

“અને ઇમાન તમારા ગોશ્ત અને લોહીમાં એવી રીતે ભળી ગયું છે જેવી રીતે મારા ગોશ્ત અને લોહીમાં ભળેલું છે.”

[09:20.00]

وَاَنْتَ غَدًا عَلَى الْحَوْضِ خَلِيفَتِى

“અને કાલે હૌઝે કૌસર ઉપર તમે મારા ખલીફા હશો,”

[09:24.00]

وَاَنْتَ تَقْضِي دَيْنِي وَتُنْجِزُ عِدَاتِي

“અને તમે મારા કર્ઝને અદા કરશો અને મારા વાયદાઓને પૂરા કરશો.”

[09:30.00]

وَ شِيعَتُكَ عَلى مَنَابِرَ مِنْ نُورٍ مُبْيَضَةً وجُوهُمْ حَوْلِى فِي الْجَنَّةِ وَهُمْ جِيرَانِي

“અને તમારા શિયાઓ નૂરના મીમ્બર ઉપર (બેઠા) હશે. તેઓ પ્રકાશિત ચહેરા સાથે જન્નતમાં મારી આજુબાજુ હશે અને મારા પાડોશી હશે.”

[09:40.00]

وَلَوْلَا اَنْتَ يَا عَلِيُّ لَمْ يُعْرَنِ الْمُؤْمِنُونَ بَعْدِى

અને (પછી કહ્યું) ““અય અલી અગર તમે ન હોતે તો મારા બાદ મોઅમીનોની ઓળખ ન થઈ શકતે.”

[09:49.00]

وَكَانَ بَعْدَهُ هُدًى مِّنَ الضَّلَالِ وَنُورًا مِّنَ الْعَلَى

અને તેમના (હઝરત રસૂલેખુદા સ.અ.વ.ની) પછી તેઓ (હઝરત અલી અ.સ.), ગુમરાહીમાં હિદાયત અને અંધકારમાં નુર છે.

[09:55.00]

وَحَبْلَ اللهِ الْمَتِينَ وَصِرَاطَهُ الْمُسْتَقِيمَ

અને અલ્લાહની મજબૂત રસ્સી અને તેનો સીધો રસ્તો છે.

[09:59.00]

لا يُسْبَقُ بِقَرَابَةٍ فِي رَحِمٍ

ન તો કોઈ તેમના કરતાં (પયગમ્બર સ.અ.વ. સાથે) સંબંધમાં વધારે નજદીક છે,

[10:03.00]

وَلَا بِسَابِقَةٍ فِي دِيْنٍ

અને ન તો કોઇ દીનમાં તેમના કરતાં આગળ છે.

[10:07.00]

وَلَا يُلْحَقُ فِي مَنْقَبَةٍ مِنْ مَنَاقِبِه

અને કોઈપણ વ્યક્તિ, કોઈપણ ગુણમાં, તેમના (અલી અ.સ.ના) ગુણોથી ચઢીયાતું બની શકતું નથી.

[10:14.00]

يَحْذُوحَذْ وَالرَّسُولِ

તેઓ (અલી અ.સ.) રસૂલ (સ.અ.વ.)ના રસ્તાને અનુસર્યા.

[10:19.00]

صَلَّى اللهُ عَلَيْهِمَا وَالِهِمَا

અલ્લાહની રહેમત થાય તે બંને ઉપર અને તેમની આલ ઉપર.

[10:24.00]

وَيُقَاتِلُ عَلَى التَّأْوِيلِ

અને તેમણે (કુરઆનની) તાવીલનાં આધારે જંગ કરી.

[10:29.00]

وَلاَ تَأْخُذُه في اللهِ لَوْ مَةٌ لَاعِمٍ

અને અલ્લાહની રાહમાં તેમણે કોઈ ઠપકો આપનારના મેણા-ટોણા કે ધમકીની પરવા ન કરી.

[10:35.00]

قَدْ وَتَرَ فِيْهِ صَنَادِيدَ العَرَبِ وَقَتَلَ اَبْطَالَهُمْ وَنَا وَشَ ذُو بَانَهُمْ

તેમણે અરબોના મોટા મોટા બહાદૂરોનું ખૂન વહાવ્યું અને તેમના લડવૈયાઓને કત્લ કર્યા અને તેમના વરૂઓ (હીંસક લોકો)ની ઉપર હુમલો કર્યો.

[10:46.00]

فَأَوْدَعَ قُلُوبَهُمْ أَحْقَادًا بَدْرِيَّةً وَخَيْبَرِيَّةً وَ حُنَيْنِيَّةً وَغَيْرَهُنَّ

ત્યાં સુધી કે તેમણે બદ્ર, ખૈબર, હુનૈન અને બીજી જંગો કરી જેના કારણે તેમના દીલો નફરત અને દુશ્મનીથી ભરાઇ ગયા.

[10:55.00]

فَاضَبَتْ عَلَى عَدَاوَتِهِ وَاَكَبَتْ عَلَى مُنَابَذَتِه

અને (તેઓ) તેમની દુશ્મનીમાં તેમની વિરૂધ્ધ ઉભા થયા અને (તેઓએ) તેમના વિરૂધ્ધ હુમલાઓ કર્યા.

[11:02.00]

حَتَّى قَتَلَ التَّكِثِينَ وَالْقَاسِطِينَ وَالْمَارِقِينَ

ત્યાં સુધી કે બયઅત તોડવાવાળાઓ અને ઇસ્લામની વિરૂધ્ધ લડવાવાળા દુશ્મનો અને દીનથી નીકળી જવાવાળાઓને કત્લ કરી દીધા.

[11:12.00]

وَلَمَّا قَضى نَحْبَهُ وَقَتَلَهُ اشْقَى الْأَخِرِينَ يَتْبَعُ اَشْقَى الْاَوَّلِينَ

અને જયારે તેમની ઝીંદગીની મુદ્દત પૂરી થઇ તો આખરી દૌરના બહ્તરીન વ્યક્તિએ આપને કત્લ કર્યા. તેણે જુના દૌરના બતરીન વ્યક્તિનું અનુસરણ કર્યું., check spelling

[11:23.00]

لَمْ يُمْتَثَلْ اَمْرُ رَسُوْلِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ فِى الْهَادِينَ بَعْدَ الْهَادِينَ

અને (હઝરત અલી અ.સ. અને ઇમામો અ.સ.કે) જેઓ એકની પછી એક હાદી હતા, તેમના વિશે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના ફરમાનનું પાલન કરવામાં ન આવ્યું.

[11:37.00]

وَالأمَّةُ مُصِرَّةٌ عَلَى مَقْتِهِ مُجْتَمِعَةٌ عَلَى قَطِيْعَةِ رَحِمِهِ وَاقْصَاءِ وُلده

અને ઉમ્મતે તેમની વિરૂધ્ધ દુશ્મનીનો સિલસિલો ચાલુ રાખ્યો અને તેઓ તેમના (પયગમ્બર સ.અ.વ.) સાથે ક રહેમ માટે અને તેમની ઓલાદને (ખીલાફતનાં હોદ્દા પરથી) દૂર કરી દેવા માટે ભેગા થયા,

[11:49.00]

إِلَّا الْقَلِيْلَ مِمَّن وَفَى لِرِعَايَةِ الحَقِّ فِيهِم

સિવાય કે બહુજ થોડા લોકો કે જેઓએ એહલેબૈત (અ.સ.)ની સાથે વફાદારી કરી અને તેમના હકને અદા કરવાવાળા હતા.

[11:59.00]

فَقُتِلَ مَنْ قُتِلَ وَسُبِيَ مَنْ سُبِيَ

પછી તેમાંથી અમુકને કત્લ કરવામાં આવ્યા, અમુકને કૈદ કરવામાં આવ્યા,

[12:04.00]

وَاقْضِيَ مَنْ أَقْصِيَ

અને અમુકને દેશનિકાલ કરવામાં આવ્યા.

[12:08.00]

وَجَرَى الْقَضَاءُ لَهُمْ بِمَا يُرجى لَهُ حُسْنُ الْمَثوبَةِ

અને આ હુકમ તેમના ઉપર જારી કરવામાં આવ્યો એટલા માટે કે તેના થકી તેમને ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય.

[12:16.00]

اِذْ كَانَتِالْاَرْضُ لِلَّهِ يُوْرِثُهَا مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ

જયારે કે આ ધરતી તો અલ્લાહની છે (તો) તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે તેને પોતાનો વારસદાર બનાવે છે અને સારી આકેબત (અંત) તો મુત્તકીઓ (પરહેઝગારો) માટેજ છે.

[12:29.00]

وَسُبْحَانَ رَبَّنَا إِنْ كَانَ وَعْدُرَ بنَا لَمَفْعُولًا وَلَنْ يُخْلِفَ اللهُ وَعْدَهُ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ

અને પાક છે અમારો પાલનહાર. અને અમારા પાલનહારનો વાયદો જરૂર પૂરો થઇને રહેશે; અને અલ્લાહ કદીપણ પોતાના વચનથી ફરી જતો નથી. અને તે શક્તિશાળી અને હીકમતવાળો છે.

[12:43.00]

فَعَلَى الْأَطَاوِبِ مِنْ أَهْلِ بَيْتِ مُحَمَّدٍ وَعَلَى صَلَّى اللهُ عَلَيْهِمَا وَالِهِمَا

તેથી હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) તે બંને ઉપર અને તેમની આલ ઉપર અલ્લાહની રહેમત થાય, તે બંને ઉપર અને તેમના એહલેબૈત (અ.સ.) ઉપર જે કાંઇ મુસીબતો પડી.

[12:59.00]

فَلْيَبْكِ الْبَاكُونَ وَإِيَّاهُمْ فَلْيَنُدُبِ النَّادِبُونَ

તેથી રડવાવાળાઓને જોઈએ કે તેમના ઉપર રડે. વિલાપ કરવાવાળાઓને જોઈએ કે ફક્ત તેમના પર જ વિલાપ કરે.

[13:08.00]

وَلِمِثْلِهِمْ فَلَتَذرف الدموع

અને તેમના જેવા લોકો માટે આંસુઓ વહેવા જોઈએ.

[13:12.00]

وَالْيَصْرُحُ الصَّارِخُونَ وَيَضِجَ الضَّاَ جُونَ وَيَعِج العَاجُونَ

અને મોટા અવાજે રડવાવાળાઓને જોઈએ કે મોટા અવાજે રડે અને ચીખ પોકારીને રડવાવાળાને જોઈએ કે ચીખ પોકારીને રડે.

[13:23.00]

اَيْنَ الْحَسَنُ اَيْنَ الْحُسَيْنُ ايْنَ ابْنَاءُ الْحُسَيْنِ

કયાં છે હસન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)? કયાં છે હુસૈન (અ.સ.)ના ફરઝંદો?

[13:32.00]

صَالِحُ بَعْدَ صَالِحٍ وَصَادِقٌ بَعْدَ صَادِقٍ

જેઓ સાલેહની પછી સાલેહ અને સાચાઓની પછી સાચાઓ હતા.

[13:38.00]

اَيْنَ السَّبِيْلُ بَعْدَ السَّبِيْلِ

કયાં છે એક પછી એક (હિદાયતના) રસ્તાઓ?

[13:42.00]

اَيْنَ الْخِيَرَةُ بَعْدَ الخِيَرَة

કયાં છે એક પછી એક સર્વશ્રેષ્ઠ?

[13:45.00]

اَيْنَ الشَّمُوسُ الطَّالِعَةُ

કયાં છે ઉગતા સૂર્યો?

[13:49.00]

اَيْنَ الْاَقْمَارُ المُـ

કયાં છે ઝળહળતા ચાંદ?

[13:51.00]

اَيْنَ الاَنْجم الزهرة

કયાં છે ઝગમગતા સિતારાઓ?

[13:55.00]

اَيْنَ اَعْلامُ الدِّينِ وَقَوَاعِدُ الْعِلْمِ

કયાં છે દીનની નિશાનીઓ અને ઇલ્મની બુનીયાદો ?

[13:59.00]

اَيْنَ بَقِيَّةُ اللهِ الَّتِى لاَ تَخُلُوا مِنَ الْعِتْرَةِ الْهَادِيَةِ

કયાં છે એ બકીયતુલ્લાહ ? જે હાદીઓના વંશમાંથી છે, જેમના વગર કોઈપણ જમીન કયારેય ખાલી નથી રહેતી.

[14:09.00]

اَيْنَ الْمُعَدُّ لِقَطْعِ دَابِرِ الظَّلَمَةِ

કયાં છે એ કે જે ઝુલ્મને કચડી નાખવા માટે તૈયાર છે?

[14:13.00]

اَيْنَ الْمُنتَظَرُ لا قَامَةِ الْاَمْتِ وَالْعِوَج

કયાં છે એ કે જેઓની કપટી અને દગાખોરોને સીધા દોર કરી દેવા માટે રાહ જોવામાં આવી રહી છે.

[14:21.00]

اَيْنَ الْمُرْتَى لا زَالَة الجَوْرِ وَالْعُدْوَانِ

કયાં છે એ કે જેમનાથી ઝુલ્મ અને અન્યાયને જડમૂળમાંથી ઉખેડી નાખવાની આશા બંધાયેલી છે?

[14:29.00]

اَيْنَ الْمُدَّخَرُ لِتَجْدِيدِ الْفَرَاعِضِ وَالسُّنَنِ

કયાં છે એ કે જેમને વાજીબાત અને સુન્નતોને પુન:જીવીત કરવા માટે સાચવી રાખવામાં આવ્યા છે?

[14:37.00]

اَيْنَ الْمُتَخَيَّرُ لا عَادَةِ الْمِلَّةِ وَالشَّرِيعَةِ

કયાં છે એ જેમને મઝહબ અને શરીઅતના નવજીવન માટે પસંદ કરવામાં આવ્યા છે?

[14:43.00]

اَيْنَ الْمُؤَمَّلُ لاِحْيَاءِ الْكِتَابِ وَحُدُودِه

કયાં છે એ કે કુરઆન અને તેની હદોને સજીવન કરવા માટે જેમની રાહ જોવાઇ રહી છે?

[14:50.00]

اَيْنَ مُحْيِي مَعَالِمِ الدِّينِ وَاَهْلِه

કયાં છે ઓલૂમે દીન (દીનના ઇલ્મો) અને દીનદારોને જીવંત કરનાર?

[14:55.00]

اَيْنَ قَاصِمُ شَوْكَتِ الْمُعْتَدِينَ

કયાં છે અત્યાચારીના પ્રભાવને તોડી નાખનાર?

[15:00.00]

اَيْنَ هَادِمُ اَبْنِيَتِ الشِّرْكِ وَالنِّفاقِ ،

કયાં છે શિર્ક અને નિફાકના પાયાને જડમૂળમાંથી ઉખાડી નાખનાર?

[15:06.00]

اَيْنَ مُبِيْدُ اَهْلِ الْفُسُوقِ وَالْعِصْيَانِ وَالطُّغْيَانِ

કયાં છે ફાસિકો, ગુનેહગારો અને બળવાખોરોને નષ્ટ કરનાર?

[15:11.00]

اَيْنَ حَاصِدُ فُرُوعِ الْغَيِّ وَالشَّقَاقِ

કયાં છે ગુમરાહી અને વિરોધીની તમામ શાખાઓને ઉખાડી ફેંકનાર?

[15:17.00]

اَيْنَ طَامِسُ أَثَارِ الزَّيْعِ وَالْأَهْوَاءِ

કયાં છે ગુમરાહી અને વાસનાઓનું નામો નિશાન મીટાવી દેનાર?

[15:22.00]

اَيْنَ قَاطِعُ حَبَاهِلِ الْكِذَبِ وَالْاِفْتِرَاءِ

કયાં છે જૂઠ અને તોહમતની ગાંઠના ટુકડે ટુકડા કરી આપનાર?

[15:27.00]

اَيْنَ مُبِيدُ الْعُتَاةِ وَالْمَرَدَةِ

કયાં છે અધમ અને નાફરમાનોનો નાશ કરનાર?

[15:31.00]

اَيْنَ مُسْتَأْصِلُ اَهْلِ الْعِنَادِ وَالتَّضْلِيلِ وَالْإِلْحَادِ

કયાં છે દુરાગ્રહીઓ, ગુમરાહો અને દીનથી ફરી જનારાઓને જડમૂળમાંથી ઉખાડી ફેંકનાર?

[15:39.00]

اَيْنَ مُعِزُّ الْاَوْلِيَاء وَمُذِلُّ الْاَعْدَاءِ

કયાં છે દોસ્તોને ઈઝઝત આપનાર અને દુશ્મનોને ઝલીલ કરનાર?

[15:45.00]

اَيْنَ جَامِعُ الْكَلِمَةِ عَلَى التَّقْوى

કયાં છે લોકોને તકવાની બુનિયાદ ઉપર એકઠાં કરનાર?

[15:49.00]

اَيْنَ بَابُ اللهِ الَّذِي مِنْهُ يُؤْى

કયાં છે એ બાબુલ્લાહ (અલ્લાહનો દરવાજો) કે જેમાંથી દાખલ થવાય છે?

[15:55.00]

اَيْنَ وَجْهُ اللَّهِ الَّذِي إِلَيْهِ يَتَوَجَّهُ الْأَوْلِيَاءُ

કયાં છે એ વજહુલ્લાહ (અલ્લાહનો ચહેરો) કે જેમની તરફ દોસ્તો પોતાને રજુ કરે છે?

[16:01.00]

اَيْنَ السَّبَبُ الْمُتَّصِلُ بَيْنَ الْاَرْضِ وَالسَّمَاءِ

કયાં છે ઝમીન અને આસમાનની વચ્ચે સંપર્કનું માધ્યમ?

[16:06.00]

اين صَاحِبُ يَوْمَ الْفَتْحِ وَنَاشِرُ رَايَةِ الْهُدى

કયાં છે ફત્હના દિવસના માલિક અને હિદાયતનો પરચમ ફરકાવનાર?

[16:12.00]

اَيْنَ مُؤَلِّفُ شَمْلِ الصَّلَاحِ وَالرّضَا

કયાં છે નેકીઓ અને પસંદ કરવાને લાયક ચીજોને ભેગી કરનાર?

[16:17.00]

اَيْنَ الطَّالِبُ بِنُحُوْلِ الاَ نَبِيَاءِ وَابْنَاءِ الاَ نَبِيَاءِ

કયાં છે નબીઓ અને તેમની ઓલાદના ખૂનનો બદલો લેનાર?

[16:23.00]

اَيْنَ الطَّالِبُ بِدَمِ الْمَقْتُولِ بِكَرْ بَلاءَ

કયાં છે કરબલાના શહીદોના ખૂનનો બદલો લેનાર ?

[16:28.00]

اَيْنَ الْمَنْصُورُ عَلَى مَنِ اعْتَدَى عَلَيْهِ وَافْتَرَى

કયાં છે એ લોકો ઉપર કામ્યાબ થનાર કે જેઓએ તેમના પર ઝુલ્મ કર્યા અને તોહમત લગાડી?

[16:36.00]

اَيْنَ الْمُضْطَرُ الَّذِى يُجَابُ إِذَا دَعى

કયાં છે એ બેકરાર કે જયારે તે દુઆ કરે તો તેમની દુઆ કબૂલ થાય છે?

[16:42.00]

اَيْنَ صَدْرُ الْخَلَاءِ قِدُ والبِرِّ وَالتَّقْوَى

કયાં છે નેક લોકો અને પરહેઝગારોના સરદાર?

[16:47.00]

اَيْنَ ابْنُ النَّبِي الْمُصْطَفى

કયાં છે પસંદ કરાયેલા નબી (હઝરત મોહમ્મદ મુસ્તુફા સ.અ.વ.)ના ફરઝંદ ?

[16:54.00]

وَابْنُ عَلِيّنِ الْمُرْتَضى

અને અલી એ મુર્તુઝા (અ.સ.)ના ફરઝંદ

[16:58.00]

وَابْنُ خَدِيجَةَ الْغَرَّاءِ

અને માનનીય ખદીજા (સ.અ.)ના ફરઝંદ

[17:03.00]

وَابْنُ فَاطِمَةَ الكُبرى

અને ફાતેમતલ કુબરા (સ.અ.)ના ફરઝંદ

[17:08.00]

بِأَبِي اَنْتَ وَاتِى وَنَفْسِى لك الوِقَاء وَالْحِنى

મારા માંબાપ અને મારી જાન આપની સલામતી અને રક્ષણ માટે કુરબાન થાય.

[17:14.00]

يَا بْنَ السَّادَةِ الْمُقَرَّبِينَ

અય અલ્લાહતઆલાના ખૂબજ નજીક એવા સરદારોના ફરઝંદ!

[17:19.00]

يَابنَ النُّجَبَاءِ الأَكْرَمِينَ

અય ઈઝઝતો ઇકરામ ધરાવનારા ફરઝંદ!

[17:23.00]

يَا بْنَ الْهُدَاةِ الْمَهْدِيين

અને હિદાયત પામેલા ઇલાહી હાદીઓના ફરઝંદ !

[17:27.00]

يَا بْنَ الْخِيَرَةِ الْمُهَذَّبِينَ

અય ચુંટાએલા અને પાક રખાએલાઓના ફરઝંદ!

[17:33.00]

يَابْنَ الْغَطَارِفَةِ الْاَنْجَبِينَ

અય સૌથી વધુ શરીફ બુઝુર્ગોના ફરઝંદ !

[17:38.00]

يَا بْنَ الْأَطَاءِبِ الْمُطَهَّرِينَ

અય પાકીઝા અને તય્યબ હઝરાતના ફરઝંદ !

[17:42.00]

يَا بْنَ الْخَضَارِمَةِ الْمُنتَجَبِينَ

અય પસંદ કરાએલા સખીઓના ફરઝંદ !

[17:46.00]

يَابنَ الْقَمَاقِمَةِ الْاَكْرَمِينَ

અય ઉદાર અને સન્માનિતના ફરઝંદ!

[17:49.00]

يَا بْنَ الْبُدُور الْمُنيرة

અય ચમકતા ચંદ્રોના ફરઝંદ !

[17:52.00]

يَابنَ السُّرُجِ المُضِيِّئَةِ

અય રોશન ચિરાગના ફરઝંદ!

[17:54.00]

يَابْنَ الشُّهُبِ الثَّاقِبَةِ

અય ઝળહળતા ચિરાગોના ફરઝંદ !

[17:58.00]

يَابْنَ الْاَنْجُمِ الزَّاهِرَةِ

અય ઝગમગતા સિતારાઓના ફરઝંદ!

[18:00.00]

يَابنَ السُّبُلِ الْوَاضِحَةِ

અય સ્પષ્ટ રસ્તાઓના ફરઝંદ !

[18:03.00]

يَابْنَ الْأَعْلَامِ اللّآءِ حَةِ

અય સ્પષ્ટ નિશાનીઓના ફરઝંદ!

[18:06.00]

يَابْنَ الْعُلُومِ الْكَامِلَةِ

અય સંપૂર્ણ (ઇલાહી) ઇલ્મના ફરઝંદ!

[18:09.00]

يَابنَ السُّنَنِ الْمَشْهُورَةِ

અય મહૂર સુન્નતોના ફરઝંદ!

[18:11.00]

يَا بْنَ الْمَعَالِمِ الْمَأْثُورة

અય વર્ણવાયેલ નિશાનીઓના ફરઝંદ!

[18:14.00]

يَا بْنَ الْمُعْجِزَاتِ الْمَوْجُودَة

અય મૌજૂદ મોઅજીઝાઓના ફરઝંદ !

[18:18.00]

يَابنَ الدَّلاوِلِ الْمَشْهُودَةِ

અય રોશન દલીલોના ફરઝંદ !

[18:20.00]

يَابنَ الصّرَاطِ الْمُسْتَقِيمِ

અય સીરાતે મુસ્તકીમ (સીધા રસ્તા)ના ફરઝંદ!

[18:24.00]

يَابنَ النَّبَهِ الْعَظِيمِ

અય મહાન ખબરોના ફરઝંદ !

[18:27.00]

يَابنَ مَنْ هُوَ فِى أُمِّ الْكِتَابِ لَدَى اللهِ عَلِيٌّ حَكِيمُ

અય તેના ફરઝંદ ! જે ઉમ્મુલ કિતાબમાં ખુદાની નજીક ઘણા જ ઊંચા અને હિકમતવાળા છે!

[18:34.00]

يَا بْنَ الْآيَاتِ وَالْبَيِّنَاتِ

અય નિશાનીઓ અને સ્પષ્ટ પુરાવાઓના ફરઝંદ !

[18:37.00]

يَابنَ الدَّلاوِلِ الظَّاهِرَاتِ

અય જાહેર દલીલોના ફરઝંદ!

[18:40.00]

يَابنَ البَرَاهِينِ الْوَاضِحَاتِ الْبَاهِرَاتِ

અય ખુલ્લી સાબિતી અને સ્પષ્ટ પુરાવાના ફરઝંદ !

[18:44.00]

يَا بْنَ الْحُجُ الْبَالِغَاتِ

અય સંપૂર્ણ દુજ્જતોના ફરઝંદ !

[18:47.00]

يَابنَ النِّعَمِ السَّابِغَاتِ

અય ખુદાની વિપુલ નેઅમતોના ફરઝંદ !

[18:50.00]

يَابنَ طه وَالْمُحْكَمَاتِ

અય તાહા અને મજબૂત નિશાનીઓના ફરઝંદ !

[18:54.00]

يَابنَ يُسَ وَالنَّارِيَاتِ

અય યા’સીન અને ઝારેયાતના ફરઝંદ !

[18:58.00]

يَابنَ الطُّوْرِ وَ الْعَادِيَاتِ

અય તૂર અને આદેયતના ફરઝંદ !

[19:01.00]

يَابْنَ مَنْ دَنْ فَتَدَلَّى فَكَانَ قَابَ قَوْسَيْنِ اَوْ اَدْنى دُنْوَا وَاقْتِرابًا مِّنَ الْعَلِي الْأَعْلى

અય તેમના ફરઝંદ કે જે (શબે મેઅરાજ) અલ્લાહની નઝદીકીમાં એટલા વધતા ગયા કે બે કમાન અથવા તેનાથી પણ ઓછું અંતર રહી ગયું અને તેઓ અલીચ્યુલ અઅલા (અલ્લાહ)થી નજદીક તર થતા ગયા.

[19:16.00]

لَيْتَ شِعْرِى

અય કાશ કે હું જાણી શકતે કે

[19:19.00]

اَيْنَ اسْتَقَرَّتْ بِكَ النَّوى

આપનું રહેઠાણ કેટલું દૂર છે?

[19:22.00]

بَلْ اَيُّ أَرْضِ تُقِلُكَ اَوْ ثَرى

અથવા તે કઈ જમીન છે કે જે આપના અસ્તિત્વથી સરફરાઝ છે?

[19:27.00]

اَبِرَضُوى أَوْ غَيْرِهَا أَمْذِي طُوًى

શું તે ‘રઝવા’નો પહાડ છે કે પછી ‘વાદીએ ઞીતોવા' અથવા તો બીજી કોઈ જમીન?

[19:34.00]

عَزِيزٌ عَلَى أَنْ أَرَى الْخَلْقَ وَلَا تُرى

મારા માટે એ કેટલું અસહ્ય છે કે હું દરેક વસ્તુને તો જોઇ શકું છું પણ આપના દીદારથી મહેરૂમ રહું છું.

[19:44.00]

وَلَا اَسْمَعُ لَكَ حَسِيسًا وَلَا نَجْوى

અને તમને હું ન તો મોટા અવાજમાં કે ન તો એકાંતમાં સાંભળી શકું છું.

[19:50.00]

عَزِيزٌ دُونِي الْبَلْوَى عَلَىَ اَنْ تُحِيْطَ بِک وَلَا يَنَالُكَ مِنِّى ضَجِيجُ وَلَا شَكُوى

મારા માટે તે કેટલું અસહ્ય છે કે બલાઓ મારા બદલે આપને ઘેરી લે છે અને મારૂં આક્રંદ અને ફરીયાદ તમારા સુધી નથી પહોંચતી.

[20:02.00]

بِنَفْسِى اَنْتَ مِنْ مُغَيْبٍ لَّمْ يَخْلُ مِنا

મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ ગાયબ છો પણ અમારી વચ્ચેથી કદી બહાર નથી ગયા.

[20:09.00]

بِنَفْسِى اَنْتَ مِنْ نَّازِحِ مَا نَزَحَ عَنَّا

મારી જાન આપના ઉપર કુરબાન થાય, આપ દૂર છો પણ અમારાથી કદી દર નથી થતા.

[20:17.00]

بِنَفْسِي اَنْتَ أُمْنِيَّةُ شَاءِ قِ يَتَمَنى مِنْ مُؤْمِنٍ وَمُؤْمِنَةٍ ذَكَرًا فَحَنَّا

મારી જાન આપના પર કુરબાન, આપ દરેક ચાહનારાઓની આરઝુ છો. દરેક મોઅમીન અને મોઅમેનાત આપની તમન્ના રાખે છે અને આપને યાદ કરે છે અને આપના માટે લાગણી વ્યક્ત કરે છે.

[20:33.00]

بِنَفْسِى اَنْتَ مِنْ عَقِيْدِ عِزِ لَّا يُسَافَى

મારી જાન આપના ઉપર નિસાર, આપ ઇઝઝતના મોહાફીઝ છો જેની બરાબરી નથી થઈ શકતી.

[20:41.00]

بِنَفْسِى أَنْتَ مِنْ آثِيْلِ مَجْدٍ لَّا يُجَارُى

મારી જાન આપના ઉપર ફીદા થાય, અપ્પ ઍવી ખરી ભવ્યતાવાળા છો જેની સરખામણી થઈ શકતી નથી.

[20:50.00]

بِنَفْسِى اَنْتَ مِنْ تِلَادِ نِعَمٍ لَّا تُضَاهى

મારી જાન આપના ઉપર કુરબાન, આપ એવી કદીમ નેઅમતમાંથી છો જેની કોઇ મીસાલ નથી.

[20:58.00]

بِنَفْسِى اَنْتَ مِنْ نَّصِيْفِ شَرَفٍ لَّا يُسَاوَى

મારી જાન આપના ઉપર નિસાર, આપ એવા શરફ અને બુઝુર્ગીવાળા છો જેમની બરોબરી અશકય છે.

[21:06.00]

إلى مَتَى أَحَارُ فِيْكَ يَا مَوْلَايَ

અય મૌલા, કયાં સુધી હું આપના માટે વ્યાકુળ રહું?

[21:11.00]

وإلى مَتى وَاَيَّ خِطَابِ اَصِفُ فِيْكَ وَأَيَّ نَجْوى

અને કયાં સુધી અને આપના બારામાં કઇ સિફતો વડે હું આપને સંબોધન કરૂં અને કેવી રીતે હું (આપની સાથે) દીલના ભેદની વાતો કરૂં.

[21:20.00]

عَزِيزٌ عَلَى أَنْ أَجَابَ دُونَكَ وَأَنَا غَى

મારા માટે એ વાત અસહ્ય છે કે આપના સિવાય બીજાઓ મને જવાબ આપે.

[21:27.00]

عَزِيزٌ عَلَى أَنْ أَبْكِيكَ وَيَخْذُ لَكَ الْوَرى

મારા માટે એ ખૂબજ દુઃખદાયક વાત છે કે હું આપના માટે રડું જયારે કે માનવજાત આપને ત્યજી દે.

[21:35.00]

عَزِيزٌ عَلَى أَنْ يَجْرِيَ عَلَيْكَ دُونَهُمْ مَّا جَرَى

મારા માટે એ ખૂબજ કષ્ટદાયક છે કે બધી મુસીબતો આપના ઉપરજ પડે છે.

[21:41.00]

هَلْ مِنْ مُعِينٍ فَاطِيْلَ مَعَهُ الْعَوِيْلَ وَالْبُكَاءَ

છે કોઇ મદદગાર કે જેની સાથે હું મારા રૂદન અને વિલાપને લંબાવી શકું?

[21:47.00]

هَلْ مِنْ جَزْفِعٍ فَأَسَاعِدَ جَزَعَةً إِذَا خَلَا

છે કોઇ (આપને યાદ કરીને) રડવાવાળો? કે જયારે તે એકલો રડે તો હું તેની સાથે જોડાઇ જાઉ.

[21:53.00]

هَلْ قَدِيَتْ عَيْنٌ فَسَاعَدَتْهَا عَيْنِي عَلَى الْقَذى

છે કોઇ એવી આંખ કે જે (આપના વિયોગમાં) બેચૈન થઈ ગઈ હોય જેથી મારી આંખ તેની હમદર્દ બને?

[22:00.00]

هَلْ اِلَيْكَ يَا بُنَ أَحْمَدَ سَبِيلٌ فَتُلْقَى

અય ઇબ્ને એહમદ (અ.સ.) ! શું કોઈ રસ્તો છે કે આપની સાથે મુલાકાત થાય?

[22:07.00]

هَلْ يَتَصِلُ يَوْ مُنَا مِنْكَ بِعِدَةٍ فَنَحْظى

શું અમારો આ (જુદાઈનો) દિવસ (આપને મળવાની) ખુશખબરીના દિવસ સાથે જોડાઇ જશે? કે અમને આપના દિદાર નસીબ થાય?

[22:18.00]

مَتَى نَرِدُ مَنَا هِلَكَ الزَّوِيَّةَ فَنَرُوى

કયારે અમે આપના એ સૈરાબ કરનારા ઝરણા ઉપર હાજર થશે ? જેના થકી અમો (તમારા દિદારની) અમારી તરસને બુજાવી શકીશું?

[22:28.00]

مَتى نَنْتَقِعُ مِنْ عَذَبِ مَآءِكَ فَقَدْ طَالَ الصَّدى

કયારે અમે આપના ઝરણાંના મધુર પાણીથી ફાયદો મેળવીશું? પ્યાસ તો બહુજ લંબાણી છે.

[22:36.00]

مَتَى نُغَادِيْكَ وَنُرَاوِحكَ فَنُقِرَّ عَيْنا

કયારે અમો આપની સાથે સવાર અને સાંજ વિતાવીશું અને આપના દિદારથી અમારી આંખોને સુકૂન (ઠંડક) પહોંચશે?

[22:46.00]

مَتى تَرَانَا وَنَرَاكَ وَقَدْ نَشَرْتَ لِوَاءَ النَّصْرِ تُرى

કયારે આપ અમને જોશો અને અમે આપને જોઈશું ? અને આપ વિજયનો પરચમ (અલમ) લહેરાવતા નજરે પડશો?

[22:56.00]

اَتَرَانَا نَحُقُ بِك وَاَنْتَ تَؤُمُ الْمَلاً وَ قَد ملأت الا رْضَ عَدْلًا وَاَذَ قَتَ اَعْدَاءَكَ هَوَانًا وَعِقَابًا

આપ અમને આપની ફરતે ભેગા થયેલા જોશો અને આપ બધા લોકોની ઇમામત કરી રહ્યા હશો. જયારે આપે જમીનને અદ્લો-ઇન્સાફથી ભરી દીધી હશે અને આપના દુશ્મનોને ઝિલ્લત અને અઝાબનો સ્વાદ ચખાડી દીધો હશે.

[23:13.00]

وَاَبَرتَ الْعُتَاةَ وَ جَحَدَةَ الْحَقِّ وَقَطَعْتَ دَابِرَ الْمُتَكَبِرِينَ وَاجْتَثَثْتَ أُصُولَ الظَّالِمِينَ

અને આપે બળવાખોરો અને હકનો ઈન્કાર કરનારાઓનો નાશ કરી દીધો હશે અને ઘમંડીઓના સિલસિલાને કાપી નાખ્યો હશે અને ઝાલીમોના મૂળીયા ઉખાડી ફેંકયા હશે.

[23:26.00]

وَنَحْنُ نَقُولُ اَلْحَمْدُ لِلهِ رَبِّ الْعَالَمِينَ

અને પછી અમે કહી રહ્યા હશુંઃ “સઘળા વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહના માટે છે”

[23:34.00]

اَللّهُمَّ اَنْتَ كَشَافُ الْكُرَبِ وَالْبَلْوى

અય અલ્લાહ તુંજ દુઃખો અને બલાઓને દૂર કરનારો છો.

[23:39.00]

وَالَيْكَ اسْتَعْدِئُ فَعِنْدَكَ الْعَدُوى

અને તારી બારગાહમાં હું ફરિયાદ કરૂં છું અને તારી પાસેજ આશ્રય સ્થાન છે;

[23:44.00]

وَاَنْتَ رَبُّ الْآخِرَةِ وَالدُّنْيَا

અને તુજ દુનિયા અને આખેરતનો પાલનહાર છો.

[23:49.00]

فَاَغِثْ يَا غِيَاثَ الْمُسْتَغِيثِينَ عُبَيْدَكَ الْمُبْتَلى

પછી ફરીયાદને પહોંચ, અય ફરીયાદીઓની ફરીયાદને સાંભળનાર, મુસીબતમાં ફસાએલા તારા બંદાઓની ફરીયાદને દૂર કર.

[24:01.00]

وَارِهِ سَيْدَةَ يَا شَدِيدَ الْقُوَى

અય બહુજ શક્તિશાળી ! તું તારા આ બંદાને તેના સરદાર અને આકાનો દિદાર કરાવ.

[24:07.00]

وَازِلُ عَنْهُ بِهِ الْآسَى وَالْجَوَى

અને તેમના (ઈમામ અ.સ.ના) થકી તેના (આ બંદાના) દુ:ખ અને દર્દને દૂર કરી દે.

[24:13.00]

وَبَرِّدُ عَلِيْلَهُ يَا مَنْ عَلَى الْعَرْشِ اسْتَوَى وَمَنْ إِلَيْهِ الرُّجعى وَالْمُنْتَهى

અને તેના દિલની આગને ઠંડી કરી દે, અય અર્શ ઉપર હુકુમત ધરાવવાવાળા અને જેની તરફ પાછું ફરવાનું છે અને તેની તરફ જ અંત છે.

[24:25.00]

اللهُم وَنَحْنُ عَبِيدُكَ التَّاءِ قُوْنَ إِلى وَلِيْكَ الْمُذَكْرِ بِكَ وَبِنَبِيك

અય અલ્લાહ તમે તારા નાચીઝ (તુચ્છ) બંદાઓ છીએ, તારા એ વલીના દિદારના તલબગાર છીએ, કે જે તારી અને તારા નબીની યાદ અપાવે છે.

[24:40.00]

خَلَقْتَهُ لَنَا عِصْمَةً وَ مَلَاذَا وَأَقَمْتَهُ لَنَا قِوَا مَا وَمَعَاذَا

તે એમને અમારા માટે (અમારા દીનના) રક્ષક અને નિગેહદાર બનાવ્યા અને અમારા માટે સહારો અને પનાહનો ઝરીયો બનાવ્યા.

[24:49.00]

وَجَعَلْتَهُ لِلْمُؤْمِنِينَ مِنَّا إِمَامًا

અને તે એમને અમો જે મોઅમીનો છે તેના માટે ઈમામ બનાવ્યા.

[24:53.00]

فَبَلِغْهُ مِنَا تَحِيَّةً وَسَلَامًا

તો પછી તું એમની ખીદમતમાં અમારી શુભેચ્છા (તહીય્યત) અને સલામ પહોંચાડી દે.

[24:58.00]

وَزِدْنَا بِذلِكَ يَارَبِّ اكْرَامًا

અને આ (સલામ)ના કારણે અમારી ઈઝઝતમાં અને ઈકરામમાં વધારો કર. અય અમારા પરવરદિગાર!

[25:04.00]

وَاجْعَلْ مُسْتَقَرَّة لَنَا مُسْتَقَرًّا وَمُقَامًا

અને એમના રહેઠાણને અમારૂં રહેઠાણ અને રહેવાની જગ્યા બનાવી દે.

[25:13.00]

وَاَتْمِمْ نِعْمَتَكَ بِتَقْدِيمِكَ إِيَّاهُ آمَا مَنَا حَتَّى تُوْرِدَ نَا جِنَانَكَ وَمُرَا فَقَةَ الشُّهَدَاءِ مِنْ خُلَصَاءِ كَ

અને તેમની ઈમામતના થકી અમારા ઉપર તારી નેઅમતોને સંપૂર્ણ કરી દે. ત્યાં સુધી કે તું અમને તારી જન્નતમાં દાખલ કરી દે અને અમને તારા મુખ્વીસ બંદાઓમાંથી જે શહીદો છે તેમનો સાથ અતા કર.

[25:27.00]

اللّهُمَّ صَلِّ عَلى مُحَمَّدٍ وَ الِ مُحَمَّدٍ

અય અલ્લાહ, મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર સલવાત નાઝિલ કર.

[25:35.00]

وَصَلِّ عَلَى مُحَمَّدٍ جَدِه وَرَسُولِكَ السّيّدِ الأَكْبَرِ

અને દુરૂદ નાઝિલ કર એમના જણ્ અને તારા રસૂલ મોહમ્મદ (સ.અ.વ.) ઉપર કે જે મોટા સૈયદ (સરદાર) છે.

[25:45.00]

وَ عَل اَبِيْهِ السَّيِّدِ الْأَصْغَرِ

અને એમના પિતા (અલી અ.સ.) ઉપર કે જે નાના સૈયદ (સરદાર) છે.

[25:50.00]

وَجَدَّتِهِ الصّدِيقَةِ الكُبرى فَاطِمَةَ بِنْتِ مُحَمَّدٍ

અને એમના દાદી, જનાબે ફાતેમા (સ.અ.) કે જે મોહમ્મદ (સ.અ.વ.)ના દુખ્તર સીદદીકતુલ કુબરા છે.

[25:01.00]

وَ عَلَى مَنِ اصْطَفَيْتَ مِنْ آبَاءِهِ الْبَرَرَةِ

અને એમના નેક બાપ દાદાઓ જેમને તે ચુંટી કાઢયા છે એમના ઉપર સલવાત નાઝિલ કર.

[26:09.00]

وَعَلَيْهِ اَفْضَلَ وَاكْمَلَ وَاَتَمَّ وَاَدُ وَمَ وَاَكْثَرَ وَاوْفَرَ مَا صَلَّيْتَ عَلَى أَحَدٍ مِّنْ أَصْفِيَا عِكَ وَ خِيَرَتِكَ مِنْ خَلْقِكَ

અને ખુદ એમની (ઈમામ અ.સ.ની) ઉપર ઉત્તમ, બધી રીતે સંપૂર્ણ અને તમામ, અને હંમેશા બાકી રહેવાવાળી, ખૂબજ અને ભરપૂર રહેમતો નાઝિલ કર કે જે કંઇ તે તારી મમ્બુકમાંથી તારા પસંદ કરેલા ખાસ અને શ્રેષ્ઠ બંદાઓ ઉપર નાઝિલ કરી છે.

[26:25.00]

وَ صَلِّ عَلَيْهِ صَلَو ةً لَّا غَايَةَ لِعَدَدِهَا وَلَا نِهَايَةَ لِمَدَدِهَا وَلَا نَفَادَ لاَ مَرِهَا

અને એમના ઉપર એવી સલવાત મોકલ કે જે ગણી ન શકાય અને જેની વિશાળતાનો અંત ન હોય અને જેની મુદ્દત કદી ખતમ ન થાય.

[26:35.00]

اللهُم وَاقِمُ بِهِ الْحَقَّ

અય અલ્લાહ ! એમના થકી હકને સ્થાપિત કરી દે.

[26:40.00]

وَاَدْ حِضْ بِهِ الْبَاطِلَ

અને એમના થકી બાતિલનો નાશ કરી દે.

[26:43.00]

وَادِلُ بِهِ أَوْلِيَاءَكَ

અને એમના થકી તારા દોસ્તોને બલંદી અતા ફરમાવ.

[26:47.00]

وَاذْلِك بِه أَعْدَاءَكَ

અને એમના થકી તારા દુશ્મનોને ઝલીલ (અપમાનિત) કર.

[26:51.00]

دِى إِلى مُرَا فَقَةِ سَلَفِه

અને અય અલ્લાહ અમારા અને એમના દરમ્યાન એવા સંબંધ કાયમ કર જે અમને તેમના બુઝુર્ગોના સંગાથનું બહુમાન (ઈઝઝત) અતા કરે.

[27:00.00]

وَاجْعَلْنَا مِمَّنْ يَأْخُذُ بِحُجْزَتِهِمْ وَيَمُكُثُ فِي ظِلِهِمْ

અને અમારો તે લોકોમાં શુમાર કર જે તેમના દામનથી જોડાયેલા છે અને જે તેમના છાયામાં પનાહ લે છે.

[27:08.00]

وَاَعِنَّا عَلَى تَأْدِيَةِ حُقُوقِهِ إِلَيْهِ وَالْإِجْتِهَادِ فِي طَاعَتِهِ وَاجْتِنَاب مَعْصِيَتِه

અને અમને એમના હક અદા કરવામાં, એમની ઇતાઅતની કોશિશ કરવામાં અને એમની નાફરમાનીથી બચવામાં અમારી મદદ કર.

[27:18.00]

وَامْنُنْ عَلَيْنَا بِرِضَاهُ وَهَبْ لَنَا رَأفَتَهُ وَرَحْمَتَهُ وَدُعَاءَهُ وَخَيْرَة

અને અમારા ઉપર એ એહસાન કર કે એમની ખુશનુદી હાસિલ થઈ જાય અને અમને એમની મહેરબાની, રહેમત, એમની દુઆ અને એમની નેકીઓ અતા કર.

[27:28.00]

مَا نَنَالُ بِهِ سَعَةً مِّنْ رَّحْمَتِكَ وَفَوْزًا عِنْدَكَ

જેથી કરીને તેમના દ્વારા તારી રહેમતની વિશાળતા મેળવીએ અને તારી નજીક સફળતા મેળવીએ.

[27:35.00]

وَاجْعَلْ صَلوتَنَا بِهِ مَقْبُوْلَةً

અને એમના વાસ્તાથી અમારી નમાઝોને કબૂલ કર,

[27:39.00]

وَذُنُوبَنَا بِهِ مَغْفُورَةً

અને એમના વાસ્તાથી અમારા ગુનાહોના માફ કર.

[27:43.00]

ودُعَاءَنَا بِهِ مُسْتَجَابًا

અને એમના વાસ્તાથી અમારી દોઆઓને કબૂલ કર.

[27:47.00]

وَاجْعَلْ أَرْزَاقَنَا بِهِ مَبْسُوطَةً

અને એમના વાસ્તાથી અમારી રોઝીમાં વિશાળતા અતા કર,

[27:51.00]

وَهُمُوْ مَنَا بِهِ مَكْفِيَّةً

અને એમના વાસ્તાથી અમારા ગમો (દુઃખો)ને દૂર કર.

[27:54.00]

وَحَوَاءِ جَنَا بِهِ مَقْضِيَّةً

અને એમના વાસ્તાથી અમારી હાજતોને પૂરી કર.

[27:58.00]

وَأَقْبِلُ إِلَيْنَا بِوَجْهِكَ الكَرِيمِ

અને તારો કરીમ ચેહરો અમારી તરફ ફેરવી દે.

[28:02.00]

وَاقْبَلْ تَقَرُبَنَا إِلَيْكَ

અને તારી તરફ અમારી નજદીકીને કબૂલ કરી લે.

[28:06.00]

وَانْظُرْ إِلَيْنَا نَظرَةً رَّحِيْمَةً نَّسْتَكْمِلُ بِهَا الْكَرَامَةَ عِنْدَكَ

અને અમારા તરફ રહેમતની નજર ફરમાવ, જેના થકી તારી નજદીક અમારી ઇઝઝત (માન) સંપૂર્ણ થાય.

[28:13.00]

ثُمَّ لاَ تَصْرِفُهَا عَنَّا بِجُوْدِكَ

પછી કદી પણ તારી ઉદારતા (કરમથી) અમને વંચિત ન રાખજે.

[28:17.00]

وَاسْقِنَا مِنْ حَوْضِ جَدِه صَلَّى اللهُ عَلَيْهِ وَالِهِ بِكَأْسِهِ وَبِيَدِه

અને એમના (ઇમામ અ.સ.ના) જદ્ (નબી સ.અ.વ.)ના હૌઝથી અમારી તરસને બુજાવી દે તેમના જ પ્યાલા વડે અને તેમના જ મુબારક હાથે.

[28:28.00]

رَيَّا رَوِيًّا هَنِئَ مَّا سَاءِ غَالَا ظَمَاءَ بَعْدَةَ

એક મીઠું, ઠંડુ, ચોખ્ખુ, મનપસંદ પીણું (પીવડાવ) કે જેના પછી કયારેય પણ પ્યાસનો અહેસાસ ન થાય.

[28:36.00]

يَا أَرْحَمَ الرَّاحِمِينَ

અય રહેમ કરનારાઓમાં શ્રેષ્ઠ રહેમ કરનાર.

[28:39.00]