૯-મી રાતના મગરિબની નમાઝ પડવાની બાદ અને ઈશા પહેલા (6 રકાત નમાઝ છે), દરેક રકાતમા અલહમદ ના સુરાની બાદ સાત વખત “આયતુલ કુરસી” પડે, અને નમાઝ તમામ કર્યા બાદ 50 વખત સલવાત પડે, તેનો સવાબ એ છે કે સિદીકો શહીદો અને સાલેહોનાં અઅમાલની જેમ તેના અઅમાલને મલાએકા બલદ કરે.