૩૦મી શાબાનની રાત ની નમાઝ

 

 

 

હ.રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત મળે છે, જે કોઈ 30મી રાત્રે ૨ રકાત નમાઝ પડે છે, દરેક રકાતમાં સુરએ હમ્દ પછી અને દસ વખત સુરએ અઅલા પડે, અને નમાઝ પુરી કર્યા બાદ 100 વખત સલવાત પડે.
હું તેના સોગંદ ખાઉં છું જેણે મને નબુવ્વત માટે યોગ્ય રીતે નિયુક્ત કર્યો છે કે અલ્લાહ તેમના માટે જન્ન્તમાં દસ લાખ શહેરો સ્થાપિત કરશે અને જન્ન્ત અને પૃથ્વીના બધા રહેવાસીઓ પણ ભેગા થશે, તેઓ તેમના બદલાની ગણતરી કરી શકશે નહીં. અલ્લાહ તેમની એક હજાર જરૂરિયાતો પણ પૂરી કરશે.