હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ચોથી રાત્રે બે-બે રકાત કરીને એકસો રકાત નમાઝ પઢે, કે જેની પેહલી રકાત મા એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત સુરએ ફલક પઢે. તથા બીજી રકાતમા પેહલી રકાત મા એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત સુરએ નાસ પઢે તો દરેક આસમાનમાંથી એક ફરીશતો નાઝીલ થાય છે અને તે બધા ફરીશતાઓ કયામત સુધી તેની માટે આ નમાઝ નો સવાબ લખતા રહેશે, કયામતના દિવસે તેનો ચેહેરો પુનમના ચાંદ ની જેમ ચમકતો હશે, તેને જમણા હાથમાં આમાલનામું આપવામા આવશે અને તેનો હિસાબ આસાનીથી લેવામાં આવશે.