હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની છવ્વીસમી રાત્રે બે-બે રકાત કરીને 12 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 40 વખત (અથવા રિવાયત મુજબ 4 વખત) સુરએ તોહીદ પઢે તો ફરીશતાઓ તેની સાથે મુસાફેહો કરશે,અને જેની સાથે ફરીશતાઓ મુસાફેહો કરે તે પુલે સેરાત, હિસાબ અને મીઝાન ના વુકુફથી અમાનમાં રહેશે,અલ્લાહ તેની માટે 70 ફરીશતોઓને મુકરર કરશે કે જેઓ આ નમાઝી માટે ઈસ્તીગફાર કરશે અને તેનો સવાબ ને લખશે અને તેની માટે તહલીલ પઢશે,અને સવાર સુધી તેની માટે અલ્લાહ પાસે ઈસ્તીગફાર કરશે કે અય અલ્લાહ,તારા આ બંદા ને માફ કરી દે.