હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની પચ્ચીસમી રાત્રે મગરિબ અને ઈશાની નમાઝની વચ્ચે રાત્રે બે-બે રકાત કરીને 20 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત “આમનર રસુલ” વાળી આયત પઢે, ત્યાર બાદ એક વખત સુરએ તોહીદ પઢે તો અલ્લાહ તેની હિફાઝત કરશે તેમજ તેના કુટુંબ ની,તેના દીનની,તેના માલની,તેની દુનિયાની અને તેની આખરેતની હિફાઝત કરશે અને તે પોતાની જગ્યા ઉપરથી આ નમાઝ પઢીને ઉભો થાય તે પહેલાજ અલ્લાહ તેને માફ કરી દેશે.