રજબની 24 મી રાત ની નમાઝ

 

 

હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ચોવીસમી રાત્રે બે-બે રકાત કરીને 40 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત “આમનુર રસુલ” વાળી આયત પઢે, ત્યારબાદ એક વખત સુરએ તોહીદ પઢે તો અલ્લાહ તેની માટે 1000 નેકીઓ લખશે, 1000 ગુનાહોને માફ કરી દેશે,તેના 1000 દરજજાઓ બુલંદ કરશે,આસમાનમાંથી 1000 ફરીશતાઓ નાઝીલ થશે કે જેઓ હાથ ઉંચા કરીને આ નમાઝી ઉપર દુરૂદ અને સલામ કરતા હશે,અલ્લાહ તેને દુનિયા અને આખરેતમાં સલામતી અતા કરશે,અને જાણે તેણે શબે કદ્રને પામી લીધી છે.