હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ત્રેવીસમી રાત્રે બે રકાત નમાઝ પઢે, જેની બને રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 5 વખત સુરએ ઝોહા ( સુરા નબર 93) પઢે તો તેણે પઢેલા હરફો ની અદદ મુજબ તેમજ કાફિર મર્દો અને કાફીર ઓરતોની અદદ મુજબ જન્નતમાં તેને દરજજાઓ મળશે,અલ્લાહ તેને 70 હજ્જનો સવાબ,અને એક 1000 તશીએ જનાઝા કરનારનો સવાબ,અને એક 1000 બિમારો ની અયાદત કરવાનો સવાબ,અને 1000 મુસલમાનની હાજત પૂરી કરનારનો સવાબ અતા કરશે.