હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની બાવીસમી રાત્રે બે-બે રકાત કરીને 8 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 7 વખત સુરએ કાફેરૂન પઢે,નમાઝ તમામ કર્યા પછી 10 વખત નબી (સ.અ.વ) અને તેમની ઓલાદ ઉપર સલવાત મોકલે,ત્યારબાદ 10 વખત ઈસિતગફાર કરે,તો તેને ત્યાં સુધી મોત નહી આવે જ્યાં સુધી તે જન્ન્તમા પોતાની જગ્યા અને મકાન ન જોય લે,અને તે મુસલમાનની મોત મરશે,અને તેને 70 નબીઓનો અજર અતા કરવામાં આવશે.