હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની એકવીસમી રાત્રે બે-બે રકાત કરીને 6 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ કવસર 10 વખત સુરએ તોહીદ પઢે,અલ્લાહ તઆલા કેરામલ કાતેબીન (આમાલનામું લખનાર ફરીશતાઓ) ને હુકમ આપે છે કે આ નમાઝી ના બુરા કાર્યો ને આવતા વર્ષ સુધી લખશો નહી અને એક વર્ષ સુધી તેના આમાલનામાની અંદર નેકીઓં લખજો,કસમ છે તે ઝાતની કે જેના હાથમાં મારી જાન છે,અને કસમ છે તે પાક ઝાતની જેણે મને નબી બનાવ્યો છે,જે કોઈ મારી સાથે મોહબ્બત કરે છે તો તે આ નમાઝને પઢે,અગર ઉભા ઉભા પડવાની શકિત ન રાખતો હોય તો બેઠા બેઠા પઢે,કારણ કે અલ્લાહ ફરીશતાઓ ઉપર આ નમાઝો માટે ફખ્ર અને ગર્વ કરે છે અને કહે છે કે મેં તેને માફ કરી દીધો છે.