હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ઓગણીસમી રાત્રે બે-બે રકાત કરીને 4 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 15 વખત આયતુલ કુરસી પઢે અને 15 વખત સુરએ તોહીદ પઢે તો અલ્લાહ તઆલા જે સવાબ હઝરત મુસા (અ.) ને આપેલ છે,તેની જેવો સવાબ તેને પણ અતા કરશે,દરેક હરફનાં બદલામાં શહીદ નો સવાબ મળશે, ફરીશતાઓ તેને ત્રણ બશારત અને ખુશખબરી આપશે,પહેલું:તેના એબ મોફીકમાં જાહેર નહી થાય,બીજું:તેની હિસાબ લેવામાં નહી આવે, ત્રીજું:હિસાબ વગર તે જન્ન્તમાં દાખલ થશે:અને જયારે અલ્લાહની બારગાહમાં હાજર થશે તો અલ્લાહ તેને સલામ કરશે અને તેને કહેશે કે અય મારા બંદા,તુ ડર નહી અને પરેશાન પણ થતો નહી કારણ કે હુ તારીથી રાઝી છુ અને તારી માટે જન્નત હલાલ છે.