હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની તેરમી રાત્રે બે-બે રકાત કરીને 10 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત સુરએ આદેયાત પઢે,અને બીજી રકાતમા એક વખત સુરએ અલહમ્દ પછી એક વખત સુરએ અલહાકોમુતકાસર પઢે (અન્ય 9 રકાતમા આ રીતે પઢે) અગર તેના મા-બાપ તેને આક કરી દીધો હશે તો અલ્લાહ તેનાથી રાઝી થઈ જશે, મુન્કીર અને નકીર તેની નજીક પણ નહી આવે અને તેને ડરાવશે નહી,અને પુલે સેરાત ઉપર થી વિજળી વેગે પસાર થઈ જશે,તેને જમણા હાથમા પોતાનું આમાલનામુ આપવામાં આવશે,અને તેના નેક આમાલનું પલડું ભારી હશે,અને જન્ન્તે ફિરદોસમાં તેને 1000 શહેરો આપવામાં આવશે.