હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની દસમી રાત્રે બે-બે રકાત કરીને 12 રકાત નમાઝ પઢે,કે કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી ત્રણ વખત સુરએ તોહીદ પઢે તો અલ્લાહ તેના માટે લાલ યાકુતના પાયાઓ ઉપર એક મહેલ અતા કરશે, આ પાયાની અંદર સાત-સો ઓરડાઓ હશે. જે દરેક આ દુનિયા કરતા મોટા છે. તેમાંના તમામ રૂમ સોના, ચાંદી, માણેક અને યાકુતથી બનેલા છે. આ મહેલમાં એટલાં ઘર છે જેટલાં આકાશમાં તારાઓ છે અને ત્યાં એવી વસ્તુઓ છે જેનું વર્ણન માણસ કરી શકતો નથી.