હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની ત્રીસમી રાત્રે બે-બે રકાત કરીને 10 રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી 10 વખત સુરએ તોહીદ પઢે, તો અલ્લાહ તઆલા તેને જન્ન્તે ફિરદોસમાં સાત શહેરો તા કરશે કબ્રમાંથી જયારે બહાર આવશે ત્યારે તેનો ચેહરો પુનમના ચાંદની જેમ ચમકતો,પુલે સેરાત ઉપર થી વિજળી વેગે પસાર થાય જશે અને જહન્નમની આગ થી નજાત પામશે.