હઝરત રસુલે ખુદા (સ.અ.વ) થી રિવાયત છે કે જો કોઈ માહે રજબ ની સાતમી રાત્રે બે-બે રકાત કરીને ચાર રકાત નમાઝ પઢે,કે જેની દરેક રકાતમાં એક વખત સુરએ અલહમ્દ પછી ત્રણ વખત સુરએ તોહીદ પઢે, ત્રણ વખત સુરએ ફલક ત્રણ વખત સુરએ નાસ પઢે, દરેક નમાઝ પછી દસ વખત તસ્બીહાતે અરબા પઢે,તો અલ્લાહ તઆલા તેને પોતાનો અર્શનો છાંયો અતા કરશે,તેને માહે રમઝાનના રોઝાઓ રાખવાનો સવાબ અતા કરશે,જ્યાં સુધી આ નમાઝમાં મશગુલ હશે ત્યાં સુધી તેની માટે ફરીશતાઓ ઈસ્તીગફાર કરશે,કબ્ર ની સખ્તીઓ અને પરેશાની તેની માટે આસાન થઈ જશે,જન્ન્તમાં પોતાનું મકાન ન જોઈ લે ત્યાં સુધી આ દુન્યા માં તેને મોત નહી આવે તેને અલ્લાહ તેના મોટા ખોફથી અમાન આપશે.