૧૪ રકઆત નમાઝ
૧૪ રકઆત નમાઝ પઢે અને દરેક રકઆતમાં સૂરએ અલ્હમ્દ પછી આયતલ કુરસી પઢે અને પછી ૩ વખત સૂરએ તૌહીદ પઢે તો તેને દરેક રકઆતના બદલામાં ૪૦ વર્ષની ઈબાદતનો સવાબ મળશે, અને આ મહીનામાં જે બધા લોકોએ રોઝા રાખ્યા હશે અને નમાઝ પઢી હશે તેની ઈબાદતનો સવાબ તેને મળશે.
રાતના છેલ્લા ભાગમાં ગુસ્લ કરે
રાતના છેલ્લા ભાગમાં ગુસ્લ કરે અને મુસલ્લા ઉપર (જે જગ્યા ઉપર નમાઝ અદા કરતો હોય) ત્યાં તુલુએ ફજ્ર (નમાઝે સુબહના અવ્વલ સમય) સુધી બેસે (અને ઇબાદતોમાં મશગૂલ રહે).