દોઆએ અરફા-ઈમામ હુસૈન (અ.સ.)

بِسْمِ اللهِ الرَّحْمَانِ الرَّحِيمِ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

اَلْحَمْدُ لِلَّهِ ٱلَّذِي لَيْسَ لِقَضَائِهِ دَافِعٌ وَلاَ لِعَطَائِهِ مَانِعٌ

અલ હમ્‍દો લિલ્‍લાહિલ લઝી લયસ લે કઝાએહી દાફેઉવ વલા લે આતએહી માનેઉવ

સર્વે પ્રશંસા એ ખુદાની છે જે માંગ્યા વગર આપનારો છે. અસીમ મહેરબાનીનો માલિક છે, ન કોઈ તેના નિર્ણયને ટોકી શકે છે ન કોઈ તેની આપેલી વસ્તુને રોકી શકે છે

وَلاَ كَصُنْعِهِ صُنْعُ صَانِعٍ وَهُوَ ٱلْجَوَادُ ٱلْوَاسِعُ فَطَرَ اَجْنَاسَ ٱلْبَدَائِعِ وَاَتْقَنَ بِحِكْمَتِهِ ٱلصَّنَائِعَ لا تَخْفَىٰ عَلَيْهِ ٱلطَّلاَئِعُ وَلاَ تَضِيعُ عِنْدَهُ ٱلْوَدَائِعُ

વલા કસુનએહી સુનઓ સાનેઈવ વ હોવલ જવાદુલ વાસેઓ ફતર અજનાસલ બદાયેએ વ અતકન બે હિકમતેહિસ સનાયેઅ લા તખફા અલયહિત તલાયેઓ વલા તઝીઓ ઈનદહુલ વદાયેઓ

અને ન કોઈ તેના જેવી કોઈ ચીજનું સંશોધન કરી શકે છે. તેણે અજોડ વસ્તુઓ શોધી છે અને તેના સંપૂર્ણ જ્ઞાનથી દરેક ચીજનું તેના હુકમથી સર્જન કર્યું છે. દરેક યુગના સંશોધનો તેનાથી છુપાએલા નથી અને તેની બારગાહમાં અમાનતોનો નાશ થતો નથી.

جَازِي كُلِّ صَانِعٍ وَرَايِشُ كُلِّ قَانِعٍ وَرَاحِمُ كُلِّ ضَارِعٍ وَمُنْزِلُ ٱلْمَنَافِعِ وَٱلْكِتَابِ ٱلْجَامِعِ بِٱلنُّورِ ٱلسَّاطِعِ وَهُوَ لِلدَّعَوَاتِ سَامِعٌ وَلِلْكُرُبَاتِ دَافِعٌ

જાઝી કુલ્‍લે સાનેઈવ વ રાએશો કુલ્‍લે કાનેઈવ વ રાહેમો કુલ્‍લે ઝારેઈવ વ મુનઝેલુલ મનાફેએ વલ કિતાબિલ જામેએ બિન નૂરિસ સાતેએ વ હોવ લિદ દઅવાતે સામેઉવ વ લિલ કોરોબાતે દાફેઉવ

તેના હુકમનું પાલન કરનારને તેનું વળતર આપનાર, દરેક સંતોષ કરનારને બદલો આપનાર, દરેક ફરિયાદ કરનાર ઉપર રહેમ કરવાવાળો છે. નફો મોકલનાર અને ઝળહળતા નૂરની સાથે સંપૂર્ણ કિતાબને ઉતારનાર, દરેકની દોઆ સાંભળનાર, દરેકના દુઃખને દૂર કરનાર,

وَلِلدَّرَجَاتِ رَافِعٌ وَلِلْجَبَابِرَةِ قَامِعٌ فَلاَ إِلٰهَ غَيْرُهُ وَلاَ شَيْءَ يَعْدِلُهُ وَلَيْسَ كَمِثْلِهِ شَيْءٌ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْبَصِيرُ ٱللَّطِيفُ ٱلْخَبِيرُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

વ લિદ દરજાતે રાફેઉવ વ લિલ જબાબેરતે કામેઉન ફલા ઈલાહ ગયરોહૂ વલા શયઅ યઅદેલોહૂ વ લયસકિમિસલેહી શયઉન વ હોવસ સમીઉલ બસીરૂલ લતીફુલ ખબીરો વ હોવ અલા કુલ્‍લે શયઈન કદીર.

દરજ્જાઓને બુલંદ કરનાર, જોર ઝુલ્મ કરનારનો નાશ કરનારો છે, તેના સિવાય બીજો કોઈ ખુદા નથી, જેનો કોઈ સાથીદાર નથી, તેની સરખામણી બીજા કોઈની સાથે કરી શકાતી નથી, તે દરેકના સાંભળનાર, દરેક વસ્તુને જોઈ શકનાર અને દરેક વસ્તુની કદર કરનાર છે.

اَللّٰهُمَّ اِنِّىْ اَرْغَبُ اِلَيْكَ وَاَشْهَدُ بِالرُّبُوْبِيَّةِ لَكَ مُقِرًّا بِاَنَّكَ رَبِّىْ وَ اِلَيْكَ مَرَدِّىْ اِبْتَدَاْتَنِىْ بِنِعْمَتِكَ قَبْلَ اَنْ اَكُوْنَ شَيْئًا مَذْكُوْرًا

અલ્‍લાહુમ્‍મ ઈન્‍ની અરગબો ઈલયક વ અશહદો બિર રોબૂબિય્‍યતે લક મોકિરરર્મ બે અન્‍નક રબ્‍બી વ ઈલયક મરદદી ઈબતદઅતની બે નેઅમતેક કબલ અન અકૂન શયઅમ મઝકૂરંવ

અય ખુદા! હું તારી તરફ લક્ષ આપું છું અને તું માલિક હોવાની સાક્ષી આપું છું. હું સ્વિકારૂં છું કે તું મારો પરવરદિગાર છે અને તારી બારગાહમાં મારે પાછા ફરવાનું છે. તેં મારા પર તે સમયે તારી મહેર શરૂ કરી કે જ્યારે હું વાત કરવા જેવી વસ્તુ ન હતો.

وَخَلَقْتَنِىْ مِنَ التُّرَابِ ثُمَّ اَسْكَنْتَنِىْ الْاَصْلَابَ اٰمِنًا لِرَيْبِ الْمَنُوْنِ وَاخْتِلَافِ الدُّهُوْرِ وَالسِّنِيْنَ، فَلَمْ اَزَلْ ظَاعِنًا مِنْ صُلْبٍ اِلٰى رَحِمٍ فِىْ تَقَادُمٍ مِنَ الْاَيَّامِ الْمَاضِيَةِ وَالْقُرُوْنِ الْخَالِيَةِ لَمْ تُخْرِجْنِىْ لِرَاْفَتِكَ بِىْ

વ ખલકતની મિનત તોરાબે સુમ્‍મ અસકનતિનલ અસલાબ આમેનલ લે રયબિલ મનૂને વખતેલાફિલ દોહૂરે વસ સેનીન ફ લમ અઝલ ઝાએનમ મિન સુલબિન એલા રહેમિન ફી તકાદોમિમ મિનલ અય્‍યામિલ માઝેયતે વલ કોરૂનિલ ખાલેયતે લમ તુખરિજની લે રઅફતેક બી

મને માટીમાંથી પેદા કર્યો, જુદા જુદા તબક્કાઓમાંથી પસાર કર્યો, સમયની ઘટનાઓ, કાળના અવરોધો, ઉંમર અને આયુષ્યના ફેરફારોની ક્રાન્તિઓથી મને સુરક્ષિત રાખ્યો. મારો પ્રવાસ એક ચોક્કસ સમય સુધી પીંડમાંથી આકાર સુધી ચાલુ રાખ્યો અને અંતમાં તારી મહેરબાની થઈ કે તેં મને આ દુનિયામાં મોકલી આપ્યો.

وَلُطْفِكَ لِىْ وَاِحْسَانِكَ اِلَىَّ فِىْ دَوْلَةِ اَئِمَّةِ الْكُفْرِ الَّذِيْنَ نَقَضُوْا عَهْدَكَ وَكَذَّبُوْا رُسُلَكَ

વ લુતફેક લી વ એહસાનેક ઈલય્‍ય ફી દવલતે અમ્‍મતિલ કુફરીલ લઝીન નકઝૂ અહદક વ કઝઝબૂ રોસોલક

પરંતુ તારા કમાલ અને રહેમ અને મહેરબાની અને તમામ લુત્ફ અને એહસાનને કારણે તે ખુલ્લા કુફ્રની હુકુમતમાં તેં મને નથી મોકલ્યો, જેમણે તારી સાથેના વચનને તોડી નાખ્યું અને તારા રસુલોને ખોટા ઠરાવ્યા.

لٰكِنَّكَ اَخْرَجْتَنِىْ لِلَّذِىْ سَبَقَلِىْ مِنَ الْهُدَى الَّذِىْ لَهُ يَسَّرْتَنِىْ وَفِيْهِ اَنْشَاءْتَنِىْ وَمِنْ قَبْلِ ذٰلِكَ رَؤُفْتَ بِىْ بِجَمِيْلِ صُنْعِكَ وَسَوَابِـغِ نِعَمِكَ فَابْتَدَعْتَ خَلْقِىْ مِنْ مَنِىٍّ يُمْنٰى

લાકિન્‍નક અખરજતની લિલ્‍લઝી સબક લી મિનલ હોદલ લઝી લહૂ યસ્‍સરતની વ ફીહે અનશઅતની વ મિન કબલે ઝાલેક રઅફતમ બી બે જમીલે સુનએક વ સવાબેગે નેઅમેક ફબતદઅત ખલકી મિમ મનીયયિન યુમના

બલ્કે એવા વાતાવરણમાં મોકલ્યો જ્યાં સરળ માર્ગદર્શનની વ્યવસ્થા હતી અને તેમાંજ મારા ઉછેરની વ્યવસ્થા ગોઠવી.આ સુંદર ઉછેર પહેલાં તારો શ્રેષ્ઠ વર્તાવ અને સર્વશ્રેષ્ઠ ઈનામ એ હતું કે તેં એક નજીસ ટીપાથી બનાવ્યો અને અજબ રીતે બનાવ્યો.

وَاَسْكَنْتَنِىْ فِىْ ظُلُمَاتٍ ثَلَاثٍ بَيْنَ لَحْمٍ وَدَمٍ وَجِلْدٍ، لَمْ تُشْهِدْنِىْ خَلْقِىْ وَلَمْ تَجْعَلْ اِلَىَّ شَيْئًا مِنْ اَمْرِىْ ثُمَّ اَخْرَجْتَنِىْ لِلَّذِىْ سَبَقَ لِىْ مِنَ الْهُدٰى اِلَى الدُّنْيَا تآمًّا سَوِيًّا

વ અસકનતની ફી ઝોલોમાતિન સલાસિમ બયન લહમિંવ વ દમિંવ વ જિલદિલ લમ તુશહિદની ખલકી વ લમ તજઅલ ઈલય્‍ય શયઅમ મિન અમરી સુમ્‍મ અખરજતની લિલ લઝી સબક લી મિનલ હોદા ઈલદ દુનયા તામ્‍મન સવીય્‍યંવ

માંસ, લોહી અને ચામડી વચ્ચે ત્રણ ત્રણ આવરણમાં રાખ્યો અને ખુદ મને પણ મારા સર્જન થવાની જાણ ન કરી. મારી બાબતોને તારા હાથમાં રાખી અને મને મારા હાલ ઉપર છોડી ન દીધો અને હવે જ્યારે તેં મને દુનિયામાં મોકલ્યો તો માર્ગદર્શન અને શિક્ષણની બધીજ વ્યવસ્થાની સાથે સંપૂર્ણ રીતે અને પૂર્ણ સર્જન સાથે પેદા કર્યો.

وَحَفِظْتَنِىْ فِى الْمَهْدِ طِفْلًا صَبِيًّا وَرَزَقْتَنِىْ مِنَ الْغِذَاۤءِ لَبَنًا مَرِيًّا وَعَطَفْتَ عَلَىَّ قُلُوْبَ الْحَوَاضِنِ وَكَفَّلْتَنِىْ الْاُمَّهَاتِ الرَّوَاحِمَ وَكَلَاْتَنِىْ مِنْ طَوَارِقِ الْجَآنِّ وَسَلَّمْتَنِىْ مِنَ الزِّيَادَةِ وَالنُّقْصَانِ

વ હફિઝતની ફિલ મહદે તિફલન સબીય્‍યંવ વ રઝકતની મિનલ ગઝાએ લબનમ મરીય્‍યંવ વ અતફત અલય્‍ય કુલૂબો હવાઝિન વ કફ ફલતનીલ ઉમ્‍મહાતિર રવાહેમ વ કલઅતની મિન તવારેકિલ જાન્‍ને વ સલ્‍લમતની મિનઝ ઝિયાદતે વન

નુકસાને હું ઘોડીયામાં બાળક હતો તો તેં રક્ષણની વ્યવસ્થા કરી, ખોરાક માટે તાજુ દુધ મેળવી આપ્યું, ઉછેર કરનારી સ્ત્રીઓને મહેરબાન બનાવી દીધી. માયાળુ દિલવાળી માતાઓને ધ્યાન રાખનાર બનાવી દીધી. જીન્નાતોના પ્રભાવથી (તકલીફથી) સુરક્ષિત રાખ્યો, અતિશયતા અને ઓછપથી બચાવીને રાખ્યો.

فَتَعَالَيْتَ يَا رَحِيْمُ يَا رَحْمٰنُ حَتّٰى اِذَا اسْتَهْلَلْتُ نَاطِقًا بِالْكَلَامِ، اَتْمَمْتَ عَلَىَّ سَوَابغَ الْاِ نْعَامِ وَرَبَّيْتَنِىْ زَاۤئِدًا فِى كُلِّ عَامٍ

ફ તઆલયત યા રહીમો યા રહમાનો હત્‍તા ઈઝસતહલલતો નાતિકમ બિલ કલામે વ અતમમત અલય્‍ય સવાબેગલ ઈનઆમે વ રબ્‍બયતની ઝાયદન ફી કુલ્‍લે આમિન

બેશક! અય ખુદાએ રહીમ અને કરીમ! તારી જાત ઘણી ઉંચી અને મહાન છે. ત્યાર પછી જ્યારે હું બોલવા લાયક થયો તો તેં મને સંપૂર્ણ બક્ષીસો આપી અને ઉછેર દ્વારા મારો વિકાસ કર્યો

حَتّٰى اِذَا اكْتَمَلَتْ فِطْرَتِىْ وَاعْتَدَلَتْ مِرَّتِىْ اَوْجَبْتَ عَلَىَّ حُجَّتَكَ بِاَنْ اَلْهَمْتَنِىْ مَعْرِفَتَكَ وَرَوَّعْتَنِىْ بِعَجَائِبِ حِكْمَتِكَ وَاَيْقَظْتَنِىْ لِمَا ذَرَاْتَ فِىْ سَمَائِكَ وَاَرْضِكَ مِنْ بَدَائِعِ خَلْقِكَ وَنَبَّهْتَنِىْ لِشُكْرِكَ وَذِكْرِكَ

હત્‍તા ઈઝકતમલત ફિતરતી વઅતદલમ મિરરતી અવજબત અલય્‍ય હુજ્‍જતક બે અન અલહમતની મઅરેફતક વ રવ્‍વઅતની બે અજાઈબે હિકમતેક અયકઝતની લેમા ઝરઅત ફી સમાએક વ અરઝેક મિમ બદાઅયેએ ખલકેક વ નબ્‍બહતની લે શુકરેક વ ઝિકરેક

ત્યાં સુધી કે જ્યારે મારી વૃધ્ધિ સંપૂર્ણ થઈ ગઈ અને મારૂં ઘડતર મજબુત થઈ ગયું, તો તેં તારી હજ્જતો ફરજિયાત કરી. તેં મને તારી મઅરેફતની સમજણ આપી, તારા જ્ઞાનના આશ્ચયી મુગ્ધ બનાવ્યો અને જમીન તથા આસમાનના સૌથી વધુ અજબ સર્જનોને સમજવા માટે મને જાગૃત સમજવાળો બનાવી દીધો.

وَاَوْجَبْتَ عَلَىَّ طَاعَتَكَ وَعِبَادَتَكَ وَفَهَّمْتَنِىْ مَا جَاۤءَتْ بِهِ رُسُلُكَ وَيَسَّرْتَ لِىْ تَقَبُّلَ مَرْضَاتِكَ وَمَنَنْتَ عَلَىَّ فِىْ جَمِيْعِ ذٰلِكَ

વ અવજબત અલય્‍ય તાઅતક વ ઈબાદતક વ ફહહમતની મા જાઅત બેહી રોસોલક વ યસ્‍સરત લી તકબ્‍બોલ મરઝાતેક વ મનનત અલય્‍ય ફી જમીએ ઝાલેક

પછી તારી યાદ અને તારા શુક્ર કરવા તારી તાબેદારી અને ઈબાદત કરવા માટે હુશિયાર કરી દીધો. એટલી સમજ શકિત આપી કે રસુલોના સંદેશાઓને સમજી શકું, એટલી આસાની આપી કે તારી મરજીની વાતોને કબુલ કરી શકું અને આ બધા પ્રસંગોએ તારી મદદ,

بِعَوْنِكَ وَلُطْفِكَ ثُمَّ اِذْ خَلَقْتَنِىْ مِنْ خَيْرِ الثَّرٰى، لَمْ تَرْضَ لِىْ يَا اِلٰهِىْ نِعْمَةً دُوْنَ اُخْرٰى وَرَزَقْتَنِىْ مِنْ اَنْوَاعِ الْمَعَاشِ وَصُنُوْفِ الرِّيَاشِ بِمَنِّكَ الْعَظِيْمِ الْاَعْظَمِ عَلَىَّ

બે અવનેક વ લુતફેક સુમ્‍મ ઈઝ ખલકતની મન ખયરિસ સરા લમ તરઝ લી યા ઈલાહી નેઅમતનદૂન ઉખરા વ રઝકતની મિન અનવાઈમ મઆશે વ સોનૂફિર રિયાશે બે મન્‍નેકલ અઝીમિલ અઅઝમે અલય્‍ય

પ્રેમ દ્રષ્ટિ અને એહસાનથી વંચિત (મહેરૂમ) નથી રાખ્યો. મને શ્રેષ્ઠ માટીમાંથી પૈદા કર્યો પછી આ એક બક્ષીશ આપીને પુરૂં ન કર્યું, પરંતુ જાત જાતના ખોરાક આપ્યા, જુદા જુદા પ્રકારના પહેરવેશ આપ્યા, તારો એહસાન મારા ઉપર મોટો છે

وَاِحْسَانِكَ الْقَدِيْمِ اِلَىَّ حَتّٰىۤ اِذَاۤ اَتْمَمْتَ عَلَىَّ جَمِيْعَ النِّعَمِ وَصَرَفْتَ عَنِّىْ كُلَّ النِّقَمِ لَمْ يَمْنَعْكَ جَهْلِىْ وَجُرْاَتِىْ عَلَيْكَ

વ એહસાનેકલ કદીમે ઈલય્‍ય હત્‍તા ઈઝા અતમમત અલય્‍ય જમીઅન નેઅમે વ સરફત અન્‍ની કુલ્‍લન નેકમે લમ યમનઅક જહલી વ જુરઅતી અલયક

અને તારી અમી દ્રષ્ટિ હંમેશા માટે છે. પછી જ્યારે બધી બક્ષીશોને સંપૂર્ણ કરી દીધી અને બધી બલાઓને દુર કરી દીધી તો પણ મારી અજ્ઞાનતા અને મારી ત્રુટીઓ તારી મહેરબાનીને રોકી ન શકી

اَنْ دَلَلْتَنِىْ اِلٰى مَا يُقَرِّبُنِىْ اِلَيْكَ وَوَفَّقْتَنِىْ لِمَا يُزْلِفُنِىْ لَدَيْكَ فَاِنْ دَعَوْتُكَ اَجَبْتَنِىْ

અન દલલતની ઈલા મા યોકરરેબોની ઈલયક વ વફફકતની લેમા યુઝલેફોની લદયક ફ ઈન દઅવતોક અજબતની

અને તેં એ પંથનું માર્ગદર્શન આપ્યું જે તારાથી વધુ નજદીક લાવી શકે અને તે કાર્યો કરવાની શકિત આપી જે તારી બારગાહમાં નજદીકીનું કારણ બની શકે અને જ્યારે હું દોઆ કરૂં છું તો તું કબુલ કરી લે છે

وَاِنْ سَئَلْتُكَ اَعْطَيْتَنِىْ وَاِنْ اَطَعْتُكَ شَكَرْتَنِىْ وَاِنْ شَكَرْتُكَ زِدْتَنِىْ، كُلُّ ذٰلِكَ اِكْمَالٌ لِاَنْعُمِكَ عَلَىَّ وَاِحْسَانِكَ اِلَىَّ

વઈન સઅલતોક અઅતયતની વ ઈન અતઅતોક શકરતની વ ઈન શકરતોક ઝિદતની કુલ્‍લો ઝાલેક ઈકમાલુલ લે અનઓમેક અલય્‍ય વ એહસનેક ઈલય્‍ય

અને જ્યારે માંગણી કરૂં છું ત્યારે તું આપી દે છે, જ્યારે તાબેદારી કરૂં છું તો શુક્ર અદા કરે છે અને જો શુક્ર અદા કરૂં છું તો વધુ આપી દે છે. આ બધું ખરેખર તો તારા એહસાનો અને ઈનામોનું પરિણામ છે. તે સિવાય કશુંજ નથી.

فَسُبْحَانَكَ سُبْحَانَكَ مِنْ مُبْدِئٍ مُعِيْدٍ حَمِيْدٍ مَجِيْدٍ تَقَدَّسَتْ اَسْمَاؤُكَ وَعَظُمَتْ اٰلَاؤُكَ فَاَىُّ نِعَمِكَ يَا اِلٰهِىْ اُحْصِىْ عَدَدًا وَذِكْرًا؟

ફ સુબહાનક સુબહાનક મિન મુબદેઈમ મોઈદિન હમીદિમ મજિદીન તકદદસત અસમાઓક વ અઝોમત આલાઓક ફ અય્‍યો નેઅમેક યા ઈલાહી ઉહસી અદદવ ઝિકરન

તું પાક, પૂર્ણ, પૈદા કરવાવાળો, પાછા લઈ જવાવાળા, પ્રશંસા અને વખાણને લાયક અને શ્રેષ્ઠતા અને મહાનતાનો માલિક છે. તારૂં નામ પાકીઝા અને તારી બક્ષીસો મહાન છે. અય ખુદા! હું તારી કઈ કઈ નેઅમતોની ગણતરી કરૂં? અને કઈ કઈ નેઅમતોને યાદ રાખું?

اَمْ اَىُّ عَطَايَاكَ اَقُوْمُ بِهَا شُكْرًا وَهِىَ يَا رَبِّ اَكْثَرُ مِنْ اَنْ يُحْصِيَهَا الْعَآدُّوْنَ اَوْ يَبْلُغَ عِلْمًا بِهَا الْحَافِظُوْنَ

અમ અય્‍યો અતાયાક અકવમો બેહા શુકરવ વહેય યા રબ્‍બે અકસરો મિન અંય યુહસેયહલ આદદૂન અવ યબલોગ ઈલમમ બેહલ હાફેઝૂન

તારી કઈ કઈ બક્ષીશોનો શુક્ર અદા કરૂં? જ્યારે કે તારી સઘળી બક્ષીશો મોટા મોટા ગણતરી કરનારાઓની ગણતરીથી ઉચ્ચતર છે અને મોટી મોટી યાદશકિતવાળાના જ્ઞાનની મર્યાદાથી પણ ઉચ્ચતર છે.

ثُمَّ مَا صَرَفْتَ وَدَرَاْتَ عَنِّىْ اَللّٰهُمَّ مِنَ الضُرِّ وَالضَّرَّاءِ اَكْثَرُ مِمَّا ظَهَرَ لِىْ مِنَ الْعَافِيَةِ وَالسَّرَّاءِ

સુમ્‍મ મા સરફત વ દરઅત અન્‍ની અલ્‍લાહુમ્‍મ મિનઝ ઝુર્રરે વઝ ઝરરાએ અકસરો મિમ્‍મા ઝહર લી મિનલ આફેયતે વસ સરરાએ

તે સિવાય જે નુકસાનો, દુઃખો અને આફતોને તેં ટાળી દીધા છે તે આ બક્ષીશો અને ખુશીથી પણ ઘણીજ મહત્વની છે. જેનું મેં વર્ણન કર્યું અને જે મારી નજરની સામે છે.

وَاَنَا اَشْهَدُ يَا اِلٰهِىْ بِحَقِيْقَةِ اِيْمَانِىْ، وَعَقْدِ عَزَمَاتِ يَقِيْنِىْ وَخَالِصِ صَرِيْحِ تَوْحِيْدِىْ وَبَاطِنِ مَكْنُوْنِ ضَمِيْرِىْ وَعَلَائِقِ مَجَارِىْ نُوْرِ بَصَرِىْ وَاَسَارِيْرِ صَفْحَةِ جَبِيْنِىْ

વ અના અશહદો યા ઈલાહી બે હકીકતે ઈમાની વ અકદે અઝમાતે યકીની વ ખાલેસ સરીહે તવહીદી વ બાતેને મકનૂને ઝમીરી વ આલાઈકે મજારી નૂરે બસરી વ અસારીરે સફહતે જબીની

પરવરદિગાર! હું મારા ઈમાનની હકીકત, મારા સંપૂર્ણ યકીન, ખાલીસ અને સ્પષ્ટ તૌહીદ, નૈતિકતાની છુપી અસરો, દિવ્ય જ્ઞાનનો માર્ગ, પેશાની (કપાળ)ની રેખાઓ,

وَخُرْقِ مَسَارِبِ نَفْسِىْ وَخَذَارِيْفِ مَارِنِ عِرْنِيْنِىْ وَمَسَارِبِ سِمَاخِ سَمْعِىْ وَمَا ضُمَّتْ وَاَطْبَقَتْ عَلَيْهِ شَفَتَاىَ وَحَرَكَاتِ لَفْظِ لِسَانِىْ

જ ખુરકે મસારેબે નફસી વ ખઝારીફે મારેને ઈરનીની વ મસારેબે સેમાખે સમઈ વ મા ઝુમ્‍મત વ અતબકત અલયહે શફતાય વ હરકાતે લફઝે લિસાની

શ્વાસ પસાર થવાના સુરાખ, દ્રષ્ટિ-શકિતના ખજાના, સાંભળી શકાય ત્યાં સુધી અવાજ પહોંચવાના કાણા, હોઠોની અંદર સમાએલી વાતચીતોનો ભેદ, જીભની હલન ચલનથી નીકળતા શબ્દો,

وَمَغْرَزِ حَنَكِ فَمِىْ وَفَكِّىْ، وَمَنَابِتِ اَضْرَاسِىْ وَمَسَاغِ مَطْعَمِىْ وَمَشْرَبِىْ وَحِمَالَةِ اُمِّ رَاْسِىْ وَبُلُوْعِ فَارِغِ حَبَائِلِ عُنُقِىْ

વ મગરઝે હનકે ફમી વ ફકકી વ મનાબેતે અઝરાસી વ મસાગે મતઅમી વ મશરબી વ હેમાલતે ઉમ્‍મે રઅસી વ બોલૂએ ફારેગે હબાઈલે ઓનોકી

મોઢાની ઉપર નીચેના જડબાની ખુલવાની જગ્યાઓ, દાઢ ઉગવાની જગ્યાઓ, ખાવા પીવાના સરળ માર્ગો, માથાના ઢોળાવને સંભાળવાવાળી ખોપરી, ગરદનની ગોળાઈને ફેરવનાર વિશાળતા,

وَمَا اشْتَمَلَ عَليْهِ تَامُوْرُ صَدْرِىْ وَحَمَائِلِ حَبْلِ وَتِيْنِىْ وَنِيَاطِ حِجَابِ قَلْبِىْ وَاَفْلَاذِ حَوَاشِىْ كَبِدِىْ وَمَا حَوَتْهُ شَرَاسِيْفُ اَضْلَاعِىْ وَحِقَاقُ مَفَاصِلِىْ وَقَبْضُ عَوَامِلِىْ وَاَطْرَافُ اَنَامِلِىْ وَلَحْمِىْ وَدَمِىْ وَشَعْرِىْ وَبَشَرِىْ وَعَصَبِىْ وَقَصَبِىْ وَعِظَامِىْ وَمُخِّىْ وَعُرُوْقِىْ وَجَمِيْعُ جَوَارِحِىْ وَمَا انْتَسَجَ عَلٰى ذٰلِكَ اَيَّامَ رِضَاعِىْ وَمَا اَقَلَّتِ الْاَرْضُ مِنِّىْ

વ મશતમલ અલયહે તામૂરો સદરી વ હમાઈલે હબલે વ તીની વ નિયાતે હિજાબે કલબી વ અફલાઝે હવાશી કબેદી વ મા હવતહૂ શરાસીફો અઝલાઈ વ હિકાકો મફાસેલી વ કબઝો અવામેલી વ અતરાફો અનામેલી વ લહમી વ દમી વ શઅરી વ બશરી વ અસબી વ કસબી વ એઝામી વ મુખ્‍ખી વ ઓરૂકી વ જમીઓ જવારેહી વ મન તસજ અલા ઝાલેક અય્‍યામે રિઝાઈ વ મા અકલ્‍લતિલ અરઝો મિન્‍ની

છાતીની પહોળાઈ, ગરદનના જોડાણને સંભાળતા ભાગો, હૃદયના પઈને રોકનાર નસો, કાળજાના ટૂકડાને ભેગા કરનાર અંગો, પગોની જોડી, તેની થતી ક્રિયાઓ, આંગળીઓના ટેરવાં અને તેની ક્રિયાઓ, માંસ, લોહી, વાળ, જીલ્દ, નસો, હાડકાં, મગજ, રગો અને દુધ પીવડાવવાના સમયકાળમાં મિશ્રણ થનાર શરીરના અંગો અને જમીન કે જે મારા અસ્તિત્વનો બોજો ઉઠાવે છે

وَنَوْمِىْ وَيَقْظَتِىْ وَسُكُوْنِىْ وَحَرَكَاتِ رُكُوْعِىْ وَسُجُوْدِىْ، اَنْ لَوْ حَاوَلْتُ وَاجْتَهَدْتُ مَدَى الْاَعْصَارِ وَالْاَحْقَابِ لَوْ عُمِّرْتُهَا اَنْ اُؤَدِّىَ شُكْرَ وَاحِدَةٍ مِنْ اَنْعُمِكَ مَا اسْتَطَعْتُ ذٰلِكَ

વ નવમી વ યકઝતી વ સોકૂની વ હરકાતે રૂકૂઈ વ સુજુદી અન લવ હાવલતો વજતહદતો મદલ અઅસારે વલ અહકાબે લવ ઉમમિરતોહા અન ઓઅદદયે શુકર વાહેદતિમ મિન અનઓમેક મસતતઅતો ઝાલેક

અને મારી નીંદર, જાગૃતિ, હલન ચલનથી થતા રૂકુઅ અને સીજદા, આ બધાના હવાલાથી સાક્ષી આપું છું કે જો હું ઈરાદો પણ કરૂં અને કોશીશ પણ કરૂં કે આખર ઝમાના સુધી જીવતો રહીને તારી કોઈ એક નેઅમત અને બખ્શીશનો શુક્ર અદા કરૂં, તો તે અશકય છે.

اِلَّا بِمَنِّكَ الْمُوْجَبِ عَلَىَّ بِهِ شُكْرُكَ اَبَدًا جَدِيْدًا وَثَنَاءً طَارِفًا عَتِيْدًا اَجَلْ وَلَوْ حَرَصْتُ اَنَا وَالْعَآدُّوْنَ مِنْ اَنَامِكَ اَنْ نُحْصِىَ مَدٰى اِنْعَامِكَ سَالِفِهِ وَ اٰنِفِهِ مَا حَصَرْنَاهُ عَدَدًا

ઈલ્‍લા બે મન્‍નેકલ મૂજબે અલય્‍ય બેહી શુકરોક અબદન જદીદંવ વ સનાઅન તારેફન અતીદન અજલ વ લવ હરસતો અના વલ આદદૂન મિન અનામેક અન નુહસેય મદા ઈનઆમેક સાલેફેહી વ આનેફેહી મા હસરનાહૂ અદદંવ

સિવાય કે તારો એહસાન તેમાં ભળી જાય. પરંતુ તે પણ તારા શુક્રનો માગણી કરનારા છે. મારા ઉપર દરેક વખતે એક નવો એહસાન છે અને જેનાથી દરેકની બખ્શીશની એક નવા શુક્રની માગણી છે. હું તો શું, જો મારી સાથેના તમામ ગણતરી કરનાર માણસો સાથે મળીને તારા નવા અને હંમેશના એહસાનોનો અંત પૂછવા માંગે તો હરગીઝ ન કરી શકે

وَلَا اَحْصَيْنَاهُ اَمَدًا هَيْهَاتَ اَنّٰى ذٰلِكَ وَاَنْتَ الْمُخْبِرُ فِىْ كِتَابِكَ النَّاطِقِ، وَالنَّبَاءِ الصَّادِقِ وَاِنْ تَعُدُّوْا نِعْمَةَ اللهِ لَا تُحْصُوْهَا

વલા અહસયનાહૂ અમદન હયહાત અન્‍ના ઝાલેક વ અનતલ મુખબેરો ફી કિતાબેકન નાતેકે વૂન નબઈસ સાદેકે વ ઈન તઉદદૂ નેઅમતલ્‍લાહે લા તુહસૂહા

અને ન તો તેની ગણતરી કરી શકે અને તે શકય પણ કેવી રીતે હોય જ્યારે તેં પોતે તારી બોલતી કિતાબ અને સાદીકની ખબર મારફત એ એઅલાન કરી દીધું છે કે ‘જો તમે સૌ ભેગા મળીને પણ મારી નેઅમતોની ગણતરી કરવા માંગશો તો પણ હરગિઝ નહિ કરી શકો.’

صَدَقَ كِتَابُكَ اللّٰهُمَّ وَاِنْبَاؤُكَ وَبَلَّغَتْ اَنْبِيَاؤُكَ وَرُسُلُكَ مَا اَنْزَلْتَ عَلَيْهِمْ مِنْ وَحْيِكَ وَشَرَعْتَ لَهُمْ وَبِهِمْ مِنْ دِيْنِكَ غَيْرَ اَنِّىْ يَا اِلَهِىْ اَشْهَدُ بِجَهْدِىْ وَجِدِّىْ وَمَبْلَغِ طَاعَتِىْ وَوُسْعِىْ وَاٰقُوْلُ مُؤْمِنًا مُوْقِنًا

સદક કિતાબોક. અલ્‍લાહુમ્‍મ વ અમબયાઓક વ બલ્‍લગત અમબેયાઓક વ રોસોલોક મા અનઝલત અલયહિમ મિંવ વહયેક વ શરઅત લહુમ વ અલયહિમ મિન દીનેક ગયર અન્‍ની યા ઈલાહી અશહદો બે જુહદી જ જિદદી વ મબલગે તાઅતી વ વુસઈ વ અકૂલો મુઅમેનમ મૂકેનન

બેશક! તારી કિતાબ સત્ય, તારી ખબર સાચી અને તારૂં કહેણ હક્ક છે. તારા અમ્બીયા અને રસુલોએ તારી વહી અને શરીઅતને સંપૂર્ણ રીતે પહોંચાડયા છે. હું પોતે પણ મારી કોશીશો, હિમ્મત, તાબેદારીની હદ, હું વિશાળતા અને દરેક રીતે તે વાતની સાક્ષી આપું છું અને તે ઉપર મારા યકીનને જાહેર કરૂં છું કે

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِىْ لَمْ يَتَّخِذْ وَلَدًا فَيَكُوْنَ مَوْرُوْثًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيْكٌ فِىْ مُلْكِهِ فَيُضَآدُّهُ فِيْمَا ابْتَدَعَ، وَلَا وَلِىٌّ مِنَ الذُّلِّ فَيُرْفِدَهُ فِيْمَا صَنَعَ

અલહમદો લિલ્‍લાહિલ લઝી લમ યતતખિઝ વલદન ફ યકૂનો મવરૂસંવ વ લમ યકૂલ લહુ શરીકુન ફી મુલકેહી ફ યોઝાદદોહૂ ફીમબતદઅ વલા વલીય્‍યુમ મિનઝ ઝુલ્‍લે ફ યુરફેદહૂ ફીમા સનઅ

બધી પ્રશંસા તે ખુદા માટે છે જેનો કોઈ પુત્ર નથી કે તેની મિલ્કતનો માલિક બની જાય, કોઈ ભાગીદાર (શરીક) નથી કે સંશોધનોમાં ઝઘડા કરે, કોઈ વલી કે વાલી નથી કે સર્જનમાં સહાય કરે.

فَسُبْحَانَهُ سُبْحَانَهُ لَوْ كَانَ فِيْهِمَا اٰلِهَةٌ اِلَّا اللهُ لَفَسَدَتَا ع

ફ સુબહાનહૂ સુબહાનહૂ લવ કાન ફીહેમા આલેહતુન ઈલ્‍લલ્‍લાહો લ ફસદતા

તે પાક અને પાકીઝા અને કોઈના ઉપર આધારિત નથી. જો જમીન અને આસમાનમાં તેના સિવાય બીજો કોઈ પણ ખુદા હોત તો જમીન અને આસમાન બન્ને બરબાદ થઈ જાત

وَتَفَطَّرَتَا سُبْحَانَ اللهِ الْوَاحِدِ الْاَحَدِ الصَّمَدِ الَّذِىْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَهُ كُفُوًا اَحَدٌ اَلْحَمْدُ لِلّٰهِ حَمْدًا يُعَادِلُ حَمْدَ مَلَائِكَتِهِ الْمُقَرَّبِيْنَ وَاَنْبِيَائِهِ الْمُرْسَلِيْنَ

વ તફતતરતા સુબહાનલ્‍લાહિલ વાહેદિલ અહદિસ સમદિલ લઝી લમ યલિદ વ લમ યૂલદ વ લમ યકુલ લહૂ કુલુવન અહદુન અલ હમદો લિલ્‍લાહે હમદંય યોઆદેલો હમદ મલાઈકતેહિલ મુકરરબીન વ અમબેયાઈહિલ મુરસલીન

અને તૂટી ફૂટીને બરાબર થઈ જાત. તે પાક અને કોઈની પરવા કર્યા વગર એક એકલો અને સૌથી વધુ સંપત્તિવાન છે. ન તેનો કોઈ બાપ છે ન દિકરો અને ન તો સાથીદાર. હું તેના વખાણને જાહેર કરૂં છું જે તેના નજદીક થએલા મલાએકા, અમ્બીયા અને રસુલોના વખાણની બરોબર છે.

وَصَلَّى اللهُ عَلٰى خِيَرَتِهِ مُحَمَّدٍ خَاتَمِ النَّبِيِّيْنَ وَاٰلِهِ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ الْمُخْلَصِيْنَ وَسَلَّمَ

વ સલ્‍લલ્‍લાહો અલા ખિયરતેહી મોહમ્‍મદિન ખાતમિન નબીય્‍યીન વ આલેહિત તય્‍યેબીનત તાહેરીનલ મુખલસીન વ સલ્‍લમ.

અય ખુદા! ખયફલ મુરસલીન, ખાતેમુન નબીય્યીન હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ અને તેમની પાક અને પાકીઝા આલ ઉપર રહમત નાઝીલ ફરમાવ

اَللّٰهُمَّ اجْعَلْنِىْ اَخْشَاكَ كَاَنِّىْ اَرَاكَ وَاَسْعِدْنِىْ بِتَقْوٰيكَ وَلَا تُشْقِنِىْ بِمَعْصِيَتِكَ وَخِرْلِىْ فِىْ قَضَائِكَ وَبَارِكْ لِىْ فِىْ قَدَرِكَ

અલ્‍લાહુમ્‍મ જઅલની અખશાક કઅન્‍ની અરાક વ અસઈદની બે તકવાક વલા તુશકેની બે મઅસેયતેક વ ખિર લી ફી કઝાએક વ બારિક લી ફી કદરેક

અય ખુદા! મને એવો બનાવી દે કે હું તારાથી એ રીતે ડરૂં કે જાણે કે તને જોઈ રહ્યો છું. મારા તકવાથી મારી મદદ કર. તારા નિર્ણયોને મારા હક્કમાં બેહતર બનાવ અને મારા મુકદ્દરોને મારા માટે મુબારક બનાવી દે.

حَتّٰى لَا اَحِبَّ تَعْجِيْلَ مَا اَخَّرْتَ وَلَا تَاْخِيْرَ مَا عَجَّلْتَ اَللّٰهُمَّ اجْعَلْ غِنَاىَ فِىْ نَفْسِىْ وَالْيَقِيْنَ فِىْ قَلْبِىْ وَالْاِخْلَاصَ فِىْ عَمَلِىْ وَالنُّوْرَ فِىْ بَصَرِىْ وَالْبَصِيْرَةَ فِى دِيْنِىْ

હત્‍તા લા ઓહિબ્‍બ તઅજીલ મા અખ્‍ખરત વલા તઅખીર મા અજજલત અલ્‍લાહુમ્‍મજઅલ ગિનાય ફી નફસી વલ યકીન ફી કલબી વલ ઈખલાસ ફી અમલી વન્‍નૂર ફી બસરી વલ બસીરત ફી દીની

જેથી જે વસ્તુનો તેં મારા માટે વિલંબ કર્યો તેમાં ઉતાવળ ન કરૂં અને જે વસ્તુને મારા માટે વહેલી કરી તેમાં વિલંબ ન ચાહું. અય ખુદા! મને દિલનો ગની બનાવી દે. મારા નફસમાં યકીન, કાર્યોમાં સફાઈ, દ્રષ્ટિમાં પ્રકાશ અને દીનમાં દિવ્યતા અર્પણ કર.

وَمَتِّعْنِىْ بِجَوَارِحِىْ وَاجْعَلْ سَمْعِىْ وَبَصَرِىْ الْوَارِثِيْنِ مِنِّىْ وَانْصُرْنِىْ عَلٰى مَنْ ظَلَمَنِىْ وَاَرِنِىْ فِيْهِ ثَارِىْ وَمَاَرِبِىْ وَاَقِرَّ بِذٰلِكَ عَيْنِىْ اَللّٰهُمَّ اكْشِفْ كُرْبَتِىْ

વ મત્‍તેઅની બે જવારેહી વજઅલ સમઈ વ બસરેયલ વારેસીન મિન્‍ની વનસુરની અલા મન ઝલમની વ અરેની ફીહે સારી વ મઆરેબી વ અકિરર બે ઝાલેક અયની અલ્‍લાહુમ્‍મકશિફ કુરબતી

મારા માટે અંગ ઉપાંગોને (શરીરના અવયવોને) લાભદાયી બનાવ અને સાંભળવા અને જોવાને મારા વારસ બનાવી દે. ઝુલ્મ કરવાવાળાની સામે મારી મદદ કર અને તેઓથી મારો બદલો મારી નજરની સામે લે જેથી મારી આંખોને ઠંડક નસીબ થાય. મારા દુઃખને દુર કર.

وَاسْتُرْ عَوْرَتِىْ وَاغْفِرْ لِىْ خَطِيْئَتِىْ وَاخْسَاْ شَيْطَانِىْ وَفُكَّ رِهَانِىْ، وَاجْعَلْ لِىْ يَا اِلٰهِىْ الدَّرَجَةَ الْعُلْيَا فِى الْاٰ خِرَۃِ وَالْاُوْلٰى اَللّٰهُمَّ لَكَ الْحَمْدُ كَمَا خَلَقْتَنِىْ فَجَعَلْتَنِىْ سَمِیْعًا بَصِیْرًا

વસતુર અવરતી વગફિર લી ખતીઅતી વખસઅ શયતાની વ ફુકક રેહાની વજઅલ લી યા ઈલાહી અદ દરજતલ ઉલયા ફિલ આખેરતે વલ ઉલા અલ્‍લાહુમ્‍મ લકલ હમદો કમા ખલકતની ફ જઅલતની સમીઅન બસીરન

મારા બુરા કાર્યોને ઢાંકી દે, મારી ખતાઓને બક્ષી દે. શયતાનને મારાથી દૂર રાખ, મને તેની પક્કડમાંથી મૂકત કર અને દુનિયા અને આખેરતમાં મને શ્રેષ્ઠ દરજ્જા ઉપર બેસાડ. અય ખુદા! શુક્ર છે કે તેં મને પેદા કર્યો તો સાંભળવા અને જોવાની શકિત સાથે પેદા કર્યો.

وَلَكَ الْحَمْدُ كَمَا خَلَقْتَنِىْ فَجَعَلْتَنِىْ خَلْقًا سَوِیًّا رَحْمَهً بِىْ وَقَدْ كُنْتَ عَنْ خَلْقِىْ غَنِیًّا رَبِّ بِمَا بَرَاْتَنِىْ فَعَدَلْتَ فِطْرَتِىْ رَبِّ بِمَا اَنْشَاْتَنِىْ فَاَحْسَنْتَ صُوْرَتِىْ

વ લકલ હમદો કમા ખલકતની ફ જઅલતની ખલકન સવીય્‍યન રહમતન બી વ કદ કુનત અન ખલકી ગનીય્‍યન રબ્‍બે બેમા બરઅતની ફ અદલત ફીત્‍રતી રબ્‍બે બેમા અન્‍શઅતની ફ અહસન્‍ત સુવરતી

તારો શુક્ર કે તેં મને પેદા કર્યો તો સંપૂર્ણ પેદા કર્યો. આ માત્ર તારી રહેમત છે નહિતો તું મારા પેદા થવાથી બેનિયાઝ હતો. અય ખુદા! જે રીતે તેં સર્જનમાં પેદા કરેલને પ્રમાણસર બનાવી છે અને દેખાવમાં ચહેરાને ખુબસુરત અને સપ્રમાણ બનાવ્યો છે,

رَبِّ بِمَا اَحْسَنْتَ اِلَىَّ وَفِىْ نَفْسِىْ عَافَیْتَنِىْ رَبِّ بِمَا كَلَاْتَنِىْ وَوَفَّقْتَنِىْ رَبِّ بِمَا اَنْعَمْتَ عَلَىَّ فَهَدَیْتَنِىْ رَبِّ بِمَا اَوْلَیْتَنِىْ وَمِنْ كُلِّ خَیْرٍ اَعْطَیْتَنِىْ

રબ્‍બે બેમા અહસનત ઈલય્‍ય વ ફી નફસી આફયતની રબ્‍બે બેમા કલઅતની વ વફફકતની રબ્‍બે બેમા અનઅમત અલય્‍ય ફ હદયતની રબ્‍બે બેમા અવ લયતની વ મિન કુલ્‍લે ખયરિન અઅતયતની

મારી ઉપર એહસાન કરીને મારા નફસમાં સારાપણું આપ્યું અને મને રક્ષણ આપ્યું છે અને સકર્મોની કરામત આપી છે, મને ઈનામ આપ્યું છે અને મને માર્ગદર્શન આપ્યું છે, મને એહસાનને લાયક બનાવ્યો છે અને દરેક ખયરનો (ભલાઈનો) એક ભાગ આપ્યો છે,

رَبِّ بِمَا اَطْعَمْتَنِىْ وَسَقَیْتَنِىْ رَبِّ بِمَا اَغْنَیْتَنِىْ وَاَقْنَیْتَنِىْ رَبِّ بِمَا اَعَنْتَنِىْ وَاَعْزَزْتَنِىْ، رَبِّ بِمَا اَلْبَسْتَنِىْ مِنْ سِتْرِكَ الصَّافِىْ وَیَسَّرْتَ لِىْ مِنْ صُنْعِكَ الْكَافِىْ

રબ્‍બે બેમા અતઅમતની વ સકયતની રબ્‍બે બેમા અગનયતની વ અકનયતની રબ્‍બે બેમા અઅનતની વ અઅઝઝતની રબ્‍બે બેમા અલબસતની મિન સિતરેકસ સાફી વ યસ્‍સરત લી મિન સુનએકલ કાફી

મને ખાવાનું ખવડાવ્યું છે અને પાણી પીવડાવ્યું છે, મને બેનિયાઝ બનાવ્યો છે અને સંપત્તિ અને ઈઝઝત આપી છે. મારી મદદ કરી છે અને મને પ્રિયપાત્ર બનાવ્યો છે મને તારી ખાસ કરામતથી અંગો છુપાવવાનો પોશાક આપ્યો છે અને તારી ખાસ રહેમતથી મુશ્કેલીઓને આસાન બનાવી છે.

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَاَعِنِّىْ عَلٰى بَوَائِقِ الدُّهُوْرِ وَصُرُوْفِ اللَّیَالِىْ وَالْاَیَّامِ وَنَجِّنِىْ مِنْ اَهْوَالِ الدُّنْیَا وَكُرُبَاتِ الْاٰ خِرَۃِ

સલ્‍લે અલા મોહમ્‍મદિન વ આલે મોહમ્‍મદિન વ અઈન્‍ની અલા બવાએકિદ દોહૂરે વ સોરૂફિલ લયાલી વલ અય્‍યામે વ નજજેની મિન અહવાલિદ દુનયા વ કોરોબાતિલ આખેરતે

અય ખુદા! તું હવે મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની પાક આલ ઉપર રહેમતો મોકલ અને સમયના આવરણો અને દિવસ રાતના કાર્યોના રોકાણની સરખામણીમાં મારી મદદ કર. દુનિયાના ડરામણા મોકાઓ અને આખેરતના રંજ અને ગમના પ્રસંગોથી મને છુટકારો આપ.

وَاكْفِنِىْ شَرَّ مَا یَعْمَلُ الظَّالِمُوْنَ فِى الْاَرْضِ اَللّٰهُمَّ مَا اَخَافُ فَاكْفِنِىْ وَمَا اَحْذَرُ فَقِنِىْ وَفِىْ نَفْسِىْ وَدِیْنِىْ فَاحْرُسْنِىْ وَفِىْ سَفَرِىْ فَاحْفَظْنِىْ

વકફેની શરર્ર મા યઅલમુઝ ઝાલેમૂન ફિલ અરઝે અલ્‍લાહુમ્‍મ મા અખાફો ફકફેની વમા અહઝરો ફકેની વ ફી નફસી વ દીની ફહરૂસની વ ફી સફરી ફહફઝની

ઝમીન ઉપરના ઝાલિમોના ફરેબ અને ચાલાકીઓથી મહેફુઝ ફરમાવ. અય ખુદા! જે બાબતનો મને ડર છે તે બાબત માટે સરળતા ઉભી કરી અને જે બાબતથી દૂર રહું છું તેનાથી બચાવી લે. મારા નફસ અને દીનમાં મારી મદદ કર અને મારી મુસાફરીમાં મારૂં રક્ષણ કર.

وَفِىْ اَهْلِىْ وَمَالِىْ فَاخْلُفْنِىْ وَفِیْمَا رَزَقْتَنِىْ فَبَارِكْ لِىْ وَفِىْ نَفْسِىْ فَذَلِّلْنِىْ وَفِىْ اَعْیُنِ النَّاسِ فَعَظِّمْنِىْ وَمِنْ شَرِّ الْجِنِّ وَالْاِنْسِ فَسَلِّمْنِىْ وَبِذُنُوْبِىْ فَلَا تَفْضَحْنِىْ

વફી અહલી વ માલી ફખલુફની વફીમા રઝકતની ફ બારિક લી વ ફી નફસી ફ ઝલલિલની વ ફી અઅયોનિન નાસે ફ અઝઝિમની વ મિન શરરિલ જિન્‍ને વલ ઈનસે ફ સલલિમની વબે ઝોનૂબી ફલા તફઝહની

વંશ અને માલની કમીને પૂરી કર અને જે રોઝી આપી છે તેમાં બરકત આ. મને ખુદ મારી જાતથી હલ્કો ન બનાવ અને લોકોની નજરમાં ઈઝઝત આપ. જીન્નાતો અને ઈન્સાનોની બુરાઈથી મને દુરૂસ્ત અને મક્કમ રાખજે અને ગુનાહોના કારણે મને અપમાનિત ન કરતો.

وَبِسَرِیْرَتِىْ فَلَا تُخْزِنِىْ وَبِعَمَلِىْ فَلَا تَبْتَلِنِىْ وَنِعَمَكَ فَلَا تَسْلُبْنِىْ وَاِلٰى غَیْرِكَ فَلَا تَكِلْنِىْ اِلٰهِىْ اِلٰى مَنْ تَكِلُنِىْ

વબે સરીરતી ફલા તુખઝેની વબે અમલી ફલા તબતલેની વ નેઅમક ફલા તસલુબની વ ઈલા ગુયરેક ફલા તકિલની

મારા ભેદોને ખુલ્લા ન કરતો અને મારા કાર્યમાં મને જકડી ન દેતો અને જે નેઅમતો આપી દીધી છે તે પાછી ન લઈ લેતો અને તારા સિવાય કોઈ બીજાને હવાલે ન કરતો. અય ખુદા! તું મને તારા સિવાય બીજા કોને હવાલે કરીશ?

اِلٰى قَرِیْبٍ فَیَقْطَعُنِىْ اَمْ اِلٰى بَعِیْدٍ فَیَتَجَهَّمُنِىْ اَمْ اِلَى الْمُسْتَضْعَفِیْنَ لِىْ وَاَنْتَ رَبِّىْ وَمَلِیْكُ اَمْرِىْ

ઈલાહી ઈલા મન તકિલની ઈલા કરીબિન ફ યકતઓની અમ ઈલા બઈદિન ફ યતજહહમોની અમ ઈલલ મુસતઝએફીન લી વ અનત રબ્‍બી વ મલીકો અમરી

મારાથી નજદીકવાળાને હવાલે કરીશ કે જેઓ સંબંધ તોડી નાખે અથવા દૂરવાળાના હવાલે કરીશ કે હુમલો કરી દે! અથવા મને નિર્બળ બનાવનારાઓને હવાલે કરીશ! જ્યારે તું જ મારો માલિક અને મારા ઉપર હુકમ કરવાવાળો છે.

اَشْكُوْ اِلَیْكَ غُرْبَتِىْ وَبُعْدَ دَارِىْ وَهَوَانِىْ عَلٰى مَنْ مَلَّكْتَهُ اَمْرِىْ اِلٰهِىْ فَلَا تُحْلِلْ عَلَىَّ غَضَبَكَ فَاِنْ لَمْ تَكُنْ غَضِبْتَ عَلَىَّ فَلَا اُبَالِىْ سِوَاكَ سُبْحَانَكَ غَیْرَ

અશકૂ ઈલયક ગુરબતી વ બુઅદ દારી વ હવાની અલા મન મલ્‍લકતહૂ અમરી ઈલાહી ફલા તુહલિલ અલય્‍ય ગઝબક ફ ઈન લમ તકુન ગઝિબત અલય્‍ય ફલા ઓબાલી સેવાક સુબહાનક ગયર

અય ખુદા! હું તારી પાસે મારી ગરીબી, વતનથી દૂર રહેવા અને ઈમ્તીયાર ધરાવતા લોકોની નજરોમાં અપમાનિત થયાની ફરિયાદ કરૂં છું. અય ખુદા! મારા ઉપર તારો કોપ ન મોકલતો, જો મને તારા ગુસ્સાથી મુકત કરી દે તો પછી મને કોઈની પરવા નથી. તું પાક અને બેનિયાઝ છે.

اَنَّ عَافِیَتَكَ اَوْسَعُ لِىْ فَاَسْئَلُكَ یَا رَبِّ بِنُوْرِ وَجْهِكَ الَّذِىْ اَشْرَقَتْ لَهُ الْاَرْضُ وَالسَّمٰوَاتُ وَكُشِفَتْ بِهِ الظُّلُمَاتُ، وَصَلَحَ بِهِ اَمْرُ الْاَوَّلِیْنَ وَالْاٰ خِرِیْنَ اَنْ لَا تُمِیْتَنِىْ عَلٰى غَضَبِكَ وَلَا تُنْزِلَ بِىْ سَخَطَكَ

અન્‍ન આફેયતેક અવસઓ લી ફ અસઅલોક યા રબ્‍બે બે નૂરે વજહેકલ લઝી અશરકત લહુલ અરઝો વસ સમાવાતો વ કોશેફત બેહિઝ ઝોલોમાતો વ સલહ બેહી અમરૂલ અવ્‍વલીન વલ આખેરીન અન લા તોમીતની અલા ગઝબેક વલા તુનઝેલ બી સખતક

તારી આફીયત મારા માટે ઘણી વિશાળ છે. પરવરદિગાર! હું તારી દિવ્યતાના પ્રકાશનો વાસ્તો આપું છું જેણે જમીન અને આસમાન પ્રકાશિત કરી દીધા અને અંધારાને દૂર કરી દીધાં અને પહેલા અને અંતિમ કાર્યોને સુધારી દીધાં છે. હું સવાલ કરૂં છું કે મારૂં મૃત્યુ તારા ગુસ્સાની હાલતમાં ન થાય અને મારા ઉપર તારી નારાજગી ન ઉતરે.

لَكَ الْعُتْبٰى لَكَ الْعُتْبٰى حَتّٰى تَرْضٰى قَبْلَ ذٰلِكَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ رَبَّ الْبَلَدِ الْحَرَامِ وَالْمَشْعَرِ الْحَرَامِ وَالْبَیْتِ الْعَتِیْقِ

લકલ ઉતબા લકલ હત્‍તા તરઝા કબલ ઝાલેક લા ઈલાહ ઈલ્‍લા અનત રબ્‍બલ બલદિલ હરામે વલ મશઅરિલ હરામે વલ બયતિલ અતીક

હું વારંવાર વિનંતી કરૂં છું કે તારો અઝાબ ઉતરતા પહેલાં મારાથી રાજી થઈ જા અને તારી નારાજગીને તારા પ્રેમ અને મહેરબાનીમાં ફેરવી નાખ. તારા સિવાય કોઈ ખુદા નથી, તું આદરણીય શહેર, મશઅરૂલ હરામ અને અઝાબથી મુકત કરવાવાળા સૌથી વધુ હંમેશ માટે બાકી રહેનારા ઘરનો માલિક છે.

الَّذِىْ اَحْلَلْتَهُ الْبَرَكَۃَ وَجَعَلْتَهُ لِلنَّاسِ اَمْنًا یَا مَنْ عَفَا عَنْ عَظِیْمِ الذُّنُوْبِ بِحِلْمِهِ یَا مَنْ اَسْبَغَ النَّعْمَاءَ بِفَضْلِهِ یَا مَنْ اَعْطَى الْجَزِیْلَ بِكَرَمِهِ

અલ્‍લઝી અહલલતહૂલ બરકત વ જઅલતહૂ લિન નાસે અમનન યા મન અફા અન અઝીમિઝ ઝુનૂબે બે હિલમેહી યા મન અસબગન નઅમાઅ બે ફઝલેહી યા મન અઅતલ જઝીલ બે કરમેહી

જેને તેં બરકતોથી ભરપુર કરી દીધું છે અને દરેક લોકો માટે સલામતીની જગ્યા બનાવી દીધી છે. અય ખુદા! જેણે પોતાની નમરતાથી સૌથી મોટા ગુનાહોને માફ કર્યા છે અને પોતાની દયા અને દરિયાદીલીથી સંપૂર્ણ નેઅમતો આપી છે. અય ખુદા! જેણે પોતાની મહેરબાનીથી ઘણું બધું આપ્યું છે.

یَا عُدَّتِىْ فِىْ شِدَّتِىْ یَا صَاحِبِىْ فِىْ وَحْدَتِىْ یَا غِیَاثِىْ فِىْ كُرْبَتِىْ یَا وَلِیِّىْ فِىْ نِعْمَتِىْ یَا اِلٰهِىْ وَاِلٰهَ اٰبَائِىْ اِبْرَاهِیْمَ وَاِسْمَاعِیْلَ وَاِسْحٰقَ وَیَعْقُوْبَ

યા ઉદદતી ફી શિદદતી યા સાહેબી ફી વહદતી યા ગિયાસી ફી કુરબતી યા વલીય્‍યી ફી નેઅમતી યા ઈલાહી વ ઈલાહ આબાઈ ઈબરાહીમ વ ઈસ્‍માઈલ વ ઈસ્‍હાક વ યઅકુબ

અય સખ્તીઓના વખતમાં બંદાનો ખજાનો, એકાંતનો સાથી, દુઃખ અને દર્દમાં (રંજો-ગમમાં) ફરિયાદની જગ્યા, નેઅમતનો માલિક, મારા બુઝુર્ગો ઈબરાહીમ (અ.સ.), ઈસ્માઈલ (અ.સ.), યાકુબ (અ.સ.)ના ખાનદાનના માલિક.

وَرَبَّ جَبْرَئِیْلَ وَمِیْكَائِیْلَ وَاِسْرَافِیْلَ وَرَبَّ مُحَمَّدٍ خَاتَمِ النَّبِیِّیْنَ وَ اٰلِهِ الْمُنْتَجَبِیْنَ وَمُنَزِّلَ التَّوْرٰیۃِ وَالْاِ نْجِیْلِ وَالزَّبُوْرِ وَالْفُرْقَانِ وَمُنَزِّلَ كٓهٰیٰعٓصٓ

વ રબ્‍બ જબરાઈલ વ મીકાઈલ વ ઈસરાફીલ વ રબ્‍બ મોહમ્‍મદિન ખાતમિન નબીય્‍યીન વ આલેહિલ મુનતજબીન વ મુનઝઝેલ તવરાતે વલ ઈનજીલે વઝ ઝબૂરે વલ ફુરકાને વ મોનઝઝેલ કાફ હા યા અયન સાદ

જીબરઈલ, મીકાઈલ, ઈસરાફીલ અને ખાતેમુન્નબીયીન મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.) અને તેમની પાક અને પાકીઝા અવલાદના પરવરદિગાર, તૌરતે, ઝબુર, ઈન્જીલ અને કુરઆને નાઝીલ કરનાર. કાફ-હા-યા-એન-સ્વાદ અને

وَطٰهٰ وَیٰسٓ وَالْقُراٰنِ الْحَكِیْمِ اَنْتَ كَهْفِىْ حِیْنَ تُعْیِیْنِى الْمَذَاهِبُ فِىْ سَعَتِهَا وَتَضِیْقُ بِىَ الْاَرْضُ بِرُحْبِهَا وَلَوْلَا رَحْمَتُكَ لَكُنْتُ مِنَ الْهَالِكِیْنَ

વ તાહા વ યાસીન વલ કુરઆનિલ હકીમે અનત કહફી હીન તુઅયીનિલ મઝાહેબો ફી સઅતેહા વ તઝીકો બેયલ અરઝો બેરૂહબેહા વ લવ લા રહમતોક લ કુનતો મનલ હાલેકીન

તાહા, યાસીન અને કુરઆનને હકીમને મકાન અર્થ ઉપરથી ઉતારનાર, તું તે સમયે પણ મારી સલામતીની જગ્યા છે જ્યારે સૌથી વધુ વિશાળ માર્ગો પણ મુશ્કેલ બની જાય અને અસીમ વિશાળતા ધરાવનાર જમીન પર તંગ બની જાય, તારી રહેમત ન હોત તો હું હલાક થઈ જાત.

وَاَنْتَ مُقِیْلُ عَثْرَتِىْ وَلَوْلَا سَتْرُكَ اِیَّاىَ لَكُنْتُ مِنَ الْمَفْضُوْحِیْنَ وَاَنْتَ مُؤَیِّدِىْ بِالنَّصْرِ عَلٰى اَعْدَائِىْ وَلَوْلَا نَصْرُكَ اِیَّاىَ لَكُنْتُ مِنَ الْمَغْلُوْبِیْنَ

વ અનત મોકીલો અસરતી વ લવ લા સતરોક ઈય્‍યાય લ કુનતો મિનલ મફઝૂહીન વ અનત મોઅય્‍યેદી બિન નસરે અલા અઅદાઈ વ લવ લા નસરોક ઈય્‍યાય લ કુનતો મિનલ મગલૂબીન

તું પડી જનારને ટેકો આપનાર છે. તારી પર્દાપોશી ન હોત તો હું બદનામ થઈ જાત. તું દુશ્મનોની સામે મદદ કરવાવાળો છે અને તારી મદદ ન મળતી હોત તો હું બિલ્કુલ દબાઈ ગયો હોત.

یَا مَنْ خَصَّ نَفْسَهُ بِالسُّمُوِّ وَالرِّفْعَۃِ فَاَوْلِیَائُهُ بِعِزِّهِ یَعْتَزُّوْنَ یَا مَنْ جَعَلَتْ لَهُ الْمُلُوْكُ نِیْرَ الْمَذَلَّۃِ عَلٰى اَعْنَاقِهِمْ فَهُمْ مِنْ سَطَوَاتِهِ خَائِفُوْنَ،

યા મન ખસ્‍સ નફસહૂ બસ સોમૂવ્‍વે વર રિફઅતે ફ અવલેયાઓહૂ બે ઈઝઝેહી યઅતઝઝૂન યા મન જઅલત લહુલ મુલકો નીરલ મઝલ્‍લતે અલા અઅનાકેહિમ ફ હુમ મન સતવાતેહી ખાઈફૂન

અય તે ખુદા! જેની ઉચ્ચતા અને બુલંદીને પોતાના માટે ખાસ કરી દીધી છે અને ચાહનારાઓ તેની જ ઈઝઝતથી ઈઝઝતવાળા બન્યા છે. ખુદા! જેની સામે બાદશાહોએ અપમાન અને નમરતાના તોક પોતાની ડોકમાં પહેરી લીધા છે અને તેના ડરથી ધરુજી રહ્યા છે.

یَعْلَمُ خَائِنَۃَ الْاَعْیُنِ وَمَا تُخْفِىْ الصُّدُوْرُ وَ غَیْبَ مَا تَاْتِىْ بِهِ الْاَزْمِنَۃُ وَالدُّهُوْرُ یَا مَنْ لَا یَعْلَمُ كَیْفَ هُوَ اِلَّا هُوَ یَا مَنْ لَا یَعْلَمُ مَا هُوَ اِلَّا هُوَ یَا مَنْ لَا یَعْلَمُهُ اِلَّا هُوَ

યઅલમો ખાઈનતલ અઅયોને વમા તુખફિસ સોદૂરો વ ગયબ મા તઅતી બેહિલ અઝમેનતો વદ દોહૂરો યા મન લા યઅલમો કયફ હોવ ઈલ્‍લા હોવ યા મન લા યઅલમો મા હોવ ઈલ્‍લા હોવ યા મન લા યઅલમોહૂ ઈલ્‍લા હોવ

તે આંખોના ચોરી છુપીના ઈશારાઓ અને દિલના રંગો અને રહસ્યોનો જાણકાર છે અને ભવિષ્યની દરેક પરિસ્થિતિ અને હાલતોને સારી પેઠે જાણે છે. અય તે ખુદા જેના વિષે કોઈને ખબર નથી કે તે શું છે? કારણ તેનું જ્ઞાન માત્ર તેની પાસે જ છે.

یَا مَنْ كَبَسَ الْاَرْضَ عَلَى الْمَاءِ وَسَدَّ الْهَوَاءَ بِالسَّمَاءِ یَا مَنْ لَهُ اَكْرَمُ الْاَسْمَاءِ یَا ذَاالْمَعْرُوْفِ الَّذِىْ لَا یَنْقَطِعُ اَبَدًا یَا مُقَیِّضَ الرَّكْبِ لِیُوْسُفَ فِى الْبَلَدِ الْقَفْرِ وَمُخْرِجَهُ مِنَ الْجُبِّ وَجَاعِلَهُ بَعْدَ الْعُبُوْدِیَّۃِ مَلِكًا

યા મન કબસલ અરઝ અલલ માએ વ સદદલ હવાઅ બિસ સમાએ યા મન લહૂ અકરમુલ અસમાએ યા ઝલ મઅરૂફિલ લઝી લા યનકતેઓ અબદન યા મોકય્‍યેઝર રકબે લે યૂસોફ ફિલ બલદિલ ફકરે વ મુખરેજહૂ મિનલ જુબ્‍બે વ જાએલહૂ બઅદલ ઉબૂદીય્‍યતે મલેકન

અય જમીન ઉપર પાણીને રોકવાવાળા અને હવાના માર્ગોને આસમાનથી બંધ કરનારા, એ તે કે જેનું નામ સૌથી વધુ મહાન છે અને નેકીઓ ખતમ થનાર નથી. એ તે કે સુકા અને નિર્જન રણમાં યુસુફ (અ.સ.)ના માટે કાફલાને રોકનાર! તેમને કુવામાંથી બહાર કાઢીને ગુલામીથી બાદશાહત તરફ પહોંચાડનાર,

یَا رآدَّهُ عَلٰى یَعْقُوْبَ بَعْدَ اَنِ ابْیَضَّتْ عَیْنَاهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِیْمٌ یَا كاشِفَ الضُّرِّ وَالْبَلْوٰى عَنْ اَیُّوْبَ وَمُمْسِكَ یَدَىْ اِبْرٰهِیْمَ عَنْ ذَبْحِ ابْنِهِ بَعْدَ كِبَرِ سِنِّهِ وَفَنَاءِ عُمْرِهِ یَا مَنِ اسْتَجَابَ لِزَكَرِیَّا فَوَهَبَ لَهُ یَحْیٰى وَلَمْ یَدَعْهُ فَرْدًا وَحِیْدًا

યા રાદદહૂ અલા યઅકૂબ બઅદ અનિબયઝઝત અયનાહૂ મિનલ હુઝને ફ હોવ કઝીમુન યા કાશેફઝ ઝુરરે વલ બલવા અન અય્‍યૂબ વ મુમસેક યદય ઈબરાહીમ અન ઝિબહિબનેહી બઅદ કેબરે સિન્‍નેહી વ ફનાએ ઉમરેહી યા મનિસ તજાબ લે ઝકરીય્‍યા ફ વહબ લહૂ યહ્યા વ લમ યદઅહૂ ફરદન વહીદન

અય અતિશય રડવાના કારણે આંખો સફેદ થઈ જવા પછી તેમને યઅકુબ (અ.સ.) સુધી પાછા ફેરવનાર, અય અચ્યુબ (અ.સ.)ની બલાઓ અને મુસીબતોને દૂર કરનાર, અય ઈબરાહીમ (અ.સ.)ની ઝઈફીમાં તેમનો હાથ પકડીને ઝબ્ડની કસોટીમાંથી રોકનાર, એ ઝકરીયા (અ.સ.)ની દોઆને કબૂલ કરીને યહ્યા (અ.સ.) જેવો પુત્ર આપનાર અને તેમને એકાંત અને વારસ વગરની મુસીબતમાંથી બચાવનાર,

یَا مَنْ اَخْرَجَ یُوْنُسَ مِنْ بَطْنِ الْحُوْتِ یَا مَنْ فَلَقَ الْبَحْرَ لِبَنِىْۤ اِسْرَائِیْلَ فَاَنْجَاهُمْ وَجَعَلَ فِرْعَوْنَ وَجُنُوْدَهُ مِنَ الْمُغْرَقِیْنَ یَا مَنْ اَرْسَلَ الرِّیَاحَ مُبَشِّرَاتٍ بَیْنَ یَدَىْ رَحْمَتِهِ یَا مَنْ لَمْ یَعْجَلْ عَلٰى مَنْ عَصَاهُ مِنْ خَلْقِهِ

યા મન અખરજ યૂનોસ મિન બતનિલ હૂતે યા મન ફલકલ બહર લે બની ઈસરાઈલ ફ અનજાહુમ વ જઅલ ફિરઅવન વ જુનૂદહૂ મિનલ મુગરકીન યા મન અરસલર રિયાહ મુબશ્‍શેરાતિન બયન યદય રહમતેહી યા મન લમ યઅજલ અલા મન અસાહૂ મિન ખલકેહી

અય યુનુસ (અ.સ.)ને માછલીના પેટમાંથી બહાર કાઢનાર અને મધ્ય દરિયાની સપાટીને ચીરીને બની ઈસરાઈલને મુકિત અપાવનાર, અય ફિરઓન અને તેના લશ્કરને ડુબાડી દેનાર, અય પોતાની ખાસ રહેમતથી હવાઓને સાનુકૂળ બનાવીને મોસમની આગાહી કરનાર, અય પોતાની મબ્લુકો ઉપર અઝાબને ઉતારવામાં જલ્દી ન કરનાર,

یَا مَنِ اسْتَنْقَذَ السَّحَرَۃَ مِنْ بَعْدِ طُوْلِ الْجُحُوْدِ وَقَدْ غَدَوْا فِىْ نِعْمَتِهِ یَاْكُلُوْنَ رِزْقَهُ، وَیَعْبُدُوْنَ غَیْرَهُ وَقَدْ حَآدُّوْهُ وَنَآدُّوْهُ وَكَذَّبُوْا رُسُلَهُ

યા મનિસ તનકઝસ સહરત મિન બઅદે તૂલિલ જોહૂદે વ કદ ગદંવ ફી નેઅમતેહી યાકોલનિ રિઝકહૂ વ યઅબોદનિ ગયરહૂ વ કદ હાદદૂહૂ વ નાદદૂહૂ વ કઝઝબૂ રોસોલહૂ

અય મુસા (અ.સ.)નો વિરોધ કરનાર જાદુગરોને અઝાબથી બચાવી લેનાર, જ્યારે કે તેઓએ ઘણા દિવસો સુધી હકનો ઈન્કાર કર્યો હતો અને અલ્લાહની રોઝી ખાઈને અલ્લાહ સિવાયના બીજા ખુદાની ઈબાદત કરી અને તેના રસુલોને જુઠલાવીને તેઓની સામે મુકાબલામાં આવી ગયા હતા.

یَا اَلله یَا اَلله یَا بَدِىْءُ یَا بَدِیْعُ لَا نِدَّلَكَ یَا دَائِمًا لَا نَفَادَ لَكَ یَا حَیًّا حِیْنَ لَا حَىَّ یَا مُحْیِىَ الْمَوْتٰى یَا مَنْ هُوَ قَائِمٌ عَلٰى كُلِّ نَفْسٍ بِمَا كَسَبَتْ

યા અલ્‍લાહો યા અલ્‍લાહો યા બદીઓ યા બદીઓ લા નિદદ લક યા દાઈમન લા નફાદ લક યા હય્‍યન હીન લા હય્‍ય યા મોહયેયલ મવતા યા મન હોવા કાઈમુન અલા કુલ્‍લે નફસિન બેમા કસબત

અય અલ્લાહ! અય અલ્લાહ! અય અજોડ શોધ કરનાર! અય અજોડ પેદા કરનાર! તારો કોઈ જવાબ નથી. તું હંમેશાથી છે, તારો કોઈ અંત નથી. તું તે સમયે પણ જીવતો રહેનાર છે, કે જ્યારે કોઈ જીવ જીવતો નહિ રહ્યો હોય. અય મૃત્યુ પામેલાઓને જીવતા કરનાર! અને દરેક વ્યકિતના અમલ અને કાર્યનું ધ્યાન રાખનાર.

یَا مَنْ قَلَّ لَهُ شُكْرٰى فَلَمْ یَحْرِمْنِىْ وَعَظُمَتْ خَطِیْۤئَتِىْ فَلَمْ یَفْضَحْنِىْ وَرَ اٰنِىْ عَلَى الْمَعَاصِىْ فَلَمْ یَشْهَرْنِىْ یَا مَنْ حَفِظَنِىْ فِىْ صِغَرِىْ یَا مَنْ رَزَقَنِىْ فِىْ كِبَرِىْ یَا مَنْ اَیَادِیْهِ عِنْدِىْ لَا تُحْصٰى وَنِعَمُهُ لَا تُجَازٰى

યા મન કલ્‍લ લહૂ શુકરી ફ લમ યહરિમની વ અઝોમત ખતીઅતી ફ લમ યફઝહની વ રઆની અલલ મઆસી ફ લમ યશહરની યા મન હફઝની ફી સેગરી યા મન રઝકની ફી કેબરી યા મન અયાદીહે ઈનદી લા તુહસા વ નેઅમોહૂ લા તોજાઝા

અય તે ખુદા! જેનો શુક્ર મેં બહુ ઓછો અદા કર્યો છે તેમ છતાં તેણે મને તેની નેઅમતોથી અલિપ્ત રાખ્યો નથી. મારી ભુલો ઘણી મોટી છે. પરંતુ તેણે મને અપમાનિત નથી કર્યો. તેણે નાનપણમાં મારૂં રક્ષણ કર્યું છે અને વૃધ્ધાવસ્થામાં રોજી આપી છે. અય તે ખુદા જેની નેઅમતો મારી પાસે અગણિત છે અને તેના લુત્ફો કરમનો બદલો નથી.

یَا مَنْ عَارَضَنِىْ بِالْخَیْرِ وَالْاِحْسَانِ وَعَارَضْتُهُ بِالْاِسَائَۃِ وَالْعِصْیَانِ یَا مَنْ هَدَانِىْ لِلْاِ یْمَانِ مِنْ قَبْلِ اَنْ اَعْرِفَ شُكْرَ الْاِمْتِنَانِ یَا مَنْ دَعَوْتُهُ مَرِیْضًا فَشَفَانِىْ، وَعُرْیَانًا فَكَسَانِىْ وَجَائِعًا فَاَشْبَعَنِىْ

યા મન આરઝની બિલ ખયરે વલ એહસાને વ આરઝતોહૂ બિલ ઈસાઅતે વલ ઈસયાને યા મન હદાની લિલ ઈમાને મિન કબલે અન અઅરેફ શુકરલ ઈમતેનાને યા મન દઅવતોહૂ મરીઝન ફ શફાની વ ઉરયાનન ફ કસાની વ જાઈઅન ફ અશબઅની

અય તે ખુદા! જેણે મારો સામનો ભલાઈ અને એહસાન સાથે કર્યો છે જ્યારે મેં તેનો મુકાબલો બુરાઈ અને ગુનાહથી કર્યો છે. અય તે ખુદા! જ્યારે મેં બીમારીની હાલતમાં તારી મદદ માગી તો તે મને તંદુરસ્તી આપી. કપડા વગરની હાલતમાં અવાજ દીફો તો તેં મને પોશાકઆપ્યા, ભુખમાં પુકાર કરી તો ખોરાક આપ્યો,

وَعَطْشَانً فَاَرْوَانِىْ وَذَلِیْلًا فَاَعَزَّنِىْ وَجَاهِلًا فَعَرَّفَنِىْ وَوَحِیْدًا فَكَثَّرَنِىْ وَغَائِبًا فَرَدَّنِىْ وَمُقِلًّا فَاَغْنَانِىْ وَمُنْتَصِرًا فَنَصَرَنِىْ

વ અતશાનન ફ અરવાની વ ઝલીલન ફ અઅઝઝની વ જાહેલન ફ અરરફની વ વહીદન ફ કસ્‍સ્રની વ ગાઈબન ફ રદદની વ મોકિલ્‍લન ફ અગનાની વ મુનતસેરન ફ નસરની

તરસની ફરિયાદ કરી તો પાણી પીવરાવ્યું, ઝીલ્લત-રૂસ્વાઈમાં ફરિયાદ કરી તો ઈઝઝત આપી, અજ્ઞાનતામાં પુકાર કરી તો જ્ઞાન આપ્યું, એકલા હોવાની ફરિયાદ કરી તો સમૂહ આપી દીધો, ગાયબ હોવાના બારામાં વિનંતી કરી તો પરત પહોંચાડી દીધો. ગરીબીની ફરિયાદ કરી તો તવંગર બનાવી દીધો, ઝુલ્મની સામે મદદ માગી તો મને મુકત કરી દીધો.

وَغَنِیًّا فَلَمْ یَسْلُبْنِىْ وَاَمْسَكْتُ عَنْ جَمِیْعِ ذٰلِكَ فَابْتَدَاَنِىْ فَلَكَ الْحَمْدُ وَالشُّكْرُ یَا مَنْ اَقَالَ عَثْرَتِىْ وَنَفَّسَ كُرْبَتِىْ وَاَجَابَ دَعْوَتِىْ وَسَتَرَ عَوْرَتِىْ

વ ગનીયન ફ લમ યસલુબની વ અમસકતો અન જમીએ ઝાલેક ફબતદઅની ફ લકલ હમદો વશ શુકરો યા મન અકાલ અસરતી વ નફફસ કુરબતી વ અજાબ દઅવતી વ સતર અવરતી

તવંગરીમાં પોકાર કરી તો નેઅમતો પાછી ન લીધી અને કંઈ ન માંગ્યુ તો તારી જાતે આપી દીધું. અય તે ખુદા! જેણે ધરુજારીમાં સહારો આપ્યો, દુઃખ અને દર્દથી મૂકિત આપી, દોઆઓને કબુલ કરી, હુકમોના ઉલ્લંઘનોને છુપાવ્યા,

وَغَفَرَ ذُنُوْبِىْ وَبَلَّغَنِىْ طَلِبَتِىْ وَنَصَرَنِىْ عَلٰى عَدُوِّىْ وَاِنْ اَعُدَّ نِعَمَكَ وَمِنَنَكَ وَكَرَائِمَ مِنَحِكَ لَا اُحْصِیْهَا

વ ગફર ઝુનૂબી વ બલ્‍લગની તલેબતી વ નસરની અલા અદૂવ્‍વી વ ઈન અઉદદ નેઅમક વ મેનનક વ કરાઈમ મેનહેક લા ઉહસીહા

ગુનાહોને માફ કર્યા, હેતુઓને પુરા કર્યા, દુશ્મનોની સામે મારી મદદ કરી, હું તારી નેઅમતો, તારા એહસાનો અને તારી મહાન બખ્શીશોની ગણતરી કરવા ચાહું તો પણ નથી કરી શકતો.

یَا مَوْلَاىَ، اَنْتَ الَّذِىْ مَنَنْتَ اَنْتَ الَّذِىْ اَنْعَمْتَ اَنْتَ الَّذِىْۤ اَحْسَنْتَ اَنْتَ الَّذىْ اَجْمَلْتَ اَنْتَ الَّذِىْ اَفْضَلْتَ اَنْتَ الَّذِىْ اَكْمَلْتَ اَنْتَ الَّذِىْ رَزَقْتَ اَنْتَ الَّذِىْ وَفَّقْتَ

યા મવલાય અનતલ લઝી મનનત અનતલ લઝી અનઅમત અનતલ લઝી અહસનત અનતલ લઝી અજમલત અનતલ લઝી અફઝલત અનતલ લઝી અકમલત અનતલ લઝી રઝકત અનતલ લઝી વફફકત

માલિક! તું એજ છે જેણે એહસાન કર્યા છે, તું એજ છે જેણે ઈનામ આપ્યાં છે, તું એજ છે જેણે લુત્ફ અને એહસાન કર્યા છે, એજ છે જેણે શ્રેષ્ઠ વર્તાવ કર્યો છે, તું એજ છે જેણે ફઝલ અને જે કરમ કર્યા છે, તું એજ છે જેણે સંપૂર્ણ નેઅમતો આપી છે, તું એજ છે જેણી રોઝી આપી છે, તું એજ છે જેણે સદ્દબુધ્ધિ આપી છે,

اَنْتَ الَّذِىْ اَعْطَیْتَ اَنْتَ الَّذِىْ اَغْنَیْتَ اَنْتَ الَّذِىْ اَقْنَیْتَ اَنْتَ الَّذِىْ اَوَیْتَ اَنْتَ الَّذِىْ كَفَیْتَ اَنْتَ الَّذِىْ هَدَیْتَ اَنْتَ الَّذِىْ عَصَمْتَ

અનતલ લઝી અઅતયત અનતલ લઝી અગનયત અનતલ લઝી અકનયત અનતલ લઝી આવયત અનતલ લઝી કફયત અનતલ લઝી હદયત અનતલ લઝી અસમત

તું એજ છે જેણે બક્ષીશો આપી છે, તું એજ છે જેણે ધનવાન બનાવ્યો છે, તું એજ છે જેણે પસંદ કરેલી નેઅમતો આપી છે, એજ છે જેણે સલામતી આપી છે, તું એજ છે જેણે યોગ્ય કર્યું છે, તું એજ છે જેણે માર્ગદર્શન આપ્યું છે, તું એજ છે જેણે અસલામતિ અને ભયથી સુરક્ષિત રાખ્યા છે.

اَنْتَ ٱلَّذِي سَتَرْتَ اَنْتَ ٱلَّذِي غَفَرْتَ اَنْتَ ٱلَّذِي اَقَلْتَ اَنْتَ ٱلَّذِي مَكَّنْتَ اَنْتَ ٱلَّذِي اَعْزَزْتَ اَنْتَ ٱلَّذِي اَعَنْتَ اَنْتَ ٱلَّذِي عَضَدْتَ اَنْتَ ٱلَّذِي اَيَّدْتَ

અનતલ લઝી સતરત અનતલ લઝી ગફરત અનતલ લઝી અકલત અનતલ મક્‍કન્‍ત અનતલ લઝી અઅઝઝત અનતલ લઝી અઅન્‍ત અનતલ લઝી અઝદત અનતલ લઝી અય્‍યદત

તું જ એ છે કે જેણે પર્દાપોશી કરી છે, તું એજ છે જેણે માફ કરી દીધા છે. તેં ગુનાહોના કારણને કબુલ કર્યું છે. તુંજ એ છે કે જેણે લથડતી હાલતમાં સહારો આપ્યો છે. તુંજ એ છે કે જેણે શકિત આપી છે. તુંજ એ છે કે જેણે ઈઝઝત, રૂઆબ અને દબદબો અર્પણ કર્યો છે.

اَنْتَ الَّذِىْ نَصَرْتَ اَنْتَ الَّذِىْ شَفَیْتَ اَنْتَ الَّذِىْ عَافَیْتَ اَنْتَ الَّذِىْ اَكْرَمْتَ، تَبَارَكْتَ وَتَعَالَیْتَ

અનતલ લઝી નસરત અનતલ લઝી શફયત અનતલ લઝી આફયત અનતલ લઝી અકરમત તબારકત વ તઆલયત

તુંજ એ છે કે જેણે મદદ કરી છે. તુંજ એ છે કે જેણે બાવડા (બાજુ)ઓમાં શકિત આપી છે.તુંજ એ છે કે જેણે ટેકો આપ્યો છે. તુંજ એ છે કે જેણે મદદ કરી છે, તુંજ એ છે કે જેણે તંદુરસ્તી આપી છે, તુંજ એ છે કે જેણે ભલાઈ કરી છે. તુંજ એ છે કે જેણે બુઝુર્ગી આપી છે, તું બરકત અને મહાનતાનો માલિક છે.

فَلَكَ الْحَمْدُ دَائِمًا وَلَكَ الشُّكْرُ وَاصِبًا اَبَدًا ثُمَّ اَنَا یَا اِلٰهِىْ اَلْمُعْتَرِفُ بِذُنُوْبِىْ فَاغْفِرْهَا لِىْ اَنَا الَّذِىْ اَسَاْتُ

ફ લકલ હમદો દાઈમન વ લકશ શુકરો વાસેબન અબદન સુમ્મ અના યા ઈલાહેયલ મુઅતરેફો બે ઝુનૂબી ફગફિર હા લી અનલ લઝી અસઅતો

તારા વખાણ હંમેશા માટે છે, તારો શુક્ર અગણિત અને અમર્યાદિત છે. હવે તે પછી પણ મારી દુઃખદ પરિસ્થિતિ એ છે કે હું એ ગુનેહગાર બંદો છું કે જેને પોતાના ગુનાહોનો સ્વિકાર અને પોતાની ખતાઓનો ઈકરાર છે. હું એજ છું જેણે ખરાબ કામો કર્યા છે.

اَنَاالَّذِىْ اَخْطَاْتُ اَنَاالَّذِىْ هَمَمْتُ اَنَاالَّذِىْ جَهِلْتُ اَنَاالَّذِىْ غَفَلْتُ اَنَا الَّذِىْ سَهَوْتُ اَنَا الَّذِى اعْتَمَدْتُ

અનલ લઝી અખતઅતો અનલ લઝી હમમતો અનલ લઝી જહિલતો અનલ લઝી ગફલતો અનલ લઝી સહવતો અનલ લઝી અતમદતો

હું એજ છું જેણે ભૂલો કરી છે, હું એજ છું જેણે ગુનાહોનો ઈરાદો કર્યો છે, હું એજ છું જેણે અજ્ઞાનતાથી કામ લીધુ છે. હું એજ છું જેણે ભૂલભર્યુ વર્તન કર્યુ છે, હું એજ છું જેના ઉપર ભૂલો છવાઈ ગઈ છે, હું એજ છું જેણે ઈરાદાપૂર્વક ગુનાહ કર્યા છે.

اَنَا الَّذِىْ تَعَمَّدْتُ اَنَا الَّذِىْ وَعَدْتُ وَاَنَاالَّذِىْ اَخْلَفْتُ اَنَاالَّذِىْ نَكَثْتُ اَنَا الَّذِىْ اَقْرَرْتُ اَنَا الَّذِى اعْتَرَفْتُ بِنِعْمَتِكَ عَلَىَّ

અનલ લઝી તઅમ્‍મદતો અનલ લઝી વઅદતો અનલ લઝી અખલફતો અનલ લઝી નકશતો અનલ લઝી અકરરતો અનલ લઝી અતરફતો બે નેઅમતેક અલય્ય

હું એજ છું જેણે જાણી જોઈને ખોટા કદમો ઉઠાવ્યા છે, હું એજ છું જેણે બેસૂમાર વાયદો કર્યા છે, હું એજ છું જેણે વાયદાઓ પાળ્યા નથી, હું એજ છું જેણે વાયદાને તોડયા છે, હું એજ છું જેણે બુરાઈનો એકરાર કર્યો છે, હું એજ છું જેણે એ વાતનો પણ સ્વિકાર કર્યો એ છે કે નેઅમતો મારા ઉપર ઉતરતી રહી છે

وَعِنْدِىْ وَاَبُوْءُ بِذُنُوْبِىْ فَاغْفِرْهَا لِىْ یَا مَنْ لَا تَضُرُّهُ ذُنُوْبُ عِبَادِهِ وَهُوَ الْغَنِىُّ عَنْ طَاعَتِهِمْ وَالْمُوَفِّقُ مَنْ عَمِلَ صَالِحًا مِنْهُمْ بِمَعُوْنَتِهِ وَرَحْمَتِهِ

વ ઈનદી વ અબૂઓ બે ઝુનૂબી ફગફિરહા લી યા મન લા તઝુરરોહૂ ઝુનૂબો ઈબાદેહી વ હોવલ ગનીય્‍યો અન તાઅતેહિમ વલ મોવફફેકો મન અમેલ સાલેહન મિનહુમ બે મઉનતેહી વ રહમતેહી

અને હજુ પણ મારી પાસે જ છે. પરંતુ હું બરાબર ગુનાહોમાં સપડાએલો રહ્યો છું, પરવરદિગાર! મને માફ કરી દે કે મારા જેવા બંદાઓના ગુનાહોથી તારૂં કશું નુકસાન નથી થતું. તું દરેકની ઈબાદતથી બેનિયાઝ છે. દરેક સારા કાર્યો કરનારા તારી તૌફીક અને મદદથી સહારો પણ આપતો રહે છે.

فَلَكَ الْحَمْدُ اِلٰهِىْ وَسَیِّدِىْ اِلٰهِىْ اَمَرْتَنِىْ فَعَصَیْتُكَ وَنَهَیْتَنِىْ فَارْتَكَبْتُ نَهْیَكَ، فَاَصْبَحْتُ لَا ذَا بَرَ اءَۃٍ لِىْ فَاَعْتَذِرُ وَلَاذَا قُوَّۃٍ فَاَنْتَصِرُ

ફ લકલ હમદો ઈલાહી વ સય્‍યેદી ઈલાહી અમરતની ફ અસયતોક વ નહયતની ફરતકબતો નહયક ફ અસબહતો લા ઝા બરાઅતિન લી ફઅઅતઝેરો વલા ઝા કુવ્‍વતિન ફ અનતસેરો

મારા માલિક! અય મારા પરવરદિગાર! બધા વખાણ તારા જ માટે છે. ખુદાયા! તેં મને હુકમ કર્યો તો મેં તેની અવગણના કરી છે અને મના કરી છે મેં ફરમાંબરદારી નથી કરી. હવે મારી પાસે મુકિત માટે કોઈ બહાનુ નથી અને અઝાબને દૂર કરવા માટે કોઈ શકિતમાન પણ નથી.

فَبِاَىِّ شَىْءٍ اَسْتَقْبِلُكَ یَا مَوْلَاىَ اَبِسَمْعِىْ اَمْ بِبَصَرِىْ اَمْ بِلِسَانِىْ اَمْ بِیَدِىْ اَمْ بِرِجْلِىْ اَلیْسَ كُلُّهَا نِعَمَكَ عِنْدِىْ وَبِكُلِّهَا عَصَیْتُكَ یَا مَوْلَاىَ

ફ બે અય્‍યે શયઈન અસતકબેલોક યા મવલાય અ બે સમઈ અમ બે બસરી અમ બે લિસાની અમ બે યદી અમ બે રિજલી અલયસ કુલ્‍લોહા નેઅમક ઈનદી વ બે કુલ્‍લેહા અસયતોક યા મવલાય

હું કેવી રીતે તારો સામનો કરૂં અને કોના સહારાથી તારી બારગાહમાં હાજર થાઉં? તે સાંભળવાના સહારે કે તે જોવાની મારફતે, તે જીભના સહારે કે તે દિલના સહારે, આ હાથોની મદદથી કે આ પગોના સહારાથી? આ બધી તો તારીજ નેઅમતો છે અને તે બધાથી તો મેં તારા ગુનાહ કર્યા છે.

فَلَكَ الْحُجَّۃُ وَالسَّبِیْلُ عَلَىَّ یَا مَنْ سَتَرَنِىْ مِنَ الْاٰ بَاءِ وَالْاُمَّهَاتِ اَنْ یَزْجُرُوْنِىْ وَمِنَ الْعَشَائِرِ وَالْاِخْوَانِ اَنْ یُعَیِّرُوْنِىْ وَمِنَ السَّلَاطِیْنِ اَنْ یُعَاقِبُوْنِىْ

ફ લકલ હુજ્‍જતો વસ સબીલો અલય્‍ય યા મન સતરની મિનલ આબાએ વલ ઉમ્‍મહાતે અન યઝજોરૂની વ મિનલ અશાઈરે વલ ઈખવાને અન યોઅય્‍યેરૂની વ મિનસ સલાતીન અન યોઆકેબૂની

આ બધા તો મારી વિરૂધ્ધ તારી હુજ્જત અને દલીલો છે. મારા પરવરદિગાર! જેણે મારી બુરાઈઓને પણ મારા મા-બાપથી છુપી જે રાખી અને તેઓને અપમાનિત થવા નથી દીધા. સમાજ અને કુટુંબથી પણ છુપા રાખ્યા છે અને તેઓને માથું ઉંચકવા નથી દીધું. હાકીમો અને સુલ્તાનોથી ખાનગી રાખ્યા છે અને તેઓને સઝા કરવા નથી દીધી.

وَلَوِ اطَّلَعُوْا یَا مَوْلَاىَ عَلٰى مَا اطَّلَعْتَ عَلَیْهِ مِنِّىْ اِذًا مَا اَنْظَرُوْنِىْ وَلَرَفَضُوْنِىْ وَقَطَعُوْنِىْ فَهَا اَنَا ذَا یَا اِلٰهِىْ بَیْنَ یَدَیْكَ یَا سَیِّدِىْ، خَاضِعٌ ذَلِیْلٌ حَصِیْرٌ حَقِیْرٌ

વ લવિત્‍તલઉ યા મવલાય અલા મત્‍તલઅત અલયહે મિન્‍ની ઈઝન મા અનઝરૂની વ લરફઝુની વ કતઉની ફ હા અનાઝા યા ઈલાહી બયન યદયક યા સય્‍યેદી ખાઝેઉન ઝલીલુન હસીરૂન હકીરૂન

જો તેઓ તારી જેમ આ બધી હરકતો જાણી જતે તો એક પળની પણ મોહલત ન આપતાં અને મારી સંપૂર્ણ અવગણનાજ કરી દેત. બલ્કે મારી સાથેના સંબંધો તોડી નાખતે. હવે હું તારી બારગાહમાં સાચા દિલથી અને નમરતા અને વિનયપૂર્વક અને મારી હલ્કી અને અપમાનિત હાલતમાં હાજર છું.

لَا ذُوْ بَرَائَۃٍ فَاَعْتَذِرُ وَلَا ذُوْ قُوَّۃٍ فَاَنْتَصِرُ وَلَا حُجَّۃٍ فَاَحْتَجُّ بِهَا وَلَا قَائِلٌ لَمْ اَجْتَرِحْ وَلَمْ اَعْمَلْ سُوْءًا وَمَا عَسَى الْجُحُوْدُ وَلَوْ جَحَدْتُ یَا مَوْلَاىَ یَنْفَعُنِىْ

લા ઝૂબરાઅતિન ફ અઅતઝેરો વલા ઝૂ કુવ્‍વતિન ફનતસેરો વલા હુજ્‍જતિન ફ અહતજજો બેહા વલા કાઈલુન લમ અજતરિહ વ લમ અઅમલ સૂઅન વ મા અસલ જોહૂદો વ લવ જહદતો યા મવલાય યનફઓની

છૂટકારો થવા માટે ન કોઈ બહાનું છે ન તો ગુનાહોથી બચાવનાર કોઈ શકિતશાળી સહારો છે. ન મારી પાસે કોઈ દલીલ છે જેનાથી હું દલીલ કરી શકું અને ન એમ કહી શકું કે આ ગુનાહ મેં નથી કર્યા અથવા બુરાઈ મારાથી નથી થઈ. હું તો ઈન્કાર પણ નથી કરી શકતો. ઈન્કાર કરૂં તો પણ શું ફાયદો થશે!

كَیْفَ وَاَنّٰى ذٰلِكَ وَجَوَارِحِىْ كُلُّهَا شَاهِدَۃٌ عَلَىَّ بِمَا قَدْ عَمِلْتُ وَعَلِمْتُ یَقِیْنًا غَیْرَ ذِىْ شَكٍّ اَنَّكَ سَائِلِىْ مِنْ عَظَائِمِ الْاُمُوْرِ وَاَنَّكَ الْحَكَمُ الْعَدْلُ الَّذِىْ لَا تَجُوْرُ

કયફ વ અન્‍ના ઝાલેક વ જવારેહી કુલ્‍લોહા શાહેદતુન અલય્‍ય બેમા કદ અમિલતો વ અલિમતો યકીનન ગયર ઝી શકકિન અન્‍નક સાઈલી મિન અઝાઈમિલ ઉમૂરે વ અન્‍નકલ હકમુલ અદલુલ લઝી લા તજૂરો

જ્યારે બધા અંગ ઉપાંગો (અવયવો) મારી વિરૂધ્ધ સાક્ષી આપવા તૈયાર છે અને મને પોતાને પણ એ વાતની ખાત્રી છે કે એમાં કોઈ શંકા નથી કે તું આ મોટા મોટા કામોના બારામાં જરૂર સવાલ કરીશ. તું હાકિમ અને ઈન્સાફ કરવાવાળો છે. તારે ત્યાં ઝુલ્મને અવકાશ નથી.

وَعَدْلُكَ مُهْلِكِىْ وَمِنْ كُلِّ عَدْلِكَ مَهْرَبِىْ

વ અદલોક મુહલેકી વ મિન કુલ્‍લે અદલેક મહરબી

પરંતુ અય ખુદા! મારા માટે તો ઈન્સાફ અને ન્યાય પણ વિનાશવાળો છે. હું તારા અદ્લ અને ઈન્સાફથી પણ પનાહ માંગુ છું અને માત્ર તારા ફઝલ અને કરમનો મામલો ચાહું છું.

فَاِنْ تُعَذِّبْنِىْ یَا اِلٰهِىْ فَبِذُنُوْبِىْ بَعْدَ حُجَّتِكَ عَلَىَّ وَاِنْ تَعْفُ عَنِّىْ فَبِحِلْمِكَ وَجُوْدِكَ وَكرَمِكَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانكَ اِنِّى كُنْتُ مِنَ الظَّالِمِیْنَ

ફ ઈન તોઅઝઝિબની યા ઈલાહી ફ બે ઝુનૂબી બઅદ હુજ્‍જતોક અલય્‍ય વ ઈન તઅફો અન્‍ની ફ બે હિલમેક વ જૂદેક વ કરમેક લા ઈલાહ ઈલ્‍લા અનત અનત સુબહાનક ઈન્‍ની કુનતો મિનઝ ઝાલેમીન

મારા પરવરદિગાર! તું જો અઝાબ પણ કરીશ તો મારા ગુનાહોનું પરિણામ હશે કે તારી હજ્જત પૂરી થઈ ચૂકી છે. જો માફ પણ કરી આપીશ તો તે તારી દયા, અસ્તિત્વ અને મહેરબાનીનું પરિણામ હશે. તારા સિવાય કોઈ ખુદા નથી, પાક અને બેનિયાઝ છે અને હું ઝુલ્મ કરનારાઓમાંથી છું.

لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنّىْ كُنْتُ مِنَ الْمُسْتَغْفِرِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الْمُوَحِّدِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الْخَائِفِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانكَ اِنِىْ كُنْتُ مِنَ الْوَجِلِیْنَ

લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનક ઈન્‍ની કુનતો મિનલ મુસતગફેરીન લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનક ઈન્‍ની કુનતો મિનલ મોવહહેદીન લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનકલ ઈન્‍ની કુનતો મિનલ ખાઈફીન લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનક ઈન્‍ની કુનતો મિનલ વજેલીન

તું એકલો અને બેનિયાઝ છે અને હું માફી માગનારાઓમાંથી છું. તું એકલો અને બેનિયાઝ છે અને હું તૌહીદનો કલમો પઢવાવાળામાંથી છું, તું એકલો અને બેનિયાઝ છે અને હું ભયભીત છું, તું એકલો અને બેનિયાઝ છે અને હું હું ધરુજારીથી ભરપૂર છું,

لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الرَّاجِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الرَّاغِبِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الْمُهَلِّلِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانكَ اِنِّىْ كُنْتُ مِنَ السَّائِلِیْنَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الْمُسَبِّحِیْنَ

લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનક ઈન્‍ની કુનતો મિનર રાજીન લા ઈલાહ ઈલ્‍લા અનત ઈન્‍ની કુનતો મિનર રાગેબીન લા ઈલાહ ઈલ્‍લા અનત ઈન્‍ની કુનતો મિનલ મોહલ્‍લેલીન લા ઈલાહ ઈલ્‍લા અનત ઈન્‍ની કુનતો મિનસ સાઈલીન લા ઈલાહ ઈલ્‍લા અનત ઈન્‍ની કુનતો મિનલ મોસબ્‍બેહીન

તું એકલો અને બેનિયાઝ છે અને હું ઉમેદવારોમાંથી છું, તું એકલો અને બેનિયાઝ છે અને હું અપેક્ષા રાખનારામાંથી છું, તું એકલો અને બેનિયાઝ છે અને હું તારા એક હોવાનો એકરાર કરનારાઓમાંથી છું, તું એકલો અને બેનિયાઝ છે અને હું તારી તસ્બીહ કરનારાઓમાંથી છું.

لَا اِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ اِنِّىْ كُنْتُ مِنَ الْمُكَبِّرِیْنَ لَااِلٰهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ رَبِّىْ وَرَبُّ اٰبَائِىَ الْاَوَّلِیْنَ،

લા ઈલાહ ઈલ્‍લા અનત ઈન્‍ની કુનતો મિનલ મુકબ્‍બેરીન લા ઈલાહ ઈલ્‍લા અનત સુબહાનક રબ્‍બી વ રબ્‍બો આબાઈલ અવ્‍વલીન

તું એકલો અને બેનિયાઝ છે અને હું તારી મહાનતાનો સ્વિકાર કરનારામાંથી છું, તું એકલો અને બેનિયાઝ છે અને મારા બાપ દાદા અને સૌનો પરવરદિગાર છે.

اَللّٰهُمَّ هٰذَا ثَنَائِىْ عَلَیْكَ مُمَجِّدًا وَاِخْلَاصِىْ لِذِكْرِكَ مُوَحِّدًا وَاِقْرَارِىْ بِاٰلَائِكَ مُعَدِّدًا وَاِنْ كُنْتُ مُقِرًّا اَنِّىْ لَمْ اُحْصِهَا

અલ્‍લાહુમ્‍મ હાઝા સનાઈ અલયક મોમજજેદન વ ઈખલાસી લે ઝિકરેક મોવહહેદન વ ઈકરારી બે આલાએક મોઅદદેદન વ ઈન કુનતો મુકિરરન અન્‍ની લમ ઉહસિહા

પરવરદિગાર! આ મારા વખાણ અને પ્રશંસા તારી મહાનતાના સ્વીકાર સાથે છે અને આ મારી નિર્મળ વાતો તારા એક હું હોવાના સ્વીકારની સાથે છે. હું તારી નેઅમતોનો એક એક કરીને સ્વીકાર કરૂં છું અને પછી હું એ પણ એ સ્વીકારૂં છું કે કોઈ તેની ગણતરી નથી કરી શકતું.

لِكَثْرَتِهَا وَسُبُوْغِهَا وَتَظَاهُرِهَا وَتَقَادُمِهَا اِلٰى حَادِثٍ مَا لَمْ تَزَلْ تَتَعَهَّدُنِىْ بِهِ مَعَهَا مُنْذُ خَلَقْتَنِىْ وَبَرَاْتَنِىْ مِنْ اَوَّلِ الْعُمْرِ مِنَ الْاِغْنَاءِ مِنَ الْفَقْرِ

લે કસરતેહા વ સોબૂગેહા વ તઝાહોરેહા વ તકાદોમેહા ઈલા હાદેસિન મા લમ તઝલ તતઅહહદોની બેહી મઅહા મુનઝો ખલકતની વ બરઅતની મિન અવ્‍વલિલ ઉમરે મિનલ ઈગનાએ મિનલ ફકરે

તે બેહદ, હિસાબ વગરની, અમર્યાદિત અને અગણિત છે. મુકમ્મલ (સંપૂર્ણ) પણ છે. તે સ્પષ્ટ, પ્રકાશિત, હંમેશ માટે અને નવી પણ છે તારી નેઅમતોનો સિલસિલો પહેલેથીજ શરૂ જે દિવસે તેં માંરૂ સર્જન કર્યું અને મારા જીવનની શરૂઆત કરી હતી. તે નેઅમતો એ છે કે તે ફકીરીમાં બેનિયાઝી આપી છે,

وَكَشْفِ الضُّرِّ وَتَسْبِیْبِ الْیُسْرِ وَدَفْعِ الْعُسْرِ وَتَفْرِیْجِ الْكَرْبِ وَالْعَافِیَۃِ فِىْ الْبَدَنِ وَالسَّلَامَۃِ فِىْ الدِّیْنِ وَلَوْ رَفَدَنِىْ عَلٰى قَدْرِ ذِكْرِ نِعْمَتِكَ جَمِیْعُ الْعَالَمِیْنَ مِنَ الْاَوَّلِیْنَ وَالْاٰ خِرِیْنَ مَا قَدَرْتُ وَلَاهُمْ عَلٰى ذٰلِكَ

વ કશફિઝ ઝુરરે વ તસબી બિલ યુસરે વ દફઈલ ઉસર વ તફરીજિલ કરબે વલ આફેયતે ફિલ બદને વસ સલામતે ફિદ દીને વ લવ રફદની અલા કદરે ઝિકરે નેઅમતેક જમીઉલ આલમીન મિનલ અવ્‍વલીન વલ આખેરીન મા કદરતો વલા હુમ અલા ઝાલેક

નુકસાનોને દુર કર્યું છે અને સાનુકૂળતાની વ્યવસ્થા કરી છે. સખ્તીઓને દૂર કરી છે, દુઃખ અને દર્દને દૂર કર્યા છે. શરીરમાં શકિત આપી છે, પ્રશંસાવાળા દીનમાં સલામતી આપી છે અને નેઅમતો એવી બેહિસાબ છે કે જે શરૂથી અંત સુધી મારી મદદ કરે અને જો હું તેનો હિસાબ કરવા ચાહું તો ન કરી શકું.

تَقَدَّسْتَ وَتَعَالَیْتَ مِنْ رَبٍّ كَرِیْمٍ عَظِیْمٍ رَحِیْمٍ لَا تُحْصٰى اٰلَاؤُكَ، وَلَا یُبْلَغُ ثَنَاؤُكَ وَلَا تُكَافٰى نَعْمَاؤُكَ

તકદદસત વ તઆલયત મિન રબબિન કરીમિન અઝીમિન રહીમિન લા તુહસા આલાઓક વલા યુબલગો સનાઓક વલા તોકાફા નઅમાઓક

તું પાક, પાકીઝા, ઉચ્ચ અને સૌથી વધીને છે, તું મહેરબાની કરનાર રબ, મહાન અને રહીમ છે, તારી નેઅમતોની ગણતરી નથી. તારા વખાણ અને પ્રશંસાની હદ સુધી કોઈ પહોંચી શકતું નથી.

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ وَاَتْمِمْ عَلَیْنَا نِعَمَكَ وَاَسْعِدْنَا بِطَاعَتِكَ سُبْحَانَكَ لَا اِلٰهَ اِلَّا اَنْتَ

સલ્‍લે અલા મોહમ્‍મદિન વ આલે મોહમ્‍મદિન વ અતમિમ અલયના નેઅમક વ અસઈદના બે તાઅતેક સુબહાનક લા ઈલાહ ઈલ્‍લા અનત

પરવરદિગાર! મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની આલ ઉપર તારી રહેમત મોકલ અને મારી ઉપર તારી નેઅમતો સંપૂર્ણ કરી દે અને તારી તાબેદારીથી નેકબખ્ત બનાવી દે કે તું પાક, પાકીઝા, બેનિયાઝ એક અને સાથીદાર વગરનો છે.

اَللّٰهُمَّ اِنَّكَ تُجِیْبُ الْمُضْطَرَّ وَتَكْشِفُ السُّوۤءَ وَتُغِیْثُ الْمَكْرُوْبَ وَتَشْفِىْ السَّقِیْمَ وَتُغْنِى الْفَقِیْرَ وَتَجْبُرُ الْكَسِیْرَ وَتَرْحَمُ الصَّغِیْرَ

અલ્‍લાહુમ્‍મ ઈન્‍નક તોજીબુલ મુઝતરર વ તકશેફુસ સઅ વ તોગીસુલ મકરૂબ વ તશફિસ સકીમ વ તુગનીલ ફકીર વ તજબોરૂલ કસીર વ તરહમુસ સગીર

અય ખુદા! તું જરૂરતમંદ અને ગભરાએલા લોકોની દોઆને કબુલ કરે છે, બુરાઈઓને દૂર કરે છે, મઝલુમોની ફરિયાદને સાંભળે છે. બિમારોને તંદુરસ્તી આપે છે. ફકીરોને ધનવાન બનાવે છે. તુટેલા-હારેલા દિલોને જોડે છે, બાળકો ઉપર રહેમ કરે છે,

وَتُعِیْنُ الْكَبِیْرَ وَلَیْسَ دُوْنَكَ ظَهِیْرٌ وَلَا فَوْقَكَ قَدِیْرٌ وَاَنْتَ الْعَلِىُّ الْكَبِیْرُ

વ તોઈનુલ કબીર વ લયસ દૂનક ઝહીરૂન વલા ફવકક કદીરૂન વ અનતલ અલીય્‍યુલ કબીરો

મોટાઓને ઝડપથી મદદ પહોંચાડે છે, તારા સિવાય કોઈ મદદગાર નથી. તારાથી કોઈ વધુ તાકત ધરાવતો નથી. તું ઉચ્ચ અને મહાન છે.

یَا مُطْلِقَ الْمُكَبَّلِ الْاَسِیْرِ یَا رَازِقَ الطِّفْلِ الصَّغِیْرِ یَا عِصْمَۃَ الْخَائِفِ الْمُسْتَجِیْرِ یَا مَنْ لَا شَرِیْكَ لَهُ وَلَا وَزِیْرَ، صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ

યા મુતલેકલ મુકબ્‍બલિલ અસીરે યા રાઝેકત તિફલિસ સગીરે યા ઈસમતલ ખાએફિલ મુસતજીરે યા મન લા શરીક લહૂ વલા વઝીર સલ્‍લે અલા મોહમ્‍મદિન વ આલે મોહમ્‍મદિન

એ પગથી ગળા સુધી સાંકળથી બંધાએલા કેદીને મુકત કરનાર, અય નાના બાળકોને રોજી આપનાર, એ ગભરાએલાને પનાહ માંગનારાઓને આશ્રય આપનાર, અય તે ખુદા જેનો કોઈ ભાગીદાર કે વજીર નથી. મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેની પાક આલ ઉપર રહેમત મોકલ

وَاَعْطِنِىْ فِىْ هٰذِهِ الْعَشِیَّۃِ اَفْضَلَ مَا اَعْطَیْتَ وَاَنَلْتَ اَحَدًا مِنْ عِبَادِكَ مِنْ نِعْمَۃٍ تُوْلِیْهَا وَ اٰلَاءٍ تُجَدِّدُهَا وَبَلِیَّهٍ تَصْرِفُهَا وَكُرْبَۃٍ تَكْشِفُهَا وَدَعْوَۃٍ تَسْمَعُهَا وَحَسَنَۃٍ تَتَقَبَّلُهَا وَسَیِّئَۃٍ تَتَغَمَّدُهَا اِنَّكَ لَطِیْفٌ بِمَا تَشَاءُ خَبِیْرٌ وَعَلٰى كُلِّشَىْءٍ قَدِیْرٌ

વ અઅતેની ફી હાઝેહિલ અશીય્‍યતે અફઝલ મા અઅતયત વ અનલત અહદન મિન ઈબાદેક મિન નેઅમતિન તૂલીહા વ આલાઈન તોજદદેદોહા વ બલીય્‍યતિન તસરેફોહા વ કુરબતિન તકશેફોહા વ દઅવતિન તસમઓહા વ હસનતિન તતકબ્‍બલોહા વ સય્‍યેઅતિન તતગમ્‍મદોહા ઈન્‍નક લતીફુન બેમા તશાઓ ખબીરૂન વ અલા કુલ્‍લે શયઈન કદીર

અને આજની સાંજે મને એ બધું આપ જે તેં કોઈપણ નેક બંદાને આપ્યું છે, જાહેર નેઅમતોનો સિલસિલો, છુપી નેઅમતોમાં વધારો, બલાઓથી મૂકિત, દુઃખ અને દર્દનો નાશ, દોઆઓનો સ્વીકાર, નેકીઓની કબુલાત, બુરાઈઓને છુપાવવી વગેરે. તું સર્વોત્તમ પણ છે અને જ્ઞાની પણ છે અને દરેક વસ્તુ ઉપર શકિત ધરાવે છે.

اَللّٰهُمَّ اِنَّكَ اَقْرَبُ مَنْ دُعِىَ وَاَسْرَعُ مَنْ اَجَابَ وَاَكْرَمُ مَنْ عَفٰى وَاَوْسَعُ مَنْ اَعْطٰى وَاَسْمَعُ مَنْ سُئِلَ یَا رَحْمٰنَ الدُّنْیَا وَالْاٰ خِرَۃِ وَرَحِیْمَهُمَا

અલ્‍લાહુમ્‍મ ઈન્‍ક અકરબો મન દોએય વ અસરઓ મન અજાબ વ અકરમો મન અફા વ અવસઓ મન અઅતા વ અસમઓ મન સોએલ યા રહમાનદ દુનયા વલ આખેરતે વ રહીમહોમા

જેને જેને પોકારવામાં આવે છે તેમાં તું સૌથી નઝદિક છે. જે જે ‘લબ્મયક’ કહેનારા છે તેઓમાં તું સૌથી વધુ કબુલ કરનાર છે અને દરેક આપનારામાં સૌથી વધુ બક્ષીશ દેનાર છે. દરેક કામમાં રોકાએલાથી તું વધુ સાંભળનાર છે અને દુનિયા અને આખેરતમાં રહેમાન અને રહીમ છે.

لَیْسَ كَمِثْلِكَ مَسْئُوْلٌ وَلَا سِوَاكَ مَاْمُوْلٌ دَعَوْتُكَ فَاَجَبْتَنِىْ وَسَئَلْتُكَ فَاَعْطَیْتَنِىْ وَرَغِبْتُ اِلَیْكَ فَرَحِمْتَنِىْ، وَوَثِقْتُ بِكَ فَنَجَّیْتَنِىْ وَفَزِعْتُ اِلَیْكَ فَكَفَیْتَنِىْ

લયસ કમિસલેક મસઉલૂન વલા સેવાક મઅમૂલુન દઅવતોક ફ અજબતની વ સઅલતોક ફ અઅતયતની વ રગિબતો ઈલયક ફ રહિમતની વ વસિકતો બેક ફ નજજયતની વ ફઝેઅતો ઈલયક ફ કફયતની

તારા જેવો કોઈ સવાલ કરનારને લાયક નથી અને તારા સિવાય આશાનું કોઈ સ્થાન નથી. મેં તને પોકાર કરી તો તેં સ્વીકારી લીધી. તારી પાસે માંગ્યું તો તે આપી દીધું. તારી પાસે ઈચ્છા જાહેર કરી તો તેં રહેમ કર્યો. તારા ઉપર ભરોસો કર્યો તો તેં મુકિત આપી. તારૂં રક્ષણ માગ્યું તો તું એકલોજ પૂરતો થઈ ગયો.

اَللّٰهُمَّ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ عَبْدِكَ وَرَسُوْلِكَ وَنَبِیِّكَ وَعَلٰى اٰلِهِ الطَّیِّبِیْنَ الطَّاهِرِیْنَ اَجْمَعِیْنَ وَتَمِّمْ لَنَا نَعْمَائَكَ وَهَنِّئْنَا عَطَائَكَ وَاكْتُبْنَا لَكَ شَاكِرِیْنَ وَلِاٰ لَائِكَ ذَاكِرِیْنَ اٰمِیْنَ اٰمِیْنَ رَبَّ الْعَالَمِیْنَ

અલ્‍લાહુમ્‍મ ફ સલ્‍લે અલા મોહમ્‍મદિન અબદેક વ રસૂલેક વ નબીય્‍યેક વ અલા આલેહિત તય્‍યેબીનત તાહેરીન અજમઈન વ તમમિમ લના નઅમાએક વ હનનિઅના અતાઅક વકતુબના લક શાકેરીન વ લે આલાએક ઝાકેરીન આમીન આમીન રબ્‍બલ આલમીન

અય ખુદા! તારા બંદા, તારા રસુલ અને નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેની પાક અને પાકીઝા આલ ઉપર રહેમત મોકલ અને અમારા માટે તારી નેઅમતો સંપૂર્ણ કરી કે દરેક નેઅમતને સં ઉમદા બનાવી દે અને અમારૂં નામ શુક્ર કરનાર અને નેઅમતોને યાદ રાખનારાઓમાં ઉમેરી દે. આમીન, આમીન, યા રબ્બલ આલમીન!

اَللّٰهُمَّ یَا مَنْ مَلَكَ فَقَدَرَ وَقَدَرَ فَقَهَرَ وَعُصِىَ فَسَتَرَ وَاسْتُغْفِرَ فَغَفَرَ یَا غَایَۃَ الطَّالِبِیْنَ الرَّاغِبِیْنَ وَمُنْتَهٰى اَمَلِ الرَّاجِیْنَ یَا مَنْ اَحَاطَ بِكُلِّ شَىْءٍ عِلْمًا وَوَسِعَ الْمُسْتَقْیِلِیْنَ رَاْفَۃً وَرَحْمَۃً وَحِلْمًا،

અલ્‍લાહુમ્‍મ યા મન મલક ફ કદર કદર ફ કહર વ ઓસોય ફ સતર વસતુગફેર ફ ગફર યા ગાયતત તાલેબીનર રાગેબીન વ મુનતહા અમલિર રાજીન યા મન અહાત બે કુલ્‍લે શયઈન ઈલમન વ વસેઅલ મુસતકીલીન રઅતન વ રહમતન વ હિલમન

અય ખુદા! અય તે પરવરદિગાર! જેની સંપત્તિની સાથે સત્તા અને સત્તાની સાથે કડકાઈ પણ છે. જેણે ગુનાહોને છુપાવ્યા છે, માફી માનગનારાઓને માફી આપી છે. અય માગનાર અને ઈચ્છા કરનારની અંતિમ જગ્યા, આશા રાખનારની આશાનું સ્થાન, દરેક વસ્તુ ઉપર જ્ઞાન ધરાવનાર અને બદલો માગનાર ઉપર રાહત, રહમત અને દયા દેખાડનાર.

اَللّٰهُمَّ اِنَّا نَتَوَجَّهُ اِلَیْكَ فِىْ هٰذِهِ الْعَشِیَّۃِ الَّتِىْ شَرَّفْتَهَا وَعَظَّمْتَهَا بِمُحَمَّدٍ نَبِیِّكَ وَرَسُوْلِكَ وَخِیَرَتِكَ مِنْ خَلْقِكَ وَاَمِیْنِكَ عَلٰى وَحْیِكَ الْبَشِیْرِ النَّذِیْرِ السِّرَاجِ الْمُنِیْرِ الَّذِىْ اَنْعَمْتَ بِهِ عَلَى الْمُسْلِمِیْنَ وَ جَعَلْتَهُ رَحْمَۃً لِلْعَالَمِیْنَ

અલ્‍લાહૂમ્‍મ ઈન્‍ના નતવજજહો ઈલયક ફી હાઝેહિલ અશીય્‍યતિલ લતી શરરફતહા વ અઝઝમતહા બે મોહમ્‍મદિન નબીય્‍યેક વ રસૂલેક વ ખિયરતેક મિન ખલકેક વ અમીનેક અલા વહયેકલ બશીરિન નઝીરિસ સિરાજિલ મોનીરિલ લઝી અનઅમત બેહી અલલ મુસલેમીન વ જઅલતહૂ રહમતન લિલ આલમીન

અય ખુદા! અમે આ સાંજના સમયે તારી તરફ ધ્યાન ધરીને બેઠા છીએ જેણે તને ગુણવાળો અને મહાન માન્યો છે. અમારો વસીલા, તારા રસુલ, તારા સર્જનના ચુંટાએલા બંદા, તારી વહીના અમીન, તારા સવાબની ખબર આપનાર, તારા અઝાબથી ડરાવનાર અને દિવ્ય અને પ્રકાશિત પયગમ્બર જેના મારફતે તેં મુસલમાન બંદાઓ ઉપર ઈનામ આપ્યું છે અને તેને દુનિયાઓ માટે રહમત બનાવ્યા છે.

اَللّٰهُمَّ فَصَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ كَمَا مُحَمَّدٌ اَهْلٌ لِذٰلِكَ مِنْكَ یَا عَظِیْمُ فَصَلِّ عَلَیْهِ وَعَلٰى اٰلِهِ الْمُنْتَجَبِیْنَ الطَّیِّبِیْنَ الطَّاهِرِیْنَ اَجْمَعِیْنَ وَتَغَمَّدْنَا بِعَفْوِكَ عَنَّا

અલ્‍લાહુમ્‍મ ફ સલ્‍લે અલા મોહમ્‍મદિન વ આલે મોહમ્‍મદિન અહલુન લે ઝાલેક મિનક યા અઝીમો ફ સલ્‍લે અલયહે વ અલા આલેહિલ મુનતજબીનત તય્‍યેબીનત તાહેરીન અજમઈન વ તગમ્‍મદના બે અફવેક અન્‍ના

અય ખદા! મોહમ્મદ (સ.અ.વ.) અને તેની પવિત્ર આલ ઉપર એવી રહેમત મોકલ જેના તેઓ લાયક છે. અય મહાન ખુદા! હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અને તેની પાક અને પાકીઝા આલ ઉપર રહેમત મોકલ અને તારી માફી અને ક્ષમા મારફતે અમારા ગુનાહોને છુપાવ.

فَاِلَیْكَ عَجَّتِ الْاَصْوَاتُ بِصُنُوْفِ اللُّغَاتِ فَاجْعَلْ لَنَا اللّٰهُمَّ فِىْ هٰذِهِ الْعَشِیَّۃِ نَصِیْبًا مِنْ كُلِّ خَیْرٍ تَقْسِمُهُ بَیْنَ عِبَادِكَ وَنُوْرٍ تَهْدِىْ بِهِ وَرَحْمَۃٍ تَنْشُرُهَا، وَبَرَكَۃٍ تُنْزِلُهَا وَعَافِیَۃٍ تُجَلِّلُهَا

ફ ઈલયક અજજતિલ અસવાતો બે સોનૂફિલ લોગાતે ફજઅલ લના અલ્‍લાહુમ્‍મ ફી હોઝિલ અશીય્‍યતે નસીબન મિન કુલ્‍લે ખયરિન તકસેમોહૂ બયન ઈબાદેક વ નૂરિન તહદી બેહી વ રહમતિન તનશોરોહા વ બરકતિન તુનઝેલોહા વ આફેયતિન તોજલ્‍લેલોહા

તારા તરફ જુદી જુદી ભાષાઓમાં અને અવાજોમાં ફરિયાદ બુલંદ છે માટે આજની સાંજે મને દરેક તે નેઅમતનો ભાગીદાર બનાવ જેને તારા બંદાઓને વહેંચી રહ્યો છે અને જે રહેમતને ફેલાવી રહ્યો છે અને જે બરકતો મોકલી રહ્યો છે અને જે તારી દયાના પોશાકથી છુપાવી રહ્યો છે

وَرِزْقٍ تَبْسُطُهُ یَا اَرْحَمَ الرَّاحِمِیْنَ اَللّٰهُمَّ اَقْلِبْنَا فِىْ هٰذَا الْوَقْتِ مُنْجِحِیْنَ مُفْلِحِیْنَ مَبْرُوْرِیْنَ غَانِمِیْنَ وَلَاتَجْعَلْنَا مِنَ الْقَانِطِیْنَ وَلَا تُخْلِنَا مِنْ رَحْمَتِكَ

વ રિઝકિન તબસોતોહૂ યા અરહમર રાહેમીન અલ્‍લાહુમ્‍મ અકલિબના ફી હાઝલ વકતે મુનજેહીન મુફલેહીન મબરૂરીન ગાનેમીન વલા તજઅલના મિનલ કાનેતીન વલા તુખલેના મિન રહમતેક

અને મારી રોઝીમાં વધારો કરી રહ્યો છે, અય તમામ રહમ કરનારાઓમાં સૌથી વધુ રહેમ કરનાર. અય ખુદા! હું તે સમયે પાછો ફરૂં તો સફળતા સાથે, મુકિત પામેલ, નેક કાર્યો સાથે ફાયદાઓ મેળવીને બુલંદી ઉપર પાછો ફરૂં. મને તારી રહમતથી નિરાશ ન કરતો અને તારી રહેમતથી ખાલી ન રાખતો.

وَلَا تَحْرِمْنَا مَا نُؤَمِّلُهُ مِنْ فَضْلِكَ وَلَا تَجْعَلْنَا مِنْ رَحْمَتِكَ مَحْرُوْمِیْنَ وَلَا لِفَضْلِ مَا نُؤَمِّلُهُ مِنْ عَطَائِكَ قَانِطِیْنَ وَلَا تَرُدَّنَا خَائِبِیْنَ وَلَا مِنْ بَابِكَ مَطْرُوْدِیْنَ یَا اَجْوَدَ الْاَجْوَدِیْنَ وَاَكْرَمَ الْاَكْرَمِیْنَ

વલા તહરિમના મા નોઅમ્‍મેલોહૂ મિન ફઝલેક વલા તજઅલના મિન રહમતેક મહરૂમીન વલા લે ફઝલે મા નોઅમ્‍મેલોહૂ મિન અતાએક કાનેતીન વલા તરૂદદના ખાએબીન વલા મિન બાબેક મતરૂદીન યા અજવદલ અજવદીન વ અકરમલ અકરમીન

મારી આશાઓ મહરૂમીનો શિકાર ન થવા પામે અને મને તારા ફઝલ અને કરમથી જુદો ન રાખ. જે મેળવવાની આશા રાખું છું તેનાથી નિરાશ ન કર. તારી બારગાહમાંથી મેળવ્યા વગર પાછો ન ફરૂં. તારા દરવાજેથી હટાવી ન દેતો. તું શ્રેષ્ઠ બખ્શીશ કરનાર અને સૌથી વધુ દયા કરનાર છે,

اِلَیْكَ اَقْبَلْنَا مُوْقِنِیْنَ وَلِبَیْتِكَ الْحَرَامِ آٰمِّیْنَ قَاصِدِیْنَ فَاَعِنَّا عَلٰى مَنَاسِكِنَا وَاَكْمِلْ لَنَا حَجَّنَا وَاعْفُ عَنَّا وَعَافِنَا فَقَدْ مَدَدْنَا اِلَیْكَ اَیْدِیَنَا فَهِىَ بِذِلَّۃِ الْاِعْتِرَافِ مَوْسُوْمَۃٌ

ઈલયક અકબલના મૂકેનીન વ લે બયતેકલ હરામે આમ્‍મીન કાસેદીન ફ અઈન્‍ના અલા મનાસેકેના વ અકમિલ લના હજજના વઅફો અન્‍ના વ આફેના ફ કદ મદદના ઈલયક અયદેયના ફ હેય બે ઝિલ્‍લતિલ એઅતેરાફે મવસૂમતુન

હું તારા તરફ સંપૂર્ણ વિશ્વાસપૂર્વક ધ્યાન ધરૂં છું અને તારા આદરણીય ઘરનો દિલથી ઈરાદો કરેલો છે. આ કાર્યમાં મારી મદદ કર. મારી હજને સ્વિકારવાનો શરફ આપ. મારા ગુનાહોને બક્ષી આપ અને મારી ભૂલોને માફ કર. મેં તારી બારગાહમાં એ હાથ ફેલાવ્યો છે જેના ઉપર અપમાન અને હલ્કાઈના નિશાનો લાગેલા છે.

اَللّٰهُمَّ فَاَعْطِنَا فِىْ هٰذِهِ الْعَشِیَّۃِ مَا سَئَلْنَاكَ، وَاكْفِنَا مَا اسْتَكْفَیْنَاكَ فَلَا كَافِىَ لَنَا سِوَاكَ وَلَا رَبَّ لَنَا غَیْرُكَ نافِذٌ فِیْنَا حُكْمُكَ مُحِیْطٌ بِنَا عِلْمُكَ

અલ્‍લાહુમ્‍મ ફ અઅતેના ફી હાઝેહિલ અશીય્‍યતે મા સઅલનાક વકફેના મસતકફયનાક ફલા કાફેય લના સેવાક વલા રબ્‍બ લના ગયરોક નાફેઝુન ફીના હુકમોક મોહીતુન બેના ઈલમોક

પરંતુ અય પરવરદિગાર! મેં જે માંગ્યું છે તે મને આજની સાંજે આપી દે અને જે કામના માટે પોકાર કર્યો છે તેના માટે સંપૂર્ણ બનાવી દે. તારા સિવાય બીજુ કોઈ સંપૂર્ણ નથી અને તારા સિવાય બીજો કોઈ પરવરદિગાર પણ નથી. તારો હુકમ સર્વત્ર છે અને તારૂં જ્ઞાન ચારે તરફ છે.

عَدْلٌ فِیْنَا قَضَاؤُكَ اِقْضِ لَنَا الْخَیْرَ وَاجْعَلْنَا مِنْ اَهْلِ الْخَیْرِ اَللّٰهُمَّ اَوْجِبْ لَنَا بِجُوْدِكَ عَظِیْمَ الْاَجْرِ وَكَرِیْمَ الذُّخْرِ وَدَوَامَ الْیُسْرِ

અદલુન ફીના કઝાઓક ઈકઝે લનલ ખયર વજઅલના મિન અહલિલ ખયરે અલ્‍લાહુમ્‍મ અવજિબ લના બે જૂદેક અઝીમલ અજરે વ કરીમઝ ઝુખરે વ દવામલ યુસરે

તારો ન્યાય ઈન્સાફ ઉપર આધારિત છે. અમારા હકમાં ખયરનો ફેંસલો કર અને અમને ખયરમાં મેળવી દે. અય ખુદા! તારી ભલાઈ અને મહેરબાનીથી અમારા માટે શ્રેષ્ઠ લાભ, સવાબના સૌથી વધુ સારા ખજાના અને કાયમ માટેની રાહતના માર્ગને જરૂરી બનાવી દે.

وَاغْفِرْ لَنَا ذُنُوْبَنَا اَجْمَعِیْنَ وَلَا تُهْلِكْنَا مَعَ الْهَالِكِیْنَ وَلَا تَصْرِفْ عَنَّا رَاْفَتَكَ وَرَحْمَتَكَ یَا اَرْحَمَ الرَّاحِمِیْنَ، اَللّٰهُمَّ اجْعَلْنَا فِىْ هٰذَا الْوَقْتِ مِمَّنْ سَئَلَكَ فَاَعْطَیْتَهُ وَشَكَرَكَ فَزِدْتَهُ

વલા મસતકરર ફિલ મકનૂને વલા મન તવત અલયહે મુઝમરાતુલ કુલૂબે અલા કુલ્‍લો ઝાલેક કદ અહસાહો ઈલમોક વ વસેઅહૂ હિલમોક સુબહાનક વ તઆલયત અમ્‍મા યકૂલુઝ ઝાલેમુન ઉલુવન કબીરન

અમારા ગુનાહોને માફ કરી આપ. અમારી ગણના હલાક થઈ જનારાઓમાં ન કર. તારી રહેમત અને રાહતના વહેણને અમારા સામેથી ન ફેરવી લે કે તું શ્રેષ્ઠ રહેમ કરનાર, ભલાઈ કરવાવાળો અને ક્ષમા કરનાર છે. અય ખુદા! આજની સાંજે મારી એ લોકોમાં ગણતરી કર જેઓની માગણીઓ તેં સ્વિકારી અને જેઓના શુક્ર કરવાથી વધારો કર્યો છે.

وَتَابَ اِلَیْكَ فَقَبِلْتَهُ وَتَنَصَّلَ اِلَیْكَ مِنْ ذُنُوْبِهِ كُلِّهَا فَغَفَرْتَهَا لَهُ یَا ذَاالْجَلَالِ وَالْاِكْرَامِ اَللّٰهُمَّ وَنَقِّنَا وَسَدِّدْنَا وَاقْبَلْ تَضَرُّعَنَا یَا خَیْرَ مَنْ سُئِلَ وَیَا اَرْحَمَ مَنِ اسْتُرْحِمَ یَا مَنْ لَا یَخْفٰى عَلَیْهِ اِغْمَاضُ الْجُفُوْنِ وَلَا لَحْظُ الْعُیُوْنِ

વાતાબ ઇલેક ફકબિલીટહ વાટનાસલ ઇલેક મીન ધનુબીહ કુલિહા ફાગફાર્તાહ લહ યા ધાલજલ વાલાહુમ વાનાક્યુમી વાનાક્વિના વકબલ તાદર્યુઆના યા ખૈરના માણસ સુયલ વાઈહલ અલ્હફેન અલ્હફેન અલ્હફેમ યહામ, યુયુન

જેઓની તૌબા કબુલ કરી છે અને જેમણે ગુનાહોને છોડી દીધા તેઓને માફ કર્યા છે. અય જલાલ અને ઈકરામવાળા! અય ખુદા! અમને પાકીઝા બનાવી દે, અમારી મદદ કર, અય સર્વશ્રેષ્ઠ સવાલો પૂરા કરનાર અને સૌથી વધુ રહેમ કરનાર. અય તે ખુદા! જેના માટે પાંપણોનું ફરકવું અને આંખોના ઈશારા છુપા નથી.

وَلَا مَا اسْتَقَرَّ فِى الْمَكْنُوْنِ وَلَا مَا انْطَوَتْ عَلَیْهِ مُضْمَرَاتُ الْقُلُوْبِ اَلَا كُلُّ ذٰلِكَ قَدْ اَحْصَاهُ عِلْمُكَ وَوَسِعَهُ حِلْمُكَ سُبْحَانَكَ وَتَعَالَیْتَ عَمَّا یَقُوْلُ الظَّالِمُوْنَ عُلُوًّا كَبِیْرًا

વાલા મા અસ્તાકર ફિયા અલમાકનુન વાલા મા અંતવત ઇલાયહ મુદમરત અલકુલુબ આલા કુલ ધલિક કદ આહસાહ ઇલમુક વાવસીઆહ હિલમુક સુભાનક વતાઇલાયત ઇમ્મા યાકુલ અલઝાલીમુન ઉલુવાન કબીરાન

જે દિલોમાં છુપાએલા (ઈરાદાઓ)ને પણ જાણે છે અને સીનામાં છુપાએલા રહસ્યોને પણ જાણે છે, તેનું ઈલ્મ બધાથી ઘેરાએલું છે અને તેની દયા દરેક વસ્તુ ઉપર છવાઈ ગયેલી છે. તું પાક અને બેનિયાઝ છે અને વિરોધીઓના કથનો અને કલ્પનાઓથી ઘણો વધુ ઉચ્ચ અને વધીને છે.

تُسَبِّحُ لَكَ السَّمٰوَاتُ السَّبْعُ وَالْاَرَضُوْنَ وَمَنْ فِیْهِنَّ وَاِنْ مِنْ شَىْءٍ اِلَّا یُسَبِّحُ بِحَمْدِكَ، فَلَكَ الْحَمْدُ وَالْمَجْدُ وَعُلُوُّ الْجَدِّ یَا ذَاالْجَلَا لِ وَالْاِكْرَامِ وَالْفَضْلِ وَالْاِنْعَامِ وَالْاَیَادِىْ الْجِسَامِ وَاَنْتَ الْجَوَادُ الْكَرِیْمُ الرَّؤُوْفُ الرَّحِیْمُ

તોસબ્‍બેહો લકસ સમાવાતુસ સબઓ વલ અરઝૂન વ મન ફી હિન્‍ન વ ઈનમિન શયઈન ઈલ્‍લા યોસબ્‍બેહો બે હમદેક ફ લકલ હમદો વલ મજદો વ ઉલૂવુલ જદદે યા ઝલ જલાલે વલ ઈકરામે વલ ફઝલે વલ ઈનઆમે વલ અયાદિલ જિસામ વ અનતલ જવાદુલ કરીમુર રઉફુર રહીમ

સાતેય આસમાનો બધી જમીનો અને બન્નેના સર્જનો બધા તારી તસ્બીહ કરી રહ્યા છે. સૃષ્ટિનું કણેકણ તારી તસ્બીહ કરવાની ઈચ્છુક છે. પ્રશંસા તારા માટે છે અને બુઝુર્ગી અને ઉચ્ચતા પણ તારાજ માટે છે. તું જલાલ અને ભલાઈઓનો ધણી અને મહેરબાની અને ઈનામનો માલિક છે. તારી નેઅમતો મહાન છે અને તું બક્ષીશ કરનાર રહેમાન અને રહીમ છે.

اَللّٰهُمَّ اَوْسِعْ عَلَىَّ مِنْ رِزْقِكَ الْحَلَالِ وَعَافِنِىْ فِىْ بَدَنِىْ وَدِیْنِىْ وَ اٰمِنْ خَوْفِىْ وَاَعْتِقْ رَقَبَتِىْ مِنَ النَّارِ

અલ્‍લાહુમ્‍મ અવસેઅ અલય્‍ય મિન રિઝકેકલ હલાલે વ આફેની ફી બદની વ દીની વ આમિન ખવફી વ અઅતિક રકબતી મિનન નારે

પરવરદિગાર! અમારા માટે હલાલ રોજીમાં વધારો કર, અમારા શરીર અને દીન બન્નેમાં મદદ કર. અમોને ભયમાં સલામતી આપ, અમારી ગરદનોને જહન્નમની આગથી મૂકત કર.

اَللّٰهُمَّ لَا تَمْكُرْ بِىْ وَلَا تَسْتَدْرِجْنِىْ وَلَا تَخْدَعْنِىْ وَادْرَءْ عَنِّىْ شَرَّ فَسَقَۃِ الْجِنِّ وَالْاِنْسِ

અલ્‍લાહુમ્‍મ લા તમકુર બી વલા તસતદરિજની વલા તખદઅની વદરઅ અન્‍ની શરર ફસકતિલ જિન્‍ને વલ ઈનસ

અય ખુદા! અમને અમારા કાર્યોનું નિશાન ન બનાવ અને તારા અઝાબમાં ધીરે ધીરે ખેંચી ન લે અને ભૂલમાં ન રહેવા પામીએ અને જીન્નાત અને ઈન્સાનના જુઠ અને બુરાઈથી સલામત રહીએ.

یَا اَسْمَعَ السَّامِعِیْنَ وَ یَا اَبْصَرَ النَّاظِرِیْنَ وَیَا اَسْرَعَ الْحَاسِبِیْنَ وَیَا اَرْحَمَ الرَّاحِمِیْنَ صَلِّ عَلٰى مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ السَّادَۃِ الْمَیَامِیْنِ

યા અસમઅસ સામેઈન યા અબસરન નાઝેરીન વ યા અસરઅલ હાસેબીન વ યા અરહમર રાહેમીન સલ્‍લે અલા મોહમ્‍મદિન વ આલે મોહમ્‍મદિસ્‍સાદતિલ મયામીને

(તે પછી હઝરતે સરે મુબારક આસમાન તરફ ઉંચુ કર્યું, એવી સ્થિતિમાં કે પવિત્ર આંખોમાંથી આંસુ સતત વહી રહ્યાં હતાં અને જીભ ઉપર આ શબ્દો હતાં)

وَاَسْئَلُكَ اللّٰهُمَّ حَاجَتِىَ الَّتِىْ اِنْ اَعْطَیْتَنِیْهَا لَمْ یَضُرَّنِىْ مَا مَنَعْتَنِىْ وَاِنْ مَنَعْتَنِیْهَا لَمْ یَنْفَعْنِىْ مَا اَعْطَیْتَنِىْ اَسْئَلُكَ فَكَاكَ رَقَبَتِىْ مِنَ النَّارِ لَااِلٰهَ اِلَّا اَنْتَ وَحْدَكَ لَا شَرِیْكَ لَكَ

વ અસઅલોક અલ્‍લાહુમ્‍મ હાજતેયલ લતી ઈન અઅતયતનીહા લમ યઝુરરની મા મનઅતની વ ઈન મનઅતનીહા લમ યનફઅની મા અઅતયતની અસઅલોક ફકાક રકબતી મિનન નારે લા ઈલાહ ઈલ્‍લા અનત વહદક લા શરીક

અય સૌથી વધુ સારી રીતે સાંભળનાર અને સૌથી વધુ ધ્યાન રાખનાર, સૌથી વધુ ઝડપી હિસાબ કરનાર, સૌથી વધુ રહેમ કરનાર, મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર રહેમત નાઝીલ કર.

પરવરદિગાર! હું તારી પાસે એવી હાજત માગુ છું જો તું તેને પૂરી કરી દે, તો બાકી બધી જ હાજતોને પૂરી કરી દેવી પણ નુકસાનકારક નહિ હોય. જો તેને રદ કરી દીધી તો બાકી બધી આપી દેવી પણ ફાયદારૂપ નહિ થાય. તે એ છે કે મને જહન્નમની આગથી મૂકત કરી દે કે તારા સિવાય બીજો કોઈ ખુદા નથી. તું એક અને ભાગીદાર વગરનો છે.

لَكَ الْمُلْكُ وَلَكَ الْحَمْدُ وَاَنْتَ عَلٰى كُلِّشَىْءٍ قَدِیْرٌ یَا رَبِّ یَا رَبِّ ۔۔۔

લકલ મુલકો વ લકલ હમદો વ અનત અલા કુલ્‍લે શયઈન કદીરૂન યા રબ્‍બે યા રબ્‍બે...

તારા માટે જ વખાણ છે, તારાજ માટે અને તુંજ દરેક વસ્તુ ઉપર શકિત મુલ્ક ધરાવે છે અને તારા અખત્યારમાં છે. અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ! અય રબ!

અય ખુદા! હું મારી માલદારીમાં પણ ફકીર છું તો ગરીબીમાં કેવી રીતે ફકીર ન હોઈશ? મારા જ્ઞાન પછી પણ હું અજ્ઞાન છું તો અજ્ઞાનતામાં કઈ રીતે જાહીલ ન હોઈશ?

اِلٰهِىْۤ اَنَا الْفَقِیْرُ فِىْ غِنَاىَ فَكَیْفَ لَا اَكُوْنُ فَقِیْرًا فِىْ فَقْرِىْ اِلٰهِىْ اَنَا الْجَاهِلُ فِىْ عِلْمِىْ فَكَیْفَ لَا اَكُوْنُ جَهُوْلًا فِىْ جَهْلِىْ

ઈલાહી અનલ ફકીરો ફી ગિનાય ફ કયફલા અકૂનો ફકીરન ફીફકરી ઈલાહી અનલ જાહેલો ફી ઈલમી ફ કયફલા અકૂનો ફી જહલી

તારી તદબીરોના નવા રંગો અને તારી નક્કી કરેલી તબ્દીલીને તારા મઅરેફતવાળા બંદાઓને તે બે વાતોથી રોકી રાખ્યા છે કે ન કોઈ કમઝોરની તરફથી સાંત્વન મેળવે છે અને ન કોઈ બલાથી નિરાશ થવા પામે છે. પરવરદિગાર! મારા તરફથી તે બધું છે કે જે મારી અપમાનિત અને અવદશા મુજબ છે.

اِلٰهِىْ اِنَّ اخْتِلَافَ تَدْبِیْرِكَ وَسُرْعَۃَ طَوَاءِ مَقَادِیْرِكَ مَنَعَا عِبَادَكَ الْعَارِفِیْنَ بِكَ عَنِ السُّكُوْنِ اِلٰى عَطَاءٍ وَالْیَاْسِ مِنْكَ فِىْ بَلَاءٍ

ઈલાહી ઈન્‍નખતેલાફ તદબીરેક વ સુરઅત તવાએ મકાદીરેક મનઆ ઈબાદેકલ આરેફીન બેક અનિસ સોકૂને ઈલા અતાઈન વલ યઅસે મિનક ફી બલાઈન

તો તારા તરફથી પણ એ બધું થવું ઘટે જે તારી રહમ અને કરમના મોભાને છાજે તેવું હોય. અય ખુદા! તેં તારા વખાણ સુંદર શબ્દો અને રહેમતથી કર્યા છે અને મારી કમઝોરીના અસ્તિત્વ પહેલા તેને પ્રદર્શિત કર્યું છે, તો શું મારી કમઝોરી જાહેર થા પછી તેને રોકી લેશે?

اِلٰهِىْ مِنِّىْ مَا یَلِیْقُ بِلُؤْمِىْ وَمِنْكَ مَا یَلِیْقُ بِكَرَمِكَ، اِلٰهِىْ وَصَفْتَ نَفْسَكَ بِاللُّطْفِ وَالرَّاْفَۃِ لِىْ قَبْلَ وُجُوْدِ ضَعْفِىْ اَفَتَمْنَعُنِىْ مِنْهُمَا بَعْدَ وُجُوْدِ ضَعْفِىْ

ઈલાહી મિન્‍ની મા યલીકો બેલોઉમી વ મિનક મા યલીકો બે કરમેક ઈલાહી વસફત નફસક બિલ લુતફે વર રઅફતે કબલ વોજૂદે ઝઅફી અ ફ તમનઓની મિનહોમા બઅદ વોજૂદે ઝઅફી

અય ખુદા જો મારી નેકી જાહેર થઈ હોય તો તે તારીજ મહેરબાનીનું પરિણામ છે અને જો બુરાઈઓ જાહેર થઈ હોય તો તે મારા અમલનું પરિણામ છે અને તેના ઉપર તારી હજ્જત તમામ છે. અય ખુદા! જો તું મારો પોષણ કરનાર છે તો પછી મને બીજાના હવાલે કેવી રીતે કરીશ.

اِلٰهِىْ اِنْ ظَهَرَتِ الْمَحَاسِنُ مِنِّىْ فَبِفَضْلِكَ وَلَكَ الْمِنَّۃُ عَلَىَّ وَاِنْ ظَهَرَتِ الْمَسَاوِىْ مِنِّىْ فَبِعَدْلِكَ وَلَكَ الْحُجَّۃُ عَلَىَّ اِلٰهِىْ كَیْفَ تَكِلُنِىْ وَقَدْ تَكَفَّلْتَ لِىْ وَكَیْفَ اُضَامُ وَاَنْتَ النَّاصِرُ لِىْ اَمْ كَیْفَ اَخِیْبُ وَاَنْتَ الْحَفِىُّ بِىْ هَا اَنَا اَتَوَسَّلُ اِلَیْكَ بِفَقْرِىْ اِلَیْكَ وَكَیْفَ اَتَوَسَّلُ اِلَیْكَ بِمَا هُوَ مُحَالٌ اَنْ یَصِلَ اِلَیْكَ

ઈલાહી ઈન ઝહરતિલ મહાસેનો મિન્‍ની ફ બે ફઝલેક વ લકલ મિન્‍નતો અલય્‍ય વ ઈન ઝહરતિલ મસાવી મિન્‍ની ફ બે અદલેક વ લકલ હુજ્‍જતો અલય્ય ઈલાહી કયફ તકેલોની વ કદ તકફફલત લી વ કયફ ઓઝામો વ અનતન નાસેરો લી અમ કયફ અખીબો વ અનતલ હફીય્‍યો બી હા અના અતવસ્‍સલો ઈલયક બે ફકરી ઈલયક વ કયફ અતવસ્‍સલો ઈલયક બેમા હોવ મહાલુન અન યસેલ ઈલયક

જો તું મારો મદદગાર છે તો હું અપમાનથી સ્વસ્થ કેવી રીતે થઈશ? તું મારા હાલ ઉપર મહેરબાન છે તો નિરાશા અને નિષ્ફળતાનું કારણ શું છે! હવે હું મારી ફકીરીનોજ વાસ્તો આપું છું, પરંતુ તેને કેવી રીતે વાસ્તો બનાવું જેની બારગાહ સુધી પહોંચવાનો સવાલજ નથી.

اَمْ كَیْفَ اَشْكُوْ اِلَیْكَ حَالِىْ وَهُوَ لَا یَخْفٰى عَلَیْكَ اَمْ كَیْفَ اُتَرْجِمُ بِمَقَالِىْ وَهُوَ مِنْكَ بَرَزٌ اِلَیْكَ اَمْ كَیْفَ تُخَیِّبُ اٰمَالِىْ وَهِىَ قَدْ وَفَدَتْ اِلَیْكَ اَمْ كَیْفَ لَا تُحْسِنُ اَحْوَالِىْ وَبِكَ قَامَتْ

અમ કયફ અશકૂ ઈલયક હાલી વ હોવલા યખફા અલયક અમ કયફ ઓતરજેમો બે મકાલી વ હોવ મિનક બરઝુન ઈલયક અમ કયફ તોખય્‍યેબો આમાલી વ હેય કદ વફદત ઈલયક અમ કયફલા તુહસેનો અહવાલી વ બેક કામત

હું મારી હાલતની ફરિયાદ કેવી રીતે કરૂં? તું પોતેજ વધુ સારી રીતે જાણે છે, મારી જીભથી તેને કઈ રીતે બયાન કરૂં? કે તારા ઉપર સ્વયં જાહેર અને સ્પષ્ટ છે. તો કઈ રીતે મારી આશાઓને નિરાશ કરીશ. તે તારીજ મહેરબાનીની બારગાહમાં રજુ કરવામાં આવી છે અને કેમ મારી હાલતની સુધારણા નહીં કરે? કારણ કે તેનું ટકી રહેવું તારીજ જાતથી સંકળાયેલ છે.

اِلٰهِىْ مَا اَلْطَفَكَ بِىْ مَعَ عَظِیْمِ جَهْلِىْ وَمَا اَرْحَمَكَ بِىْ مَعَ قَبِیْحِ فِعْلِىْ اِلٰهِىْ مَا اَقْرَبَكَ مِنِّىْ وَاَبْعَدَنِىْ عَنْكَ وَمَا اَرْاَفَكَ بِىْ فَمَا الَّذِىْ یَحْجُبُنِىْ عَنْكَ

ઈલાહી મા અલતફક બી મઅ અઝીમે જહલી વ મા અરહમક બી મઅ કબીહે ફેઅલી ઈલાહી મા અકરબ મિન્‍ની વ અબ્‍અદની અન્‍ક વ મા અરઅફક બી ફમા મા યહજોબોની અનક

ખુદાયા! મારી આટલી મોટી અજ્ઞાનતા છતાં તું મારા ઉપર કેટલો મહેરબાન છે! અને મારા બુરામાં બુરા કૃત્યો છતાં તું મારા ઉપર કેટલો દયાળુ છે! ખુદાયા! તું મારાથી કેટલો બધો નજદીક છે અને હું તારાથી કેટલો બધો દૂર છું! જ્યારે તું આટલો બધો મહેરબાન છે તો પછી હવે આપણી વચ્ચે કોણ અવરોધરૂપ બની શકે છે?

اِلٰهِىْ عَلِمْتُ بِاخْتِلَافِ الْاٰثَارِ وَتَنَقُّلَاتِ الْاَطْوَارِ اَنَّ مُرَادَكَ مِنِّىْ اَنْ تَتَعَرَّفَ اِلَىَّ فِىْ كُلِّشَىْءٍ حَتّٰى لَا اَجْهَلَكَ فِىْ شَىْءٍ

ઈલાહી અલિમતો બિખ્‍તેલા ફિલ આસારે વ તન્‍કોલા તિલ અત્‍વારે અન્‍ન મોરાદક મિન્‍ની અન તતઅરરફ ઈલય્‍ય ફી કુલ્‍લે શયઈન હત્‍તા લા અજહલક ફી શયઈન

ખુદાયા! સમયના ફેરફારોથી હું માત્ર એટલું સમજ્યો છું કે તં દરેક રંગમાં દરેક રીતે પોતાને પ્રગટ કરવા ચાહે છે, તું જેથી હું કોઈપણ રીતે અજ્ઞાન ન રહી જાઉં અને દરેક સ્થિતિમાં તને ઓળખી શકું.

اِلٰهِىْ كُلَّمَا اَخْرَسَنِىْ لُؤْمِىْ اَنْطَقَنِىْ كَرَمُكَ وَكُلَّمَا اٰیَسَتْنِىْ اَوْصَافِىْ اَطْمَعَتْنِىْ مِنَنُكَ،

ઈલાહી કુલ્‍લ મા અખરસની લુઅમી અનતકની કરમોક વ કુલ્લ મા આયસતની અવસાફી અતમઅતની મેનનોક

પરવરદિગાર! જ્યારે મારી તુચ્છતા મારી જીભને બંધ કરવા ચાહે છે ત્યારે તારો કરમ (કૃપા) તેમાં વાચા પેદા કરી દે છે અને મારી હાલત અને સ્થિતિ-સંજોગ મને નિરાશ કરવા માગે છે ત્યારે તારા એહસાનો મને પુનઃ આશાવાદી બનાવી દે છે.

اِلٰهِىْ مَنْ كَانَتْ مَحَاسِنُهُ مَسَاوِىَ فَكَیْفَ لَا تَكُوْنُ مَسَاوِیْهِ مَسَاوِىَ وَمَنْ كَانَتْ حَقَایِقُهُ دَعَاوِىَ فَكَیْفَ لَا تَكُوْنُ دَعَاوِیْهِ دَعَاوِىَ اِلٰهِىْ حُكْمُكَ النَّافِذُوَمَشِیَّتُكَ الْقَاهِرَۃُ لَمْ یَتْرُكَا لِذِىْ مَقَالٍ مَقَالًا وَلَا لِذِىْ حَالٍ حَالًا

ઈલાહી મન કાનત મહાસેનોહૂ મસાવેય ફ કયફલા તકૂનો મસાવીહે મસાવેય વ મન કાનત હકાયેકોહૂ દઆવીય ફ કયફલા તકૂનો દઆવીહે દઆવેય ઈલાહી હ૭કમોકન નાફેઝો વ મશીય્‍યતોકલ કાહેરતો લમ યતરોકા લેઝી મકલિન મકાલન વલા લેઝી હાલિન હાલાન

ખુદાયા! હું કે જેની નેકીઓ પણ બુરાઈઓ જેવી છે, તો તેની બુરાઈઓ કેવી હશે! હું કે જેની નજરની હકીકતો માત્ર પોકળ દાવા જેવી છે, તો તેના દાવાઓ કેવા હશે! પરવરદિગાર! તારા હુકમ અને કૃપાળુ મશીય્યતે કોઈને માટે બોલવાની બારી નથી રાખી, તેમજ ન કોઈને કોઈ એકજ સ્થિતિ ઉપર બાકી રહેવા દીધા છે.

اِلٰهِىْ كَمْ مِنْ طَاعَۃٍ بَنَیْتُهَا وَحَالَۃٍ شَیَّدْتُهَا هَدَمَ اعْتِمَادِىْ عَلَیْهَا عَدْلُكَ بَلْ اَقَالَنِىْ مِنْهَا فَضْلُكَ اِلٰهِىْ اِنَّكَ تَعْلَمُ اَنِّىْ وَاِنْ لَمْ تَدُمِ الطَّاعَۃُ مِنِّىْ فِعْلًا جَزْمًا

ઈલાહી કમ મિન તાઅતિન બનયતોહા વ હાલતિન શય્‍યદતોહા હદમ ઈઅતેમાદી અલયહા અદલોક બલ અકાલની મિનહા ફઝલોક ઈલાહી ઈન્‍નક તઅલમો અન્‍ની વ ઈન લમ તદોમિતતાઅતો મિન્‍ની ફેઅલન જઝમન

કેટલીયવાર મેં ઈતાઅતનો પાયો નાખ્યો અને સંજાગોને દ્રઢ બનાવ્યા, પણ તારા અદ્લ અને ઈન્સાફે મારા ભરોસાનો ભુક્કો બોલાવી દીધો અને પછી તારી દયા અને રહેમે મને સહારો આપ્યો. પરવરદિગાર! તું જાણે છે કે, ‘કોલ’ અને ‘અમલ’ (વાણીને વર્તન)ની રૂએ મારી ઈતાઅત હંમેશની નથી,

فَقَدْ دَامَتْ مَحَبَّۃً وَعَزْمًا اِلٰهِىْ كَیْفَ اَعْزِمُ وَاَنْتَ الْقَاهِرُ وَكَیْفَ لَا اَعْزِمُ وَاَنْتَ الْاٰ مِرُ،

ફ કદ દામત મહબ્‍બતન વ અઝમન ઈલાહી કયફ અઅઝેમો વ અનતલ કાહેરો વ કયફલા અઅઝેમો વ અનતલ આમેરો

પણ ઈરાદા અને લાગણીઓની રૂએ તે જરૂર કાયમી–હંમેશની નથી, પણ ઈરાદા અને લાગણીઓની રૂએ તે જરૂર કાયમી – હંમેશની છે. મારી હાલત તો એવી છે કે, હું કેવી રીતે ઈરાદો-નિર્ણય કરૂં, જ્યારે કે મહાશકિતવાન તો તુજ છે અને કેવી રીતે ઈરાદો-નિશ્ચય ન કરૂં જ્યારે કે હાકીમ અને સત્તાવાન તું છે.

اِلٰهِىْ تَرَدُّدِىْ فِى الْاٰ ثَارِ یُوْجِبُ بُعْدَ الْمَزَارِ فَاجْمَعْنِىْ عَلَیْكَ بِخِدْمَۃٍ تُوْصِلُنِىْ اِلَیْكَ كَیْفَ یُسْتَدَلُّ عَلَیْكَ بِمَا هُوَ فِىْ وُجُوْدِهِ مُفْتَقِرٌ اِلَیْكَ اَیَكُوْنُ لِغَیْرِكَ مِنَ الظُّهُوْرِ مَا لَیْسَ لَكَ

ઈલાહી તરદદોદી ફિલ આસારે યૂજેબો બુઅદલ મઝારે ફજમઅની અલયક બે ખિદમતિન તૂસેલોની ઈલયક કયફ યુસતદલ્‍લો અલયક બેમા હોવા ફી વોજૂદેહી મુફતકિરૂન ઈલયક અ યકૂનો લે ગયરેક મેનઝ ઝોહૂરે મા લયસ લક

ખુદાયા! સૃષ્ટિના સર્જનમાં ચિંતન-મનન મને તારી મુલાકાતથી દૂર કરી રહ્યા છે, તેથી કોઈ એવી ખિદમતનો સહારો આપી દે કે હું તારી બારગાહમાં પહોંચી જાઉં. હું તે વસ્તુઓને કેવી રીતે માર્ગદર્શન બનાવું જે પોતેજ પોતાના અસ્તિત્વ માટે તારી મોહતાજ છે. શું કોઈ વસ્તુને તારાથી પણ વધુ શકિત મળેલી છે કે તે તને જાહેર કરી શકે.

حَتّٰى یَكُوْنَ هُوَ الْمُظْهِرَ لَكَ مَتٰى غِبْتَ حَتّٰى تَحْتَاجَ اِلٰى دَلِیْلٍ یَدُلُّ عَلَیْكَ وَمَتٰى بَعُدْتَ حَتّٰى تَكُوْنَ الْاٰ ثارُ هِىَ الَّتِىْ تُوْصِلُ اِلَیْكَ عَمِیَتْ عَیْنٌ لَا تَرَاكَ عَلَیْهَا رَقِیْبًا وَخَسِرَتْ صَفْقَهُ عَبْدٍ لَمْ تَجْعَلْ لَهُ مِنْ حُبِّكَ نَصِیْبًا،

હત્‍તા યકૂન હોવલ મુઝહેર લક મતા ગિબત હત્‍તા તહતાજ ઈલા દલીલિન યદુલ્‍લો અલયક વ મતા બઉદત હત્‍તા તકૂનલ આસારો હેયલ લતી તૂસેલો ઈલયક અમેયત અયનુન લા તરાક અલયહા રકીબન વ ખસેરત સફકતો અબદિન લમ તજઅલ લહૂ મિન હુબ્‍બેક નસીબન

તો તું કયારે અમારાથી ગાએબ રહ્યો છે કે તારા માટે કોઈ દલીલ અને માર્ગદર્શનની જરૂર હોય અને કયારે અમારાથી દૂર રહ્યો છે કે છે નિશાનીઓ તારી બારગાહ સુધી પહોંચવાનું માધ્યમ બને. તે આંખો આંધળી છે જે તને સંભાળ રાખનાર નથી સમજી રહી. તે બંદો નુકસાનમાં છે જેને તારી મોહબ્બતનો જરા પણ ભાગ નથી મળ્યો.

اِلٰهِىْ اَمَرْتَ بِالرُّجُوْعِ اِلَى الْاٰ ثَارِ فَارْجِعْنِىْ اِلَیْكَ بِكِسْوَۃِ الْاَنْوَارِ وَهِدَایَۃِ الْاِسْتِبْصَارِ حَتّٰى اَرْجِعَ اِلَیْكَ مِنْهَا كَمَا دَخَلْتُ اِلَیْكَ مِنْهَا مَصُوْنَ السِّرِّ عَنِ النَّظَرِ اِلَیْهَا وَمَرْفُوْعَ الْهِمَّۃِ عَنِ الْاِعْتِمَادِ عَلَیْهَا

ઈલાહી અમરત બિર રોજૂએ ઈલલ આસારે ફરજેઅની ઈલયક બે કિસવતિલ અનવારે વ હિદાયતિલ ઈસતિબસારે હત્‍તા અરજેઅ ઈલયક મિનહા કમા દખલતો ઈલયક મિનહા મસૂનસ સિરરે અનિન નઝરે ઈલયહા

અય ખુદા! તેં દુનિયાની નિશાનીઓ તરફ રજૂ થવાનો હુકમ આપ્યો છે. તો હવે નૂરના પોષાક અને માર્ગદર્શનની દ્રષ્ટિના સહારાથી તારી બારગાહમાં પાછો બોલાવી લે, જેથી હું એવી શાનથી પાછો ફરું કે મારૂં બાતીન આ દુનિયા પ્રત્યેના ધ્યાનથી સલામત હોય અને મારી હિંમત આ દુનિયા ઉપર ભરોસો કરવાથી બુલંદ હોય.

اِنَّكَ عَلٰى كُلِّشَىْئٍ قَدِیْرٌ اِلٰهِىْ هٰذَا ذُلِّىْ ظَاهِرٌ بَیْنَ یَدَیْكَ وَهٰذَا حَالِىْ لَا یَخْفٰى عَلَیْكَ مِنْكَ اَطْلُبُ الْوُصُوْلَ اِلَیْكَ وَبِكَ اَسْتَدِلُّ عَلَیْكَ فَاهْدِنِىْ بِنُوْرِكَ اِلَیْكَ

વ અકિમની બે સિદકિલ ઓબૂદિય્‍યતે બયન યદયક, ઈલાહી અલલિમની મિન ઈલમેકલ મખઝૂને વ સુન્‍ની બે સિતરેકલ મસૂને ઈલાહી હકકિકની બે હકાએક અહલિલ કુરબે વસલુક બી મસલક અહલિલ જઝબે

તું દરેક વસ્તુ ઉપર શકિત અને અખત્યાર ધરાવે છે. પરવરદિગાર! આ મારૂં અપમાન છે જે તારી પાસે બિલ્કુલ જાહેર અને સ્પષ્ટ છે જેના ઉપર કોઈ પરદો નથી. હું તારી મારફત તારી બારગાહ સુધી પહોંચવા ચાહું છું અને તારૂંજ માર્ગદર્શન માગુ છું કે તારા નૂરથી તારી તરફ માર્ગદર્શન આપ.

وَاَقِمْنِىْ بِصِدْقِ الْعُبُوْدِیَّۃِ بَیْنَ یَدَیْكَ اِلٰهِىْ عَلِّمْنِىْ مِنْ عِلْمِكَ الْمَخْزُوْنِ وَصُنِّىْ بِسِتْرِكَ الْمَصُوْنِ، اِلٰهِىْ حَقِّقْنِىْ بِحَقَاۤئِقِ اَهْلِ الْقُرْبِ وَاسْلُكْ بِىْ مَسْلَكَ اَهْلِ الْجَذْبِ

ઈલાહી અગનેની બે તદબીરેક લી અન તદબીરી વ બિખતિયારેક અન ઈખતેયારી વ અવકિફની અલા મરાકેઝિઝતેરારી ઈલાહી અખરિજની મિન ઝુલ્‍લે નફસી વ તહહિરની મિન શકકી વ શિરકી કબલ હોલૂલે રમસી

તારી સાચી બંદગીની સાથે તારી બારગાહમાં હાજર થવાની મહેરબાની કર. અય ખુદા! મને તારી નજદીકી ધરાવનારાઓના હક્કો અતા કર અને લાગણી અને ખેંચાણ રાખનારાના માર્ગ ઉપર ચાલવાની તૌફીક આપ.

اِلٰهِىْ اَغْنِنِىْ بِتَدْبِیْرِكَ لِىْ عَنْ تَدْبِیْرِىْ وَبِاخْتِیَارِكَ عَنْ اِخْتِیَارِىْ وَاَوْقِفْنِىْ عَلٰى مَرَاكِزِ اضْطِرَارِىْ اِلٰهِىْ اَخْرِجْنِىْ مِنْ ذُلِّ نَفْسِىْ وَطَهِّرْنِىْ مِنْ شَكِّىْ وَشِرْكِىْ قَبْلَ حُلُوْلِ رَمْسِىْ

અલહિયા આઘનીનિયા બિટદબિયરીક લિયા ઈઆન તદબીરીયા વાબીઅખ્તિયારીક ઈઅન આખ્તિયારીયા વાવકીફનીયા ઈલા મારકીઝ અદતિરારીયા ઈલહિયા આખરીજનિયા મીન ધુલ્લ નફસિયા વતાહિરનિયા મીન શક્કા વોશીર્કીયા કાબલ હુલુલરામ

તદબીર દ્વારા મને મારી પોતાની તદબીરથી બેનિયાઝ કર અને તારી ઈચ્છા દ્વારા મારી ઈચ્છા અને પસંદગીથી શ્રીમંત બનાવી દે. મારી બેચેની અને ચિંતાના મોકાની જાણ અને આગાહી અતા કર. પરવરદિગાર! મને મારા નફસના અપમાનથી બહાર કાઢ અને મૌતની પહેલા દરેક શક અને શિર્કથી પાક અને પાકીઝા બનાવી દે

بِكَ اَنْتَصِرُ فَانْصُرْنِىْ وَعَلَیْكَ اَتَوَكَّلُ فَلَا تَكِلْنِىْ وَاِیَّاكَ اَسْئَلُ فَلَا تُخَیِّبْنِىْ وَفِىْ فَضْلِكَ اَرْغَبُ فَلَا تَحْرِمْنِىْ وَبِجَنَابِكَ اَنْتَسِبُ فَلَا تُبْعِدْنِىْ وَبِبَابِكَ

બેક અનતસેરો ફનસુરની વ અલયક અતવક્કલો ફલા તકિલની વ ઈય્‍યાક અસઅલો ફલા તોખયયિબની વ ફી ફઝલેક અરગબો ફલા તહરિમની વ બે જનાબેક અનતસેબો ફલા તુબઈદની વ બે બાબેક

તારીજ મદદ માગું છું તો તું મારી મદદ કર. તારા ઉપરજ ભરોસો કરૂં છું તો બીજા કોઈને હવાલે ન કરતો. બસ તારાથીજ સવાલ કરૂં છું તું નિરાશ ન કરતો. માત્ર તારાજ ફઝલ અને કરમની ઈચ્છા રાખું છું તું મને મહેરૂમ ન રાખતો. હું તારી ઝાતથી સંબંધ રાખું છું તું મને દૂર ન કરી દેતો. તારા દરવાજા ઉપર ઉભો છું,

اَقِفُ فَلَا تَطْرُدْنِىْ، اِلٰهِىْ تَقَدَّسَ رِضَاكَ اَنْ یَكُوْنَ لَهُ عِلَّۃٌ مِنْكَ فَكَیْفَ یَكُوْنُ لَهُ عِلَّۃٌ مِنِّىْ اِلٰهِىْ اَنْتَ الْغَنِىُّ بِذَاتِكَ اَنْ یَصِلَ اِلَیْكَ النَّفْعُ مِنْكَ فَكَیْفَ لَا تَكُوْنُ غَنِیًّا عَنِّىْ

અકેફો ફલા તતરૂદની ઈલાહી તકદદસ રેઝાક અન યકૂન લહૂ ઈલ્‍લતુન મિનક ફ કયફ તકૂનો લહૂ ઈલ્‍લતુન મિન્‍ની ઈલાહી અનતલ ગનીય્‍યો બે ઝાતેક અન યસેલ ઈલયકન નફઓ મિનક ફ કયફ લા તકૂનો ગનીય્‍યન અન્‍ની

મને ભગાડી ન દેતો તારી મરજી એ બાબતથી ઉચ્ચતર છે કે તેમાં તારા તરફથી ખામી ઉત્પન્ન થઈ શકે તો મારા તરફથી શું ખામી ઉત્પન્ન થઈ શકે છે? તું તારી જાતથી એ બાબતથી બેનિયાઝ છે કે તને તારા તરફથી કોઈ લાભ થાય તો મારા તરફથી શું લાભ પહોંચી શકવાનો છે?

اِلٰهِىْ اِنَّ الْقَضَاءَ وَالْقَدَرَ یُمَنِّیْنِىْ وَاِنَّ الْهَوٰى بِوَثَائِقِ الشَّهْوَۃِ اَسَرَنِىْ فَكُنْ اَنْتَ النَّصِیْرَ لِىْ حَتّٰى تَنْصُرَنِىْ وَتُبَصِّرَنِىْ وَاَغْنِنِىْ بِفَضْلِكَ حَتّٰى اَسْتَغْنِىَ بِكَ عَنْ طَلَبِىْ

ઈલાહી ઈન્‍નલ કઝાઅ વલ કદર યોમન્‍નીની વ ઈન્‍નલ હવા બે વસાઈકિશ શહવતે અસરની ફ કુન અનતન નસીર લી હત્‍તા તનસોરની વ તોબસસેરની વ અગનેની બે ફઝલેક હત્‍તા અસતગનેય બેક અન તલબી

અય ખુદા! આ તો માત્ર કઝા અને કદર છે જે ઉમેદવાર બનાવેલા છે નહિ તો ઈચ્છાઓ તો આરઝુઓની દોરીઓથી જકડાએલી હતી. હવે તું જ મારો મદદગાર બની જા કે તું જ મદદ કર અને તું જ રસ્તો દેખાડ. તારા ફઝલ અને કરમથી એવો શ્રીમંત બનાવી દે કે મારી વાંચ્છનાથી પણ બેનિયાઝ થઈ જાઉં.

اَنْتَ الَّذِىْ اَشْرَقْتَ الْاَنْوَارَ فِىْ قُلُوْبِ اَوْلِیَائِكَ حَتّٰى عَرَفُوْكَ وَوَحَّدُوْكَ وَاَنْتَ الَّذِىْ اَزَلْتَ الْاَغْیَارَ عَنْ قُلُوْبِ اَحِبَّائِكَ حَتّٰى لَمْ یُحِبُّوْا سِوَاكَ وَلَمْ یَلْجَئُوْا اِلٰى غَیْرِكَ

અનતલ લઝી અશ્રકતલ અન્‍વાર ફી કુલૂબે અવલિયાએક હત્‍તા અરફૂક વ વહહદૂક વ અન્‍તલ લઝી અઝલતલ અગયાર અન કુલૂબે અહિબ્‍બાઈક હત્‍તા લમ યોહિબ્‍બૂ સેવાક વ લમ યલજઉ ઈલા ગયરેક

તું જ એ છે કે તારા દોસ્તોના દિલોમાં તારા નૂરનો પ્રકાશ પેદા કર્યો તો તેઓ તને ઓળખવા લાગ્યા અને તારા એક હોવાનો સ્વીકાર કરવા લાગ્યા. તુંજ એ છે કે જેણે પોતાના મોહિબ્બોના દિલોમાંથી જે બીજાઓને બહાર કાઢી નાખ્યા તો હવે તારા સિવાય બીજા કોઈને ચાહવાવાળા નથી અને કોઈ બીજાની પનાહ રક્ષણ નથી માંગતા.

اَنْتَ الْمُوْنِسُ لَهُمْ حَیْثُ اَوْحَشَتْهُمُ الْعَوَالِمُ وَاَنْتَ الَّذِىْ هَدَیْتَهُمْ حَیْثُ اسْتَبَانَتْ لَهُمُ الْمَعَالِمُ

અનતલ મૂનેસો લહુમ હયસો અવ હશતહોમુલ અવાલેમો વ અન્‍તલ લઝી હદયતુમ હયસુસ તબાનત લહોમુલ મઆલેમો

તેં તે સમયે મોહબ્બતનો સામાન મેળવી આપ્યો કે જ્યારે આખી દુનિયામાં ભય ફેલાયેલો હતો. તેં એ રીતે હિદાયત કરી કે બધાજ રસ્તાઓ પ્રકાશિત થઈ ગયા.

مَاذَا وَجَدَ مَنْ فَقَدَكَ وَمَا الَّذِىْ فَقَدَ مَنْ وَجَدَكَ

માઝા વજદ મન ફકદક વ મલ્લઝી ફકદ મન વજદક

પરવરદિગાર! જેણે તને ગુમાવી દીધો તેણે શું મેળવ્યું? અને જેણે તને મેળવી લીધો તેણે શું ખોયું?

لَقَدْ خَابَ مَنْ رَضِىَ دُوْنَكَ بَدَلًا وَلَقَدْ خَسِرَ مَنْ بَغٰى عَنْكَ مُتَحَوِّلًا كَیْفَ یُرْجٰى سِوَاكَ وَاَنْتَ مَا قَطَعْتَ الْاِحْسَانَ

લકદ ખાબ મન રઝેય દૂનક બદલન વ લકદ ખસેર મન બગા અનક મોતહવ્‍વેલન કયફ યુરજા સેવાક વ અનત મા કતઅતલ એહસાન

જેણે તારા બદલે બીજા કોઈની શોધ કરી તો તે નિરાશ થઈ ગયો અને જેણે તારાથી મોઢું ફેરવી લીધું તે ખોટમાં રહ્યો. તારા સિવાય બીજાની આશાજ કેમ કરાય, જ્યારે તેં એહસાનનો સિલસિલો રોકયો નથી.

وَكَیْفَ یُطْلَبُ مِنْ غَیْرِكَ وَاَنْتَ مَا بَدَّلْتَ عَادَۃَ الْاِمْتِنَانِ یَا مَنْ اَذَاقَ اَحِبَّائَهُ حَلَاوَۃَ الْمُؤَانَسَۃِ فَقَامُوْا بَیْنَ یَدَیْهِ مُتَمَلِّقِیْنَ وَیَا مَنْ اَلْبَسَ اَوْلِیَائَهُ مَلَابِسَ هَیْبَتِهِ فَقَامُوْا بَیْنَ یَدَیْهِ مُسْتَغْفِرِیْنَ

વ કયફ યુતલબો મિન ગયરેક વ અનત મા બદદલત આદતલ ઈમતેનાને યા મન અઝાક અહિબ્‍બાઅહૂ હલાલવતલ મોઆનસત ફ કામૂ બયન યદયહે મોતમલ્‍લકીન વયા મન અલબસ અવલેયાઅહૂ મલાબેસ હયબતેહી ફ કામૂ બયન યદયહે મુસતગફેરીન

તારા સિવાય બીજા પાસે માગવામાંજ કેમ આવે, જ્યારે તારા ફઝલ અને કરમની આદતમાં ફેર નથી પડયો. પરવરદિગાર! જેણે પોતાના દોસ્તોને પ્રેમ અને મોહબ્બતની મીઠાશની મજા ચખાડી દીધી છે તો તેની બારગાહમાં હાથ ફેલાવીને ઉભા છે અને પોતાના અંબીયાઓને ભયનો પોશાક પહેરાવી દીધો છે, તો તેની સામે માફી માગવા માટે તૈયાર છે.

اَنْتَ الذَّاكِرُ قَبْلَ الذَّاكِرِیْنَ وَاَنْتَ الْبَادِىْ بِالْاِحْسَانِ قَبْلَ تَوَجُّهِ الْعَابِدِیْنَ وَاَنْتَ الْجَوَادُ بِالْعَطَاءِ قَبْلَ طَلَبِ الطَّالِبِیْنَ وَاَنْتَ الْوَهَّابُ، ثُمَّ لِمَا وَهَبْتَ لَنَا مِنَ الْمُسْتَقْرِضِیْنَ

અનતઝ ઝાકેરો કબલઝ ઝાકેરીન વ અનતલ બાદી બિલ એહસાને કબલ તવજજોહિલ આબેદીન વ અનતલ જવાદો બિલ અતાએ કબલ તલબિત તાલેબીન વ અનતલ વહહાબો સુમ્‍મ લેમા વહબત લના મિનલ મુસતકરેઝીન

તું તમામ યાદ કરનારાઓથી પહેલો યાદ કરનાર છે અને તમામ માગનારાઓથી પહેલો આપી દેનાર છે અને પછી મહેરબાની ઉચ્ચતર મહેરબાની છે કે તું પોતે આપીને કરજની માંગણી કરે છે.

اِلٰهِىْ اُطْلُبْنِىْ بِرَحْمَتِكَ حَتّٰى اَصِلَ اِلَیْكَ وَاجْذِبْنِىْ بِمَنِّكَ حَتّٰى اُقْبِلَ عَلَیْكَ اِلٰهِىْ اِنَّ رَجَائِىْ لَا یَنْقَطِعُ عَنْكَ وَاِنْ عَصَیْتُكَ كَمَا اَنَّ خَوْفِىْ لَا یُزَایِلُنِىْ وَاِنْ اَطَعْتُكَ

ઈલાહી ઉતલુબની બે રહમતેક હત્‍તા અસેલ ઈલયક વજઝિબની બે મન્‍નેક હત્‍તા ઉકબેલ અલયક ઈલાહી ઈન્‍ન રજાઈ લા યનકતેઓ અનક વ ઈન અસયતોક કમા અન્‍ન ખવફી લા યોઝોયેલોની વ ઈન અતઅતોક

અય ખુદા! મને તારી રહેમતના દરવાજેથી બોલાવ, જેથી હું તારી હું બારગાહ સુધી પહોંચી જાઉં. મને તારા એહસાનના સહારાથી તારી તરફ ખેંચી લે જેથી હું તારી તરફ ધ્યાન આપું. અય ખુદા! હું હજાર ગુનાહ કરૂં પરંતુ મારી આશા તારાથી તૂટવાની નથી અને હું લાખ તાબેદારી કરૂં પરંતુ તારા જલાલથી મારો ડર ખતમ થનાર નથી.

فَقَدْ دَفَعَتْنِىْ الْعَوَالِمُ اِلَیْكَ وَقَدْ اَوْقَعَنِىْ عِلْمِىْ بِكَرَمِكَ عَلَیْكَ اِلٰهِىْ كَیْفَ اَخِیْبُ وَاَنْتَ اَمَلِىْ اَمْ كَیْفَ اُهَانُ وَعَلَیْكَ مُتَّكَلِىْ

ફ કદ દફઅતનિલ અવાલેમો ઈલયક વ કદ અવ કઅની ઈલમી બે કરમેક અલયક ઈલાહી કયફ અખીબો વ અનત અમલી અમ કયફ ઓહાનો વ અલયક મુત્‍તકલી

બધા દુઃખોએ મને તારી તરફ ધકેલી દીધો છે અને તારા ફઝલ અને કરમની જાણકારીએ મને તારી તરફ ખેંચી લીધો છે. અય ખુદા! જ્યારે તું મારી આશા છે તો હું નિરાશ કેવી રીતે થઈ જાઉં અને જ્યારે તારા ઉપર ભરોસો છે તો હું અપમાનિત કઈ રીતે થઈ શકું છું.

اِلٰهِىْ كَیْفَ اَسْتَعِزُّ وَفِىْ الذِّلَّۃِ اَرْكَزْتَنِىْ اَمْكَیْفَ لَا اَسْتَعِزُّ وَاِلَیْكَ نَسَبْتَنِىْ اِلٰهِىْ كَیْفَ لَا اَفْتَقِرُ وَاَنْتَ الَّذِىْ فِىْ الْفُقَرَاءِ اَقَمْتَنِىْ اَمْ كَیْفَ اَفْتَقِرُ وَاَنْتَ الَّذِىْ بِجُوْدِكَ اَغْنَیْتَنِىْ وَاَنْتَ الَّذِىْ لَا اِلٰهَ غَیْرُكَ

ઈલાહી કયફ અસતઈઝઝો વ ફિઝ ઝિલ્‍લતે અરકઝતની અમ કયફલા અસતઈઝઝો વ ઈલયક નસબતની ઈલાહી કયફલા અફતકેરો વ અનતલ લઝી ફિલ ફોકરાએ અકમતની અમ કયફ અફતકેરો વ અનતલ લઝી બે જૂદેક અગનયતની વ અનતલ લઝી લા ઈલાહ ગયરોક

જો તેં મને હલ્કાઈમાં નાખી દીધો તો માનવંત કેવી રીતે બનીશ. જો તેં પોતાનો બનાવી દીધો તો ઝલીલ કેમ થઈશ. પરવરદિગાર! હું કેવી રીતે ફકીર ન બનું, કે તેં ફકીરોની વચ્ચે રાખ્યો છે. કેવી રીતે ફકીર રહી શકીશ જ્યારે તેં તારા ફઝલ અને કરમથી ગની બનાવી દીધો છે. તારા સિવાય કોઈ ખુદા નથી,

تَعَرَّفْتَ لِكُلِّ شَىْءٍ فَمَا جَهِلَكَ شَىْءٌ وَاَنْتَ الَّذِىْ تَعَرَّفْتَ اِلَىَّ فِىْ كُلِّ شَىْءٍ فَرَاَیْتُكَ ظَاهِرًا فِىْ كُلِّ شَىْءٍ وَاَنْتَ الظَّاهِرُ لِكُلِّ شَىْءٍ

તઅરરફત લે કુલ્‍લે શયઈન ફ મા જહેલક શયઉન વ અનતલ લઝી તઅરરફત ઈલય્‍ય ફી કુલ્‍લે શયઈન ફ રઅયતોક ઝાહેરન ફી કુલ્‍લે શયઈન વ અનતઝ ઝાહેરો લે કુલ્‍લે શયઈન

તેં પોતાને દરેકથી ઓળખાવી દીધો તેથી હવે કોઈ તને ઓળખ્યા વગરનું નથી. મારા માટે એ પણ સ્પષ્ટ અને ખુલ્લુ થઈ ગયું છે કે મને તારો પ્રકાશ દરેક ક્ષણે દેખાય છે. તું હકીકતમાં દરેકના માટે જાહેર અને પ્રકાશિત છે.

یَا مَنِ اسْتَوٰى بِرَحْمَانِیَّتِهِ فَصَارَ الْعَرْشُ غَیْبًا فِىْ ذَاتِهِ مَحَقْتَ الْاٰ ثارَ بِالْاٰ ثارِ وَمَحَوْتَ الْاَغْیَارَ بِمُحِیْطَاتِ اَفْلَاكِ الْاَنْوَارِ

યા મનિસતવા બે રહમાનીય્‍યતેહી ફ સારલ અરશો ગયબન ફી ઝાતેહી મહકતલ આસાર બિલ આસારે વ મહવતલ અગયાર બે મોહીતાતે અફલાકિલ અનવારે

અય ખુદા! જેણે પોતાના રહમથી દરેક ચીજ ઉપર કબ્જો કરી લીધો તો મહાન અર્શ પણ તેની જાતમાં ગુમ થઈ ગયું તે અસ્તિત્વના નિશાનોને બીજા નિશાનો મારફત નાબુદ કરી દીધા છે અને બીજાઓને નૂરના વાદળોમાં ડુબાડી દીધા.

یَا مَنِ احْتَجَبَ فِىْ سُرَادِقَاتِ عَرْشِهِ عَنْ اَنْ تُدْرِكَهُ الْاَبْصَارُ یَا مَنْ تَجَلّٰى بِكَمَالِ بَهَائِهِ فَتَحَقَّقَتْ عَظَمَتُهُ الْاِسْتِوَاءَ

યા મનિહતજબ ફી સોરાદેકાતે અરશેહી અન અનતુદરેકહુલ અબસારો યા મન તજલ્‍લા બે કમાલે બહાએહી ફ તહકકકત અઝમહુલ ઈસતેવાઅ

અય તે ખુદા! જે અર્થના પર્દામાં એ રીતે છુપાએલો છે કે દ્રષ્ટિ તેને જોવા માટે તલ્સી ગઈ અને પ્રકાશના કમાલથી એ રીતે પ્રકાશિત થયા કે તેની મહાનતા દરેક વસ્તુ ઉપર છવાઈ ગઈ.

كَیْفَ تَخْفٰى وَاَنْتَ الظَّاهِرُ اَمْ كَیْفَ تَغِیْبُ وَاَنْتَ الرَّقِیْبُ الْحَاضِرُ اِنَّكَ عَلٰى كُلِّشَىْءٍ قَدِیْرٌ وَالْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ۔

કયફ તખફા વ અનતઝઝાહેરો અમ કયફ તગીબો વ અનતર રકીબુલ હાઝેરો ઈન્‍નક અલા કુલ્‍લે શયઈન કદીરૂન વલ હમદો લિલ્‍લાહે વહદહ.

તું કેવી રીતે છુપાઈ શકે છે જ્યારે દરેક વસ્તુમાં તારો ઉદય છે અને કેવી રીતે ગાયબ થઈ શકે છે જ્યારે દરેકની સામે રહીને તેના આમાલનું ધ્યાન રાખે છે. તું દરેક વસ્તુ ઉપર શકિતમાન છે અને બધી પ્રશંશા તારી વાહીદ ઝાતના માટે છે.