દુઆ કુમાયલ

[00:00.00]

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ

બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ

શરૂ કરૂ છું અલ્‍લાહના નામથી જે રહમાન અને રહીમ છે

[00:07.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મ્દીવ વ આલે મોહમ્મદ

અય ખુદા! હઝરત મોહમ્મદ (સ.અ.વ.) ઉપર અને તેમની પાકીઝા આલ ઉપર સલવાત મોકલ

[00:18.00]

اَللَّهُمَّ اِنِّي اَسْئَلُكَ بِرَحْمَتِكَ الَّتِيْ وَسِعَتْ كُلَّ شَيْءٍ

અલ્લાહુમ્મ ઈન્ની અસઅલોક બે રહમતેકલ લતી વસેઅત કુલ્લ શયઈન

અય અલ્લાહ! ખરેખર હું સવાલ કરૂં છું તારાથી, તે રહેમતના વાસ્તાથી કે જેણે દરેક ચીઝને ઘેરેલી છે

[00:29.00]

وَبِقُوَّتِكَ الَّتِي قَهَرْتَ بِهَا كُلَّ شَيْءٍ

વબે કુવ્વતેકલ લતી કહરત બેહા કુલ્લ શયઈન

અને તારી કુવ્વતના વાસ્તાથી કે જેના થકી તું દરેક ચીઝ ઉપર ગાલિબ છો

[00:36.00]

وَخَضَعَ لَهَا كُلُّ شَيْءٍ

વ ખઝઅ લહા કુલ્લો શયઈન

અને જે (કુવ્વત)ની સામે દરેક ચીઝ વિનમ્ર છે

[00:42.00]

وَذَلَّ لَهَا كُلُّ شَيْءٍ

વ ઝલ્લ લહા કુલ્લો શયઈન

અને જે (કુવ્વત)ની સામે દરેક ચીઝ હલ્કી બની

[00:49.00]

وَبِجَبَرُوتِكَ الَّتِي غَلَبْتَ بِهَا كُلَّ شَيْءٍ

વબે જબરૂતેકલ લતી ગલબત બેહા કુલ્લ શયઈન

અને તારી મોટાઈના વાસ્તાથી કે જેના થકી તેં દરેક ચીઝ ઉપર વર્ચસ્વ મેળવ્યું છે

[00:56.00]

وَبِعِزَّتِكَ الَّتِي لَا يَقُومُ لَهَا شَيْءٌ

વબે ઈઝઝતેકલ લતી લાયકૂમો લહા શયઉન

અને તારી એ ઈઝઝતના વાસ્તાથી કે જેની સામે કોઈ ચીઝ ટકી શકતી નથી

[01:03.00]

وَبِعَظَمَتِكَ الَّتِي مَلْاَتْ كُلَّ شَيْءٍ

વબે અઝમતેકલ લતી મલઅત કુલ્લ શયઈન

અને તારી એ બુઝુર્ગીના વાસ્તાથી કે જેણે દરેક ચીઝને ઘેરીને ભરી દીધેલ છે

[01:09.00]

وَبِسُلْطَانِكَ الَّذِيْ عَلَا كُلَّ شَيْءٍ

વબે સુલતાનેકલ લઝી અલા કુલ્લ શયઈન

અને તારી એ બાદશાહતના વાસ્તાથી કે જેણે દરેક ચીઝની ઉપર પ્રભુત્વ મેળવ્યું છે

[01:16.00]

وَبِوَجْهِكَ الْبَاقِيْ بَعْدَ فَنَاءِ كُلِّ شَىْءٍ

વબે વજહેકલ બાકી બઅદ ફનાએ કુલ્લે શયઈન

અને તારી એ ઝાતના વાસ્તાથી કે જે દરેક ચીઝના વિનાશ પછી બાકી રહેનારી છે

[01:23.00]

وَبِاَسْمَائِكَ الَّتِي مَلْاَتْ اَرْكَانَ كُلِّ شَيْءٍ

વબે અસમાએકલ લતી મલઅત અરકાન કુલ્લે શયઈન

અને તારા એ નામોના વાસ્તાથી કે જેણે દરેક ચીઝના પાયાઓને ઘેરીને ભરી દીધા છે

[01:31.00]

وَبِعِلْمِكَ الَّذِي اَحَاطَ بِكُلِّ شَيْءٍ

વબે ઈલમેકલ લતી અહાત બે કુલ્લે શયઈન

અને તારા એ ઈલ્મના વાસ્તાથી કે જેણે દરેક ચીઝને ઘેરી લીધેલ છે

[01:37.00]

وَبِنُوْرِ وَجْهِكَ الَّذِي اَضَاءَ لَهُ كُلُّ شَيْءٍ

વબે નૂરે વજહેકલ લઝી અઝાઅ લહૂ કુલ્લો શયઈન

અને તારી ઝાતના એ નૂરના વાસ્તાથી કે જેના થકી દરેક ચીઝ રોશન છે

[01:45.00]

يَا نُوْرُ يَا قُدُّوْسُ

યા નૂરો યા કુદદૂસો

અય નૂર! અય કુદ્દુસ

[02:07.00]

يَااَ وَّلَ الْاَوَّلِيْنَ

યા અવ્વલલ અવ્વલીન

અય પહેલાંમાં સૌથી પહેલો

[02:13.00]

وَيَا اٰخِرَ الْاٰخِرِيْنَ

વ યા આખેરલ આખેરીન

અને અય બાકી રહેનારાઓમાં (હંમેશા) બાકી રહેનાર

[02:19.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِي تَهْتِكُ الْعِصَمَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તહતેકુલ ઈસમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે બેગુનાહી (ના પર્દા)ને ફાડે છે

[02:30.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِيْ تُنْزِلُ النِّقَمَ

અલ્લાહુમ્મ મગફિર લેય ઝુનૂબલ લતી તુનઝેલુન નિકમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે અઝાબ નાઝિલ કરે છે

[02:41.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تُغَيِّرُ النِّعَمَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તુગયેરૂન નેઅમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે નેઅમતોને બદલી નાખે છે

[02:48.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تَحْبِسُ الدُّعَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તહબેસુદ દુઆઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે ગુનાહો દુઆઓને કબૂલ થવાથી રોકે છે

[02:55.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تَقْطَعُ الرَّجَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તકતઉર રજાઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે ઉમ્મીદોને તોડી નાખે છે

[02:59.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تُنْزِلُ البَلَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનબલ લતી તુનેઝલુલ બલાઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે બલાઓને નાઝિલ કરે છે

[03:04.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيْ كُلَّ ذَنْبٍ اَذْنَبْتُهُوَكُلَّ خَطِيْئَةٍ اَخْطَاْتُهَا

અલ્લાહુમ્મ મગફિર લી કુલ્લે ઝમબિન અઝનબતોહૂ વ કુલ્લ ખેતીઅતિન અખતઅતોહા

અય અલ્લાહ! મારા દરેક ગુનાહોને બક્ષી આપ કે જે મેં કર્યા છે અને દરેક ભૂલને બક્ષી આપ કે જે મેં કરી છે

[03:15.00]

اَللَّهُمَّ اِنِّيْ اَتَقَرَّبُ اِلَيْكَ بِذِكْرِكَ

અલ્લાહુમ્મ ઈન્ની અતકરબો ઈલયક બે ઝિકરેક

અય અલ્લાહ! બેશક હું તારા ઝિક્ર થકી તારી નઝદીકી ચાહું છું

[03:22.00]

وَاَسْتَشْفِعُ بِكَ اِلٰي نَفْسِكَ

વ અસતશકેઓ બેક ઈલા નફસેક

અને તારી ઝાત થકી તારી નજીક શફાઅત તલબ કરૂં છું

[03:27.00]

وَاَسْئَلُكَ بِجُودِكَ اَنْ تُدْنِيَنِيْ مِنْ قُرْبِكَ

વ અસઅલોક બે જુદેક અન તુદનેયની મિન કુરબેક

અને તારા કરમના વાસ્તાથી તને સવાલ કરૂં છું કે તું મને તારાથી નઝદીકતર કરી લે

[03:33.00]

وَاَنْ تُوْزِعَنِيْ شُكْرَكَ

વ અને તૂઝેઅની શુકરક

અને મને તારો શુક્ર અદા કરવાની તૌફીક અતા કર

[03:37.00]

وَاَنْ تُلْهِمَنِيْ ذِكْرَكَ

વ અને તુલહેમની ઝિંકરક

અને મને તારો ઝિક્ર કરવાનું ઈલ્હામ (આંતરીક પ્રેરણા) અતા કર

[03:41.00]

اَللَّهُمَّ اِنِّيْ اَسْئَلُكَ سُؤَالَ خَاضِعٍ مُّتَذَلِّلٍ خَاشِعٍاَنْ تُسَامِحَنِيْ وَتَرْحَمَنِيْ

અલ્લાહુમ્મ ઈત્રી અસઅલોક સુઆલ ખાઝેઈન મુતઝલ્લેલિન ખાશેઈન અન તુસામેહની વ તરહમની

અય અલ્લાહ! ખરેખર હું સવાલ કરૂં છું તારાથી એના જેવો કે જે નમ્ર, ધ્રુજનાર અને આજીજી સાથે સવાલ કરતો હોય કે તું મારાથી જતું કર અને મારી ઉપર રહેમ કર

[03:58.00]

وَتَجْعَلَنِيْ بِقِسْمِكَ رَاضِياً قَانِعاً،وَفِيْ جَمِيْعِ الْاَحْوَالِ مُتَوَاضِعاً

વ તજઅલની બે કિસમેક રાઝેયન કાનેઅનવ ફી જમીઈલ અહવાલે મુતવાઝેઅન

અને મને તારી વહેંચણી ઉપર રાજી રહેનાર અને સંતોષી બનાવી દે અને મને તમામ પરિસ્થિતિમાં નરમાશની સાથે રહેનાર બનાવી દે

[04:11.00]

اَللَّهُمَّ وَاَسْئَلُكَ سُؤَالَ مَنِ اشْتَدَّتْ فَاقَتُهُ

અલ્લાહુમ્મ વ અસઅલોક સુઆલ મનિશતદદત ફાકતોહુ

અય અલ્લાહ! અને સવાલ કરૂં છું એના જેવો કે જેની જરૂરિયાતો સખત થઈ ગઈ હોય

[04:19.00]

وَاَنْزَلَ بِكَ عِنْدَ الشَّدَائِدِ حَاجَتَهُ

વ અનઝલ બેક ઈનદશ શદાઈદે હાજતહુ

અને એના જેવો કે જે તારી પાસે સખ્તીને વખતે પોતાની હાજત લઈને આવે છે

[04:25.00]

وَعَظُمَ فِيْمَا عِنْدَكَ رَغْبَتُهُ

વ અઝોમ ફીમા ઈનદક રગબતોહૂ

અને એના જેવો કે જે કાંઈ તારી પાસે છે તેનું આકર્ષણ તેને ખૂબજ વધારે હોય

[04:29.00]

اَللَّهُمَّ عَظُمَ سُلْطَانُكَوَعَلَا مَكَانُكَ

અલ્લાહુમ્મ અઝોમ સુલતાનોક વ અલા મકાનોક

અય અલ્લાહ! તારી બાદશાહત મોટી છે અને તારૂં સ્થાન ખૂબજ બલંદ છે

[04:41.00]

وَخَفِيَ مَكْرُكَوَظَهَرَ اَمْرُكَ

વ ખફેય મકરોક વ ઝહર અમરોક

અને તારો ભેદ છુપો છે અને તારો હુકમ જાહેર છે

[04:51.00]

وَغَلَبَ قَهْرُكَوَجَرَتْ قُدْرَتُكَ

વ ગલબ કહરોક વ જરત કુદરતોક

અને તારી સત્તા ગાલિબ છે અને તારી કુદરત જારી છે

[05:01.00]

وَلَا يُمْكِنُ الْفِرَارُ مِنْ حُكُوْمَتِكَ

વલા યુમકેનુલ ફિરારો મિન હુકૂમતેક

અને તારી હુકૂમતથી ભાગવું શક્ય નથી

[05:07.00]

اَللَّهُمَّ لَا اَجِدُ لِذُنُوبِيْ غَافِراً

અલ્લાહુમ્મ લા અજદો લે ઝુનૂબી ગાફેરન

અય અલ્લાહ! હું તારા સિવાય મારા ગુનાહોને કોઈ બક્ષી આપનાર નથી પામતો

[05:17.00]

وَّلَا لِقَبَائِحِيْ سَاتِراً

વલા લે કબાએહી સાતેરન

અને તારા સિવાય મારા બૂરા કામોને કોઈ છુપાવનાર નથી પામતો

[05:21.00]

وَلَا لِشَيْءٍ مِّنْ عَمَلِيَ الْقَبِيْحِ بِالْحَسَنِ مُبَدِّلًا غَيْرَكَ

વલા લે શયઈન મિન અમલેયલ કબીહે બિલ હસને મુબદદેલન ગયરક

અને તારા સિવાય મારા બૂરા કામોને સારા કામોમાં કોઈ બદલનાર નથી પામતો

[05:30.00]

لَا اِلَهَ اِلَّا اَنْتَ

લા ઈલાહ ઈલ્લા અનત

તારા સિવાય કોઈ મઅબૂદ નથી,

[05:35.00]

سُبْحَانَكَ وَبِحَمْدِكَ

સુબહાનક વબે હમદેક

તારી ઝાત પાક છે અને તારી હમ્દ વડે તારી પ્રસંશા કરૂં છું

[05:41.00]

ظَلَمْتُ نَفْسِيْ

ઝલમતો નફસી

મેં મારા ઉપર ઝુલ્મ કર્યો છે

[06:01.00]

وَتَجَرَّأْتُ بِجَهْلِيْ

વ તજરરએતો બે જહલી

અને મારી અજ્ઞાનતાથી (ગુનાહો કરવાની) હિમ્મત (જુરઅત) કરી છે

[06:04.00]

وَسَكَنْتُ اِلٰي قَدِيْمِ ذِكْرِكَ لِيْ وَمَنِّكَ عَلَيَّ

વ સકનતો ઈલા કદીમે ઝિકરેક લી વ મત્રેક અલય્ય

અને તારા મને હંમેશા યાદ રાખવાના લીધે અને હંમેશા મારા ઉપર એહસાન કરવાના લીધે (તારી માફીનો) ભરોસામંદ છું

[06:10.00]

اَللَّهُمَّ مَوْلَايَ كَمْ مِّن قَبِيْحٍ سَتَرْتَهُ

અલ્લાહુમ્મ મવલાય કમ મિન કબીહિન સતરતહૂ

અય અલ્લાહ! અય મારા મૌલા! મારા કેટલા બધા ગુનાહો કે જેને તેં છુપાવ્યા છે

[06:13.00]

كَمْ مِّن قَبِيْحٍ سَتَرْتَهُ

કમ મિન કબીહિન સતરતહૂ

મારા કેટલા બધા ગુનાહો કે જેને તેં છુપાવ્યા છે

[06:17.00]

وَكَمْ مِنْ فَادِحٍ مِنَ الْبَلَاءِاَقَلْتَهُ

વ કમ મિન ફાહેહિન મિનલ બલાએ અકલતહુ

અને મારી કેટલી બધી સખત બલાઓ કે જેને તે ટાળી દીધી છે

[06:22.00]

وَكَمْ مِنْ عِثٰارٍ وَقَيْتَهُ

વ કમ મિન ઈસારિન વક્યતહુ

અને કેટલી બધી ઠોકરો કે જેને તે રોકી રાખી છે

[06:27.00]

وَكَمْ مِنْ مَكْرُوْهٍ دَفَعْتَهُ

વ કમમિન મકરૂહિન દફઅતહૂ

અને કેટલી બધી એવી નાપસંદ બાબતો કે જેને તે દૂર કરી દીધી છે

[06:31.00]

وَكَمْ مِنْ ثَنٰۤاءٍ جَمِيْلٍ لَسْتُ اَهْلًا لَهُ نَشَرْتَهُ

વ કમ મિન સનાઈન જમીલિન લસતો અહલન લહૂ નશરતહુ

અને કેટલા બધા ખુબસુરત અને આકર્ષક વખાણ કે જેને હુ લાયક ન હતો આમ છતાં તે (લોકોમાં) ફેલાવી દીધા છે

[06:38.00]

اَللَّهُمَّ عَظُمَ بَلٰۤائِيْ

અલ્લાહુમ્મ અઝોમ બલાઈ

અય અલ્લાહ! મારી મુસીબત બહુ મોટી છે

[06:44.00]

وَاَفْرَطَ بِيْ سُۤوْءُ حَالِيْ

વ અફરત બી સૂઓ હાલી

અને મારી ખરાબ હાલતે મને અતિશ્યોક્તિ તરફ ધકેલી દીધો છે

[06:50.00]

وَقَصُرَتْ بِيْ اَعْمٰالِيْ

વ કસોરત બી અઅમાલી

અને મારા કાર્યોએ મને ખામી ભર્યો કરી દીધો છે

[06:55.00]

وَقَعَدَتْ بِيْ اَغْلَالِيْ

વ કઅદત બી અગલાલી

અને મારી કમઝોરીની સાંકળે મને જકડી લીધો છે

[07:01.00]

وَحَبَسَنِيْ عَن نَّفْعِيْ بُعْدُ اَمَلِيْ

વ હબસની અન નફઈ બુઅદો અમલી

અને મારી લાંબી ઉમ્મીદોએ મને મારા ફાયદાઓથી રોકી દીધો છે

[07:07.00]

وَخَدَعَتْنِي الدُّنْيَا بِغُرُوْرِهَاوَنَفْسِيْ بِجِنَايَتِهَا وَمِطَالِيْ

વ ખદયતનીદ દુનયા બે ગુરૂરેહા વ નફસી બે જિનાયતેહા વ મેતાલી

અને દુનિયાએ પોતાના ફરેબથી મને છેતરી લીધો છે અને મારા નફસે મને અત્યાચાર અને ટાળમટોળથી છેતરી લીધો છે

[07:25.00]

يَا سَيِّدِيْ فَاَسْئَلُكَ بِعِزَّتِكَ اَنْ لَا يَحْجُبَ عَنْكَ دُعَائِي سُۤوْءُ عَمَلِيْ وَفِعَالِيْ

યા સય્યદી ફ અસઅલોક બે ઈઝઝતેક અને લા યહજોબ અનક દુઆઈ સૂઓ અમલી વ ફેઆલી

અય મારા સરદાર! તો તારી ઈઝ્ઝતના વાસ્તાથી તને સવાલ કરૂં છું કે મારા બૂરા અને ખરાબ કાર્યો મારી દુઆને કબૂલ થતા રોકી ન લે

[07:40.00]

وَلَا تَفْضَحَنِيْ بِخَفِيِّ مَا اطَّلَعْتَ عَلَيْهِ مِنْ سِرِّيْ

વ લા તફઝઈની બે ખફીચ્યે માલઅત અલયહે મિન સિરરી

અને મારા છુપા (ખરાબ) કાર્યો કે જેની જાણકારી તારી પાસે છે તેના કારણે મને જાહેરમાં અપમાનિત ન કર

[07:47.00]

وَلَا تُعَاجِلْنِيْ بِالْعُقُوبَةِ عَلٰى مَا عَمِلْتُهُ فِي خَلَوَاتِيْ ،

વ લા તોઆ જિલની બિલ ઉકબતે અલા મા અમિલેતોહ ફી ખલવાતી મિન સૂએ ફેઅલી વ ઈસાઅતી

અને મને મારા એકાંતમાં અંજામ આપેલા ખરાબ કાર્યો

[07:55.00]

مِنْ سُۤوْءِ فِعْلِيْ وَاِسٰۤاءَتِيْ

મિન સૂએ ફેઅલી વ ઈસાઅતી

અને બેઅદબીની સજા આપવામાં ઉતાવળ ન કર

[08:02.00]

وَدَوَامِ تَفْرِيْطِيْ وَجَهَالَتِيْ

વ દવામે તફરીતી વ જહાલતી

અને મારી કાયમી ઢીલાશ અને અજ્ઞાનતા અને ખૂબજ ખ્વાહિશાતે નફસાની

[08:07.00]

وَكَثْرَةِ شَهَوَاتِيْ وَغَفْلَتِيْ

વ કસરતે શહવાતી વ ગફલતી

અને મારી ગફલતના કારણે (કરેલા કાર્યોની સજા આપવામાં ઉતાવળ ન કર

[08:13.00]

وَكُنِ اللّٰهُمَّ بِعِزَّتِكَ لِيْ فِيْ كُلِّ الْاَحْوَالِ رَؤُوْفاً

વ કુનિલ્લાહુમ્મ બે ઈઝઝતેક લી ફી કુલલિલ અહવાલે રઉફન

અને અય અલ્લાહ! તારી ઈઝ્ઝતના વાસ્તાથી તમામ પરિસ્થિતિમાં મારી ઉપર મહેરબાન રહે

[08:22.00]

وَّعَلَيَّ فِيْ جَمِيْعِ الْاُمُوْرِ عَطُوْفًا

વ અલય્ય ફી જમીઈલ ઉમરે અતૂફન

અને મારા દરેક કાર્યોમાં મારી ઉપર પ્રેમાળ બન

[08:27.00]

اِلٰهِيْ وَرَبِّيْ مَنْ لِيْ غَيْرُكَاَسْئَلُهُ كَشْفَ ضُرِّيْ وَالْنَّظَرَ فِيْ اَمْرِيْ

ઈલાહી વ રબ્બી મન લી ગયરોકઅસઅલોહૂ કશફ ઝુરરી વન નઝર ફ્રી અમરી

અય મારા અલ્લાહ અને મારા પરવરદિગાર! તારા સિવાય મારૂં બીજું કોણ છે કે જેની પાસે હું મારા નુકસાનોને દૂર કરવાનો અને મારા કાર્યોની દેખરેખ રાખવાનો સવાલ કરૂં

[08:49.00]

اِلٰهِيْ وَمَوْلَايَ اَجْرَيْتَ عَلَيَّ حُكْماً ا۟تَّبَعْتُ فِيْهِ هَوىٰ نَفْسِيْ،

ઈલાહી વ મવલાય અજરયત અલય્ય હુકમ નિત્તબઅતો ફીહે હવા નફસી

અય મારા અલ્લાહ! અને મારા મૌલા! મારા ઉપર તેં હુકમ જારી કર્યો કે જેમાં મેં મારા નફસની ઈચ્છાઓની તાબેદારી કરી

[09:00.00]

وَلَمْ اَحْتَرِسْ فِيْهِ مِنْ تَزْيِيْنِ عَدُوِّيْ

વ લમ અહતરિસ ફીહે મિન તઝયીને અદુવ્વી

અને મેં તેમાં મારા દુશ્મન (શૈતાનના) શણગાર (વસવસા)ની પરવાહ ન કરી

[09:06.00]

فَغَرَّنِيْ بِمَا اَهْوىٰ وَاَسْعَدَهُ عَلٰى ذَالِكَ الْقَضٰۤاءُ

ફગરરની બેમા અહવા વ અસઅદહૂ અલા ઝાલેકલ કઝાઓ

પછી શૈતાનને મારી પસંદનીય વસ્તુ વડે મને દગો આપ્યો અને કઝાએ પણ તેનો સાથ આપ્યો

[09:16.00]

فَتَجَاوَزْتُ بِمَا جَرىٰ عَلَيَّ مِنْ ذَالِكَ بَعْضَ حُدُوْدِكَ

ફ તજાવઝતો બેમા જરા અલય્ય મિન ઝાલેક બઅઝ હુદૂદેક

પછી તેમાંથી જે કાઈ સંજોગો ઉભા થયા તેના લીધે મેં અમૂક હદોને ઓળંગી લીધી

[09:25.00]

وَخَالَفْتُ بَعْضَ اَوٰامِرِكَ

વ ખાલફતો બઅઝ આવામેરેક

અને તારા અમુક હુકમોની નાફરમાની કરી

[09:28.00]

فَلَكَ الْحَمْدُ عَلَيَّ فِيْ جَمِيْعِ ذَالِكَ

ફ લકલ હમદો અલચ્ય ફી જમીએ ઝાલેક

આમ છતાં આ બધી બાબતોમાં મારા માટે તો તારો શુક્ર જરૂરી છે

[09:34.00]

وَلَا حُجَّةَ لِيْ فِيْمَا جَريٰ عَلَيَّ فِيْهِ قَضٰۤاؤُكَ،

વલા હૂજજત લી ફીમા જરા અલય્ય ફીહે કઝાઓક

જે કાંઈ મારી ઉપર તારી કઝામાંથી જારી થયું છે (તારો અઝાબ) તેમા મારી પાસે કોઈ હુજ્જત (છુટકારો) નથી

[09:42.00]

وَاَ لْزَمَنِيْ حُكْمُكَ وَبَلٰۤاؤُكَ

વ અલઝમની હુકમોક વ બલાઓક

અને તારો હુકમ અને તારૂં ઈમ્તેહાન મારી ઉપર નક્કી થઈ ચૂક્યું છે

[09:47.00]

وَقَدْ اَتَيْتُكَ يَا اِلٰهِيْ بَعْدَ تَقْصِيْرِيْ وَاِسْرَافِيْ عَلٰى نَفْسِيْ

વ કદ અતયતોક યા ઈલાહી બઅદ તકસીરી વ ઈસરાફી અલા નફસી

તો પછી અય મારા મઅબૂદ! મારી કોતાહી અને મારા નફસ ઉપર ઝિયાદતી કર્યા પછી તારી તરફ

[09:59.00]

مُعْتَذِراً نَّادِماً،

મુઅતઝેરન નાદેમન

માફી માંગતો, પસ્તાતો,

[10:05.00]

مُّنْكَسِراً مُّسْتَقِيْلًا

મુનકસેરન મુસતકીલન

ભાંગી પડેલો, પાછો ફરનારો,

[10:11.00]

مُّسْتَغْفِراً مُّنِيباً،

મુસતગફેરન મુનીબન

બક્ષિસ ચાહતો,રજૂ થનારો

[10:16.00]

اً،مُّقِرّاً مُّذْعِناً مُّعْتَرِفاً

મુકિરરન મુઝએનન મુઅતરેફન

ઈકરાર કરતો, ભૂલ કબૂલ કરતો, સ્વીકારતો તારી બારગાહમાં હાજર થયો છું

[10:22.00]

لٰۤا اَجِدُ مَفَرّاً مِّمَّا كَانَ مِنِّيْ

લા અજેદો મફરરન મિમ્મા કાન મિન્નિ

મારી પાસે આ ગુનાહોથી ભાગવાનો કોઇ રસ્તો નથી

[10:27.00]

وَلٰۤا مَفْزَعاً اَتَوَجَّهُ اِلَيْهِ فيْ اَمْرِيْ

વલા મફઝઅન અતવજજહો ઈલયહે ફી અમરી

અને તારી માફી સિવાય બીજી કોઇ પનાહગાહ નથી

[10:33.00]

غَيْرَ قَبُوْلِكَ عُذْرِيْ، وَاِدْخَالِكَ اِيَّايَ فِيْ سَعَةٍ مِّن رَّحْمَتِكَ

ગયર કબૂલેક ઉઝરી વ ઈદખાલેક ઈય્યાય ફી સઅતે રહમતેક

એ સિવાય કે તું મારૂં બહાનું કબૂલ કરી લે અને તું મને તારી વિશાળ રહેમતમાં દાખલ કરી દે

[10:46.00]

اَللَّهُمَّ فَاقْبَلْ عُذْرِيْ

અલ્લાહુમ્મ ફકબલ ઉઝરી

અય અલ્લાહ! તો પછી તું મારી દલીલોને કબૂલ કર

[10:52.00]

وَارْحَمْ شِدَّةَ ضُرِّيْ

વરહમ શિદદત ઝુરરી

અને મારી સખત મુશ્કેલી ઉપર રહેમ કર

[10:56.00]

وَفُكَّنِيْ مِنْ شَدِّ وَثٰاقِيْ

વ ફૂક્કની મીન શદ્દે વ સાકી

અને મને સખત બંધનમાંથી છોડી દે

[11:03.00]

يَا رَبِّ ارْحَمْ ضَعْفَ بَدَنِيْ وَرِقَّةَ جِلْدِيْ وَدِقَّةَ عَظْمِيْ

યા રબિરહમ ઝઅફ બદની વ રિકકત જિલદી વ દિકકત અઝમી

અય મારા પરવરદિગાર! રહેમ કર તું મારા શરીરની નબળાઈ અને ચામડીની નાજુકાઈ અને હાડકાની બારીકાઈ ઉપર

[11:28.00]

يَا مَنْ بَدَاَ خَلْقِيْ وَذِكْرِيْ وَتَرْبِيَتِيْ وَبِرِّي ْوَتَغْذِيَتِيْ

યા મન બદઅ ખલકી વ ઝિકરી વ તરબીયતી વ બિરરી વ તગઝીયતી

અય કે જેણે મારી પૈદાઈશની અને મને યાદ રાખવાની અને મારી પરવરીશ કરવાની અને મારી સાથે નેકી કરવાની અને મને ખોરાક આપવાની શરૂઆત કરી

[11:37.00]

هَبْنِيْ لِابْتِداٰۤءِ كَرَمِكَ وَسَالِفِ بِرِّكَ بِيْ

હબની લે ઈબતેદાએ કરમેક વ સાલેફે વ બિરરેક બી

તારા શરૂઆતના કરમ અને મારી ઉપર અગાઉના એહસાનોને ઘ્યાનમાં રાખીને મને માફ કરી દે

[11:44.00]

يَا اِلَهِيْ وَسَيِّدِيْ وَرَبِّيْ

યા ઈલાહી વ સયેદી વ રબ્બી

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા પરવરદિગાર

[11:49.00]

اَتُرَاكَ مُعَذِّبِيْ بِنَارِكَ بَعْدَ تَوْحِيْدِكَ

અતોરાક મોઅઝ્ઝેબી બેનારેક બઅદ તવહીદેક

શું તને એમ જોવામાં આવે કે તું મને અઝાબ કરનારો હો એ પછી કે મેં તારી વહદાનિય્યતનો ઈકરાર કર્યો છે

[11:56.00]

وَبَعْدَ مَا انْطَوٰى عَلَيْهِ قَلْبِيْ مِن مَّعْرِفَتِكَ

વ બઅદ મન તવાઅ અલયહે કલ્બી મીન મઅરેફતેક

અને જ્યારે કે મારૂં દિલ તારી મઅરેફતથી ઘેરાયેલું છે

[12:03.00]

وَلَهِجَ بِهِ لِسَانِيْ مِنْ ذِكْرِكَ

વ લહેજ બેહી લિસાની મિન ઝીકરેક

અને મારી ઝબાન તારો ઝિક્ર કરે છે

[12:08.00]

وَاعْتَقَدَهُ ضَمِيْرِيْ مِنْ حُبِّكَ

વઅતકદહૂ ઝમીરી મીન હુબ્બેક

અને મારૂં અંત:કરણ તારી મોહબ્બતમાં બંધાયેલું છે

[12:14.00]

وَبَعْدَ صِدْقِ اعْتِرَافِيْ وَدُعَائِيْ خَاضِعاً لِّرُبُوْبِيَّتِكَ

વ બઅદ સીદકિઅતેરાફી વ દુઆઈ ખાઝેઅલ લે રૂબૂબીય્યતેક

અને જ્યારે કે મેં સાચો એકરાર કર્યો છે અને તારી પરવરદિગારી સામે વિનમ્રતાથી દુઆ કરી છે

[12:23.00]

هَيْهَاتَاَنْتَ اَ كْرَمُ مِنْ اَنْ تُضَيِّعَ مَنْ رَبَّيْتَهُ

હયહાત અનત અકરમો મિન અન તોઝય્યેઅ મન રબ્બયતહૂ

તો બહુજ દૂર છે તારાથી એ વાત! કે (તું મને અઝાબ કરે) તું તેનાથી વધારે કરીમ છો કે બરબાદ કરે તેને કે જેની તેં પરવરીશ કરી હતી

[12:31.00]

اَ وْ تُبْعِدَ مَنْ اَدْنَيْتَهُ

અવ તુબએદ મન અદનયતહુ

અથવા દૂર કરે તેને કે જેને તેં નઝદીક કરેલો હતો

[12:35.00]

اَ وْ تُشَرِّدَ مَنْ اٰوَيْتَهُ

અવ તોશરરેદ મન આવયતહુ

અથવા શું ભટકતો કરીશ તેને કે જેને તેં પનાહ આપી હતી

[12:40.00]

اَ وْ تُسْلِّمَ اِلَى الْبلٰۤاءِ مَنْ كَفَيْتَهُ وَرَحِمْتَهُ

અવ તોસલ્લેમ એલલ બલાએ મન કફયતહુ વ રહીમતહૂ

અથવા તેને બલાઓના હવાલે કરી દે કે જેનું તું ભરણપોષણ કરતો હતો અને જેના ઉપર તે મહેરબાની કરી હતી

[12:47.00]

وَلَيْتَ شِعْرِيْ يَا سَيِّدِيْ وَاِلٰهِيْ وَمَوْلَايَ

વ લયત શેઅરી યા સય્યેદી વ ઇલાહી વ મવલાય

અને અય કાશ! અય મારા સરદાર! અને અય મારા મઅબૂદ! અને અય મારા મૌલા

[12:58.00]

اَ تُسَلِّطُ النَّارَ عَلٰى وُجُوْهٍ خَرَّتْ لِعَظَمَتِكَ سَاجِدَةً

અન તોસલ્લેતુન નાર અલા વુજાહિન ખરરત લે અઝમતેક સાજેદન

શું તું જહન્નમની આગને એ ચહેરાઓ ઉપર કાબૂ આપીશ કે જે તારી અઝમતની સામે સજદામાં ઝૂકેલા હતા

[13:10.00]

وَّعَلٰى اَ لْسُنٍ نَطَقَتْ بِتَوْحِيْدِكَ صَادِقَةً وَّبِشُكْرِكَ مَادِحَةً

વ અલા અલસોનિન નતકત બે તવહીદેક સાદેક્ન વબે શુકરેક માદેહતન

અને તે જબાનો ઉપર કે જેણે સાચા દિલથી તારી વહદાનિય્યતનો ઈકરાર કર્યો હતો અને તારા શુક્રથી વખાણ કર્યા હતા

[13:22.00]

وَّعَلٰى قُلُوْبٍ اِ۟عْتَرَفَتْ بِاِلٰهِيَّتِكَ مُحَقِّقَةً

વ અલા કુલૂબે નિઅતરફત બે ઇલાહીય્યતેક મુહક્કેકતન

અને તે દિલો ઉપર કે જેણે હકની સાથે તારી ઈલાહીય્યતનો સ્વીકાર કર્યો હતો

[13:29.00]

وَّعَلٰى ضَمٰۤائِرَ حَوَتْ مِنَ الْعِلْمِ بِكَ حَتَّى صَارَتْ خَاشِعَةً

વ અલા ઝમાએર હવત મિનલ ઈલ્મે બેક હત્તા સારત ખાશેઅતન

અને તે અંત:કરણો ઉપર કે જે તારા ઈલ્મથી ઘેરાયેલા હતા, ત્યાં સુધી કે તારી સમક્ષ વિનમ્ર થઈ ગયા

[13:38.00]

وَّعَلٰى جَوارِحَ سَعَتْ اِلٰى اَوْطَانِ تَعَبُّدِكَ طٰاۤئِعَةًوَاَشَارَتْ بِاِسْتِغْفَارِكَ مُذْعِنَةً

વ અલા જવારેહ સઅત ઈલા અવતાને તઅબ્બોદેક તાએઅતન વ અશારત બિસતિગફારેક મુઝઈનતન

અને તે અવયવો ઉપર કે જેણે ઇતાઅત કરતાં કરતાં તારી બંદગીને રહેઠાણ બનાવવાની કોશિશ કરી હતી અને ભૂલ કબૂલ કરતાં કરતાં તારી બક્ષિસ તરફ ઈશારો કર્યો હતો

[13:53.00]

مَّا هَكَذَا الظَّنُّ بِكَوَلَا اُخْبِرْنَا بِفَضْلِكَ عَنْكَ

મા હાકઝઝન્નો બેક વલા ઉખબિરના બે ફઝલેક અનક

તારાથી આવું ગુમાન નથી અને અમને તારા ફઝલ બાબતે એવી કોઈ ખબર પણ દેવામાં નથી આવી

[14:02.00]

يَا كَرِيْمُ، يَا رَبِّ

યા કરીમો યા રબ્બે

અય કરીમ! અય મારા પરવરદિગાર

[14:05.00]

وَاَنْتَ تَعْلَمُ ضَعْفِيْ عَنْ قَلِيْلٍ مِّنْ بَلَاءِ الدُّنْيَا وَعُقُوْبَاتِهَا،

વ અનત તઅલમો ઝઅફી અને કલીલિમ મિમ બલાઈદ દુનિયા વ ઉકુબાતેહા

અને તું મારી કમઝોરીને જાણે છે કે હું આ દુનિયાની થોડી એવી બલા અને તેની સજાને પણ સહન કરી શકતો નથી

[14:15.00]

وَمَا يَجْرِيْ فِيْهَا مِنَ الْمَكَارِهِ عَلٰى اَهْلِهَا

વમા યજરી ફીહા મિનલ મકારેહે અલા અહલેહા

અને જે તેની અંદર તેના રહેવાસીઓ ઉપર અણગમતી બાબતો જારી થાય છે (તેને પણ સહન કરી શકતો નથી)

[14:21.00]

عَلٰى اَنَّ ذَلِكَ بَلَاءٌ وَّمَكْرُوهٌ، قَلِيْلٌ مَكْثُهُ،يَسِيْرٌ بَقَاۤؤُهُ، قَصِيْرٌ مُّدَّتُهُ

અલા અન્ન ઝાલેક બલાઉન વ મકરૂહુન કલીલુન મકસુહો યસીરૂન બકાઓહૂ કસીરૂન મુદદતોહૂ

જ્યારે કે હકીકતમાં તે બલાઓ અને અણગમતી બાબતોનું બાકી રહેવું થોડું છે અને તેનું બાકી રહેવું સહેલું છે અને તેની મુદ્દત ટૂંકી છે

[14:41.00]

فَكَيْفَ احْتِمَالِيْ لِبَلٰۤاءِ الْاٰخِرَةِ وَجَلِيْلِ وُقُوْعِ الْمَكَارِهِ فِيْهَا

ફ કયફઈતેમાલી લે બલાઈલ આખેરતે વ જલીલે વુકુઈલ મકારેહે ફીહા

તો પછી કેવી રીતે હું આખેરતની બલાઓને અને તેમાં પડવાવાળી ભારે અણગમતી બાબતોને સહન કરી શકીશ

[14:51.00]

وَهُوَ بَلٰۤاءٌ تَطُوْلُ مُدَّتُهُ، وَيَدُوْمُ مَقَامُهُ، وَلٰا يُخَفَّفُ عَنْ اَهْلِهِ

વ હોવ બલાઉન તતૂલો મુદ્દતોહૂ વયદુમો મકામોહૂ વલા યોખફફફો અન અહલેહી

જ્યારે કે તે એવી બલા છે કે તેની મુદ્દત લાંબી છે અને તેનું બાકી રહેવું હંમેશા છે અને તેમાં સપડાએલાઓને છૂટ આપવામાં આવશે નહિ

[15:04.00]

لِأَنَّهُ لٰا يَكُوْنُ اِلّٰاعَنْ غَضَبِكَ وَانْتِقَامِكَ وَسَخَطِكَ

લે અન્નહૂ લા યકૂનો ઈલ્લા અને ગઝબેક વનતેકામેક વ સખતેક

એ માટે કે તે બલા નથી પણ હકીકતમાં તારો ગઝબ અને તારો ઈન્તેકામ અને તારી નારાઝગી છે

[15:13.00]

وَهَذَا مَا لٰا تَقُوْمُ لَهُ السَّمَاوَاتُ وَالْأَرْضُ

વ હાઝા મા લા તકુમો લહુસ સમાવાતો વળ અરઝો

અને આ બલાની સામે આસમાનો અને જમીન ટકી શકે નહિ

[15:20.00]

يَا سَيِّدِيْ فَكَيْفَ لِيْ

યા સય્યદી ફ કયફ લી

તો અય મારા સરદાર!

[15:25.00]

وَاَنَا عَبْدُكَ الضَّعِيْفُ الذَّلِيْلُ الْحَقِيْرُ الْمِسْكِيْنُ الْمُسْتَكِيْنُ

વ અના અબદોક્ઝ ઝઈફુઝ ઝલીલુલ હકીરૂલ મિસકીનુલ મુસતકીનો

હું કેવી રીતે ટકી શકીશ જ્યારે કે હું તારો કમઝોર અય તે કે જેની પાસે હું મારી હાલતની ફરિયાદ કરૂં છું

[15:35.00]

يَا اِلٰهِيْ وَرَبِّيْ وَسَيِّدِيْ وَمَوْلٰايَ

યા ઈલાહી વ રબ્બી વ સય્યદી વ મવલાય

અય મારા મઅબૂદ! અને અય મારા પરવરદિગાર! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા

[15:45.00]

لِأَيِّ الْأُمُوْرِ اِلَيْكَ اَشْكُوْا

લે અય્યિલ ઉમૂરે ઈલયક અશકુ

હું તારા તરફ કયા કયા કામોની શિકાયત કરૂં

[15:51.00]

وَلِمَا مِنْهَا اَضِجُّ وَاَبْكِيْ

વ લેમા મિનહા અઝિજજો વ અબકી

અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ ઉપર રાડ પડકાર કરૂં અને રોઉં?

[15:58.00]

لِأَلِيْمِ الْعَذَابِ وَشِدَّتِهِ

લે અલીમિલ અઝાબે વ શિદ્દદતેહી

શું હું રોઉં દર્દનાક અઝાબ અને તેની સખતી ઉપર કે તેની લાંબી બલા ઉપર

[16:04.00]

اَمْ لِطُولِ الْبَلٰۤاءِ وَمُدَّتِهِ

અમ લે તૂલિલ બલાએ વ મુદ્દદતેહી

અને તેના સમયગાળા ઉપર

[16:10.00]

فَلَئِنْ صَيَّرْتَنِيْ لِلْعُقُوْبَاتِ مَعَ اَعْداٰۤ ئِكَ

ફલઈને સય્યરતની લિલ ઉકુબતે મઅ અઅદાએક

તો અગર જો તું મને તે સજાઓમાં તારા દુશ્મનોની સાથે શામિલ કરીશ

[16:17.00]

وَجَمَعْتَ بَيْنِيْ وَبَيْنَ اَهْلِ بَلٰۤائِكَ

વ જમઅત બયની વ બયન અહલે બલાએક

અને મને એ તારા અઝાબમાં સપડાએલાઓને ભેગા કરીશ

[16:23.00]

وَفَرَّقْتَ بَيْنِيْ وَبَيْنَ اَحِبّٰاۤ ئِكَ وَاَوْلِيٰۤائِكَ

વ ફરરકત બયની વ બયન અહિબ્બાએક વ અવલેયાએક

તેમજ મારા અને તારા ચહીતાઓ તથા તારા વલીઓમાં જુદાઈ નાખીશ (તો મારૂં શું થશે?)

[16:30.00]

فَهَبْنِيْ يٰا اِلٰهِيْ وَسَيِّدِيْ وَمَوْلٰايَ وَرَبِّيْصَبَرْتُ عَلٰى عَذَابِكَ،

ફહબની યા ઈલાહી વ સમ્મેદી વ મવલાય વ રબ્બી સબરતો અલા અઝાબેક

તો પછી મને બક્ષી આપ અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા! અને અય મારા પરવરદિગાર હું તારા અઝાબ ઉપર સબ્ર કરીશ

[16:44.00]

فَكَيْفَ اَصْبِرُ عَلٰى فِرَاقِكَ

કયફ અસબેરો અલા ફેરાકેક

પણ તારી જુદાઈ ઉપર કેવી રીતે સબ્ર કરીશ

[16:50.00]

وَهَبْنِيْ صَبَرْتُ عَلٰى حَرِّ نَارِكَ،

વ હબની યા ઈલાહી સબરતો અલા હરરે નારેક

અને મને બક્ષી દે કે હું તારી જહન્નમની ગરમી ઉપર સબ્ર કરીશ

[16:56.00]

فَكَيْفَ اَصْبِرُ عَنِ النَّظَرِاِلٰى كَرٰامَتِكَ

ફ કયફ અસબેરો અનિન નઝરે ઈલા કરામતેક

પણ તારી કરામતની નજરથી દૂર રહેવા ઉપર કેવી રીતે સબ્ર કરીશ

[17:03.00]

اَمْ كَيْفَ اَسْكُنُ فِيْ النَّارِ وَرَجٰۤائِيْ عَفْوُكَ

અમ કયફ અસકોનો ફિન્નારે વ રજાઈ અફવોક

અથવા કેવી રીતે હું જહન્નમમાં રહું જ્યારે કે તારી બક્ષિસની મને ઉમ્મીદ છે

[17:12.00]

فَبِعِزَّتِكَ يَا سَيِّدِيْ وَمَوْلٰايَ اُقْسِمُ صَادِقاً،لَئِنْ تَرَكْتَنِيْ نَاطِقاً

ફબે ઈઝઝતેક યા સય્યદી વ મવલાય ઉકસેમો સાદેકન લ ઈન તરકતની નાતેકન

તો તને તારી ઈઝ્ઝતની કસમ છે, અય મારા સરદાર! અને અય મારા મૌલા! હું ખરેખર કસમ ખાઉં છું કે અગર મને બોલવાની છુટ આપીશ તો હું

[17:22.00]

لَأَضِجَّنَّ اِلَيْكَ بَيْنَ اَهْلِهَا ضَجِيْجَ الْأٰمِلِيْنَ

લ અઝિજ્જન્ન ઈલયક બયન અહલેહા ઝજીજલ આમેલીન

ઉમ્મીદ રાખનારાઓની રાડ પડકારની જેમ તારી તરફ આખેરતવાળાઓની વચ્ચે રાડ પડકાર કરીશ

[17:30.00]

وَلَأَصْرُخَنَّ اِلَيْكَ صُرَاخَ الْمُسْتَصْرِخِيْنَ

વ લ અસરોખન્ન ઈલયક સુરાખલ મુસતસરેખીન

અને તારી તરફ ફરિયાદ કરીશ જેવી રીતે ફરિયાદો કરનાર ફરિયાદ કરે છે

[17:36.00]

وَلَاَبْكِيَنَّ عَلَيْكَ بُكٰۤاءَ الْفَاقِدِيْنَ

વ લ અબકેયન્ન અલયક બુકાઅલ ફાકેદીન

અને હું તારી તરફ વંચિત થનારાઓની જેમ રડીશ

[17:42.00]

وَلَأُنَادِيَنَّكَ اَيْنَ كُنْتَ يَا وَلِيَّ الْمُؤْمِنِيْنَ

વ લ ઓનાદેયન્નક અયન કુન્નત યા વલીય્યલ મુઅમેનીન

અને હું તને પોકારીશ કે ક્યાં છે તું અય મોઅમીનોના સરપરસ્ત

[17:49.00]

يَا غَايَةَ اٰمٰالِ الْعٰارِفِيْنَ

યા ગાયત આમાલિલ આરેફીન

અય મઅરેફત ધરાવનારાઓની ઉમ્મીદોના મકસદ

[17:56.00]

يَا غِيٰاثَ الْمُسْتَغِيْثِيْنَ

યા ગિયાસલ મુસતગીસીન

અય ફરિયાદીઓની ફરિયાદોને પહોંચનાર

[18:14.00]

يَا حَبِيْبَ قُلُوْبِ الصَّادِقِيْنَ

યા હબીબ કુલુબિસ સાદેકીન

અય સાચા લોકોના દિલોના ચહીતા

[18:18.00]

وَيَا اِلٰهَ الْعَالَمِيْنَ

વ યા ઈલાહલ આલમીન

અને અય તમામ દુનિયાઓના મઅબૂદ

[18:21.00]

اَفَتُرَاكَ، سُبْحٰانَكَ يَا اِلٰهِيْ وَبِحَمْدِكَ، تَسْمَعُ فِيْهَا صَوْتَ عَبْدٍ مُّسْلِمٍ

અફતોરક સુબહાનક યા ઈલાહી વબે હમદેક તસમઓ ફીહા સવત અબદિન મુસલેમિન

તારી ઝાત પાક છે અય મારા મઅબૂદ! અને હમ્દ વડે તારી પ્રસંશા કરૂં છું. શું તને એમ જોવામાં આવે

[18:34.00]

سُجِنَ فِيْهَا بِمُخٰالَفَتِهِ

સોજેન ફીહા બે મુખાલફતેહી

કે તું જહન્નમમાંથી સમર્પિત થયેલા બંદાની અવાઝને સાંભળતો હો કે જે તારી વિરૂદ્ઘતાને કારણે તેમાં કેદ હોય

[18:39.00]

وَذَاقَ طَعْمَ عَذَابِهَا بِمَعْصِيَتِهِ

વ ઝાક તઅમ અઝાબેહા બે મઅસેયતેહી

અને તે ગુનાહના કારણે જહન્નમના અઝાબની મજા ચાખતો હોય

[18:44.00]

وَحُبِسَ بَيْنَ اَطْبَاقِهَا بِجُرْمِهِ وَجَرِيْرَتِهِ

વ હોબેસ બયન અતબાકેહા બે જુરમેહી જ જરીરતેહી

અને તેને તેના કસુર અને અપરાધના કારણે જહન્નમના તબક્કાઓમાં કેદ કરેલો હોય

[18:51.00]

وَهُوَ يَضِجُّ اِلَيْكَ ضَجِيْجَ مُؤَمِّلٍ لِرَحْمَتِكَ

વ હોવ યઝિજજ ઈલયક ઝજીજ મુઅમ્મેલિન લે રહમતેક

જ્યારે કે તે ઉમ્મીદ રાખનારાઓની રાડ પડકારની જેમ તારી તરફ તારી રહેમત માટે રાડ પડકાર કરતો હોય

[18:59.00]

وَيُنَادِيْكَ بِلِسَانِ اَهْلِ تَوْحِيْدِكَ

વ યોનાદીક બે લેસાને અહલે તવહીદેક

અને તે તને તૌહીદમાં માનવાવાળાઓની ઝબાનથી પોકારતો હોય

[19:05.00]

وَيَتَوَسَّلُ اِلَيْكَ بِرُبُوْبِيَّتِكَ

વ યતવસ્સલો ઈલયક બે રૂબુબીય્યતેક

અને તારી તરફ તારી પરવરદીગારીનો વસીલો બનાવતો હોય

[19:10.00]

يٰا مَوْلَايَ فَكَيْفَ يَبْقٰى فِي الْعَذَابِ وَهُوَ يَرْجُوْ مَا سَلَفَ مِنْ حِلْمِكَ

યા મવલાય ફ કયફ યબકા ફિલ અઝાબે વ હોવ યરજૂ મા સલફ મિન હિલમેક

અય મારા મૌલા! તો તે કેવી રીતે અઝાબમાં રહેશે જ્યારે કે તે તારી અગાઉની સહનશીલતાની જેવી ઉમ્મીદ રાખતો હોય

[19:24.00]

اَمْ كَيْفَ تُؤْلِمُهُ النَّارُ وَهُوَ يَأْمُلُ فَضْلَكَ وَرَحْمَتَكَ

અમ કયફ તુઅલેમોહુન નારો વ હોવ યઅમોલો ફઝલક વ રહમતક

અથવા કેવી રીતે જહન્નમની આગ તેને દર્દ પહોંચાડશે જ્યારે કે તે તારા ફઝ્લ અને રહેમતની ઉમ્મીદ રાખતો હોય

[19:32.00]

اَمْ كَيْفَ يُحْرِقُهُ لَهِيْبُهَا وَاَنْتَ تَسْمَعُ صَوْتَهُ وَتَرىٰ مَكَانَهُ

અમ કયફ યુહરેકોહુ લહીબોહા વ અનત તસમઓ સવતહુ વ તરા મકાનહૂ

અથવા કેવી રીતે જહન્નમની ગરમી તેને બાળશે જ્યારે કે તું તેનો અવાઝ સાંભળતો હોઈશ અને તેનું ઠેકાણું જોતો હોઈશ

[19:43.00]

اَمْ كَيْفَ يَشْتَمِلُ عَلَيْهِ زَفِيْرُهَا وَاَنْتَ تَعْلَمُ ضَعْفَهُ

અમ કયફ યશતમેલો અલયહે ઝફીરોહા વ અનત તઅલમો ઝઅફહૂ

અથવા કેવી રીતે જહન્નમની જવાળાઓ તેને ઘેરી લે જ્યારે કે તું તેની કમઝોરીને જાણતો હોઈશ

[19:51.00]

اَمْ كَيْفَ يَتَقَلْقَلُ بَيْنَ اَطْبَاقِهَا وَاَنْتَ تَعْلَمُ صِدْقَهُ

અમ કયફ યતકલકલો બયન અતબાકેહા વ અનત તઅલમો સિદકહૂ

અથવા કેવી રીતે જહન્નમના તબક્કાઓમાં તે વ્યાકુળ થશે જ્યારે કે તું તેની સચ્ચાઈને જાણતો હોઈશ

[19:59.00]

اَمْ كَيْفَ تَزْجُرُهُ زَبَانِيَتُهَا وَهُوَ يُنَادِيْكَ يَا رَبَّهُ

અમ કયફ તઝજોરોહૂ ઝબાનિયતોહા વ હોવ યોનાદીક યા રબ્બહૂ

અથવા કેવી રીતે જહન્નમના ભડકાઓ તેને ઉડાવશે જ્યારે કે તે તને પોકારતો હોય અય મારા પરવરદિગાર

[20:09.00]

اَمْ كَيْفَ يَرْجُوْ فَضْلَكَ فِيْ عِتْقِهِ مِنْهَا فَتَتْرُكُهُ فِيْهَا

અમ કયફ યરજૂ ફઝલક ફી ઈતકેહી મિનહા ફ તતરોકોહુ ફીહા

અથવા કેવી રીતે તે જહન્નમમાંથી છુટકારાનો ઉમ્મીદવાર હોય અને તું તેને તેમાંજ છોડી દે

[20:19.00]

هَيْهَاتَ مَا ذَالِكَ الظَّنُّ بِكَ

હયહાત મા ઝાલેકઝઝન્નો બેક

તો બહુજ દૂર છે તારાથી એ વાત તેવું ગુમાન પણ તારા બારામાં નથી

[20:25.00]

وَلَا الْمَعْرُوْفُ مِنْ فَضْلِكَ

વ લલ મઅરૂફો મિન ફઝલેક

અને તારા ફઝ્લની બાબત તેમ કરવું મશ્હૂર પણ નથી

[20:30.00]

وَلَا مُشْبِهٌ لِمَا عَامَلْتَ بِهِ الْمُوَحِّدِيْنَ مِنْ بِرِّكَ وَاِحْسَانِكَ

વલા મુશબેહુન લેમા આમલત બેહીલ મુવહહેદીન મિમ બિરરેક વ એહસાનેક

અને તેં તૌહીદમાં માનવાવાળાઓ સાથે જે નેકી અને એહસાનનો વ્યવહાર કર્યો છે તેની સાથે આમ (અઝાબ) કરવું સરખાપણું નથી ધરાવતું

[20:39.00]

فَبِالْيَقِيْنِ اَقْطَعُلَوْلَا مَا حَكَمْتَ بِهِ مِنْ تَعْذِيْبِ جَاحِدِيْكَ

ફ બિલ યકીને અકતઓ લવ લા મા હકમત બેહી મિન તઅઝીબે જાહેદીક

તો હું યકીનની સાથે દિલના ઊંડાણથી કહું છું કે અગર તે તારા ઈન્કાર કરનારાઓ માટે અઝાબનો ફેંસલો ન કર્યો હોત

[20:49.00]

وَقَضَيْتَ بِهِ مِنْ اِخْلَادِ مُعَانِدِيْكَ

વ કઝયત બેહી મિન ઈખલાદે મુઆનેદીક

અને તારા વિરોધીઓને હંમેશા જહન્નમમાં રાખવાનો હુકમ ન કર્યો હો

[20:55.00]

لَجَعَلْتَ النَّارَ كُلَّهَا بَرْداً وَّسَلَاماً،

લ જઅલતન નાર કુલ્લહા બરદન વ સલામન

તો તું તમામ આગને ઠંડી અને સલામતીવાળી બનાવી દેત

[21:01.00]

وَمَا كَانَ لِاَحَدٍ فِيْهَا مَقَرّاً وَلَا مُقَاماً

વ મા કાન લે અહદીન ફીહા મકરરન વલા મોકામન

તેમાં કોઈ એકનું પણ રહેઠાણ અને ઠેકાણું ન હોત

[21:09.00]

لٰكِنَّكَ تَقَدَّسَتْ اَسْمَاۤ ؤُكَ اَ قْسَمْتَ اَنْ تَمْلَاَهَا مِنَ الْكَافِرِيْنَ،

લાકિન્નક તકદદસત અસમાઓક અકસમત અને તમલઅહા મિનલ કાફેરીન

તારા નામો ખૂબજ પાકીઝા છે પરંતુ તે કસમ ખાધી છે કે જહન્નમને કાફિરોમાંથી

[21:20.00]

مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِيْنَ

મિનલ જિન્નતે વન્નાસે અજમઈન

તમામ જિન્નાતો અને આદમીઓથી ભરી દઈશ

[21:25.00]

وَاَنْ تُخَلِّدَ فِيْهَا الْمُعَانِدِيْنَ

વ અન તોખલ્લેદ ફીહલ મુઆનેદીન

અને વિરોધીઓને તેમાં હંમેશા રાખીશ

[21:30.00]

وَاَنْتَ جَلَّ ثَنَاؤُكَقُلْتَ مُبْتَدَئًا، وَتَطَوَّلْتَ بِالْإِنْعَامِ مُتَكَرِّمًا

વ અનત જલ્લ સનાઓક કુલત મુબતદેઅન વ તતવ્વલત બિલ ઈનઆમે મુતકરરેમન

અને તું કે જેની તારીફ મહાન છે શરૂઆતમાં તું કહી ચૂક્યો છો અને તું ઉદાર બનીને નેઅમતો વડે ઉપકાર કરી ચૂક્યો છો

[21:43.00]

اَفَمَنْ كَانَ مُؤْمِنًا كَمَنْ كَانَ فَاسِقًا ۚ لَا يَسْتَوُوْنَ

આ ફ મન કાન મુઅમેનન ક મન કાન ફાસેકન લા યસતવૂન

કે શું એ કે જે મોઅમિન હોય તે ફાસિક (ગુનેહગાર) જેવો હોય શકે? કદી બરાબર નથી હોતા

[21:51.00]

اِلٰهِيْ وَسَيِّدِيْ فَاَسْئَلُكَ بِالْقُدْرَةِ الَّتِيْ قَدَّرْتَهَا

ઈલાહી વ સયેદી ફ અસઅલોક બિલ કુદરતિલ લતી કદદરતહા

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! તો હું તારાથી સવાલ કરૂં છું એ તકદીરના વાસ્તાથી કે જેની તેં ગોઠવણ કરી છે

[22:03.00]

وَبِالْقَضِيَّةِ الَّتِيْ حَتَمْتَهَا وَحَكَمْتَهَاوَغَلَبْتَ مَنْ عَلَيْهِ اَجْرَيْتَهَا

વ બિલ કઝીય્યતિલ લતી હતમતહા વ હકમતહા વ ગલબત મન અલયહે અજરયતહા

અને તે ફેંસલાના વાસ્તાથી સવાલ કરૂં છું કે જેને તેં નિશ્ચિત કર્યો છે અને જારી કર્યો છે અને જેની ઉપર તેં ફેંસલો જારી કર્યો છે તેની ઉપર તું સત્તા ધરાવે છો

[22:14.00]

اَنْ تَهَبَ لِيْ، فِي هٰذِهِ اللَّيْلَةِ، وَفِيْ هٰذِهِ السَّاعَةِ

અન તહબ લી ફી હાઝેહિલ લયલતે વકી હાઝેહિસ સાઅતે

કે મને આ રાતમાં અને આ પળમાં બક્ષી આપ

[22:24.00]

كُلَّ جُرْمٍ اَجْرَمْتُهُ

કુલ્લ જુરમિન અજરમતોહુ

દરેક કસુરને કે જે મેં કર્યા છે

[22:30.00]

وَكُلَّ ذَنْۢبٍ اَذْنَبْتُهُ

વ કુલ્લ ઝમબિન અઝનબતોહુ

અને દરેક ગુનાહને કે જે મેં કર્યા છે

[22:36.00]

وَكُلَّ قَبِيْحٍ اَسْرَرْتُهُ

વ કુલ્લ કબીહિન અસરરતોહૂ

અને દરેક બૂરા કામને કે જે મેં છુપાવ્યા છે

[22:42.00]

وَكُلَّ جَهْلٍ عَمِلْتُهُ،

વ કુલ્લ જહલિન અમિલતોહૂ

અને દરેક નાદાનીને કે જેને મેં છુપાવી

[22:47.00]

كَتَمْتُهُ اَوْ اَعْلَنْتُهُ،اَ

કતમતોહૂ અવ અઅલનતોહૂ

અથવા એઅલાન કરી,

[22:52.00]

خفَيْتُهُ اَوْ اَظْهَرْتُهُ

અખફયતોહૂ અન અઝહરતોહુ

ગુપ્ત રાખી અથવા જાહેર કરી

[22:55.00]

وَكُلَّ سَيِّئَةٍ اَمَرْتَ بِاِثْبَاتِهَا الْكِرَامَ الكَاتِبِيْنَ

વ કુલ્લ સય્યેઅતીન અમરત બે ઈસબાતેહલ કેરામલ કાતેબીનલ

અને દરેક ગુનાહ કે જેને નોંધવાનો તે માનનીય લખનારાઓ (ફરિશ્તાઓ)ને હુકમ આપ્યો છે

[23:03.00]

اَلَّذِيْنَ وَكَّلْتَهُمْ بِحِفْظِ مَا يَكُوْنُ مِنِّيْ

અલ્લઝીન વકકલતહુમ બે હિફઝે મા યકૂનો મિન્ની

કે જેઓને મારા દરેક કાર્યોની યાદી બનાવવાની જવાબદારી સોંપી છે

[23:10.00]

وَجَعَلْتَهُمْ شُهُوْدًاعَلَيَّ مَعَ جَوَارِحِيْ،

વ જઅલતહુમ શુહુદન મઅ જવારેહી

અને તેં તેઓને મારા શરીરના અંગોની સાથે મારી ઉપર ગવાહ બનાવ્યા છે

[23:17.00]

وَكُنْتَ اَنْتَ الرَّقِيْبَ عَلَيَّ مِنْ وَ رَائِهِمْ،

વ કુન્નત અનતર રકીબ અલય્ય મિન વરાએહિમ

અને આ બધા પાછળ તું જ મારા ઉપર નિરીક્ષણ કરનાર છો

[23:23.00]

وَالشَّاهِدَ لِمَا خَفِيَ عَنْهُمْ،

વશ શાહેદ લેમા ખફેય અનહુમ

અને તું જ જે કાંઈ તેઓથી છુપુ છે તેનો ગવાહ છો

[23:28.00]

وَبِرَحْمَتِكَ اَخْفَيْتَهُ،

વબે રહમતેક અખફયતહૂ

પરંતુ તેં તારી રહેમત વડે જે તેને છુપાવ્યું છે

[23:34.00]

وَبفَضْلِكَ سَتَرْتَهُ

વબે ફઝલેક સતરતહુ

અને તારા ફઝલ વડે જ તેને ઢાકયું છે

[23:40.00]

وَاَنْ تُوَفِّرَ حَظِّيْ مِنْ كُلِّ خَيْرٍ اَنْزَلْتَهُ،

વ અને તોવફફેર હઝઝી મિન કુલ્લે ખયરિન અનઝલતહુ

અને એ કે દરેક ખૈર કે જે તેં નાઝિલ કરી છે

[23:46.00]

اَوْ اِحْسَانٍ فَضَّلْتَهُ

અવ એહસાનિન ફઝઝલતહૂ

દરેક તે એહસાન કે જેનો તેં ઉપકાર કર્યો છે

[23:50.00]

اَوْ بِرٍّ نَشَرْتَهُ،

અવ બિરીરન નશરતહૂ

અથવા દરેક તે નેકી કે જેને તેં ફેલાવી છે

[23:54.00]

اَوْ رِزْقٍ بَسَطْتَهُ

અવ રિઝકિન બસતતહૂ

અને દરેક તે રોઝી કે જેને તેં ફેલાવી છે,

[23:57.00]

اَوْ ذَنْۢبٍ تَغْفِرُهُ

અવ ઝમબિન તગફેરોહૂ

અને દરેક તે ગુનાહ કે જેને તેં બક્ષી આપ્યા છે

[24:01.00]

اَوْ خَطَأٍ تَسْتُرُهُ

અવ ખતઈન તસતોરોહૂ

અને દરેક તે ભૂલ કે જેને તેં છુપાવી છે તેમાં મારો હિસ્સો બહોળો કર

[24:05.00]

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર

[24:29.00]

يَا اِلَهِيْ وَسَيِّدِيْ وَمَوْلَايَوَمَالِكَ رِقِّيْ

યા ઈલાહી વ સયેદી વ મવલાયવ માલેક રિકકી

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા અને મારી ગુલામીના માલિક

[24:36.00]

يَا مَنْ بِيَدِهِ نَاصِيَتِيْ

યા મન બે યદેહી નાસેયતી

અય કે જેના હાથમાં મારો કાબૂ છે

[24:40.00]

يَا عَلِيماً بِضُرِّيْ وَمَسْكَنَتِيْ

યા અલીમન બે ઝુરરી વ મસકનતી

અય મારા નુકસાન અને લાચારીને જાણનાર

[24:45.00]

يَا خَبِيْراً بِفَقْرِيْ وَفَاقَتِيْ

યા ખબીરન બે ફકરી વ ફાકતી

અય મારી તંગદસ્તી અને મારી જરૂરિયાતોની ખબર રાખનાર

[24:51.00]

[25:14.00]

اَسْئَلُكَ بِحَقِّكَ وَقُدْسِكَ

અસઅલોક બે હકક્કેક વ કુદસેક

હું તને સવાલ કરૂં છું તારા હકના વાસ્તાથી, તારી પાકીઝગીના વાસ્તાથી

[25:19.00]

وَاَعْظَمِ صِفَاتِكَ وَاَسْمٰۤائِكَ

વ અઅઝમે સિફાતેક વ અસમાએક

અને તારી મહાન સિફતો અને તારા મહાન નામોના વાસ્તાથી

[25:24.00]

اَنْ تَجْعَلَ اَوْقَاتِيْ مِنَ اللَّيْلِ وَالنَّهَارِ بِذِكْرِكَ مَعْمُوْرَةً،،

અન તજઅલ અવકાતી મિનલ લયલે વન્નહારે બે ઝિકરેક મઅમૂરતન વબે ખિદમતેક મવસૂલતન

કે તું રાત અને દિવસના મારા સમયને તારા ઝિક્રથી આબાદ બનાવ

[25:33.00]

وَبِخِدْمَتِكَ مَوْصُوْلَةً

વબે ખિદમતેક મવસૂલતન

અને તારી ખિદમતમાં જોડી દે

[25:38.00]

وَاَعْمَالِيْ عِنْدَكَ مَقْبُوْلَةً،

વ અઅમાલી ઈનદક મકબૂલતન

અને મારા આઅમાલને તારી નઝદીક કબૂલીય્યતને પાત્ર બનાવ

[25:42.00]

حَتَّى تَكُوْنَ اَعْمَالِيْ وَاَوْرَادِيْ كُلُّهَا وِرْداً وَّاحِداً،

હત્તા તકૂન અઅમાલી વ અવરાદી કુલ્લોહા વિરદન વાહેદન

ત્યાં સુધી કે મારા તમામ આઅમાલ અને મારો તમામ ઝિક્ર એક જ થઈ જાય (જે તારો ઝિક્ર હોય)

[25:50.00]

وَحَالِيْ فِيْ خِدْمَتِكَ سَرْمَداً

વ હાલી ખિદમતેક સરમદન

અને મારી હાલતને તારી ખિદમતમાં હંમેશગીની બનાવ

[25:56.00]

يَا سَيِّدِيْ، يَا مَنْ عَلَيْهِ مُعَوَّلِيْ

યા સય્યદી યા મન અલયહે મુઅવ્વલી

અય મારા સરદાર! અય તે કે જેના ઉપર હું નિર્ભર છું

[26:02.00]

يَا مَنْ اِلَيْهِ شَكَوْتُ اَحْوَالِيْ

યા મન ઈલયહે શકવતો અહેવાલી

અય તે કે જેની પાસે હું મારી હાલતની ફરિયાદ કરૂં છું

[26:08.00]

[26:32.00]

قَوِّ عَلٰى خِدْمَتِكَ جَوَارِحِيْ

કવ્યે અલા ખિદમતેક જવારેહી

તારી ખિદમત માટે મારા શરીરના અવયવોમાં કુવ્વત આપ

[26:38.00]

وَاشْدُدْ عَلَى الْعَزِيْمَةِ جَوَانِحِيْ

વશદુદ અલલ અઝીમતે જવાનેહી

અને પાકા ઈરાદા માટે મારા બાતિનને મજબૂત બનાવી દે

[26:43.00]

وَهَبْ لِيَ الْجِدَّ فِيْ خَشْيَتِكَ

વ હબલેયલે જિદદ ફી ખશયતેક

અને તારા ખૌફમાં મને ગંભીરતા ઈનાયત કર

[26:50.00]

وَالدَّوَامَ فِي الْاِتِّصَالِ بِخِدْمَتِكَ

વદ દવામ ફિલ ઈતત્તેસાલે બે ખિદમતેક

અને તારી ખિદમતમાં સતત જોડાયેલા રહેવાની તૌફીક અતા કર

[26:55.00]

حَتّٰى اَسْرَحَ اِلَيْكَ فِيْ مَيَادِيْنِ السَّابِقِيْنَ

હત્તા અસરહ ઈલયક ફી મયાદીનિસ સાબેકીન

ત્યાં સુધી કે પહેલ કરવાવાળાઓના મૈદાનોમાં હું તારી તરફ રવાના થાઉં

[27:02.00]

وَاُسْرِعَ اِلَيْكَ فِي الْبٰارِزِيْنَ

વ ઉસરેઅ ઈલયક ફિલ બારેઝીન

અને આગળ જનારાઓની સાથે તારી તરફ જલ્દી કરૂં

[27:06.00]

وَاَشْتَاقَ اِلٰى قُرْبِكَ فِي الْمُشْتَاقِيْنَ

વ અશતાક ઈલા કુરબેક ફિલ મુશતાકીન

અને ઉત્સુકોની સાથે તારી તરફ નઝદીક થવામાં આતુર થાઉં

[27:12.00]

وَاَدْنُوَ مِنْكَ دُنُوَّ الْمُخْلِصِيْنَ

વ અદનોવ મિનક દુનવ્વલ મુખલેસીન

અને મુખ્લિસ લોકોની જેમ તારી તરફ નઝદીક થાઉં

[27:17.00]

وَاَخَافَكَ مَخَافَةَ الْمُوْقِنِيْنَ

વ અખાફક મખાફતલ મૂકેનીન

અને હું યકીન રાખનારાઓની જેમ તારાથી ડરૂં

[27:22.00]

وَاَجْتَمِعَ فِيْ جِوَارِكَ مَعَ الْمُؤْمنِيْنَ

વ અજતમેઅ ફી જવારેક મઅલ મુઅમેનીન

અને તારા પાડોશમાં મોઅમીનોની સાથે ભેગો થાઉં

[27:28.00]

اَللّٰهُمَّ وَمَنْ اَرٰادَنِيْ بِسُۤوْءٍ فَاَرِدْهُ

અલ્લાહુમ્મ વ મન અરાદની બે સૂઈન ફ અરિદહૂ

અય અલ્લાહ, અને જે કોઈ મારા બારામાં બૂરો ઈરાદો કરે તો તેની સાથે તેવું જ કર

[27:35.00]

وَمَنْ كَادَنِيْ فَكِدْهُ

વ મન કાદની ફકિદહુ

અને જે મારી સાથે કપટ કરે તેની સાથે તેવું જ કર

[27:38.00]

وَاجْعَلْنِيْ مِنْ اَحْسَنِ عَبِيْدِكَ نَصِيْبًا عِنْدَكَ

વજઅલની મિન અહસને અબીદેક નસીબન ઈનદક

અને મને તારા બહેતરીન બંદાઓમાંથી કરાર દે કે જે તારી નઝદીક શ્રેષ્ઠ હિસ્સો ધરાવે છે

[27:45.00]

وَاَقْرَبِهِمْ مَنْزِلَةً مِنْكَ

વ અકરબેહીમ મનઝેલતન મિનક

અને જે તારાથી દરજ્જામાં સૌથી વધારે નઝદીક છે

[27:51.00]

وَاَخَصِّهِمْ زُلْفَةً لَدَيْكَ

વ અખસ્સેહિમ ઝુલફતલ લદયક

અને જે તારાથી નઝદીકીમાં સૌથી વધારે મખ્સૂસ છે

[27:55.00]

فَاِنَّهُ لَا يُنَالُ ذَالِكَ اِلَّابِفَضْلِكَ

ફ ઈન્નહુ લા યોનાલો ઝાલેક ઈલ્લા બે ફઝલેક

કારણકે બેશક તે દરજ્જા સુધી તારા ફઝ્લ સિવાય પહોંચી શકાય તેમ નથી

[28:02.00]

وَجُدْ لِيْ بِجُوْدِكَ

વ જુદ લી બે જૂદેક

અને તું તારી ઉદારતા વડે મારી ઉપર સખાવત કર

[28:07.00]

وَاعْطِفْ عَلَيَّ بِمَجْدِكَ

વઅતિફ અલય્ય બે મજદેક

અને તારી બુઝુર્ગી વડે મારી ઉપર મહેરબાન બન

[28:13.00]

وَاحْفَظْنِيْ بِرَحْمَتِكَ

વહફઝની બે રહમતેક

અને તારી રહેમત વડે મારી હિફાઝત કર

[28:18.00]

وَاجْعَلْ لِسَانِيْ بِذِكْرِكَ لَهِجًا

વજઅલ લેસાની બે ઝિકરેક લહેજન

અને મારી ઝબાનને તારા ઝિક્રમાં બોલવાવાળી બનાવી દે

[28:24.00]

وَّقَلْبِيْ بِحُبِّكَ مُتَيَّمًا

વ કલબી બે હુબ્બેક મુતય્યમન

અને મારા દિલને તારી મોહબ્બતમાં ફના થવાવાળું બનાવી દે

[28:30.00]

وَّمُنَّ عَلَيَّ بِحُسْنِ اِجَابَتِكَ

વ મુન્ન અલય્ય બે હુસને ઈજાબતેક

અને મારી દુઆ સારી રીતે કબૂલ કરીને મારી ઉપર એહસાન કર

[28:36.00]

وَاَقِلْنِيْ عَثْرَتِيْ

વ અકિલની અસરતી

અને મારી ભૂલ ચૂકને દૂરગુઝર કરી દે, અને મારાથી થઈ ગયેલા ગુનાહોને માફ કરી દે

[28:41.00]

وَاغْفِرْ زَلَّتِيْ

વગફિર ઝલ્લતી

અને મારાથી થઈ ગયેલા ગુનાહોને માફ કરી દે

[28:46.00]

فَاِنَّكَ قَضَيْتَ عَلٰى عِبَادِكَ بِعِبَادَتِكَ

ફ ઈન્નક કઝયત અલા ઈબાદેક બે ઈબાદતેક

કારણકે બેશક તેં તારા બંદાઓ ઉપર તારી ઈબાદતનો હુકમ કર્યો છે

[28:53.00]

وَاَمَرْتَهُمْ بِدُعَائِكَ

વ અમરતહુમ બે દુઆએક

અને તેઓને તારી પાસે દુઆ કરવાનો હુકમ કર્યો છે

[28:57.00]

وَضَمِنْتَ لَهُمُ الْاِجَابَةَ

વ ઝમિનંત લહોમુલ ઈજાબત

અને તેમની માટે દુઆ કબૂલ કરવાની જમાનત લીધી છે

[29:02.00]

فَاِلَيْكَ يَا رَبِّ نَصَبْتُ وَجْهِيْ

ફ ઈલયક યા રબ્બે નસબતો વજહી

તો પછી તારી તરફ જ અય મારા પરવરદિગાર! મેં મારૂં મોઢું રાખ્યું છે

[29:07.00]

وَاِلَيْكَ يَا رَبِّ مَدَدْتُّ يَدِيْ

વ ઈલયક યા રબ્બે મદદતો યદી

અને તારી તરફ જ અય મારા પરવરદિગાર! મેં હાથ ફેલાવ્યા છે

[29:12.00]

فَبِعِزَّتِكَ اسْتَجِبْ لِيْ دُعَائِیْ

ફ બે રબ્બે ઈઝઝતેક્સતજિબ લી દુઆઈ

તો પછી તારી ઇઝ્ઝતના વાસ્તાથી મારા માટે મારી દુઆને કબૂલ કરી લ

[29:17.00]

وَبَلِّغْنِيْ مُنَايَ

વ બલિગની મુનાય

અને મને મારા દિલની આરઝુ સુધી પહોંચાડી દે

[29:22.00]

وَلَا تَقْطَعْ مِنْ فَضْلِكَ رَجَائِیْ

વલા તકતઅ મિન ફઝલેક રજાઈ

અને તારા ફઝ્લથી મારી ઉમ્મીદને નાઉમ્મીદ ન કર

[29:27.00]

وَاكْفِنِيْ شَرَّ الْجِنِّ وَالْاِنْسِ مِنْ اَعْدَائِیْ

વકફેની શરરલ જિન્ને વલે ઈનસે મિન અઅદાઈ

અને જિન્નાત અને ઈન્સાન કે જે મારા દુશ્મનો હોય તેના શરથી મારા માટે પૂરતો થઈ જા

[29:35.00]

يَا سَرِيْعَ الرِّضَا

યા સરીઅર રેઝા

અય જલ્દી રાજી થવાવાળા

[29:52.00]

اِغْفِرْ لِمَنْ لَا يَمْلِكُ اِلاَّ الدُّعٰۤاءَ

ઈગફિર લેમન લા યમલેકો ઈલ્લદ દુઆઅ

બક્ષી દે એને કે જે દુઆ સિવાય બીજું કંઈ જ ધરાવતો નથી

[29:59.00]

فَاِنَّكَ فَعَّالٌ لِّمَا تَشٰۤاءُ

ફ ઈન્નક ફઅલુલ લે મા તશાઓ

કારણકે બેશક તું જે ચાહો છો તે કરનાર છો

[30:06.00]

يَا مَنِ اسْمُهُ دَوٰۤاءٌ

યા મનિસમોહૂ દવાઉન

અય તે કે જેનું નામ દવા છે

[30:11.00]

وَذِكْرُهُ شِفٰۤاءٌ

વ ઝિકરોહુ શિફાઉન

અને જેનો ઝિક્ર શિફા છે

[30:16.00]

وَطَاعَتُهُ غِنًى

વ તાઅતોહૂ ગેનન

અને જેની ઈતાઅત તવંગરી છે

[30:21.00]

اِرْحَمْ مَّن رَأْسُ مَالِهِ الرَّجٰۤاءُ

ઈરહમ મન રઅસો માલેહીર રજાઓ

તે માણસ ઉપર રહેમ કર કે જેની મૂડી ઉમ્મીદ છે

[30:28.00]

وَسِلَاحُهُ الْبُكٰۤاءُ

વ સેલાહોહુલ બુકાઓ

અને જેનું હથિયાર રડવું છે

[30:33.00]

يَا سَابِغَ النِّعَمِ

યા સાબેગન નેઅમે

અય પુષ્કળ નેઅમતો આપનારા

[30:38.00]

يَا دَافِعَ النِّقَمِ

યા દાફેઅન નેકમે

અય અઝાબને દૂર કરનારા

[30:43.00]

يَا نُوْرَ الْمُسْتَوْحِشِيْنَ فِي الظُّلَمِ

યા નૂરલ મુસતવહેશીન ફિઝ ઝોલમે

અય અંધકારમાં ગભરાવવાવાળાઓને રોશની આપનારા

[30:50.00]

يٰا عٰالِمًا لَا يُعَلَّمُ

યા આલેમલ લા યોઅલ્લેમો

અય આલિમ કે જેને શીખવવામાં નથી આવ્યું

[30:55.00]

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّاٰلِ مُحَمَّدٍ

સલ્લે અલા મોહમ્મદિંવ વ આલે મોહંમ્મદ

સલવાત મોકલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર

[30:59.00]

وَافْعَلْ بِيْ مٰۤا اَنْتَ اَهْلُهُ

વફઅલ બી મા અનત અહલોહુ

અને મારી સાથે એવું વર્તન કર કે જેનો તું લાયક છો

[31:07.00]

وَصَلَّى اللَّهُ عَلٰى رَسُوْلِهِ وَالْاَئِمَّةِ الْمَيَامِيْنَ مِنْ اٰلِهِ

વ સલ્લલ્લાહો અલા રસૂલેહી વલે અઇમ્મતિલ મયામીન મિન આલેહી

અને અલ્લાહ સલવાત મોકલે તેના રસૂલ (સ.અ.વ.)

[31:18.00]

وَسَلَّمَ تَسْلِيمًا كَثِيْرًا

વ સલ્લમ તસલીમન કસીરન કસીરા

અને તેમની આલમાંથી પવિત્ર ઈમામો (અ.મુ.સ.) ઉપર અને સઘળા સલામ મોકલે

[00:21.00]

[00:30.00]

وَبِقُوَّتِكَ الَّتِي قَهَرْتَ بِهَا كُلَّ شَيْءٍ

વબે કુવ્વતેકલ લતી કહરત બેહા કુલ્લ શયઈન

અને તારી કુવ્વતના વાસ્તાથી કે જેના થકી તું દરેક ચીઝ ઉપર ગાલિબ છો

[00:37.00]

وَخَضَعَ لَهَا كُلُّ شَيْءٍ

વ ખઝઅ લહા કુલ્લો શયઈન

અને જે (કુવ્વત)ની સામે દરેક ચીઝ વિનમ્ર છે

[00:41.00]

وَذَلَّ لَهَا كُلُّ شَيْءٍ

વ ઝલ્લ લહા કુલ્લો શયઈન

અને જે (કુવ્વત)ની સામે દરેક ચીઝ હલ્કી બની

[00:45.00]

وَبِجَبَرُوتِكَ الَّتِي غَلَبْتَ بِهَا كُلَّ شَيْءٍ

વબે જબરૂતેકલ લતી ગલબત બેહા કુલ્લ શયઈન

અને તારી મોટાઈના વાસ્તાથી કે જેના થકી તેં દરેક ચીઝ ઉપર વર્ચસ્વ મેળવ્યું છે

[00:53.00]

وَبِعِزَّتِكَ الَّتِي لَا يَقُومُ لَهَا شَيْءٌ

વબે ઈઝઝતેકલ લતી લાયકૂમો લહા શયઉન

અને તારી એ ઈઝઝતના વાસ્તાથી કે જેની સામે કોઈ ચીઝ ટકી શકતી નથી

[00:59.00]

وَبِعَظَمَتِكَ الَّتِي مَلْاَتْ كُلَّ شَيْءٍ

વબે અઝમતેકલ લતી મલઅત કુલ્લ શયઈન

અને તારી એ બુઝુર્ગીના વાસ્તાથી કે જેણે દરેક ચીઝને ઘેરીને ભરી દીધેલ છે

[01:06.00]

وَبِسُلْطَانِكَ الَّذِيْ عَلَا كُلَّ شَيْءٍ

વબે સુલતાનેકલ લઝી અલા કુલ્લ શયઈન

અને તારી એ બાદશાહતના વાસ્તાથી કે જેણે દરેક ચીઝની ઉપર પ્રભુત્વ મેળવ્યું છે

[01:13.00]

وَبِوَجْهِكَ الْبَاقِيْ بَعْدَ فَنَاءِ كُلِّ شَىْءٍ

વબે વજહેકલ બાકી બઅદ ફનાએ કુલ્લે શયઈન

અને તારી એ ઝાતના વાસ્તાથી કે જે દરેક ચીઝના વિનાશ પછી બાકી રહેનારી છે

[01:20.00]

وَبِاَسْمَائِكَ الَّتِي مَلْاَتْ اَرْكَانَ كُلِّ شَيْءٍ

વબે અસમાએકલ લતી મલઅત અરકાન કુલ્લે શયઈન

અને તારા એ નામોના વાસ્તાથી કે જેણે દરેક ચીઝના પાયાઓને ઘેરીને ભરી દીધા છે

[01:27.00]

وَبِعِلْمِكَ الَّذِي اَحَاطَ بِكُلِّ شَيْءٍ

વબે ઈલમેકલ લતી અહાત બે કુલ્લે શયઈન

અને તારા એ ઈલ્મના વાસ્તાથી કે જેણે દરેક ચીઝને ઘેરી લીધેલ છે

[01:33.00]

وَبِنُوْرِ وَجْهِكَ الَّذِي اَضَاءَ لَهُ كُلُّ شَيْءٍ

વબે નૂરે વજહેકલ લઝી અઝાઅ લહૂ કુલ્લો શયઈન

અને તારી ઝાતના એ નૂરના વાસ્તાથી કે જેના થકી દરેક ચીઝ રોશન છે

[01:41.00]

يَا نُوْرُ يَا قُدُّوْسُ

યા નૂરો યા કુદદૂસો

અય નૂર! અય કુદ્દુસ

[01:46.00]

يَااَ وَّلَ الْاَوَّلِيْنَ

યા અવ્વલલ અવ્વલીન

અય પહેલાંમાં સૌથી પહેલો

[01:49.00]

وَيَا اٰخِرَ الْاٰخِرِيْنَ

વ યા આખેરલ આખેરીન

અને અય બાકી રહેનારાઓમાં (હંમેશા) બાકી રહેનાર

[01:53.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوْبَ الَّتِي تَهْتِكُ الْعِصَمَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તહતેકુલ ઈસમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે બેગુનાહી (ના પર્દા)ને ફાડે છે

[02:00.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِيْ تُنْزِلُ النِّقَمَ

અલ્લાહુમ્મ મગફિર લેય ઝુનૂબલ લતી તુનઝેલુન નિકમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે અઝાબ નાઝિલ કરે છે

[02:08.00]

اَللَّهُمَ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تُغَيِّرُ النِّعَمَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તુગયેરૂન નેઅમ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે નેઅમતોને બદલી નાખે છે

[02:16.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تَحْبِسُ الدُّعَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તહબેસુદ દુઆઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે ગુનાહો દુઆઓને કબૂલ થવાથી રોકે છે

[02:24.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تَقْطَعُ الرَّجَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનૂબલ લતી તકતઉર રજાઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે ઉમ્મીદોને તોડી નાખે છે

[02:31.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيَ الذُّنُوبَ الَّتِي تُنْزِلُ البَلَاءَ

અલ્લાહુમ્મ મગફિર લેયઝ ઝુનબલ લતી તુનેઝલુલ બલાઅ

અય અલ્લાહ! મારા તે ગુનાહોને બક્ષી આપ કે જે બલાઓને નાઝિલ કરે છે

[02:39.00]

اَللَّهُمَّ اغْفِرْ لِيْ كُلَّ ذَنْبٍ اَذْنَبْتُهُ

અલ્લાહુમ્મ મગફિર લી કુલ્લે ઝમબિન અઝનબતોહૂ

અય અલ્લાહ! મારા દરેક ગુનાહોને બક્ષી આપ કે જે મેં કર્યા છે

[02:45.00]

وَكُلَّ خَطِيْئَةٍ اَخْطَاْتُهَا

વ કુલ્લ ખેતીઅતિન અખતઅતોહા

અને દરેક ભૂલને બક્ષી આપ કે જે મેં કરી છે

[02:49.00]

اَللَّهُمَّ اِنِّيْ اَتَقَرَّبُ اِلَيْكَ بِذِكْرِكَ

અલ્લાહુમ્મ ઈન્ની અતકરબો ઈલયક બે ઝિકરેક

અય અલ્લાહ! બેશક હું તારા ઝિક્ર થકી તારી નઝદીકી ચાહું છું

[02:54.00]

وَاَسْتَشْفِعُ بِكَ اِلٰي نَفْسِكَ

વ અસતશકેઓ બેક ઈલા નફસેક

અને તારી ઝાત થકી તારી નજીક શફાઅત તલબ કરૂં છું

[03:00.00]

وَاَسْئَلُكَ بِجُودِكَ اَنْ تُدْنِيَنِيْ مِنْ قُرْبِكَ

વ અસઅલોક બે જુદેક અન તુદનેયની મિન કુરબેક

અને તારા કરમના વાસ્તાથી તને સવાલ કરૂં છું કે તું મને તારાથી નઝદીકતર કરી લે

[03:07.00]

وَاَنْ تُوْزِعَنِيْ شُكْرَكَ

વ અને તૂઝેઅની શુકરક

અને મને તારો શુક્ર અદા કરવાની તૌફીક અતા કર

[03:12.00]

وَاَنْ تُلْهِمَنِيْ ذِكْرَكَ

વ અને તુલહેમની ઝિંકરક

અને મને તારો ઝિક્ર કરવાનું ઈલ્હામ (આંતરીક પ્રેરણા) અતા કર

[03:17.00]

اَللَّهُمَّ اِنِّيْ اَسْئَلُكَ سُؤَالَ خَاضِعٍ مُّتَذَلِّلٍ خَاشِعٍ

અલ્લાહુમ્મ ઈત્રી અસઅલોક સુઆલ ખાઝેઈન મુતઝલ્લેલિન ખાશેઈન

અય અલ્લાહ! ખરેખર હું સવાલ કરૂં છું તારાથી એના જેવો કે જે નમ્ર, ધ્રુજનાર અને આજીજી સાથે સવાલ કરતો હોય

[03:27.00]

اَنْ تُسَامِحَنِيْ وَتَرْحَمَنِيْ

અન તુસામેહની વ તરહમની

કે તું મારાથી જતું કર અને મારી ઉપર રહેમ કર

[03:32.00]

وَتَجْعَلَنِيْ بِقِسْمِكَ رَاضِياً قَانِعاً،

વ તજઅલની બે કિસમેક રાઝેયન કાનેઅન

અને મને તારી વહેંચણી ઉપર રાજી રહેનાર અને સંતોષી બનાવી દે

[03:36.00]

وَفِيْ جَمِيْعِ الْاَحْوَالِ مُتَوَاضِعاً

વ ફી જમીઈલ અહવાલે મુતવાઝેઅન

અને મને તમામ પરિસ્થિતિમાં નરમાશની સાથે રહેનાર બનાવી દે

[03:42.00]

اَللَّهُمَّ وَاَسْئَلُكَ سُؤَالَ مَنِ اشْتَدَّتْ فَاقَتُهُ

અલ્લાહુમ્મ વ અસઅલોક સુઆલ મનિશતદદત ફાકતોહુ

અય અલ્લાહ! અને સવાલ કરૂં છું એના જેવો કે જેની જરૂરિયાતો સખત થઈ ગઈ હોય

[03:49.00]

وَاَنْزَلَ بِكَ عِنْدَ الشَّدَائِدِ حَاجَتَهُ

વ અનઝલ બેક ઈનદશ શદાઈદે હાજતહુ

અને એના જેવો કે જે તારી પાસે સખ્તીને વખતે પોતાની હાજત લઈને આવે છે

[03:55.00]

وَعَظُمَ فِيْمَا عِنْدَكَ رَغْبَتُهُ

વ અઝોમ ફીમા ઈનદક રગબતોહૂ

અને એના જેવો કે જે કાંઈ તારી પાસે છે તેનું આકર્ષણ તેને ખૂબજ વધારે હોય

[04:01.00]

اَللَّهُمَّ عَظُمَ سُلْطَانُكَ

અલ્લાહુમ્મ અઝોમ સુલતાનોક

અય અલ્લાહ! તારી બાદશાહત મોટી છે

[04:06.00]

وَعَلَا مَكَانُكَ

વ અલા મકાનોક

અને તારૂં સ્થાન ખૂબજ બલંદ છે

[04:10.00]

وَخَفِيَ مَكْرُكَ

વ ખફેય મકરોક

અને તારો ભેદ છુપો છે

[04:14.00]

وَظَهَرَ اَمْرُكَ

વ ઝહર અમરોક

અને તારો હુકમ જાહેર છે

[04:17.00]

وَغَلَبَ قَهْرُكَ

અને તારી સત્તા ગાલિબ છે

વ ગલબ કહરોક

[04:21.00]

وَجَرَتْ قُدْرَتُكَ

વ જરત કુદરતોક

અને તારી કુદરત જારી છે

[04:24.00]

وَلَا يُمْكِنُ الْفِرَارُ مِنْ حُكُوْمَتِكَ

વલા યુમકેનુલ ફિરારો મિન હુકૂમતેક

અને તારી હુકૂમતથી ભાગવું શક્ય નથી

[04:28.00]

اَللَّهُمَّ لَا اَجِدُ لِذُنُوبِيْ غَافِراً

અલ્લાહુમ્મ લા અજદો લે ઝુનૂબી ગાફેરન

અય અલ્લાહ! હું તારા સિવાય મારા ગુનાહોને કોઈ બક્ષી આપનાર નથી પામતો

[04:35.00]

وَّلَا لِقَبَائِحِيْ سَاتِراً

વલા લે કબાએહી સાતેરન

અને તારા સિવાય મારા બૂરા કામોને કોઈ છુપાવનાર નથી પામતો

[04:42.00]

وَلَا لِشَيْءٍ مِّنْ عَمَلِيَ الْقَبِيْحِ بِالْحَسَنِ مُبَدِّلًا غَيْرَكَ

વલા લે શયઈન મિન અમલેયલ કબીહે બિલ હસને મુબદદેલન ગયરક

અને તારા સિવાય મારા બૂરા કામોને સારા કામોમાં કોઈ બદલનાર નથી પામતો

[04:49.00]

لَا اِلَهَ اِلَّا اَنْتَ سُبْحَانَكَ وَبِحَمْدِكَ

લા ઈલાહ ઈલ્લા અનત સુબહાનક વબે હમદેક

તારા સિવાય કોઈ મઅબૂદ નથી, તારી ઝાત પાક છે અને તારી હમ્દ વડે તારી પ્રસંશા કરૂં છું

[05:01.00]

ظَلَمْتُ نَفْسِيْ

ઝલમતો નફસી

મેં મારા ઉપર ઝુલ્મ કર્યો છે

[05:05.00]

وَتَجَرَّأْتُ بِجَهْلِيْ

વ તજરરએતો બે જહલી

અને મારી અજ્ઞાનતાથી (ગુનાહો કરવાની) હિમ્મત (જુરઅત) કરી છે

[05:11.00]

وَسَكَنْتُ اِلٰي قَدِيْمِ ذِكْرِكَ لِيْ وَمَنِّكَ عَلَيَّ

વ સકનતો ઈલા કદીમે ઝિકરેક લી વ મત્રેક અલય્ય

અને તારા મને હંમેશા યાદ રાખવાના લીધે અને હંમેશા મારા ઉપર એહસાન કરવાના લીધે (તારી માફીનો) ભરોસામંદ છું

[05:21.00]

اَللَّهُمَّ مَوْلَايَ كَمْ مِّن قَبِيْحٍ سَتَرْتَهُ

અલ્લાહુમ્મ મવલાય કમ મિન કબીહિન સતરતહૂ

અય અલ્લાહ! અય મારા મૌલા! મારા કેટલા બધા ગુનાહો કે જેને તેં છુપાવ્યા છે

[05:31.00]

وَكَمْ مِنْ فَادِحٍ مِنَ الْبَلَاءِاَقَلْتَهُ

વ કમ મિન ફાહેહિન મિનલ બલાએ અકલતહુ

અને મારી કેટલી બધી સખત બલાઓ કે જેને તે ટાળી દીધી છે

[05:36.00]

وَكَمْ مِنْ عِثٰارٍ وَقَيْتَهُ

વ કમ મિન ઈસારિન વક્યતહુ

અને કેટલી બધી ઠોકરો કે જેને તે રોકી રાખી છે

[05:41.00]

وَكَمْ مِنْ مَكْرُوْهٍ دَفَعْتَهُ

વ કમમિન મકરૂહિન દફઅતહૂ

અને કેટલી બધી એવી નાપસંદ બાબતો કે જેને તે દૂર કરી દીધી છે

[05:47.00]

وَكَمْ مِنْ ثَنٰۤاءٍ جَمِيْلٍ لَسْتُ اَهْلًا لَهُ نَشَرْتَهُ

વ કમ મિન સનાઈન જમીલિન લસતો અહલન લહૂ નશરતહુ

અને કેટલા બધા ખુબસુરત અને આકર્ષક વખાણ કે જેને હુ લાયક ન હતો આમ છતાં તે (લોકોમાં) ફેલાવી દીધા છે

[05:57.00]

اَللَّهُمَّ عَظُمَ بَلٰۤائِيْ

અલ્લાહુમ્મ અઝોમ બલાઈ

અય અલ્લાહ! મારી મુસીબત બહુ મોટી છે

[06:03.00]

وَاَفْرَطَ بِيْ سُۤوْءُ حَالِيْ

વ અફરત બી સૂઓ હાલી

અને મારી ખરાબ હાલતે મને અતિશ્યોક્તિ તરફ ધકેલી દીધો છે

[06:09.00]

وَقَصُرَتْ بِيْ اَعْمٰالِيْ

વ કસોરત બી અઅમાલી

અને મારા કાર્યોએ મને ખામી ભર્યો કરી દીધો છે

[06:14.00]

وَقَعَدَتْ بِيْ اَغْلَالِيْ

વ કઅદત બી અગલાલી

અને મારી કમઝોરીની સાંકળે મને જકડી લીધો છે

[06:19.00]

وَحَبَسَنِيْ عَن نَّفْعِيْ بُعْدُ اَمَلِيْ

વ હબસની અન નફઈ બુઅદો અમલી

અને મારી લાંબી ઉમ્મીદોએ મને મારા ફાયદાઓથી રોકી દીધો છે

[06:25.00]

وَخَدَعَتْنِي الدُّنْيَا بِغُرُوْرِهَا

વ ખદયતનીદ દુનયા બે ગુરૂરેહા

અને દુનિયાએ પોતાના ફરેબથી મને છેતરી લીધો છે

[06:30.00]

وَنَفْسِيْ بِجِنَايَتِهَا وَمِطَالِيْ

વ નફસી બે જિનાયતેહા વ મેતાલી

અને મારા નફસે મને અત્યાચાર અને ટાળમટોળથી છેતરી લીધો છે

[06:36.00]

يَا سَيِّدِيْ فَاَسْئَلُكَ بِعِزَّتِكَ اَنْ لَا يَحْجُبَ عَنْكَ دُعَائِي سُۤوْءُ عَمَلِيْ وَفِعَالِيْ

યા સય્યદી ફ અસઅલોક બે ઈઝઝતેક અને લા યહજોબ અનક દુઆઈ સૂઓ અમલી વ ફેઆલી

અય મારા સરદાર! તો તારી ઈઝ્ઝતના વાસ્તાથી તને સવાલ કરૂં છું કે મારા બૂરા અને ખરાબ કાર્યો મારી દુઆને કબૂલ થતા રોકી ન લે

[06:52.00]

وَلَا تَفْضَحَنِيْ بِخَفِيِّ مَا اطَّلَعْتَ عَلَيْهِ مِنْ سِرِّيْ

વ લા તફઝઈની બે ખફીચ્યે માલઅત અલયહે મિન સિરરી

અને મારા છુપા (ખરાબ) કાર્યો કે જેની જાણકારી તારી પાસે છે તેના કારણે મને જાહેરમાં અપમાનિત ન કર

[07:02.00]

وَلَا تُعَاجِلْنِيْ بِالْعُقُوبَةِ عَلٰى مَا عَمِلْتُهُ فِي خَلَوَاتِيْ مِنْ سُۤوْءِ فِعْلِيْ وَاِسٰۤاءَتِيْ،

વ લા તોઆ જિલની બિલ ઉકબતે અલા મા અમિલેતોહ ફી ખલવાતી મિન સૂએ ફેઅલી વ ઈસાઅતી

અને મને મારા એકાંતમાં અંજામ આપેલા ખરાબ કાર્યો અને બેઅદબીની સજા આપવામાં ઉતાવળ ન કર

[07:12.00]

وَدَوَامِ تَفْرِيْطِيْ وَجَهَالَتِيْ وَكَثْرَةِ شَهَوَاتِيْ وَغَفْلَتِيْ

વ દવામે તફરીતી વ જહાલતી વ કસરતે શહવાતી વ ગફલતી

અને મારી કાયમી ઢીલાશ અને અજ્ઞાનતા અને ખૂબજ ખ્વાહિશાતે નફસાની અને મારી ગફલતના કારણે (કરેલા કાર્યોની સજા આપવામાં ઉતાવળ ન કર)

[07:20.00]

وَكُنِ اللّٰهُمَّ بِعِزَّتِكَ لِيْ فِيْ كُلِّ الْاَحْوَالِ رَؤُوْفاً

વ કુનિલ્લાહુમ્મ બે ઈઝઝતેક લી ફી કુલલિલ અહવાલે રઉફન

અને અય અલ્લાહ! તારી ઈઝ્ઝતના વાસ્તાથી તમામ પરિસ્થિતિમાં મારી ઉપર મહેરબાન રહે

[07:29.00]

وَّعَلَيَّ فِيْ جَمِيْعِ الْاُمُوْرِ عَطُوْفًا

વ અલય્ય ફી જમીઈલ ઉમરે અતૂફન

અને મારા દરેક કાર્યોમાં મારી ઉપર પ્રેમાળ બન

[07:33.00]

اِلٰهِيْ وَرَبِّيْ مَنْ لِيْ غَيْرُكَ

ઈલાહી વ રબ્બી મન લી ગયરોક

અય મારા અલ્લાહ અને મારા પરવરદિગાર! તારા સિવાય મારૂં બીજું કોણ છે

[07:42.00]

اَسْئَلُهُ كَشْفَ ضُرِّيْ وَالْنَّظَرَ فِيْ اَمْرِيْ

અસઅલોહૂ કશફ ઝુરરી વન નઝર ફ્રી અમરી

કે જેની પાસે હું મારા નુકસાનોને દૂર કરવાનો અને મારા કાર્યોની દેખરેખ રાખવાનો સવાલ કરૂં

[07:52.00]

اِلٰهِيْ وَمَوْلَايَ اَجْرَيْتَ عَلَيَّ حُكْماً ا۟تَّبَعْتُ فِيْهِ هَوىٰ نَفْسِيْ،

ઈલાહી વ મવલાય અજરયત અલય્ય હુકમ નિત્તબઅતો ફીહે હવા નફસી

અય મારા અલ્લાહ! અને મારા મૌલા! મારા ઉપર તેં હુકમ જારી કર્યો કે જેમાં મેં મારા નફસની ઈચ્છાઓની તાબેદારી કરી

[08:05.00]

وَلَمْ اَحْتَرِسْ فِيْهِ مِنْ تَزْيِيْنِ عَدُوِّيْ

વ લમ અહતરિસ ફીહે મિન તઝયીને અદુવ્વી

અને મેં તેમાં મારા દુશ્મન (શૈતાનના) શણગાર (વસવસા)ની પરવાહ ન કરી

[08:13.00]

فَغَرَّنِيْ بِمَا اَهْوىٰ وَاَسْعَدَهُ عَلٰى ذَالِكَ الْقَضٰۤاءُ

ફગરરની બેમા અહવા વ અસઅદહૂ અલા ઝાલેકલ કઝાઓ

પછી શૈતાનને મારી પસંદનીય વસ્તુ વડે મને દગો આપ્યો અને કઝાએ પણ તેનો સાથ આપ્યો

[08:22.00]

فَتَجَاوَزْتُ بِمَا جَرىٰ عَلَيَّ مِنْ ذَالِكَ بَعْضَ حُدُوْدِكَ

ફ તજાવઝતો બેમા જરા અલય્ય મિન ઝાલેક બઅઝ હુદૂદેક

પછી તેમાંથી જે કાઈ સંજોગો ઉભા થયા તેના લીધે મેં અમૂક હદોને ઓળંગી લીધી

[08:29.00]

وَخَالَفْتُ بَعْضَ اَوٰامِرِكَ

વ ખાલફતો બઅઝ આવામેરેક

અને તારા અમુક હુકમોની નાફરમાની કરી

[08:32.00]

فَلَكَ الْحَمْدُ عَلَيَّ فِيْ جَمِيْعِ ذَالِكَ

ફ લકલ હમદો અલચ્ય ફી જમીએ ઝાલેક

આમ છતાં આ બધી બાબતોમાં મારા માટે તો તારો શુક્ર જરૂરી છે

[08:39.00]

وَلَا حُجَّةَ لِيْ فِيْمَا جَريٰ عَلَيَّ فِيْهِ قَضٰۤاؤُكَ،

વલા હૂજજત લી ફીમા જરા અલય્ય ફીહે કઝાઓક

જે કાંઈ મારી ઉપર તારી કઝામાંથી જારી થયું છે (તારો અઝાબ) તેમા મારી પાસે કોઈ હુજ્જત (છુટકારો) નથી

[08:47.00]

وَاَ لْزَمَنِيْ حُكْمُكَ وَبَلٰۤاؤُكَ

વ અલઝમની હુકમોક વ બલાઓક

અને તારો હુકમ અને તારૂં ઈમ્તેહાન મારી ઉપર નક્કી થઈ ચૂક્યું છે

[08:53.00]

وَقَدْ اَتَيْتُكَ يَا اِلٰهِيْ بَعْدَ تَقْصِيْرِيْ وَاِسْرَافِيْ عَلٰى نَفْسِيْ

વ કદ અતયતોક યા ઈલાહી બઅદ તકસીરી વ ઈસરાફી અલા નફસી

તો પછી અય મારા મઅબૂદ! મારી કોતાહી અને મારા નફસ ઉપર ઝિયાદતી કર્યા પછી તારી તરફ

[09:03.00]

مُعْتَذِراً نَّادِماً،مُّنْكَسِراً مُّسْتَقِيْلًامُّسْتَغْفِراً

મુઅતઝેરન નાદેમન મુનકસેરન મુસતકીલન મુસતગફેરન

માફી માંગતો, પસ્તાતો, ભાંગી પડેલો, પાછો ફરનારો, બક્ષિસ ચાહતો

[09:13.00]

مُّنِيْباً،مُّقِرّاً مُّذْعِناً مُّعْتَرِفاً

મુનીબન મુકિરરન મુઝએનન મુઅતરેફન

રજૂ થનારો, ઈકરાર કરતો, ભૂલ કબૂલ કરતો, સ્વીકારતો તારી બારગાહમાં હાજર થયો છું

[09:24.00]

لٰۤا اَجِدُ مَفَرّاً مِّمَّا كَانَ مِنِّيْ

લા અજેદો મફરરન મિમ્મા કાન મિન્નિ

મારી પાસે આ ગુનાહોથી ભાગવાનો કોઇ રસ્તો નથી

[09:30.00]

وَلٰۤا مَفْزَعاً اَتَوَجَّهُ اِلَيْهِ فيْ اَمْرِيْ

વલા મફઝઅન અતવજજહો ઈલયહે ફી અમરી

અને તારી માફી સિવાય બીજી કોઇ પનાહગાહ નથી

[09:35.00]

غَيْرَ قَبُوْلِكَ عُذْرِيْ، وَاِدْخَالِكَ اِيَّايَ فِيْ سَعَةٍ مِّن رَّحْمَتِكَ

ગયર કબૂલેક ઉઝરી વ ઈદખાલેક ઈય્યાય ફી સઅતે રહમતેક

એ સિવાય કે તું મારૂં બહાનું કબૂલ કરી લે અને તું મને તારી વિશાળ રહેમતમાં દાખલ કરી દે

[09:46.00]

اَللَّهُمَّ فَاقْبَلْ عُذْرِيْ

અલ્લાહુમ્મ ફકબલ ઉઝરી

અય અલ્લાહ! તો પછી તું મારી દલીલોને કબૂલ કર

[09:52.00]

وَارْحَمْ شِدَّةَ ضُرِّيْ

વરહમ શિદદત ઝુરરી

અને મારી સખત મુશ્કેલી ઉપર રહેમ કર

[09:56.00]

وَفُكَّنِيْ مِنْ شَدِّ وَثٰاقِيْ

વ ફૂક્કની મીન શદ્દે વ સાકી

અને મને સખત બંધનમાંથી છોડી દે

[10:00.00]

يَا رَبِّ ارْحَمْ ضَعْفَ بَدَنِيْ وَرِقَّةَ جِلْدِيْ وَدِقَّةَ عَظْمِيْ

યા રબિરહમ ઝઅફ બદની વ રિકકત જિલદી વ દિકકત અઝમી

અય મારા પરવરદિગાર! રહેમ કર તું મારા શરીરની નબળાઈ અને ચામડીની નાજુકાઈ અને હાડકાની બારીકાઈ ઉપર

[10:10.00]

يَا مَنْ بَدَاَ خَلْقِيْ وَذِكْرِيْ وَتَرْبِيَتِيْ وَبِرِّي ْوَتَغْذِيَتِيْ

યા મન બદઅ ખલકી વ ઝિકરી વ તરબીયતી વ બિરરી વ તગઝીયતી

અય કે જેણે મારી પૈદાઈશની અને મને યાદ રાખવાની અને મારી પરવરીશ કરવાની અને મારી સાથે નેકી કરવાની અને મને ખોરાક આપવાની શરૂઆત કરી

[10:25.00]

هَبْنِيْ لِابْتِداٰۤءِ كَرَمِكَ وَسَالِفِ بِرِّكَ بِيْ

હબની લે ઈબતેદાએ કરમેક વ સાલેફે વ બિરરેક બી

તારા શરૂઆતના કરમ અને મારી ઉપર અગાઉના એહસાનોને ઘ્યાનમાં રાખીને મને માફ કરી દે

[10:35.00]

يَا اِلَهِيْ وَسَيِّدِيْ وَرَبِّيْ

યા ઈલાહી વ સયેદી વ રબ્બી

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા પરવરદિગાર

[10:41.00]

اَتُرَاكَ مُعَذِّبِيْ بِنَارِكَ

અતોરાક મોઅઝ્ઝેબી બેનારેક

શું તને એમ જોવામાં આવે કે તું મને અઝાબ કરનારો હો

[10:47.00]

بَعْدَ تَوْحِيْدِكَ

બઅદ તવહીદેક

એ પછી કે મેં તારી વહદાનિય્યતનો ઈકરાર કર્યો છે

[10:51.00]

وَبَعْدَ مَا انْطَوٰى عَلَيْهِ قَلْبِيْ مِن مَّعْرِفَتِكَ

વ બઅદ મન તવાઅ અલયહે કલ્બી મીન મઅરેફતેક

અને જ્યારે કે મારૂં દિલ તારી મઅરેફતથી ઘેરાયેલું છે

[10:57.00]

وَلَهِجَ بِهِ لِسَانِيْ مِنْ ذِكْرِكَ

વ લહેજ બેહી લિસાની મિન ઝીકરેક

અને મારી ઝબાન તારો ઝિક્ર કરે છે

[11:01.00]

وَاعْتَقَدَهُ ضَمِيْرِيْ مِنْ حُبِّكَ

વઅતકદહૂ ઝમીરી મીન હુબ્બેક

અને મારૂં અંત:કરણ તારી મોહબ્બતમાં બંધાયેલું છે

[11:06.00]

وَبَعْدَ صِدْقِ اعْتِرَافِيْ

વ બઅદ સીદકિઅતેરાફી

અને જ્યારે કે મેં સાચો એકરાર કર્યો છે

[11:10.00]

وَدُعَائِيْ خَاضِعاً لِّرُبُوْبِيَّتِكَ

વ દુઆઈ ખાઝેઅલ લે રૂબૂબીય્યતેક

અને તારી પરવરદિગારી સામે વિનમ્રતાથી દુઆ કરી છે

[11:15.00]

هَيْهَاتَ

હયહાત

તો બહુજ દૂર છે તારાથી એ વાત! કે (તું મને અઝાબ કરે)

[11:20.00]

اَنْتَ اَ كْرَمُ مِنْ اَنْ تُضَيِّعَ مَنْ رَبَّيْتَهُ

અનત અકરમો મિન અન તોઝય્યેઅ મન રબ્બયતહૂ

તું તેનાથી વધારે કરીમ છો કે બરબાદ કરે તેને કે જેની તેં પરવરીશ કરી હતી

[11:28.00]

اَ وْ تُبْعِدَ مَنْ اَدْنَيْتَهُ

અવ તુબએદ મન અદનયતહુ

અથવા દૂર કરે તેને કે જેને તેં નઝદીક કરેલો હતો

[11:33.00]

اَ وْ تُشَرِّدَ مَنْ اٰوَيْتَهُ

અવ તોશરરેદ મન આવયતહુ

અથવા શું ભટકતો કરીશ તેને કે જેને તેં પનાહ આપી હતી

[11:41.00]

اَ وْ تُسْلِّمَ اِلَى الْبلٰۤاءِ مَنْ كَفَيْتَهُ وَرَحِمْتَهُ

અવ તોસલ્લેમ એલલ બલાએ મન કફયતહુ વ રહીમતહૂ

અથવા તેને બલાઓના હવાલે કરી દે કે જેનું તું ભરણપોષણ કરતો હતો અને જેના ઉપર તે મહેરબાની કરી હતી

[11:53.00]

وَلَيْتَ شِعْرِيْ يَا سَيِّدِيْ وَاِلٰهِيْ وَمَوْلَايَ

વ લયત શેઅરી યા સય્યેદી વ ઇલાહી વ મવલાય

અને અય કાશ! અય મારા સરદાર! અને અય મારા મઅબૂદ! અને અય મારા મૌલા

[12:03.00]

اَ تُسَلِّطُ النَّارَ عَلٰى وُجُوْهٍ خَرَّتْ لِعَظَمَتِكَ سَاجِدَةً

અન તોસલ્લેતુન નાર અલા વુજાહિન ખરરત લે અઝમતેક સાજેદન

શું તું જહન્નમની આગને એ ચહેરાઓ ઉપર કાબૂ આપીશ કે જે તારી અઝમતની સામે સજદામાં ઝૂકેલા હતા

[12:13.00]

وَّعَلٰى اَ لْسُنٍ نَطَقَتْ بِتَوْحِيْدِكَ صَادِقَةً وَّبِشُكْرِكَ مَادِحَةً

વ અલા અલસોનિન નતકત બે તવહીદેક સાદેક્ન વબે શુકરેક માદેહતન

અને તે જબાનો ઉપર કે જેણે સાચા દિલથી તારી વહદાનિય્યતનો ઈકરાર કર્યો હતો અને તારા શુક્રથી વખાણ કર્યા હતા

[12:24.00]

وَّعَلٰى قُلُوْبٍ اِ۟عْتَرَفَتْ بِاِلٰهِيَّتِكَ مُحَقِّقَةً

વ અલા કુલૂબે નિઅતરફત બે ઇલાહીય્યતેક મુહક્કેકતન

અને તે દિલો ઉપર કે જેણે હકની સાથે તારી ઈલાહીય્યતનો સ્વીકાર કર્યો હતો

[12:32.00]

وَّعَلٰى ضَمٰۤائِرَ حَوَتْ مِنَ الْعِلْمِ بِكَ حَتَّى صَارَتْ خَاشِعَةً

વ અલા ઝમાએર હવત મિનલ ઈલ્મે બેક હત્તા સારત ખાશેઅતન

અને તે અંત:કરણો ઉપર કે જે તારા ઈલ્મથી ઘેરાયેલા હતા, ત્યાં સુધી કે તારી સમક્ષ વિનમ્ર થઈ ગયા

[12:41.00]

وَّعَلٰى جَوارِحَ سَعَتْ اِلٰى اَوْطَانِ تَعَبُّدِكَ طٰاۤئِعَةً

વ અલા જવારેહ સઅત ઈલા અવતાને તઅબ્બોદેક તાએઅતન

અને તે અવયવો ઉપર કે જેણે ઇતાઅત કરતાં કરતાં તારી બંદગીને રહેઠાણ બનાવવાની કોશિશ કરી હતી

[12:51.00]

وَاَشَارَتْ بِاِسْتِغْفَارِكَ مُذْعِنَةً

વ અશારત બિસતિગફારેક મુઝઈનતન

અને ભૂલ કબૂલ કરતાં કરતાં તારી બક્ષિસ તરફ ઈશારો કર્યો હતો

[12:58.00]

مَّا هَكَذَا الظَّنُّ بِكَ

મા હાકઝઝન્નો બેક

તારાથી આવું ગુમાન નથી

[13:02.00]

وَلَا اُخْبِرْنَا بِفَضْلِكَ عَنْكَ

વલા ઉખબિરના બે ફઝલેક અનક

અને અમને તારા ફઝલ બાબતે એવી કોઈ ખબર પણ દેવામાં નથી આવી

[13:09.00]

يَا كَرِيْمُ، يَا رَبِّ

યા કરીમો યા રબ્બે

અય કરીમ! અય મારા પરવરદિગાર

[13:14.00]

وَاَنْتَ تَعْلَمُ ضَعْفِيْ

વ અનત તઅલમો ઝઅફી

અને તું મારી કમઝોરીને જાણે છે

[13:19.00]

عَنْ قَلِيْلٍ مِّنْ بَلَاءِ الدُّنْيَا وَعُقُوْبَاتِهَا،

અને કલીલિમ મિમ બલાઈદ દુનિયા વ ઉકુબાતેહા

કે હું આ દુનિયાની થોડી એવી બલા અને તેની સજાને પણ સહન કરી શકતો નથી

[13:26.00]

وَمَا يَجْرِيْ فِيْهَا مِنَ الْمَكَارِهِ عَلٰى اَهْلِهَا

વમા યજરી ફીહા મિનલ મકારેહે અલા અહલેહા

અને જે તેની અંદર તેના રહેવાસીઓ ઉપર અણગમતી બાબતો જારી થાય છે (તેને પણ સહન કરી શકતો નથી)

[13:33.00]

عَلٰى اَنَّ ذَلِكَ بَلَاءٌ وَّمَكْرُوهٌ، قَلِيْلٌ مَكْثُهُ،

અલા અન્ન ઝાલેક બલાઉન વ મકરૂહુન કલીલુન મકસુહો

જ્યારે કે હકીકતમાં તે બલાઓ અને અણગમતી બાબતોનું બાકી રહેવું થોડું છે

[13:40.00]

يَسِيْرٌ بَقَاۤؤُهُ، قَصِيْرٌ مُّدَّتُهُ

યસીરૂન બકાઓહૂ કસીરૂન મુદદતોહૂ

અને તેનું બાકી રહેવું સહેલું છે અને તેની મુદ્દત ટૂંકી છે

[13:48.00]

فَكَيْفَ احْتِمَالِيْ لِبَلٰۤاءِ الْاٰخِرَةِ وَجَلِيْلِ وُقُوْعِ الْمَكَارِهِ فِيْهَا

ફ કયફઈતેમાલી લે બલાઈલ આખેરતે વ જલીલે વુકુઈલ મકારેહે ફીહા

તો પછી કેવી રીતે હું આખેરતની બલાઓને અને તેમાં પડવાવાળી ભારે અણગમતી બાબતોને સહન કરી શકીશ

[14:00.00]

وَهُوَ بَلٰۤاءٌ تَطُوْلُ مُدَّتُهُ، وَيَدُوْمُ مَقَامُهُ، وَلٰا يُخَفَّفُ عَنْ اَهْلِهِ

વ હોવ બલાઉન તતૂલો મુદ્દતોહૂ વયદુમો મકામોહૂ વલા યોખફફફો અન અહલેહી

જ્યારે કે તે એવી બલા છે કે તેની મુદ્દત લાંબી છે અને તેનું બાકી રહેવું હંમેશા છે અને તેમાં સપડાએલાઓને છૂટ આપવામાં આવશે નહિ

[14:15.00]

لِأَنَّهُ لٰا يَكُوْنُ اِلّٰاعَنْ غَضَبِكَ وَانْتِقَامِكَ وَسَخَطِكَ

લે અન્નહૂ લા યકૂનો ઈલ્લા અને ગઝબેક વનતેકામેક વ સખતેક

એ માટે કે તે બલા નથી પણ હકીકતમાં તારો ગઝબ અને તારો ઈન્તેકામ અને તારી નારાઝગી છે

[14:24.00]

وَهَذَا مَا لٰا تَقُوْمُ لَهُ السَّمَاوَاتُ وَالْأَرْضُ

વ હાઝા મા લા તકુમો લહુસ સમાવાતો વળ અરઝો

અને આ બલાની સામે આસમાનો અને જમીન ટકી શકે નહિ

[14:31.00]

يَا سَيِّدِيْ فَكَيْفَ لِيْ وَاَنَا عَبْدُكَ الضَّعِيْفُ

યા સય્યદી ફ કયફ લી વ અના અબદોક્ઝ ઝઈફુઝ

તો અય મારા સરદાર! હું કેવી રીતે ટકી શકીશ જ્યારે કે હું તારો કમઝોર

الذَّلِيْلُ الْحَقِيْرُ الْمِسْكِيْنُ الْمُسْتَكِيْنُ

ઝલીલુલ હકીરૂલ મિસકીનુલ મુસતકીનો

અય તે કે જેની પાસે હું મારી હાલતની ફરિયાદ કરૂં છું

[14:47.00]

يَا اِلٰهِيْ وَرَبِّيْ وَسَيِّدِيْ وَمَوْلٰايَ

યા ઈલાહી વ રબ્બી વ સય્યદી વ મવલાય

અય મારા મઅબૂદ! અને અય મારા પરવરદિગાર! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા

[14:59.00]

لِأَيِّ الْأُمُوْرِ اِلَيْكَ اَشْكُوْا

લે અય્યિલ ઉમૂરે ઈલયક અશકુ

હું તારા તરફ કયા કયા કામોની શિકાયત કરૂં

[15:05.00]

وَلِمَا مِنْهَا اَضِجُّ وَاَبْكِيْ لِأَلِيْمِ الْعَذَابِ وَشِدَّتِهِ اَمْ لِطُولِ الْبَلٰۤاءِ وَمُدَّتِهِ

વ લેમા મિનહા અઝિજજો વ અબકી લે અલીમિલ અઝાબે વ શિદ્દદતેહી અમ લે તૂલિલ બલાએ વ મુદ્દદતેહી

અને તેમાંથી કઈ કઈ વસ્તુઓ ઉપર રાડ પડકાર કરૂં અને રોઉં? શું હું રોઉં દર્દનાક અઝાબ અને તેની સખતી ઉપર કે તેની લાંબી બલા ઉપર અને તેના સમયગાળા ઉપર

[15:22.00]

فَلَئِنْ صَيَّرْتَنِيْ لِلْعُقُوْبَاتِ مَعَ اَعْداٰۤ ئِكَ

ફલઈને સય્યરતની લિલ ઉકુબતે મઅ અઅદાએક

તો અગર જો તું મને તે સજાઓમાં તારા દુશ્મનોની સાથે શામિલ કરીશ

[15:28.00]

وَجَمَعْتَ بَيْنِيْ وَبَيْنَ اَهْلِ بَلٰۤائِكَ

વ જમઅત બયની વ બયન અહલે બલાએક

અને મને એ તારા અઝાબમાં સપડાએલાઓને ભેગા કરીશ

[15:34.00]

وَفَرَّقْتَ بَيْنِيْ وَبَيْنَ اَحِبّٰاۤ ئِكَ وَاَوْلِيٰۤائِكَ

વ ફરરકત બયની વ બયન અહિબ્બાએક વ અવલેયાએક

તેમજ મારા અને તારા ચહીતાઓ તથા તારા વલીઓમાં જુદાઈ નાખીશ (તો મારૂં શું થશે?)

[15:44.00]

فَهَبْنِيْ يٰا اِلٰهِيْ وَسَيِّدِيْ وَمَوْلٰايَ وَرَبِّيْ

ફહબની યા ઈલાહી વ સમ્મેદી વ મવલાય વ રબ્બી

તો પછી મને બક્ષી આપ અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા! અને અય મારા પરવરદિગાર

[15:56.00]

صَبَرْتُ عَلٰى عَذَابِكَ،فَكَيْفَ اَصْبِرُ عَلٰى فِرَاقِكَ

સબરતો અલા અઝાબેક કયફ અસબેરો અલા ફેરાકેક

હું તારા અઝાબ ઉપર સબ્ર કરીશ પણ તારી જુદાઈ ઉપર કેવી રીતે સબ્ર કરીશ

[16:06.00]

وَهَبْنِيْ صَبَرْتُ عَلٰى حَرِّ نَارِكَ،فَكَيْفَ اَصْبِرُ عَنِ النَّظَرِاِلٰى كَرٰامَتِكَ

વ હબની યા ઈલાહી સબરતો અલા હરરે નારેક ફ કયફ અસબેરો અનિન નઝરે ઈલા કરામતેક

અને મને બક્ષી દે કે હું તારી જહન્નમની ગરમી ઉપર સબ્ર કરીશ પણ તારી કરામતની નજરથી દૂર રહેવા ઉપર કેવી રીતે સબ્ર કરીશ

[16:18.00]

اَمْ كَيْفَ اَسْكُنُ فِيْ النَّارِ وَرَجٰۤائِيْ عَفْوُكَ

અમ કયફ અસકોનો ફિન્નારે વ રજાઈ અફવોક

અથવા કેવી રીતે હું જહન્નમમાં રહું જ્યારે કે તારી બક્ષિસની મને ઉમ્મીદ છે

[16:28.00]

فَبِعِزَّتِكَ يَا سَيِّدِيْ وَمَوْلٰايَ اُقْسِمُ صَادِقاً،

ફબે ઈઝઝતેક યા સય્યદી વ મવલાય ઉકસેમો સાદેકન

તો તને તારી ઈઝ્ઝતની કસમ છે, અય મારા સરદાર! અને અય મારા મૌલા! હું ખરેખર કસમ ખાઉં છું

[16:38.00]

لَئِنْ تَرَكْتَنِيْ نَاطِقاً لَأَضِجَّنَّ اِلَيْكَ بَيْنَ اَهْلِهَا ضَجِيْجَ الْأٰمِلِيْنَ

લ ઈન તરકતની નાતેકન લ અઝિજ્જન્ન ઈલયક બયન અહલેહા ઝજીજલ આમેલીન

કે અગર મને બોલવાની છુટ આપીશ તો હું ઉમ્મીદ રાખનારાઓની રાડ પડકારની જેમ તારી તરફ આખેરતવાળાઓની વચ્ચે રાડ પડકાર કરીશ

[16:50.00]

وَلَأَصْرُخَنَّ اِلَيْكَ صُرَاخَ الْمُسْتَصْرِخِيْنَ

વ લ અસરોખન્ન ઈલયક સુરાખલ મુસતસરેખીન

અને તારી તરફ ફરિયાદ કરીશ જેવી રીતે ફરિયાદો કરનાર ફરિયાદ કરે છે

[16:57.00]

وَلَاَبْكِيَنَّ عَلَيْكَ بُكٰۤاءَ الْفَاقِدِيْنَ

વ લ અબકેયન્ન અલયક બુકાઅલ ફાકેદીન

અને હું તારી તરફ વંચિત થનારાઓની જેમ રડીશ

[17:02.00]

وَلَأُنَادِيَنَّكَ اَيْنَ كُنْتَ يَا وَلِيَّ الْمُؤْمِنِيْنَ

વ લ ઓનાદેયન્નક અયન કુન્નત યા વલીય્યલ મુઅમેનીન

અને હું તને પોકારીશ કે ક્યાં છે તું અય મોઅમીનોના સરપરસ્ત

[17:09.00]

يَا غَايَةَ اٰمٰالِ الْعٰارِفِيْنَ

યા ગાયત આમાલિલ આરેફીન

અય મઅરેફત ધરાવનારાઓની ઉમ્મીદોના મકસદ

[17:13.00]

يَا غِيٰاثَ الْمُسْتَغِيْثِيْنَ

યા ગિયાસલ મુસતગીસીન

અય ફરિયાદીઓની ફરિયાદોને પહોંચનાર

[17:18.00]

يَا حَبِيْبَ قُلُوْبِ الصَّادِقِيْنَ

યા હબીબ કુલુબિસ સાદેકીન

અય સાચા લોકોના દિલોના ચહીતા

[17:23.00]

وَيَا اِلٰهَ الْعَالَمِيْنَ

વ યા ઈલાહલ આલમીન

અને અય તમામ દુનિયાઓના મઅબૂદ

[17:28.00]

اَفَتُرَاكَ، سُبْحٰانَكَ يَا اِلٰهِيْ وَبِحَمْدِكَ، تَسْمَعُ فِيْهَا صَوْتَ عَبْدٍ مُّسْلِمٍ سُجِنَ فِيْهَا بِمُخٰالَفَتِهِ

અફતોરક સુબહાનક યા ઈલાહી વબે હમદેક તસમઓ ફીહા સવત અબદિન મુસલેમિન સોજેન ફીહા બે મુખાલફતેહી

તારી ઝાત પાક છે અય મારા મઅબૂદ! અને હમ્દ વડે તારી પ્રસંશા કરૂં છું. શું તને એમ જોવામાં આવે કે તું જહન્નમમાંથી સમર્પિત થયેલા બંદાની અવાઝને સાંભળતો હો કે જે તારી વિરૂદ્ઘતાને કારણે તેમાં કેદ હોય

[17:50.00]

وَذَاقَ طَعْمَ عَذَابِهَا بِمَعْصِيَتِهِ

વ ઝાક તઅમ અઝાબેહા બે મઅસેયતેહી

અને તે ગુનાહના કારણે જહન્નમના અઝાબની મજા ચાખતો હોય

[17:56.00]

وَحُبِسَ بَيْنَ اَطْبَاقِهَا بِجُرْمِهِ وَجَرِيْرَتِهِ

વ હોબેસ બયન અતબાકેહા બે જુરમેહી જ જરીરતેહી

અને તેને તેના કસુર અને અપરાધના કારણે જહન્નમના તબક્કાઓમાં કેદ કરેલો હોય

[18:04.00]

وَهُوَ يَضِجُّ اِلَيْكَ ضَجِيْجَ مُؤَمِّلٍ لِرَحْمَتِكَ

વ હોવ યઝિજજ ઈલયક ઝજીજ મુઅમ્મેલિન લે રહમતેક

જ્યારે કે તે ઉમ્મીદ રાખનારાઓની રાડ પડકારની જેમ તારી તરફ તારી રહેમત માટે રાડ પડકાર કરતો હોય

[18:15.00]

وَيُنَادِيْكَ بِلِسَانِ اَهْلِ تَوْحِيْدِكَ

વ યોનાદીક બે લેસાને અહલે તવહીદેક

અને તે તને તૌહીદમાં માનવાવાળાઓની ઝબાનથી પોકારતો હોય

[18:22.00]

وَيَتَوَسَّلُ اِلَيْكَ بِرُبُوْبِيَّتِكَ

વ યતવસ્સલો ઈલયક બે રૂબુબીય્યતેક

અને તારી તરફ તારી પરવરદીગારીનો વસીલો બનાવતો હોય

[18:27.00]

يٰا مَوْلَايَ فَكَيْفَ يَبْقٰى فِي الْعَذَابِ وَهُوَ يَرْجُوْ مَا سَلَفَ مِنْ حِلْمِكَ

યા મવલાય ફ કયફ યબકા ફિલ અઝાબે વ હોવ યરજૂ મા સલફ મિન હિલમેક

અય મારા મૌલા! તો તે કેવી રીતે અઝાબમાં રહેશે જ્યારે કે તે તારી અગાઉની સહનશીલતાની જેવી ઉમ્મીદ રાખતો હોય

[18:38.00]

اَمْ كَيْفَ تُؤْلِمُهُ النَّارُ وَهُوَ يَأْمُلُ فَضْلَكَ وَرَحْمَتَكَ

અમ કયફ તુઅલેમોહુન નારો વ હોવ યઅમોલો ફઝલક વ રહમતક

અથવા કેવી રીતે જહન્નમની આગ તેને દર્દ પહોંચાડશે જ્યારે કે તે તારા ફઝ્લ અને રહેમતની ઉમ્મીદ રાખતો હોય

[18:49.00]

اَمْ كَيْفَ يُحْرِقُهُ لَهِيْبُهَا وَاَنْتَ تَسْمَعُ صَوْتَهُ وَتَرىٰ مَكَانَهُ

અમ કયફ યુહરેકોહુ લહીબોહા વ અનત તસમઓ સવતહુ વ તરા મકાનહૂ

અથવા કેવી રીતે જહન્નમની ગરમી તેને બાળશે જ્યારે કે તું તેનો અવાઝ સાંભળતો હોઈશ અને તેનું ઠેકાણું જોતો હોઈશ

[19:02.00]

اَمْ كَيْفَ يَشْتَمِلُ عَلَيْهِ زَفِيْرُهَا وَاَنْتَ تَعْلَمُ ضَعْفَهُ

અમ કયફ યશતમેલો અલયહે ઝફીરોહા વ અનત તઅલમો ઝઅફહૂ

અથવા કેવી રીતે જહન્નમની જવાળાઓ તેને ઘેરી લે જ્યારે કે તું તેની કમઝોરીને જાણતો હોઈશ

[19:11.00]

اَمْ كَيْفَ يَتَقَلْقَلُ بَيْنَ اَطْبَاقِهَا وَاَنْتَ تَعْلَمُ صِدْقَهُ

અમ કયફ યતકલકલો બયન અતબાકેહા વ અનત તઅલમો સિદકહૂ

અથવા કેવી રીતે જહન્નમના તબક્કાઓમાં તે વ્યાકુળ થશે જ્યારે કે તું તેની સચ્ચાઈને જાણતો હોઈશ

[19:20.00]

اَمْ كَيْفَ تَزْجُرُهُ زَبَانِيَتُهَا وَهُوَ يُنَادِيْكَ يَا رَبَّهُ

અમ કયફ તઝજોરોહૂ ઝબાનિયતોહા વ હોવ યોનાદીક યા રબ્બહૂ

અથવા કેવી રીતે જહન્નમના ભડકાઓ તેને ઉડાવશે જ્યારે કે તે તને પોકારતો હોય અય મારા પરવરદિગાર

[19:30.00]

اَمْ كَيْفَ يَرْجُوْ فَضْلَكَ فِيْ عِتْقِهِ مِنْهَا فَتَتْرُكُهُ فِيْهَا

અમ કયફ યરજૂ ફઝલક ફી ઈતકેહી મિનહા ફ તતરોકોહુ ફીહા

અથવા કેવી રીતે તે જહન્નમમાંથી છુટકારાનો ઉમ્મીદવાર હોય અને તું તેને તેમાંજ છોડી દે

[19:39.00]

هَيْهَاتَ

હયહાત

તો બહુજ દૂર છે તારાથી એ વાત

[19:44.00]

مَا ذَالِكَ الظَّنُّ بِكَ

મા ઝાલેકઝઝન્નો બેક

તેવું ગુમાન પણ તારા બારામાં નથી

[19:48.00]

وَلَا الْمَعْرُوْفُ مِنْ فَضْلِكَ

વ લલ મઅરૂફો મિન ફઝલેક

અને તારા ફઝ્લની બાબત તેમ કરવું મશ્હૂર પણ નથી

[19:53.00]

وَلَا مُشْبِهٌ لِمَا عَامَلْتَ بِهِ الْمُوَحِّدِيْنَ مِنْ بِرِّكَ وَاِحْسَانِكَ

વલા મુશબેહુન લેમા આમલત બેહીલ મુવહહેદીન મિમ બિરરેક વ એહસાનેક

અને તેં તૌહીદમાં માનવાવાળાઓ સાથે જે નેકી અને એહસાનનો વ્યવહાર કર્યો છે તેની સાથે આમ (અઝાબ) કરવું સરખાપણું નથી ધરાવતું

[20:06.00]

فَبِالْيَقِيْنِ اَقْطَعُ

ફ બિલ યકીને અકતઓ

તો હું યકીનની સાથે દિલના ઊંડાણથી કહું છું

[20:11.00]

لَوْلَا مَا حَكَمْتَ بِهِ مِنْ تَعْذِيْبِ جَاحِدِيْكَ

લવ લા મા હકમત બેહી મિન તઅઝીબે જાહેદીક

કે અગર તે તારા ઈન્કાર કરનારાઓ માટે અઝાબનો ફેંસલો ન કર્યો હોત

[20:18.00]

وَقَضَيْتَ بِهِ مِنْ اِخْلَادِ مُعَانِدِيْكَ

વ કઝયત બેહી મિન ઈખલાદે મુઆનેદીક

અને તારા વિરોધીઓને હંમેશા જહન્નમમાં રાખવાનો હુકમ ન કર્યો હો

[20:25.00]

لَجَعَلْتَ النَّارَ كُلَّهَا بَرْداً وَّسَلَاماً،

લ જઅલતન નાર કુલ્લહા બરદન વ સલામન

તો તું તમામ આગને ઠંડી અને સલામતીવાળી બનાવી દેત

[20:30.00]

وَمَا كَانَ لِاَحَدٍ فِيْهَا مَقَرّاً وَلَا مُقَاماً

વ મા કાન લે અહદીન ફીહા મકરરન વલા મોકામન

તેમાં કોઈ એકનું પણ રહેઠાણ અને ઠેકાણું ન હોત

[20:36.00]

لٰكِنَّكَ تَقَدَّسَتْ اَسْمَاۤ ؤُكَ اَ قْسَمْتَ اَنْ تَمْلَاَهَا مِنَ الْكَافِرِيْنَ، مِنَ الْجِنَّةِ وَالنَّاسِ اَجْمَعِيْنَ

લાકિન્નક તકદદસત અસમાઓક અકસમત અને તમલઅહા મિનલ કાફેરીન મિનલ જિન્નતે વન્નાસે અજમઈન

તારા નામો ખૂબજ પાકીઝા છે પરંતુ તે કસમ ખાધી છે કે જહન્નમને કાફિરોમાંથી તમામ જિન્નાતો અને આદમીઓથી ભરી દઈશ

[20:48.00]

وَاَنْ تُخَلِّدَ فِيْهَا الْمُعَانِدِيْنَ

વ અન તોખલ્લેદ ફીહલ મુઆનેદીન

અને વિરોધીઓને તેમાં હંમેશા રાખીશ

[20:52.00]

وَاَنْتَ جَلَّ ثَنَاؤُكَ

વ અનત જલ્લ સનાઓક

અને તું કે જેની તારીફ મહાન છે

[20:57.00]

قُلْتَ مُبْتَدَئًا، وَتَطَوَّلْتَ بِالْإِنْعَامِ مُتَكَرِّمًا

કુલત મુબતદેઅન વ તતવ્વલત બિલ ઈનઆમે મુતકરરેમન

શરૂઆતમાં તું કહી ચૂક્યો છો અને તું ઉદાર બનીને નેઅમતો વડે ઉપકાર કરી ચૂક્યો છો

[21:05.00]

اَفَمَنْ كَانَ مُؤْمِنًا كَمَنْ كَانَ فَاسِقًا ۚ لَا يَسْتَوُوْنَ

આ ફ મન કાન મુઅમેનન ક મન કાન ફાસેકન લા યસતવૂન

કે શું એ કે જે મોઅમિન હોય તે ફાસિક (ગુનેહગાર) જેવો હોય શકે? કદી બરાબર નથી હોતા

[21:13.00]

اِلٰهِيْ وَسَيِّدِيْ فَاَسْئَلُكَ بِالْقُدْرَةِ الَّتِيْ قَدَّرْتَهَا

ઈલાહી વ સયેદી ફ અસઅલોક બિલ કુદરતિલ લતી કદદરતહા

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! તો હું તારાથી સવાલ કરૂં છું એ તકદીરના વાસ્તાથી કે જેની તેં ગોઠવણ કરી છે

[21:26.00]

وَبِالْقَضِيَّةِ الَّتِيْ حَتَمْتَهَا وَحَكَمْتَهَا

વ બિલ કઝીય્યતિલ લતી હતમતહા વ હકમતહા

અને તે ફેંસલાના વાસ્તાથી સવાલ કરૂં છું કે જેને તેં નિશ્ચિત કર્યો છે અને જારી કર્યો છે

[21:34.00]

وَغَلَبْتَ مَنْ عَلَيْهِ اَجْرَيْتَهَا

વ ગલબત મન અલયહે અજરયતહા

અને જેની ઉપર તેં ફેંસલો જારી કર્યો છે તેની ઉપર તું સત્તા ધરાવે છો

[21:41.00]

اَنْ تَهَبَ لِيْ، فِي هٰذِهِ اللَّيْلَةِ، وَفِيْ هٰذِهِ السَّاعَةِ

અન તહબ લી ફી હાઝેહિલ લયલતે વકી હાઝેહિસ સાઅતે

કે મને આ રાતમાં અને આ પળમાં બક્ષી આપ

[21:47.00]

كُلَّ جُرْمٍ اَجْرَمْتُهُ وَكُلَّ ذَنْۢبٍ اَذْنَبْتُهُ

કુલ્લ જુરમિન અજરમતોહુ વ કુલ્લ ઝમબિન અઝનબતોહુ

દરેક કસુરને કે જે મેં કર્યા છે અને દરેક ગુનાહને કે જે મેં કર્યા છે

[21:54.00]

وَكُلَّ قَبِيْحٍ اَسْرَرْتُهُ

વ કુલ્લ કબીહિન અસરરતોહૂ

અને દરેક બૂરા કામને કે જે મેં છુપાવ્યા છે

[21:59.00]

وَكُلَّ جَهْلٍ عَمِلْتُهُ،كَتَمْتُهُ اَوْ اَعْلَنْتُهُ،اَخفَيْتُهُ اَوْ اَظْهَرْتُهُ

વ કુલ્લ જહલિન અમિલતોહૂ કતમતોહૂ અવ અઅલનતોહૂ અખફયતોહૂ અન અઝહરતોહુ

અને દરેક નાદાનીને કે જેને મેં છુપાવી અથવા એઅલાન કરી, ગુપ્ત રાખી અથવા જાહેર કરી

[22:08.00]

وَكُلَّ سَيِّئَةٍ اَمَرْتَ بِاِثْبَاتِهَا الْكِرَامَ الكَاتِبِيْنَ

વ કુલ્લ સય્યેઅતીન અમરત બે ઈસબાતેહલ કેરામલ કાતેબીનલ

અને દરેક ગુનાહ કે જેને નોંધવાનો તે માનનીય લખનારાઓ (ફરિશ્તાઓ)ને હુકમ આપ્યો છે

[22:15.00]

اَلَّذِيْنَ وَكَّلْتَهُمْ بِحِفْظِ مَا يَكُوْنُ مِنِّيْ

અલ્લઝીન વકકલતહુમ બે હિફઝે મા યકૂનો મિન્ની

કે જેઓને મારા દરેક કાર્યોની યાદી બનાવવાની જવાબદારી સોંપી છે

[22:22.00]

وَجَعَلْتَهُمْ شُهُوْدًاعَلَيَّ مَعَ جَوَارِحِيْ،

વ જઅલતહુમ શુહુદન મઅ જવારેહી

અને તેં તેઓને મારા શરીરના અંગોની સાથે મારી ઉપર ગવાહ બનાવ્યા છે

[22:28.00]

وَكُنْتَ اَنْتَ الرَّقِيْبَ عَلَيَّ مِنْ وَ رَائِهِمْ،

વ કુન્નત અનતર રકીબ અલય્ય મિન વરાએહિમ

અને આ બધા પાછળ તું જ મારા ઉપર નિરીક્ષણ કરનાર છો

[22:34.00]

وَالشَّاهِدَ لِمَا خَفِيَ عَنْهُمْ،

વશ શાહેદ લેમા ખફેય અનહુમ

અને તું જ જે કાંઈ તેઓથી છુપુ છે તેનો ગવાહ છો

[22:39.00]

وَبِرَحْمَتِكَ اَخْفَيْتَهُ،

વબે રહમતેક અખફયતહૂ

પરંતુ તેં તારી રહેમત વડે જે તેને છુપાવ્યું છે

[22:45.00]

وَبفَضْلِكَ سَتَرْتَهُ

વબે ફઝલેક સતરતહુ

અને તારા ફઝલ વડે જ તેને ઢાકયું છે

[22:50.00]

وَاَنْ تُوَفِّرَ حَظِّيْ مِنْ كُلِّ خَيْرٍ اَنْزَلْتَهُ،

વ અને તોવફફેર હઝઝી મિન કુલ્લે ખયરિન અનઝલતહુ

અને એ કે દરેક ખૈર કે જે તેં નાઝિલ કરી છે

[22:55.00]

اَوْ اِحْسَانٍ فَضَّلْتَهُ

અવ એહસાનિન ફઝઝલતહૂ

દરેક તે એહસાન કે જેનો તેં ઉપકાર કર્યો છે

[23:00.00]

اَوْ بِرٍّ نَشَرْتَهُ،

અવ બિરીરન નશરતહૂ

અથવા દરેક તે નેકી કે જેને તેં ફેલાવી છે

[23:04.00]

اَوْ رِزْقٍ بَسَطْتَهُ اَوْ ذَنْۢبٍ تَغْفِرُهُ

અવ રિઝકિન બસતતહૂ અવ ઝમબિન તગફેરોહૂ

અને દરેક તે રોઝી કે જેને તેં ફેલાવી છે, અને દરેક તે ગુનાહ કે જેને તેં બક્ષી આપ્યા છે

[23:14.00]

اَوْ خَطَأٍ تَسْتُرُهُ

અવ ખતઈન તસતોરોહૂ

અને દરેક તે ભૂલ કે જેને તેં છુપાવી છે તેમાં મારો હિસ્સો બહોળો કર

[23:22.00]

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર

[23:38.00]

يَا اِلَهِيْ وَسَيِّدِيْ وَمَوْلَايَ

યા ઈલાહી વ સયેદી વ મવલાય

અય મારા મઅબૂદ! અને અય મારા સરદાર! અને અય મારા મૌલા

[23:45.00]

وَمَالِكَ رِقِّيْ

વ માલેક રિકકી

અને મારી ગુલામીના માલિક

[23:48.00]

يَا مَنْ بِيَدِهِ نَاصِيَتِيْ

યા મન બે યદેહી નાસેયતી

અય કે જેના હાથમાં મારો કાબૂ છે

[23:52.00]

يَا عَلِيماً بِضُرِّيْ وَمَسْكَنَتِيْ

યા અલીમન બે ઝુરરી વ મસકનતી

અય મારા નુકસાન અને લાચારીને જાણનાર

[23:58.00]

يَا خَبِيْراً بِفَقْرِيْ وَفَاقَتِيْ

યા ખબીરન બે ફકરી વ ફાકતી

અય મારી તંગદસ્તી અને મારી જરૂરિયાતોની ખબર રાખનાર

[24:03.00]

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર

[24:18.00]

اَسْئَلُكَ بِحَقِّكَ وَقُدْسِكَ وَاَعْظَمِ صِفَاتِكَ وَاَسْمٰۤائِكَ

અસઅલોક બે હકક્કેક વ કુદસેક વ અઅઝમે સિફાતેક વ અસમાએક

હું તને સવાલ કરૂં છું તારા હકના વાસ્તાથી, તારી પાકીઝગીના વાસ્તાથી અને તારી મહાન સિફતો અને તારા મહાન નામોના વાસ્તાથી

[24:32.00]

اَنْ تَجْعَلَ اَوْقَاتِيْ مِنَ اللَّيْلِ وَالنَّهَارِ بِذِكْرِكَ مَعْمُوْرَةً،وَبِخِدْمَتِكَ مَوْصُوْلَةً،

અન તજઅલ અવકાતી મિનલ લયલે વન્નહારે બે ઝિકરેક મઅમૂરતન વબે ખિદમતેક મવસૂલતન

કે તું રાત અને દિવસના મારા સમયને તારા ઝિક્રથી આબાદ બનાવ અને તારી ખિદમતમાં જોડી દે

[24:41.00]

وَاَعْمَالِيْ عِنْدَكَ مَقْبُوْلَةً،

વ અઅમાલી ઈનદક મકબૂલતન

અને મારા આઅમાલને તારી નઝદીક કબૂલીય્યતને પાત્ર બનાવ

[24:46.00]

حَتَّى تَكُوْنَ اَعْمَالِيْ وَاَوْرَادِيْ كُلُّهَا وِرْداً وَّاحِداً،

હત્તા તકૂન અઅમાલી વ અવરાદી કુલ્લોહા વિરદન વાહેદન

ત્યાં સુધી કે મારા તમામ આઅમાલ અને મારો તમામ ઝિક્ર એક જ થઈ જાય (જે તારો ઝિક્ર હોય)

[24:52.00]

وَحَالِيْ فِيْ خِدْمَتِكَ سَرْمَداً

વ હાલી ખિદમતેક સરમદન

અને મારી હાલતને તારી ખિદમતમાં હંમેશગીની બનાવ

[24:57.00]

يَا سَيِّدِيْ، يَا مَنْ عَلَيْهِ مُعَوَّلِيْ

યા સય્યદી યા મન અલયહે મુઅવ્વલી

અય મારા સરદાર! અય તે કે જેના ઉપર હું નિર્ભર છું

[25:00.00]

يَا مَنْ اِلَيْهِ شَكَوْتُ اَحْوَالِيْ

યા મન ઈલયહે શકવતો અહેવાલી

અય તે કે જેની પાસે હું મારી હાલતની ફરિયાદ કરૂં છું

[25:09.00]

يَا رَبِّ يَا رَبِّ يَا رَبِّ

યા રબ્બે યા રબ્બે યા રબ્બે

અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર! અય મારા પરવરદિગાર

[25:19.00]

قَوِّ عَلٰى خِدْمَتِكَ جَوَارِحِيْ

કવ્યે અલા ખિદમતેક જવારેહી

તારી ખિદમત માટે મારા શરીરના અવયવોમાં કુવ્વત આપ

[25:26.00]

وَاشْدُدْ عَلَى الْعَزِيْمَةِ جَوَانِحِيْ

વશદુદ અલલ અઝીમતે જવાનેહી

અને પાકા ઈરાદા માટે મારા બાતિનને મજબૂત બનાવી દે

[25:32.00]

وَهَبْ لِيَ الْجِدَّ فِيْ خَشْيَتِكَ

વ હબલેયલે જિદદ ફી ખશયતેક

અને તારા ખૌફમાં મને ગંભીરતા ઈનાયત કર

[25:36.00]

وَالدَّوَامَ فِي الْاِتِّصَالِ بِخِدْمَتِكَ

વદ દવામ ફિલ ઈતત્તેસાલે બે ખિદમતેક

અને તારી ખિદમતમાં સતત જોડાયેલા રહેવાની તૌફીક અતા કર

[25:42.00]

حَتّٰى اَسْرَحَ اِلَيْكَ فِيْ مَيَادِيْنِ السَّابِقِيْنَ

હત્તા અસરહ ઈલયક ફી મયાદીનિસ સાબેકીન

ત્યાં સુધી કે પહેલ કરવાવાળાઓના મૈદાનોમાં હું તારી તરફ રવાના થાઉં

[25:48.00]

وَاُسْرِعَ اِلَيْكَ فِي الْبٰارِزِيْنَ

વ ઉસરેઅ ઈલયક ફિલ બારેઝીન

અને આગળ જનારાઓની સાથે તારી તરફ જલ્દી કરૂં

[25:54.00]

وَاَشْتَاقَ اِلٰى قُرْبِكَ فِي الْمُشْتَاقِيْنَ

વ અશતાક ઈલા કુરબેક ફિલ મુશતાકીન

અને ઉત્સુકોની સાથે તારી તરફ નઝદીક થવામાં આતુર થાઉં

[25:59.00]

وَاَدْنُوَ مِنْكَ دُنُوَّ الْمُخْلِصِيْنَ

વ અદનોવ મિનક દુનવ્વલ મુખલેસીન

અને મુખ્લિસ લોકોની જેમ તારી તરફ નઝદીક થાઉં

[26:04.00]

وَاَخَافَكَ مَخَافَةَ الْمُوْقِنِيْنَ

વ અખાફક મખાફતલ મૂકેનીન

અને હું યકીન રાખનારાઓની જેમ તારાથી ડરૂં

[26:09.00]

وَاَجْتَمِعَ فِيْ جِوَارِكَ مَعَ الْمُؤْمنِيْنَ

વ અજતમેઅ ફી જવારેક મઅલ મુઅમેનીન

અને તારા પાડોશમાં મોઅમીનોની સાથે ભેગો થાઉં

[26:15.00]

اَللّٰهُمَّ وَمَنْ اَرٰادَنِيْ بِسُۤوْءٍ فَاَرِدْهُ

અલ્લાહુમ્મ વ મન અરાદની બે સૂઈન ફ અરિદહૂ

અય અલ્લાહ, અને જે કોઈ મારા બારામાં બૂરો ઈરાદો કરે તો તેની સાથે તેવું જ કર

[26:22.00]

وَمَنْ كَادَنِيْ فَكِدْهُ

વ મન કાદની ફકિદહુ

અને જે મારી સાથે કપટ કરે તેની સાથે તેવું જ કર

[26:27.00]

وَاجْعَلْنِيْ مِنْ اَحْسَنِ عَبِيْدِكَ نَصِيْبًا عِنْدَكَ

વજઅલની મિન અહસને અબીદેક નસીબન ઈનદક

અને મને તારા બહેતરીન બંદાઓમાંથી કરાર દે કે જે તારી નઝદીક શ્રેષ્ઠ હિસ્સો ધરાવે છે

[26:37.00]

وَاَقْرَبِهِمْ مَنْزِلَةً مِنْكَ

વ અકરબેહીમ મનઝેલતન મિનક

અને જે તારાથી દરજ્જામાં સૌથી વધારે નઝદીક છે

[26:42.00]

وَاَخَصِّهِمْ زُلْفَةً لَدَيْكَ

વ અખસ્સેહિમ ઝુલફતલ લદયક

અને જે તારાથી નઝદીકીમાં સૌથી વધારે મખ્સૂસ છે

[26:47.00]

فَاِنَّهُ لَا يُنَالُ ذَالِكَ اِلَّابِفَضْلِكَ

ફ ઈન્નહુ લા યોનાલો ઝાલેક ઈલ્લા બે ફઝલેક

કારણકે બેશક તે દરજ્જા સુધી તારા ફઝ્લ સિવાય પહોંચી શકાય તેમ નથી

[26:54.00]

وَجُدْ لِيْ بِجُوْدِكَ

વ જુદ લી બે જૂદેક

અને તું તારી ઉદારતા વડે મારી ઉપર સખાવત કર

[26:58.00]

وَاعْطِفْ عَلَيَّ بِمَجْدِكَ

વઅતિફ અલય્ય બે મજદેક

અને તારી બુઝુર્ગી વડે મારી ઉપર મહેરબાન બન

[27:03.00]

وَاحْفَظْنِيْ بِرَحْمَتِكَ

વહફઝની બે રહમતેક

અને તારી રહેમત વડે મારી હિફાઝત કર

[27:06.00]

وَاجْعَلْ لِسَانِيْ بِذِكْرِكَ لَهِجًا

વજઅલ લેસાની બે ઝિકરેક લહેજન

અને મારી ઝબાનને તારા ઝિક્રમાં બોલવાવાળી બનાવી દે

[27:12.00]

وَّقَلْبِيْ بِحُبِّكَ مُتَيَّمًا

વ કલબી બે હુબ્બેક મુતય્યમન

અને મારા દિલને તારી મોહબ્બતમાં ફના થવાવાળું બનાવી દે

[27:18.00]

وَّمُنَّ عَلَيَّ بِحُسْنِ اِجَابَتِكَ

વ મુન્ન અલય્ય બે હુસને ઈજાબતેક

અને મારી દુઆ સારી રીતે કબૂલ કરીને મારી ઉપર એહસાન કર

[27:26.00]

وَاَقِلْنِيْ عَثْرَتِيْ وَاغْفِرْ زَلَّتِيْ

વ અકિલની અસરતી વગફિર ઝલ્લતી

અને મારી ભૂલ ચૂકને દૂરગુઝર કરી દે, અને મારાથી થઈ ગયેલા ગુનાહોને માફ કરી દે

[27:33.00]

فَاِنَّكَ قَضَيْتَ عَلٰى عِبَادِكَ بِعِبَادَتِكَ

ફ ઈન્નક કઝયત અલા ઈબાદેક બે ઈબાદતેક

કારણકે બેશક તેં તારા બંદાઓ ઉપર તારી ઈબાદતનો હુકમ કર્યો છે

[27:39.00]

وَاَمَرْتَهُمْ بِدُعَائِكَ

વ અમરતહુમ બે દુઆએક

અને તેઓને તારી પાસે દુઆ કરવાનો હુકમ કર્યો છે

[27:44.00]

وَضَمِنْتَ لَهُمُ الْاِجَابَةَ

વ ઝમિનંત લહોમુલ ઈજાબત

અને તેમની માટે દુઆ કબૂલ કરવાની જમાનત લીધી છે

[27:49.00]

فَاِلَيْكَ يَا رَبِّ نَصَبْتُ وَجْهِيْ

ફ ઈલયક યા રબ્બે નસબતો વજહી

તો પછી તારી તરફ જ અય મારા પરવરદિગાર! મેં મારૂં મોઢું રાખ્યું છે

[27:56.00]

وَاِلَيْكَ يَا رَبِّ مَدَدْتُّ يَدِيْ

વ ઈલયક યા રબ્બે મદદતો યદી

અને તારી તરફ જ અય મારા પરવરદિગાર! મેં હાથ ફેલાવ્યા છે

[28:03.00]

فَبِعِزَّتِكَ اسْتَجِبْ لِيْ دُعَائِیْ

ફ બે રબ્બે ઈઝઝતેક્સતજિબ લી દુઆઈ

તો પછી તારી ઇઝ્ઝતના વાસ્તાથી મારા માટે મારી દુઆને કબૂલ કરી લે

[28:10.00]

وَبَلِّغْنِيْ مُنَايَ

વ બલિગની મુનાય

અને મને મારા દિલની આરઝુ સુધી પહોંચાડી દે

[28:13.00]

وَلَا تَقْطَعْ مِنْ فَضْلِكَ رَجَائِیْ

વલા તકતઅ મિન ફઝલેક રજાઈ

અને તારા ફઝ્લથી મારી ઉમ્મીદને નાઉમ્મીદ ન કર

[28:18.00]

وَاكْفِنِيْ شَرَّ الْجِنِّ وَالْاِنْسِ مِنْ اَعْدَائِیْ

વકફેની શરરલ જિન્ને વલે ઈનસે મિન અઅદાઈ

અને જિન્નાત અને ઈન્સાન કે જે મારા દુશ્મનો હોય તેના શરથી મારા માટે પૂરતો થઈ જા

[28:26.00]

يَا سَرِيْعَ الرِّضَا

યા સરીઅર રેઝા

અય જલ્દી રાજી થવાવાળા

[28:35.00]

اِغْفِرْ لِمَنْ لَا يَمْلِكُ اِلاَّ الدُّعٰۤاءَ

ઈગફિર લેમન લા યમલેકો ઈલ્લદ દુઆઅ

બક્ષી દે એને કે જે દુઆ સિવાય બીજું કંઈ જ ધરાવતો નથી

[28:42.00]

فَاِنَّكَ فَعَّالٌ لِّمَا تَشٰۤاءُ

ફ ઈન્નક ફઅલુલ લે મા તશાઓ

કારણકે બેશક તું જે ચાહો છો તે કરનાર છો

[28:47.00]

يَا مَنِ اسْمُهُ دَوٰۤاءٌ

યા મનિસમોહૂ દવાઉન

અય તે કે જેનું નામ દવા છે

[28:52.00]

وَذِكْرُهُ شِفٰۤاءٌ

વ ઝિકરોહુ શિફાઉન

અને જેનો ઝિક્ર શિફા છે

[28:56.00]

وَطَاعَتُهُ غِنًى

વ તાઅતોહૂ ગેનન

અને જેની ઈતાઅત તવંગરી છે

[29:00.00]

اِرْحَمْ مَّن رَأْسُ مَالِهِ الرَّجٰۤاءُ

ઈરહમ મન રઅસો માલેહીર રજાઓ

તે માણસ ઉપર રહેમ કર કે જેની મૂડી ઉમ્મીદ છે

[29:06.00]

وَسِلَاحُهُ الْبُكٰۤاءُ

વ સેલાહોહુલ બુકાઓ

અને જેનું હથિયાર રડવું છે

[29:11.00]

يَا سَابِغَ النِّعَمِ

યા સાબેગન નેઅમે

અય પુષ્કળ નેઅમતો આપનારા

[29:15.00]

يَا دَافِعَ النِّقَمِ

યા દાફેઅન નેકમે

અય અઝાબને દૂર કરનારા

[29:20.00]

يَا نُوْرَ الْمُسْتَوْحِشِيْنَ فِي الظُّلَمِ

યા નૂરલ મુસતવહેશીન ફિઝ ઝોલમે

અય અંધકારમાં ગભરાવવાવાળાઓને રોશની આપનારા

[29:25.00]

يٰا عٰالِمًا لَا يُعَلَّمُ

યા આલેમલ લા યોઅલ્લેમો

અય આલિમ કે જેને શીખવવામાં નથી આવ્યું

[29:30.00]

صَلِّ عَلٰى مُحَمَّدٍ وَّاٰلِ مُحَمَّدٍ

સલ્લે અલા મોહમ્મદિંવ વ આલે મોહંમ્મદ

સલવાત મોકલ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર

[29:40.00]

وَافْعَلْ بِيْ مٰۤا اَنْتَ اَهْلُهُ

વફઅલ બી મા અનત અહલોહુ

અને મારી સાથે એવું વર્તન કર કે જેનો તું લાયક છો

[29:46.00]

وَصَلَّى اللَّهُ عَلٰى رَسُوْلِهِ وَالْاَئِمَّةِ الْمَيَامِيْنَ مِنْ اٰلِهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيْرًا

વ સલ્લલ્લાહો અલા રસૂલેહી વલે અઇમ્મતિલ મયામીન મિન આલેહી વ સલ્લમ તસલીમન કસીરન કસીરા

અને અલ્લાહ સલવાત મોકલે તેના રસૂલ (સ.અ.વ.) અને તેમની આલમાંથી પવિત્ર ઈમામો (અ.મુ.સ.) ઉપર અને સઘળા સલામ મોકલે

[30:01.00]

اَللّٰهُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍ وَاٰلِ مُحَمَّدٍ

અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહમ્મદ