દુઆ અબુ હમઝા સુમાલી

[00:19.00]

 

 

(શરૂ કરૂ છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે.

[00:29.00]

 

 

અય મારા અલ્લાહ ! તારા અઝાબથી અદબ ન શીખવ, અને એટલી છૂટ ન આપ કે જેથી હું ગફલતમાં રહી જાવ. અય મારા અલ્લાહ ! જો ભલાઇ તારા પાસેથી નહી મળે તો પછી ક્યાંથી મળશે?

[00:43.00]

 

 

જો તારા દરવાજાથી દોઝખથી નજાત નહી મળે તો પછી ક્યાંથી મળશે ? તે તારા સિવાય બીજા કોઇ પાસે નથી, અય અલ્લાહ ! તારા નેક બંદાઓને પણ તારી મદદ અને રહમતની જરૂરત પડે છે,

[00:58.00]

 

 

અને લોકો ખરાબ કામ અને તારી નાફરમાનીની હિમ્મત કરે છે, અને તારાથી રાજી નથી તે તમામ લોકો તારી કુદરતની બાહર નથી, અય મારા પાલનહાર... (શ્વાસ ન તૂટે ત્યાં સુધી પુકારતું રહેવું... અય મારા પાલનહાર..)

[01:15.50]

 

 

તને હું એ તારાથી જ ઓળખયો, અને તેજ મારી રહનુમાઇ કરીને તારી તરફ બોલાવ્યો છે, જો તું મારી હિદાયત ન કરત તો મને ખબર પણ ન પડત કે તું કોણ છે?

[01:28.00]

 

 

વખાણ છે તે ખુદાના કે જ્યારે તેને પુકારૂ છું તો મને જવાબ આપે છે, અને જયારે તેની બારગાહમાં મને બોલાવે છે તો હું આળસ કરૂં છું, વખાણ છે તે ખુદાના કે જ્યારે તેના પાસે માંગું છું તો મને અતા કરે છે,અને જ્યારે તે મારા પાસે કર્ઝ માંગે છે તો હું કંજૂસી કરૂં છું, વખાણ છે તે ખુદાના કે જ્યારે ચાહું જે જગ્યાએ ચાહું તેને પુકારી શકું, મને બીજા કોઇની જરૂરત નથી, અને તું મારી હાજતને પૂરી કરે છે, (જ્યારે કે હું તેના લાયક જ નથી), વખાણ છે તે ખુદાના કે હું ફકત તેને જ પુકારૂં છું, જો તેના સિવાય બીજા કોઇને પુકારૂં તો પણ તેં મારી દુઆ કબૂલ નહી કરે,

[01:46.00]

 

 

વખાણ છે તે ખુદાના કે હુંએ તારા સિવાય બીજા કોઇથી ઉમ્મીદ નથી રાખી, કેમ કે જો બીજાથી ઉમ્મીદ રાખું તો તેઓ નાઉમ્મીદ કરી દે છે વખાણ છે તે ખુદાના કે પોતાના પાસે બોલાવીને ઇઝ્ઝત અતા કરી, અને જો મને લોકોના હવાલે કર્યો હોત તો લોકો મને ઝલીલ કરી દેત,

[02:08.50]

 

 

વખાણ છે તે અલ્લાહના કે જે મારાથી મોહબ્બત કરે છે જ્યારે કે તેને મારી કોઇ જરૂરત નથી, વખાણ છે તે અલ્લાહના કે મુજ (ગુનેહગાર)થી એવો નરમ વર્તાવ કરે છે જાણે મે કોઇ ગુનાહ કર્યો જ નથી, બસ મારો પરવરદિગાર મારા માટે દરેક કરતાં વધારે વખાણ અને શુક્રના લાયક છે,

[02:32.80]

 

 

અય મઅબૂદ ! તારી તરફ જે આવવા ચાહે તેના માટે બધા રસ્તા ખુલ્લા છે. અને તારી સખાવતથી ઘણી ઉમ્મીદો છે, તારા ફઝલો કરમથી દરેક ઉમ્મીદ રાખનારની મદદ બેહિસાબ કરવામાં આવે છે, અને ફરિયાદ કરનારાઓની દુઆઓ માટે તારા દરવાજા ખુલ્લા છે,

[02:54.00]

 

 

અને હું જાણું છું કે તું ફરિયાદ કરનારની હાજતને પૂરી કરનાર છે, મુસીબતોમાં ફસાએલાઓની ફરિયાદને સાંભળનાર છે, તારી સખાવતની ઇલ્તેમાસ કરવી અને તારા ફેંસલા પર રાઝી રહેવું

[03:08.00]

 

 

કંજૂસોથી બચવાનું કારણ, અને તમામ માલદારોની ખુશામદથી બચવાનો રસ્તો છે, જે તારા તરફ આવવા ચાહે તેના માટે રસ્તો બહુજ ટૂંકો છે અને તું તારા બંદાઓથી છુપો નથી પરંતું તેમના ખરાબ આમાલે તેમને તારાથી દૂર રાખ્યો છે,

[03:26.00]

 

 

હું મારા મતલબો લઇને તારી પાસે હાજર થયો છું, અને મારી હાજતો પૂરી થવાની આશા ફકત તારાથી જ છે, અને મારી ફરિયાદ તારી બારગાહમાં છે, મારી દુઆનો વસીલો ફકત તારી કરીમ ઝાત છે,

[03:45.00]

 

 

જ્યારે કે ન તો હું એ કાબિલ છું કે મારી હાજતને સાંભળવામાં આવે, અને ન એ લાયક છું કે મને માફ કરવામાં આવે, પરંતું મને તારા રહમો કરમ ઉપર, અને તારા સાચા વાયદા ઉપર પૂરો ભરોસો છે,

[04:01.00]

 

 

તારી તવહીદ ઉપર ઇમાન મારા માટે પનાહની જગ્યા છે, અને તને ઓળખીને યકીન સાથે કહું છું કે તારા સિવાય બીજો કોઇ પરવરદિગાર નથી, અને ન તો તારા સિવાય બીજો કોઇ મઅબૂદ છે, તું તો ફકત એકલો જ છે અને તારો કોઇ ભાગીદાર નથી,

[04:22.00]

 

 

પરવરદિગાર ! તારૂં જ ફરમાન છે અને તારૂં કહેવું સહી અને તારો વાયદો સાચો છે કે ‘અલ્લાહથી તેના ફઝલનો સવાલ કરો, બેશક ખુદા તમારા ઉપર ઘણોજ મહેરબાન છે,

[04:37.00]

 

 

અને અય મારા સરદાર ! તારી શાનના વિરૂધ્ધ છે કે માંગવાનું તો કહે અને પછી તેને અતા ન કર, જ્યારે કે તારી હુકૂમતમાં રહેનારને વારંવાર આપે છે,

[04:50.00]

 

 

અને તારી મહેરબાનીઓથી તેઓનું પૂરતું ધ્યાન પણ રાખે છે, તો અય મારા અલ્લાહ ! બચપનમાં ખુબજ નેઅમતો આપીને મારા ઉપર મોટો એહસાન કર્યો અને મારી પરવરીશ કરી, અને જ્યારે હું મોટો થયો તો મને શોહરત અતા કરી,

[05:07.00]

 

 

અય તે ઝાત કે દુનિયામાં એહસાન કરીને, ફઝલો કરમથી પરવરીશ કરી, અને આખેરતમાં માફી અને મહેરબાની આપવાનો ઇશારો કર્યો છે, અય મારા મૌલા ! તારી ઓળખાણ મારા માટે રહનુમા છે, અને મારી મોહબ્બત તારાથી શફાઅત કરનાર છે,

[05:28.00]

 

 

અને તારા સુધી લઇ જનાર આ રહેબર ઉપર અને શફાઅત કરનાર શફીઅ ઉપર મને પૂરતો ભરોસો છે, અય મારા સરદાર ! તને એ જબાનથી પુકારૂં છું કે જે ગુનાહોના કારણે અટકે છે, પરવરદિગાર તારી બારગાહમાં એ દિલથી મુનાજાત કરૂં છું કે જેને ગુનાહોએ બરબાદ કર્યુ છે,

[05:52.00]

 

 

અય પાલનહાર ! મારી આ દુઆમાં ખૌફ પણ છે અને ઉમ્મીદ પણ છે, અય મારા મૌલા જ્યારે મારા ગુનાહો તરફ જોવું છું તો ગભરાઇ જાઉં અને જયારે તારા રહમો કરમ તરફ નજર કરૂં છું તો ઉમ્મીદ બંધાઈ જાય છે,

[06:10.00]

 

 

જો તું મને માફ કરી દે તો તું બહેતરીન રહેમ કરનાર છે, અને જો તું અઝાબ કર તો તે ઝુલ્મ નથી, બલકે તારો ઈન્સાફ છે, અય અલ્લાહ ! મારા આમાલ ખરાબ હોવા છતાં પણ તારી સખાવત અને કરમને જોઇને તારી પાસે સવાલ કરવાની હિંમત કરૂં છું,

[06:30.00]

 

 

અને મારી બેશરમી (વારંવાર ગુનાહ) હોવા છતાં મારી મુશ્કેલીમાં સહારો તો ફકત તારી નરમાશ અને મહેરબાની છે અને હું ઉમ્મીદ રાખું છું કે આવી હાલત હોવા છતા પણ તું મને માયુસ નહી કર, તો હવે મારી ઉમ્મીદને પૂરી કર અને મારી દુઆને સાંભળી લે,

[06:50.00]

 

 

જેને પુકારવામાં આવે છે તેમાંથી તું સૌથી બહેતરીન છે અને જેનાથી ઉમ્મીદો રાખવામાં આવે છે તેમાં તું સૌથી બુલંદ છે, અય મારા આકા ! તમન્નાઓ ઘણી મોટી મોટી છે પરંતુ આમાલ ઘણા ખરાબ છે, બસ માફી આપીને મારી તમન્નાને પૂરી કર,

[07:12.00]

 

 

અને મારા ખરાબ આમાલના લીધે સજા ન કર, કેમ કે તારો કરમ (મહેરબાની) ગુનેહગારોની સજા કરતાં ઘણો વધારે છે, અને તારી સહનશીલતા સજા દેવા કરતાં બહુજ વધારે છે

[07:26.00]

 

 

અય મારા સરદાર ! હું તારા ડરથી ભાગીને તારા ફઝ્લો કરમમાં પનાહ ચાહું છું, અને તારાથી નેક ઉમ્મીદ રાખુ છું; તેના માટે તારી માફીનો વાયદો પૂરો કર,

[07:38.00]

 

 

અને અય મારા પરવરદિગાર ! હું કોણ ? અને મારી વિસાત શું ? તું જ મને તારા ફઝ્લો કરમથી માફ કર, અને મને બક્ષી આપ, અય મારા પરવરદિગાર ! મને તારા ખાસ (રહમતના) પડદાથી છુપાવી દે, અને તારી ખાસ મહેરબાનીના લીધે મારી ભૂલોને માફ કર,

[07:.00]

 

 

જો તારા સિવાય બીજા કોઇને મારા ગુનાહોની જાણ થઇ જાત તો હું કોઈ દિવસ ગુનાહ ન કરત, અને જો મને જલ્દી સજા મળવાનો ડર હોત તો જરૂર ગુનાહોથી દૂર થઇ જાત,

[08:12.00]

 

 

પરંતું એનું કારણ એ નથી કે તું જોતો નથી, યા તને કોઇ જાતની ખબર નથી, બલ્કે તેનું કારણ એ છે કે અય પરવરદિગાર તું બહેતરીન ગુનાહોને છુપાવનાર, સૌથી મોટો હાકીમ, કરીમ,

[08:36.00]

 

 

મહેરબાન, ખતાઓને છુપાવનાર, ગુનાહોને માફ કરનાર, ગૈબની વાતોનો જાણનાર છે,

[08:53.00]

 

 

તું પોતાના કરમથી ગુનાહોને છુપાવે છે અને તારી નરમાશના લીધે સજા દેવામાં જલ્દી નથી કરતો, તારા વખાણ છે કે (ગુનાહોને) જાણવા છતાં નરમાશથી કામ લે છે, તાકત હોવા છતાં માફ કરે છે,

[09:05.00]

 

 

અને તારૂં મારા ગુનાહો ઉપર સખ્તી ન કરવી, મને નાફરમાની કરવાની હિંમત આપે છે, અને તારૂં મારા ગુનાહોને છુપાવવું મારી બેહયાઇનું કારણ બન્યું છે,

[09:27.00]

 

 

અને તું ખુબજ મહેરબાન તથા તું મોટો માફ કરનાર છે તે જાણીને તારા મનાઇ કરેલા કામો તરફ જલ્દી કરૂં છુ, અય માયાળું ! અય મહેરબાન ! અય જીવંત ! અય નીગેહબાન ! અય ગુનાહોને માફ કરનાર ! અય તૌબાને કબૂલ કરનાર !

[09:50.00]

 

 

અય મોટા મોટા એહસાન કરનાર અને જેનો કરમ હંમેશાથી દરેક માટે છે, તો હવે ક્યાં છે એ તારી પડદાપોશી? ક્યાં છે તારી મોટી માફી? ક્યાં છે તારી વિશાળ રહમત અને મોટી મોટી બક્ષિશો? ક્યાં છે તારા મુબારક ઇનામો?

[10:31.00]

 

 

ક્યાં છે તારો સારો વર્તાવ અને તારો મહાન ફઝ્લ? ક્યાં છે તારી અઝીમ બક્ષિશ અને તારા એહસાનો? ક્યાં છે તારી ખાસ મહેરબાની?

[10:49.00]

 

 

અય મહેરબાન ખુદા ! મને (હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ અલય્હેમુસ્સલામના સદકામાં) અઝાબથી દૂર કર, અને તારી રહમતના વાસ્તાથી અઝાબથી નજાત અતા કર, અય એહસાન કરનાર અને અય નેક સિફત,

[11:07.00]

 

 

અય નેઅમત દેનાર, અય બુલંદી આપનાર, તારી સજાથી બચવા માટે મને મારા આમાલ ઉપર બિલ્કુલ ભરોસો નથી બલ્કે તારા ફઝ્લો કરમ ઉપર ભરોસો છે, કેમ કે તું ગુનાહોથી બચાવનાર, અને ગુનાહોને માફ કરનાર છે,

[11:20.00]

 

 

તારા એહસાનથી નેઅમતો આપે છે, અને તારી મહેરબાનીથી ગુનાહો માફ કરે છે, તો હવે એ સમજમાં નથી આવતું કે કઇ કઇ વસ્તુઓ ઉપર તારો શુક્ર અદા કરૂં?

[12:00.00]

 

 

મારી નેકીઓને જાહેર કરવા બદલ કે બૂરાઇઓને છુપાવવા બદલ તારો શુક્ર અદા કરૂં? યા બહેતરીન નેઅમતો અતા કરી તેના બદલ યા મોટી મોટી મુસીબતોને દૂર કરી તેનો શુક્ર અદા કરૂં? યા તારી ઘણી નેઅમતોના બદલ, કે ઘણી પરેશાનીઓથી નજાત આપી તેના બદલ કે અમન અને શાંતિ અતા કરી તેના બદલ શુક્ર અદા કરૂં?

[12:14.00]

 

 

અય એના દોસ્ત કે તને દોસ્ત રાખે, અને તેની આંખોના નૂર કે તારી પનાહ હાંસિલ કરે અને બધાથી દૂર થઇને ફકત તારો જ થઇ જાય તું તેનો જ દોસ્ત છે, તું ભલાઇ કરનાર

[12:23.00]

 

 

અને અમે બૂરાઇ કરનાર છીએ, તો અય પરવરદિગાર અમારી બૂરાઇઓને તારા રહેમો કરમથી માફ કર,

[12:34.00]

 

 

અય પાલનહાર ! અમારી તે કઇ નાદાની છે કે જેના ઉપર તારી રહેમો કરમ ન હોય? અને તે કયો જમાનો છે કે તારી મોહલતથી વધારે લાંબો હોય?

[12:53.00]

 

 

અને તારી નેઅમતો સામે અમારા આમાલની તો શું હેસીયત ? કેવી રીતે અમે અમારા આમાલમાં વધારો કરીને તારી સામે પેશ કરીએ ? બલ્કે તારી રહમત ગુનેહગારો પર કેવી રીતે તંગ થઇ શકે તેમના ઉપર હંમેશા છાયો કરે છે,

[13:00.00]

 

 

અય મહાન માફ કરનાર, અય મહેરબાનીથી બહુજ વધારે અતા કરનાર,

[13:14.00]

 

 

તો અય મારા આકા ! તારી ઇઝ્ઝતની કસમ ખાઇને કહું કે જો તું તારી બારગાહથી કાઢી મૂકીશ તો પણ તારા દરવાજાથી હટવાનો નથી, અને ફકત તારાથી ઉમ્મીદ લગાવીશ,

[13:32.00]

 

 

કેમ કે હું તારી સખાવત અને તારા કરમને ઓળખું છું અને મારી જબાનથી ફકત તારા વખાણ કરતો રહીશ, તું ચાહે તે કરે છે, જેના પર ચાહે, જે વસ્તુ ચાહે, અને જેવી રીતે ચાહે અઝાબ આપે છે,

[13:47.00]

 

 

અને જેના પર, જેવી રીતે અને જેમ ચાહે રહેમ કરે છે, તારા કામમાં કોઇને પૂછવાનો હક નથી, તારી હુકૂમત વિશે કોઇ ઝઘડનાર નથી, અને ન તો તારા કામમાં કોઇ શરીક છે,

[14:00.00]

 

 

અને ન તો તારા હુકમનો કોઇ વિરોધ કરી શકે છે, અને ન તો તારી તદબીર ઉપર કોઇ વાંધો ઉઠાવી શકે છે , પૈદા કરવું અને હુકમ કરવો એ તો ફકત તારા હાથમાં જ છે,

[14:13.00]

 

 

અને બાબરકત છે તે અલ્લાહ આલમીનનો પરવરદિગાર છે, અય પરવરદિગાર ! આ તેનો મરતબો છે તારી પનાહ લઇને તારા કરમના છાયા હેઠળ આવ્યો હોય,

[14:24.00]

 

 

અને તારાથી એહસાન અને નેઅમતોને ચાહતો હોય, અને તું એવો સખી છે કે જેને ત્યાં માફીની કમી નથી, અને તારો ફઝ્લ ઓછો થતો નથી,

[14:35.00]

 

 

અને તારી રહમતમાં કમી આવતી નથી, અમે તારી માફી, ફઝ્લો કરમ અને બહોળી રહમત ઉપર યકીન રાખીએ છીએ,

[14:56.00]

 

 

તો અય મારા પરવરદિગાર ! શું તું અમારા આ સારા વિચારને ખોટા સાબિત કરીશ? યા અમારી ઉમ્મીદોને તોડી દઇશ? નહી, અય મહેરબાન ખુદા તારા વિશે અમારા આવા વિચારો નથી, અને ન તો અમે આવી ઉમ્મીદ રાખીએ છીએ,

[15:10.00]

 

 

અય પાલનહાર ! તારી બારગાહથી અમને ઘણી બધી ઉમ્મીદો અને મોટી મોટી આશાઓ છે, અમે તારો ગુનાહ કરીએ છીએ છતા તારાથી આસ લગાવીએ છીએ કે તું તેને છુપાવીશ,

[15:27.00]

 

 

અને તારી પાસે અમે દુઆ માંગીએ છીએ એ ઉમ્મીદ સાથે કે તું અમારી દુઆ કબૂલ કરીશ, તો અય મારા મૌલા અમારી ઉમ્મીદોને પૂરી કર, જ્યારે કે અમોને ખબર છે કે અમારા ગુનાહોની સજા શું છે?

[15:45.00]

 

 

પરંતું આ પણ અમને યકીન છે કે રહમતના હકદાર હોય કે ન હોય તું જરૂર રહેમ કરીશ, અને ખાલી હાથ પાછા નહી મોકલીશ, બસ તું અમારા ઉપર અને બીજા તમામ ગુનેહગારો ઉપર તારા ફઝ્લો કરમથી મદદ કર,

[16:03.00]

 

 

તો હવે અમારા ઉપર એવો એહસાન કર કે જેનો તું લાયક છે, અને અમારા ઉપર સખાવત કર કે અમે તારી સખાવતના મોહતાજ છીએ, અય માફ કરનાર ! તારા નૂરથી અમને હિદાયત મળી,

[16:14.00]

 

 

અને તારા ફઝ્લો કરમથી અમે માલામાલ થયા, અને તારી નેઅમતોમાં સવાર સાંજ કરીએ છીએ, અમારા ગુનાહ તારી સામે છે,

[16:32.00]

 

 

અય અલ્લાહ ! અમે તેની માફી ચાહીએ છીએ અને તારા પાસે ગુનાહોની તૌબા માંગીએ છીએ, તું નેઅમતો આપીને અમારાથી મોહબ્બત કરે છે, અને (તેના બદલામાં) અમે તારી નાફરમાની અને ગુનાહ કરીએ છીએ,

[16:47.00]

 

 

તારી પાસેથી ભલાઇ આવે છે અને અમારી પાસેથી તારા તરફ બૂરાઇ જાય છે, તું હંમેશાથી ઇઝ્ઝતવાળો બાદશાહ છે, તારી પાસે અમારા ખરાબ કામ જાય છે,

[17:07.00]

 

 

તે છતાં બૂરા કામ, તારી નેઅમતોને નથી અટકાવતા, અને અમારા પર તારી બક્ષિસો વધારતો રહે છે. બસ, તારી પાકો પાકિઝા જાતનો વાસ્તો છે, તારા જેવો બીજો કોઇ સહનશીલ, મહાન, અને ઇઝ્ઝતવાળો નથી,

[17:19.00]

 

 

શરૂથી લઇને છેલ્લે સુધી તારા બધાજ નામો પાક પાકિઝા છે, તારા વખાણ ઘણાજ છે અને તારી નેઅમતો બેહિસાબ છે

[17:39.00]

 

 

અય મઅબૂદ ! તારો ફઝ્લ બેશુમાર છે, અને તારી સહનશીલતા એનાથી વધારે છે કે મારા કામ અને ભૂલોનો મુકાબલો (હિસાબ) કરે, બસ અમને માફ કર, માફ કર, માફ કર, અમને બક્ષી આપ, અમારી મગફેરત ફરમાવ,

[17:44.50]

 

 

અય મારા સરદાર, મારા આકા, મારા મૌલા,

[17:57.00]

 

 

અય અલ્લાહ ! અમને તારા ઝિક્રમાં મશગૂલ રાખ, અમને તારા ગુસ્સાથી પનાહ આપ, અમને તારા અઝાબથી બચાવી લે, અમને તારી બક્ષિસથી રોઝી અતા કર,

[18:14.00]

 

 

અમને તારા ફઝ્લથી ઇનામ અતા કર, અમને તારા ઘર ખાનએ કાબાની હજ નસીબ કર, અને અમને તારા નબી (સ.અ.વ.) તથા આલે મોહમ્મદ (અલય્હેમુસ્સલામ)ના રોઝા મુબારકની ઝિયારત નસીબ કર,

[18:30.00]

 

 

તારી દુરૂદ, રહમત, બક્ષિસ અને તારી ખુશી તારા નબી ઉપર અને તેમના અહલેબૈત ઉપર નાઝિલ ફરમાવ, બેશક તું જલ્દી કબૂલ કરનાર છે, અને અમને તારી ઇબાદત કરવાની તૌફીક આપ,

[18:43.00]

 

 

અમને તારી શરીઅત અને નબી (સ.અ.વ.) ની સુન્નત ઉપર આ દુનિયાથી ઉઠાવ, અમને અને અમારા મા-બાપને બક્ષી દે, અને તેમના ઉપર એવી રહમત નાઝિલ કર કે જે રીતે બચપણમાં મારી પરવરીશ કરી, તેમને અહેસાનના બદલામાં અહેસાન અને ગુનાહોના બદલામાં માફી અતા કર,

[18:53.00]

 

 

અય અલ્લાહ ! જીવતા તથા મુર્દા મોઅમેનીન અને મોઅમેનાતને માફ કર, અમારા અને તેમના વચ્ચે નેકીઓનો સંબંધ કાએમ કર,

[19:04.00]

 

 

અય ખુદા ! અમારા જીવતા તથા મુર્દા, હાજર તથા ગાયબ, પુરૂષ તથા સ્ત્રી, નાના તથા મોટા, ગુલામ તથા આઝાદ,

[19:12.00]

 

 

બધાને માફ કર, તારાથી કોઇની સરખામણી કરે તે જૂઠા, ગુમરાહ અને મોટી ખોટમાં છે,

[19:27.00]

 

 

અય અલ્લાહ ! મોહમ્મદ અને આલે મોહમ્મદ અલય્હેમુસ્સલામ પર રહમત નાઝિલ કર, (સલવાત) અને મારો અંત ખૈર ઉપર કર,

[19:39.00]

 

 

દુનિયા અને આખેરતના અહેમ કામોમાં મારી મદદ કર, કોઇ બેરહમને મારા ઉપર હાવી ન કર, મને તારી તરફથી હિફાઝત અને અમાન નસીબ કર તારી આપેલી સારી નેઅમતોને મારાથી છીનવી ન લે, અને તેમાં તારા ફઝ્લથી વધારે હલાલ અને પાક રોઝી અતા કર, અય અલ્લાહ ! મને તારી દેખરેખમાં રાખ,

[19:52.00]

 

 

અને તારી હિફાઝતમાં રક્ષણ અતા કર, તારી હિમાયતમાં અમાન આપ, અને આ વર્ષ અને દર વર્ષે હજમાં જવાની તૌફીક નસીબ કર, અને તારા નબી સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની કબ્ર મુબારકની અને ઇમામોના મઝારોની ઝિયારતની તૌફીક અતા કર,

[20:14.00]

 

 

અને તેમના ઉપર સલામ મોકલ, અય પરવરદિગાર ! આ બુલંદ બારગાહો અને બાબરકત જગ્યાઓથી દૂર ન કર,

[20:24.00]

 

 

મઅબૂદ ! એવી તૌબાની તૌફીક આપ કે ફરીથી ગુનાહો ન કરૂં, મારા દિલમાં નેકી અને અમલનો જોશ પૈદા કર, અને જ્યાં સુધી તું મને જીવતો રાખે, દિવસ અને રાત તારો ડર મારા દિલમાં નાખી દે, અને પૂરી જિંદગી નેકીઓ કરતો રહું, અય તમામ દુનિયાના પાલનહાર,

[20:46.00]

 

 

અય મઅબૂદ ! જ્યારે મને એમ લાગે છે કે હવે હું તારી નજીક આવવા તૈયાર થઇ ગયો છું, અને નમાઝ માટે ઉભો થઇને જેવી જ તારી મુનાજાતની શરૂઆત કરૂ છું તો મને ઊંઘ આવવા લાગે છે,

[21:02.00]

 

 

અને મુનાજાતમાં મજા નથી આવતી, (ખબર નથી) મને આ શું થઇ ગયું છે? જ્યારે વિચારૂં છું કે હવે મારૂ દિલ સાફ થઇ ગયું છે,

[21:13.00]

 

 

અને મને એમ લાગે છે કે હવે હું તૌબા કરવાવાળાઓનો સાથી બની જઇશ તો ત્યારે જ કોઇ ન કોઇ મુસીબત આવી જાય છે, જેથી મારા કદમ ડગમગી જાય છે, અને તારા સુધી પહોંચવામાં રૂકાવટ આવે છે (અને તારા સુધી નથી પહોંચી શકતો),

[21:30.00]

 

 

એમ લાગે છે કે તારી બારગાહથી મને કાઢી નાખવામાં આવ્યો છે, અને તારી પાસે હાજર થવાથી રોકવામાં આવ્યો છે, અથવા તારા હકને મામુલી (હલકો) સમજવાના કારણે તારા દરવાજાથી મને દૂર કરવામાં આવ્યો છે (કે હું તો લાયક જ નથી),

[21:51.00]

 

 

યા જ્યારે તેં જોયું કે હું તારી બારગાહથી દૂર થઇ ગયો છું તો તું પણ મને મૂકી દીધો, યા તેં જોયું કે હું જુઠ્ઠો છું તો મને નજરઅંદાજ કરી દીધો,

[22:07.00]

 

 

અથવા તું જુએ છે કે હું તારી નેઅમતોનો શુક્ર અદા નથી કરતો તેથી મને તારાથી દૂર કરી દીધો, યા મને આલિમો પાસે (ઉઠતા-બેસતા) ન જોયો તેથી મને ઝલીલ કરી દીધો,

[22:23.00]

 

 

યા મને ગાફિલોમાં જોઇને મને તારી રહમતથી માયુસ કરી દીધો, યા તો તેં મને બેકાર અને નકામી વાતો કરનાર લોકોમાં જોયો તો મને તેમાં જ રહેવા દીધો,

[22:36.00]

 

 

યા તો તું મારી અવાજ અને દુઆને સાંભળવું પસંદ નથી કરતો તેથી મને દૂર જ કરી દીધો , યા તો તેં મારા ગુનાહો અને ખરાબ કામોની સજા આપી છે, યા મારી બેશરમીની સજા આપી છે, (તે માટે તારી બારગાહ સુધી નથી પહોંચી શકતો અને આળસ થાય છે,)

[23:00.00]

 

 

અય પરવરદિગાર ! બસ હજું પણ જો તું મને માફ કર તો અજબ થવા જેવું નથી, કેમ કે મારી પહેલા પણ ઘણા ગુનેહગારોને માફ કર્યા છે, કેમ કે તારી માફી ગુનેહગારોને સજા દેવા કરતાં બહુજ વધારે છે,

[23:21.00]

 

 

અને હું તારા ફઝ્લો કરમથી પનાહ ચાહું છું, અને તારા ગઝબથી ભાગીને તારી રહમત તરફ આવ્યો છું, અને આશા રાખુ છું કે તારા વાયદાને પૂરો કરીશ, કે લોકો તારાથી સારી ઉમ્મીદ રાખે તેને તું માફ કરે છે,

[23:39.00]

 

 

અય મારા મઅબૂદ ! તારો ફઝ્લ બેહિસાબ અને તારી સહનશીલતા મહાન છે એનાથી કે તું મને મારા અમલ સાથે સરખાવે, યા મારા ગુનાહના લીધે તું મને ઝલીલ કરે,

[23:55.00]

 

 

અય મારા આકા ! હું કોણ અને મારી હેસીયત શું છે ? મને તારા ફઝ્લો કરમથી માફ કર અય મારા સરદાર, અને તારી માફીના સદકામાં મારી બૂરાઇઓને ઢાંકી લે,

[24:11.00]

 

 

અને તારા ખાસ કરમથી મારા ઉપર ગુસ્સો ન કર, અય મારા આકા ! હું તે બાળક છું કે જેની તેં પરવરીશ કરીને મોટો કર્યો, હું તે જાહીલ છું જેને તેં તાલીમ આપી,

[24:27.00]

 

 

હું તે જ ગુમરાહ છું જેને તેં હિદાયત આપી, હું તે નાચીજ છું કે જેને તેં બુલંદી અતા કરી, હું તે ડરનાર છું કે જેને તેં શાંતિ આપી, હું તે ભૂખ્યો છું જેનું તેં પેટ ભર્યુ

[24:45.00]

 

 

અને હું તે તરસ્યો છું કે જેની પ્યાસને તેં બુજાવી, અને હું તે લિબાસ વગરનો છું કે જેને તેં કપડા પહેરાવ્યા,

[24:55.00]

 

 

હું તે મોહતાજ છું કે જેને તેં માલદાર બનાવ્યો, હું તે કમજોર છું કે જેને તેં શક્તિ આપી, હું તે ઝલીલ છું કે જેને તેં ઇઝ્ઝત આપી,

[25:07.00]

 

 

હું તે બીમાર છું જેને તેં તંદુરસ્તી આપી, હું તે સવાલી છું કે જેને તેં બધુજ આપ્યું, હું તે ગુનેહગાર છું કે જેની ભૂલોને તેં છુપાવી લીધી,

[25:21.00]

 

 

હું તે ખતાકાર છું કે જેને તેં માફી આપી, હું તે કિંમત વગરનો છું કે જેને તેં બુલંદી અતા કરી, હું તે કમજોર છું કે જેની તેં મદદ કરી, હું તે ધુતકારલો છું જેને તેં પનાહ આપી,

[25:38.00]

 

 

અય પરવરદિગાર ! હું તે (બંદો) છું કે જેણે એકાંતમાં પણ તારા ગુનાહ કરવાથી શરમ ન કરી, અને બધાના સામે પણ તારો કોઇ ખયાલ ન કર્યો, હું મોટી મુસીબતોવાળો છું,

[25:55.00]

 

 

મે મારા આકાના સામે હિમ્મત કરીને ગુનાહ કર્યા, મે તેની નાફરમાની કરી કે જેનો કબ્ઝો જમીન અને આસમાનો ઉપર છે, અરે મે તો ખુદાની નાફરમાની કરવા માટે રિશવત સુધી આપી,

[26:12.00]

 

 

મે ગુનાહના નામ ઉપર જલ્દીથી દોડીને તેના તરફ ગયો, મને તો મોહલત દેવામાં આવી તો પણ હોશમાં ન આવ્યો,

[26:22.00]

 

 

અને તું મારી ભૂલોને ઢાંકતો ગયો તે છતાં મે હયા ન કરી, અને ગુનાહોમાં વધારો કરતો ગયો,

[26:29.00]

 

 

અને તેં મને તારી નજરોમાં હલકો કર્યો તેની પણ મે કોઇ જાતની પરવાહ ન કરી, તે છતાં તું મને ઢીલ આપતો રહ્યો અને તારા પડદાથી મારી બૂરાઇઓને એવી રીતે છુપાવી કે જાણે મારા વિશે તને કંઇ ખબર જ નથી,

[26:46.00]

 

 

અને મને ગુનાહોના અઝાબથી એવી રીતે બચાવ્યો કે જાણે તને અઝાબ કરવામાં શરમ આવતી હોય, અય મારા અલ્લાહ ! જ્યારે પણ મેં તારી નાફરમાની કરી તો તે એ માટે નહિ કે તારી ખુદાઇનો મુનકીર હતો

[27:04.00]

 

 

યા તારા હુકમને હલકો અને મામુલી સમજતો હતો, યા પોતાને તારા અઝાબ માટે તૈયાર કર્યો હતો, યા તારા અઝાબના વાયદાની તૌહીન કરતો હતો, બલકે વાત એમ છે કે ગુનાહ સામે આવ્યો અને મારા નફસે તેને શોભીતો બનાવી દીધો,

[27:22.00]

 

 

મારી ઈચ્છા મારા ઉપર ફાવી ગઇ અને મારી બદનસીબીએ પણ સાથ આપ્યો, અય પરવરદિગાર તારૂં મારી ભૂલોને વારંવાર છુપાવવાએ મને ઘમંડી બનાવી દીધો, તો આ રીતે હું ગુનાહ કરી બેઠો, અને તારા હુકમની નાફરમાની કરી લીધી,

[27:44.00]

 

 

હવે તુજ મને બતાવ કે તારા અઝાબથી કોણ બચાવશે? અને મને કાલે કોણ અઝાબથી છોડાવશે?

[27:53.00]

 

 

અને જો તું મને નાઉમ્મીદ કરી દઈશ તો પછી હું કોનાથી આશા રાખીશ?

[27:58.00]

 

 

હાય અફસોસ કે તારી પાસે મારા એવા આમાલ લખેલા છે કે જો હું તારી બહોળી રહમત અને તારા ફઝ્લની આશા ન રાખતો હોત]

[28:09.00]

 

 

તો હું તેને યાદ કરીને ક્યારનો માયુસ થઇ ગયો હોત, અય કે જેને પુકારવામાં આવે છે તેમાં સૌથી બહેતર, અને જેનાથી ઉમ્મીદો રાખવામાં આવે છે તેમાં સૌથી બુલંદ,]

[28:24.00]

 

 

અય મઅબૂદ ! હું ઇસ્લામની પનાહ મેળવવા તને જ તારો વસીલો બનાવું છું, કુરઆનના એહતેરામની કસમ મને તારા ઉપર ભરોસો છે,]

[28:37.00]

 

 

અને હું તારા નબી (સ.અ.વ.) ઉમ્મી, કુરૈશી, હાશમી, અરબી, મક્કી, મદનીની મારી મોહબ્બતના વસીલાથી તારી નજીક આવવા ચાહું છું,]

[28:52.00]

 

 

તો બસ મારી આ ઇમાની ચાહતને ખૌફમાં તબદિલ ન કર,]

[28:57.00]

 

 

અને મારા સવાબને એ લોકોના સવાબ જેવો ન લખ કે જે લોકો તારા સિવાય બીજા કોઇની ઇબાદત કરે છે, કેમ કે એક કૌમના લોકો ફકત જાન બચાવવા ખાતર ઇમાન લાવ્યા હતા,]

[29:12.00]

 

 

તો તુંએ તે લોકોની મુરાદ પૂરી કરી, પરંતું અમે તો દિલો-જાનથી ઇમાન લાવ્યા છીએ, જેથી તું અમને બક્ષી આપે, બસ અમારી ઉમ્મીદોને પૂરી કરી દે, અને તારી મોહબ્બત અમારા દિલોમાં નાખી દે,]

[29:30.00]

 

 

અને તારી હિદાયત મળ્યા પછી અમારા દિલોને ગુમરાહ ન થવા દે, અમારા ઉપર તારી રહેમતો નાઝિલ કર કે બેશક તું બહુજ અતા કરનાર છે,]

[29:41.00]

 

 

પરવરદિગાર ! તારી ઇઝ્ઝતની કસમ ખાઇને કહું છું કે જો તું મને કાઢી મુકીશ તો પણ હું તારી બારગાહથી હટવાનો નથી અને તારા વખાણથી જબાનને રોકવાનો નથી, અને તારાથી ઉમ્મીદને છોડવાનો નથી, કેમ કે મારૂં દિલ તારા ફઝ્લો કરમ અને તારી હંમેશાની રહમતને જાણે છે,]

[30:07.00]

 

 

તો અય મારા માલિક ! બંદો પોતાના માલિકને મૂકીને ક્યાં જાય? અને મખ્લૂકને તેના ખાલિક સિવાય બીજા કોની પાસે પનાહ મળી શકે?]

[30:19.00]

 

 

મારા અલ્લાહ ! જો તું મને સાંકળોથી બાંધી દઇશ, અને તમામ લોકોના સામે તારી અતાને મારા માટે રોકી દઇશ, અને લોકોના સામે મારી ભૂલોને બયાન કરી દીધી હશે,]

[30:32.00]

 

 

અને મારા માટે જહન્નમનો હુકમ આપી દીધો હશે, અને તારા નેક બંદાઓથી અલગ કરી દીધો હશે તો પણ હું તારાથી નાઉમ્મીદ થવાનો નથી, અને તારી માફીની આશા નથી છોડવાનો,]

[30:48.00]

 

 

અને મારા દિલથી તારી મોહબ્બત ખત્મ થવાની નથી, દુનિયામાં તારી આપેલી નેઅમતોને અને મારા ગુનાહો તથા ભૂલોને તું ઢાંકે છે તેને હું ભૂલવાનો નથી,]

[31:03.00]

 

 

પરવરદિગાર ! મારા દિલથી દુનિયાની મોહબ્બત કાઢી નાખ, અને મને તારી મખ્લૂકમાં સૌથી બહેતર, તમામ નબીઓમાં છેલ્લા નબી, હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી અને તેમની ઔલાદની બાજુમાં જગ્યા નસીબ કર,]

[31:24.00]

 

 

અને મને તૌબાની મંઝિલ સુધી પહોંચાડી દે, અને મને મારી હાલત ઉપર રોવાની તૌફીક આપ, કેમ કે મેં મારી જિંદગીને નકામી ઈચ્છાઓ અને ખોટી તમન્નાઓમાં બરબાદ કરી દીધી,

[31:40.00]

 

 

અને હવે મારી હાલત એવી છે કે લોકો કામીયાબીથી માયુસ થઇ ગયા હોય, જો આવી હાલતમાં દુનિયાથી ચાલ્યો જાઉ અને મારી કબ્રમાં પહોંચી જાઉ, જ્યારે કે મારી કબ્ર માટે કોઇ સામાન તૈયાર નથી કર્યો,

[31:56.00]

 

 

અને નેક આમાલનું બિસ્તર પણ નથી લગાવ્યું કે તેમાં આરામ કરૂં, તો મારા જેવો કોણ બદનસીબ હશે ? જો આવા સમયે હું ન રોવું તો શું કરૂં ? જ્યારે કે મને ખબર પણ નથી કે મારો અંજામ કેવો થશે ?

[32:17.00]

 

 

હું જોવું છું કે મારો નફ્સ મને દગો આપી રહ્યો છે, અને જમાનો પણ મને ફરેબ આપી રહ્યો છે, અને હવે તો મૌત પણ મારા માથા ઉપર આવી ગઇ છે,

[32:30.00]

 

 

તો હું શા માટે ન રોવું ? અરે ! જીવ નીકળવાના સમયનો વિચાર કરીને રોવું છું, કબ્રનું અંધારૂં અને કબ્રની તંગીને યાદ કરીને રોવું છું, મુનકીર નકીરના સવાલના ડરથી રોવું છું,

[32:48.50]

 

 

અને ખાસ કરીને એ માટે રોવું છું કે કબ્રમાંથી વગર કપડાં એ રીતે બહાર કાંઢવામાં આવશે કે ઝિલ્લત સાથે ગુનાહોના બોજને ઉપાડીને જમણી અને ડાબી તરફ નજર કરીશ

[33:03.00]

 

 

ત્યારે બીજા લોકો પણ જુદી જુદી હાલતમાં હશે, કોઇ પૂછનાર પણ નહી હોય, બધા જ પોત પોતામાં હેરાન પરેશાન હશે, અને તેમાથી અમુક નેક બંદા જેમના ચહેરા નૂરાની અને ખુશખુશાલ હશે, તો તેમને મારી શું પરવાહ હોય,

[33:23.00]

 

 

અને અમુક ચહેરા એવા હશે જેમના ચહેરા ઉપરથી ઝિલ્લત અને પરેશાની દેખાતી હશે, તો તે પણ મારા વિશે શું કરી શકશે? મારા સરદાર ! તું જ મારો સહારો, મારો ભરોસો,

[33:38.00]

 

 

મારી ઉમ્મીદ છે, અને મારો તવક્કુલ છે, તારી રહમતની આસ લગાવીને બેઠો છું, કે તું જેના ઉપર ચાહે તેના ઉપર રહેમ કરે છે, અને જેને ચાહે છે તેને પોતાની મહેરબાનીનો રસ્તો દેખાડે છે,

[33:54.00]

 

 

અય ખુદા ફકત તારા જ વખાણ છે કે મારા દિલને શિર્કથી પાક કર્યુ અને જબાનને બોલનાર બનાવી, શું આ આડું- અવળું બોલનાર જબાનથી તારો શુક્ર અદા કરી શકું?

[34:08.00]

 

 

અને શું આ નાચીજ આમાલ તને રાઝી કરી શકે છે? અય પરવરદિગાર, તારા શુક્રના મુકાબલામાં મારી આ જબાનની શું હેસીયત? અને તારી નેઅમતો અને તારા એહસાનોના સામે મારા અમલની શું કિંમત?

[34:26.00]

 

 

અય મારા મઅબૂદ ! તારી સખાવતે મારી આશાને બાકી રાખી છે અને તારો શુક્ર કે મારા અમલને કબૂલ કર્યો છે, મારા સરદાર, મારૂં મન તારા તરફ છે અને તારાથી ડરૂં છું,

[34:43.00]

 

 

મારી ઉમ્મીદ તારાથી છે અને આ ઉમ્મીદ તારા સુધી ખેંચીને લાવી છે, અય એક જ ખુદા મારી હિમ્મત તારા સુધી પહોંચીને રોકાઇ ગઇ, અને મારૂં મન તારી રહમતના ખજાના તરફ છે,

[34:58.00]

 

 

મારી ઉમ્મીદ અને ખૌફ ફકત તારાથી છે, મારી મોહબ્બત ફકત તારી જાતથી છે, અને મારા હાથોને તારા તરફ આગળ કર્યા છે,

[35:10.00]

 

 

અને મારા દિલની અંદરના તારો ખૌફે મને તારી ઇતાઅતની તરફ આગળ વધાર્યો છે, મારા મૌલા ! મારૂં દિલ તારી યાદથી જીવતું છે, અને તારી સાથે મુનાજાતથી મારા ખૌફને દૂર કરૂં છું,

[36:06.00]

 

 

અય મારા માલિક, અય મારી ઉમ્મીદ પૂરી થવાની જગ્યા, અય મારા સવાલને પૂરો કરનાર, મને તારી ઇતાઅતમાં મશગૂલ કરીને ગુનાહોથી દૂર કર, મારી અને મારા ગુનાહોની વચ્ચે જુદાઇ નાખ,

[36:23.00]

 

 

હું તારાથી હંમેશની ઉમ્મીદ અને મોટી ઈચ્છા સાથે સવાલ કરૂં છું, કે તેં પોતાની માટે તારા બંદા ઉપર મહેરબાની અને બક્ષિશને વાજિબ કરી છે.

[36:35.00]

 

 

બસ, તારો જ હુકમ ચાલે છે, તું એકલો છે અને તારો કોઇ ભાગીદાર નથી, અને તમામ મખ્લૂક તારૂં કુટુંબ છે, તારા કાબૂમાં છે, દરેક વસ્તુએ તારી સામે માથું જૂકાવી દીધું છે,

[36:53.00]

 

 

અને તું તો તમામ દુનિયાનો પાલનહાર અને બાબરકત છે, મારા અલ્લાહ ! તે સમયે મારા ઉપર રહેમ કર જ્યારે તારી સામે મારૂં કોઇપણ બહાનું કામ નહી આવે, તે સમયે મારા ઉપર રહેમ કર જ્યારે તારી સામે જવાબ દેવામાં મારી જબાન બંધ થઇ જાય,

[37:15.00]

 

 

અને તારા સવાલથી મારા હોશોહવાસ ઉડી જાય, અય મારી નાની મોટી બધી ઉમ્મીદો પૂરી થવાની જગ્યા, મને ત્યારે નાઉમ્મીદ ન કર જ્યારે મારી હાજત સખત મોટી હોય, મારી નાદાનીના લીધે તારાથી દૂર ન કર,

[37:36.00]

 

 

મારી બેસબ્રીના લીધે મહેરૂમ ન કર, મારી હાજત અને જરૂરત પ્રમાણે અતા કર, અને મારી કમજોરી ઉપર રહેમ કર,

[37:49.00]

 

 

મારા સરદાર ! તું તો મારો સહારો છે, તારા ઉપર પૂરો ભરોસો છે અને તારાથી ઉમ્મીદ રાખું છું, અને તારા ઉપર તવક્કુલ અને તારી રહમતની આશા રાખીને તારી બારગાહમાં હાજર થયો છું,

[38:05.00]

 

 

તારી સખાવતથી હાજત પૂરી થાય તેમ ઈચ્છા રાખું છું. તારા રહેમો-કરમથી દુઆ શરૂં કરૂં છું અને મારાથી તંગી દૂર થાય તેવી ઉમ્મીદ રાખું છું, તારા ખજાનાઓથી મારી તંગી દૂર કરવા ચાહું છું,

[38:21.00]

 

 

તારી માફીના છાયા હેઠળ ઉભો છું, અને તારી સખાવત અને તારા એહસાન તરફ મારી નજર છે,

[38:30.00]

 

 

તો મને જહન્નમમાં ન સળગાવ ફક્ત તારાથી જ મારી આશા છે, અને મને ભડકતી આગમાં ન નાખ કે તું મારી આંખોની ઠંડક છે,

[38:39.00]

 

 

અય મારા આકા ! તારા એહસાન અને ભલાઇની આશા છે તેને ખોટી સાબિત ન કર, કેમ કે તું જ ભરોસાના લાયક છે, અને મને તારા સવાબથી મહેરૂમ ન કર કે તું મારી મોહતાજીને બહેતર જાણે છે.

[38:56.00]

 

 

મારા અલ્લાહ ! જો મારી મૌતનો સમય નજીક આવી ગયો હોય અને મારા આમાલથી તારી નજીક સુધી ન પહોંચી શક્યો હોઉ તો હું મારા ગુનાહોનો સ્વીકાર કરીને તારી બારગાહ સુધી પહોંચવાનો વસીલો બનાવું છું,

[39:13.00]

 

 

અય પરવરદિગાર ! જો તું મને માફ કરી દઇશ તો તારાથી વધારે કોણ માફ કરનાર છે, જો તું અઝાબ આપીશ તો તારાથી વધારે કોણ ન્યાય કરનાર છે,

[39:26.00]

 

 

માટે રહેમ કર આ દુનિયામાં મારી લાચારી ઉપર, મૌતના સમયે મારી તકલીફ ઉપર, કબ્રમાં મારી તન્હાઈ ઉપર, અને કબ્રના ખૌફમાં મારા ઉપર રહેમ કર,

[39:39.00]

 

 

અને જ્યારે મારા આમાલનો હિસાબ કરવામાં આવે ત્યારે મારી ઝિલ્લત ઉપર રહેમ કર, અને તે બધા ગુનાહોને માફ કર જેને લોકો તો જાણતા નથી ફકત તું જ જાણે છે, અને હંમેશા માટે છુપાવીને રાખ,

[40:04.00]

 

 

અય મારા અલ્લાહ ! તે સમયે મારા ઉપર રહેમ કર, જ્યારે મારા દોસ્ત, સગાવ્હાલા બિસ્તર ઉપર મારા પડખા બદલાવતા હોય, તે વખતે રહેમ ફરમાવ જ્યારે મારા પાડોશીઓ ગુસ્લ માટે મારા શરીરને આમથી તેમ ફેરવતા હોય, તે વખતે રહેમ કર જ્યારે મારા સગાવ્હાલા (ભાઇ, ઔલાદ વગેરે) મારા જનાઝાને ચારે તરફથી ઉપાડીને લઇ જઇ રહ્યા હોય,

[40:18.00]

 

 

અને મારા ઉપર તે વખતે રહેમ કર કે જ્યારે તારી બારગાહમાં હાજર થાવ, અને કબ્રમાં એકલો રહી જાવ,

[40:22.00]

 

 

અને આ નવા ઘરમાં મારી લાચારી ઉપર રહેમ કર, જેથી મારો લગાવ તારા સિવાય બીજા કોઇથી ન રહે, અય મારા આકા ! જો આવા સમયે મને એકલો મૂકી દઇશ તો હું હલાક થઇ જઇશ,

[40:39.00]

 

 

મારા સરદાર ! જો મારી ખતાને માફ નહી કરે તો હું કોની પાસે મદદ માંગીશ ? જો આ મુસીબતના સમયે તારી ખાસ રહેમો કરમ મારી સાથે નહી હોય તો હું કોને ફરિયાદ કરીશ ?

[40:54.00]

 

 

જો તું મારી આ મુશ્કીલોને આસાન નહી કરે તો કોની પાસે પનાહ મેળવીશ મારા મૌલા અને આકા ! જો તું મારા ઉપર રહેમ નહી કરે તો મારૂં બીજું કોણ છે કે મારા ઉપર રહેમ કરે?

[41:11.00]

 

 

જો આ જરૂરતના સમયે મારા ઉપર તારી રહેમો કરમ નહી હોય તો કોનાથી ઉમ્મીદ લગાવીશ? અને જ્યારે મારી મૌતનો સમય આવી જાય તો ગુનાહોથી ફરાર કરીને કોની પાસે આશરો મેળવીશ?

[41:25.00]

 

 

મારા સરદાર ! હું મોટી ઉમ્મીદ સાથે આવ્યો છું કે મારા ઉપર અઝાબ ન કર, મારા અલ્લાહ મારી ઉમ્મીદ પૂરી કર, અને ખૌફથી અમાન અતા કર,

[41:38.00]

 

 

કે આટલા બધા ગુનાહોની માફીની આશા તારા સિવાય બીજા કોઇથી નથી, અય મારા આકા ! હું તારાથી એ વસ્તુનો સવાલ કરૂં છું જેનો હું હકદાર નથી,

[41:51.00]

 

 

પરંતું તું છુપાવનાર અને માફ કરનાર છે, બસ મારા ગુનાહોને માફ કર, અને તારી નજરો-કરમથી એવો લિબાસ અતા કર કે જેમા મારી બધી ભૂલો છુંપાઇ જાય,

[42:05.00]

 

 

અને ત્યાર પછી તે ગુનાહોને માફ કર અને તેના વિશે સવાલ ન કર, બેશક તું હંમેશા એહસાન કરનાર અને નેઅમતો આપનાર છે, મહાન દરગુજર કરનાર અને ઉદાર માફ કરનાર છે,

[42:21.00]

 

 

મારા અલ્લાહ ! તું તેને પણ આપે છે જે તારી પાસે માંગતો નથી અને તારો ઇન્કાર કરે છે,

[42:29.00]

 

 

મારા સરદાર તો કેમ કરી મહરૂમ રહી શકે જે તારી પાસે માંગતો હોય અને યકીન રાખતો હોય કે પૈદા કરવું અને હુકમ કરવો તે ખાસ તારા માટે જ છે, ખરેખર બાબરકત અને બુલંદ છે તારી જાત, અય તમામ દુનિયાઓના પાલનહાર,

[42:52.00]

 

 

અય અલ્લાહ ! તારો નાચીઝ બંદો તારી સામે હાજર થયો છે, તેને તંગી અને ફકીરીએ તારા સુધી પહોંચાડ્યો, અને તે પોતાની દુઆથી તારા એહસાનના દરવાજાને ખટખટાવે છે,

[43:06.00]

 

 

તો હવે તારી જાતના વાસ્તાથી મને તારી તવજ્જોહથી મહેરૂમ ન કર,

[43:12.00]

 

 

અને મારી અરજને કબૂલ કર કે હું તને આ દુઆથી પુકારૂ છું અને આશા છે કે તેને તું રદ નહી કરીશ, કેમ કે હું તારી મહેરબાની અને રહમતને ઓળખું છું,

[43:26.00]

 

 

મારા પરવરદિગાર ! તું એ છે કે જેને કોઇ સવાલી મજબૂર નથી કરી શકતો, અને તારી અતાથી તારા ખજાનામાં કઇ ઓછું થતું નથી, ખરેખર તું એવો જ છે જેવું તે બતાવ્યું અને અમે કહીએ તેનાથી તો તું ઘણો બુલંદ છે.

[43:44.00]

 

 

અય મઅબૂદ ! તારી પાસે બહેતરીન સબ્ર, મુસીબતોથી છુટકારો, સાચું બોલવાની તૌફીક, અને વધારે સવાબનો સવાલ કરૂં છું.

[43:55.00]

 

 

અય પરવરદિગાર ! તારાથી એ દરેક ભલાઇ માંગુ છું જેને તું જાણે છે, અને હું નથી જાણતો, અય અલ્લાહ ! તારાથી એ વસ્તું માંગુ છું જેનો તારા નેક બંદા તારાથી સવાલ કરે છે,

[44:10.00]

 

 

અય તે કે જેનાથી સવાલ કરવામાં આવે છે તેમાં સૌથી બહેતર, અને જે અતા કરે છે તેમાં સૌથી બહેતર અતા કરનાર, મારા માટે, મારા કુંટુંબ, મારા મા-બાપ, ઔલાદ,

[44:24.00]

 

 

સગાવ્હાલા અને દીની ભાઇઓ માટે માંગુ છું તે અતા કર, મારી જિંદગીને સારી બનાવ, મારી મુરુવ્વતને જાહેર કર, અને મારી તમામ હાલતને સુધારી દે,

[44:38.00]

 

 

મારી ગણતરી તે લોકોમાં કર જેમને તેં લાંબી જિંદગી આપી અને તેમના અમલને નેક ગણ્યા, તેમને પાક પવિત્ર જીવન અતા કર્યુ કે જેમા તે સદા ખુશ રહે,

[44:51.00]

 

 

અને જેમને તે ઇઝ્ઝતદાર બનાવ્યા, અને બેહતરીન રોઝી અતા કરેલ છે; કે બેશક તું જે ચાહે તે કરે છે અને તારા સિવાય બીજો કોઇ ચાહે તેવું તું નથી કરતો,

[45:05.00]

 

 

અય મઅબૂદ ! મને તારો ખાસ ઝિક્ર કરવો નસીબ કર, અને રાત દિવસના અમલથી હું તારી નજીક આવવા ચાહું છું

[45:15.00]

 

 

તેમા મારા તરફથી રિયાકારી (દેખાવ) વખાણની આશા, પોતાના વખાણ અને ઘમંડનો એહસાસ ન થવા દે, અને જે લોકો તારાથી ડરે છે તે લોકોમાં મારી ગણતરી કર,

[45:28.00]

 

 

અય અલ્લાહ ! મારી રોઝીમાં બરકત, વતનમાં શાંતિ, અને મારા માલ અને ઔલાદના લીધે દિલનું સુકૂન અતા કર,

[45:38.00]

 

 

અને તારી નેઅમતોમાંથી મારો ખાસ હિસ્સો નસીબ કર, શરીરમાં તંદુરસ્તી, તાકત,

[45:44.00]

 

 

અને દીનમાં સલામતી અતા ફરમાવ,અને હંમેશા જ્યાં સુધી જીવતો રહું ત્યાર સુધી તારી અને તારા રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની ઇતાઅત કરવાની હિમ્મત અતા કર,

[45:58.00]

 

 

મને તારા તે બંદાઓમાં શામિલ કર જેમનો હિસ્સો તે નેકીઓમા બહુજ વધારે છે જેને તેં નાઝિલ કરી છે અને નાઝિલ કરતો રહીશ, માહે રમઝાન અને શબે કદ્રમાં

[46:13.00]

 

 

અને આખા વર્ષ દરમિયાન જે કાંઈ ભલાઇઓ નાઝિલ કરે છે, તેમા મારો મોટો ભાગ રાખ, એટલે જે રહમતને તું ફેલાવે છે, જે સલામતીને તું આપે છે, જે સખ્તીને તું દૂર કરે છે,

[46:28.00]

 

 

જે નેકીઓને તું કબૂલ કરે છે, જે ગુનાહને તું માફ કરે છે તે દરેકમાં મારો મોટો હિસ્સો કરાર દે, અને મને તારા ઘર ખાનએ કાબા ની હજ આ વર્ષે અને દર વર્ષે નસીબ કર,

[46:42.00]

 

 

અને તારા ફઝ્લો કરમથી રોઝીમાં વધારો કર, અય મારા સરદાર ! બૂરાઇઓને મારાથી દૂર કર,

[46:52.00]

 

 

મારા કરઝ અને બધા હક્કોને અદા કર જેથી કોઇનો હક મારી ગરદન ઉપર બાકી ન રહે, અને મારા દુશ્મનો, હસદ કરનારાઓ, અને વિરોધીઓના કાન અને આંખોને મારાથી હટાવી દે,

[47:06.00]

 

 

અને તેમના સામે મારી મદદ કર, મને આંખોની ઠંડક અને દિલી ખુશી નસીબ કર,

[47:12.00]

 

 

મને દરેક તકલીફ અને પરેશાનીમાં નીકળવાનો રસ્તો દેખાડ. તારી તમામ મખ્લૂકાતમાંથી જે મારા માટે ખરાબ ઇરાદો કરે તેને મારા પગ નીચે કચડી નાખ,

[47:26.00]

 

 

અને દરેક શયતાન અને દરેક સુલતાનની ખરાબીઓ અને બધા ખરાબ કામોથી બચવામાં મારી મદદ કર, અને તમામ ગુનાહોથી પાક કર,

[47:36.00]

 

 

અને મને માફ કરીને દોઝખની આગથી નજાત અતા કર, અને તારી રહમતથી જન્નતમાં દાખલ કર અને તારા ફઝ્લો કરમથી હૂર સાથે શાદી કરાવ,

[47:46.00]

 

 

અને મને તારા નેક અવલીયા સાથે જગ્યા નસીબ કર જે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પાક ઔલાદ છે,

[47:57.00]

 

 

તારી રહમત નાઝિલ થાય તેમની પાક રૂહો ઉપર અને પાક શરીરો ઉપર, ખુદા તરફથી તેમના ઉપર હંમેશા રહેમતો અને બરકતો છે.

[48:08.00]

 

 

અય મારા અલ્લાહ ! મારા આકા ! તારી ઇઝ્ઝતો જલાલની કસમ ખાઇને કહું છું કે જો મારા ગુનાહો વિષે સવાલ કરીશ તો હું તારી પાસે તારી માફીનો સવાલ કરીશ,

[48:22.00]

 

 

જો તું મારી ઝિલ્લત અને હલકાઈ વિશે પૂછપરછ કરીશ તો હું તારાથી તારી મહેરબાનીની આશા રાખીશ, જો તું મને દોઝખમાં નાખીશ તો ત્યાંના લોકોને બતાવીશ કે હું તારાથી મોહબ્બત કરનાર અને તારો ચાહવાવાળો હતો,

[48:39.00]

 

 

અય મારા મઅબૂદ ! મારા સરદાર ! જો તું ફકત તારા અવલીયા અને ફરમાંબરદારોને માફ કરીશ તો તારા ગુનેહગાર બંદા ક્યા જશે? અને કોની પાસે ફરિયાદ કરશે?

[48:57.00]

 

 

અને જો તારા વફાદારોને ફકત ઇઝ્ઝત અતા કરીશ તો ખતાકાર બંદા કોની પાસે મદદ માંગશે ? મારા સરદાર જો તું મને દોઝખમાં નાખીશ તો તેમાં તારા દુશ્મનો ખુશ થશે,

[49:14.00]

 

 

અને જો તું મને જન્નતમાં દાખલ કરીશ તો તેમા તારા નબી સલ્લલ્લાહો અલય્હે વ આલેહી ખુશ થશે,

[49:23.00]

 

 

અને ખુદાની કસમ હું જાણું છું કે તારા નબી સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની ખુશી તારા દુશ્મનની ખુશી કરતાં તને વધારે પસંદ છે,

[49:35.00]

 

 

અય અલ્લાહ ! હું સવાલ કરૂં છું કે મારા દિલને તારી મોહબ્બત અને તારા ખૌફથી ભરી દે, મને તારી કિતાબની તસ્દીક,

[49:45.00]

 

 

તારા ઉપર ઇમાન, તારો ખૌફ અને તારા તરફ આવવાનો શૌક અતા કર, અય બુઝુર્ગી અને ઇઝ્ઝતના માલિક ! તારી બારગાહમાં હાજરી આપવી મારા માટે પસંદીદાહ બનાવ,

[49:59.00]

 

 

અને મારૂં તારી પાસે આવવું પસંદ કર, અને તારી બારગાહમાં હાજર થવાથી ખુશી, મુસીબતોથી નજાત, અને ઇઝ્ઝત મળે છે તેં મને નસીબ કર, અય મારા અલ્લાહ ! મને ગુજરી ગએલા નેક લોકો સાથે મેળવી દે,

[50:16.00]

 

 

અને મૌજૂદ નેક લોકોમાં શામીલ કર, મને નેક લોકોના રસ્તા ઉપર ચલાવ, અને મારા ખરાબ નફ્સને સુધારવામાં મારી મદદ કર જેવી રીતે તું નેક બંદાઓની તેમના નફ્સોને સુધારવા માટે મદદ કરે છે,

[50:33.00]

 

 

અને મારા અમલનો અંત સારી રીતે કરે, અને તારી મહેરબાનીથી સવાબનાં બદલામાં જન્નત અતા કર, અને નેક અમલ કરૂં છું તેમા સાબિત કદમ રાખ,

[50:44.00]

 

 

અય પરવરદિગાર જે બૂરાઇને મારાથી દૂર કરી છે તેમા પાછો ન ફેરવ, અય તમામ દુનિયાઓના પાલનહાર,

[50:54.00]

 

 

અય અલ્લાહ ! તારાથી એવું ઇમાન માંગુ છું તારી બારગાહમાં હાજર થવા પહેલા ખત્મ ન થાય, અને તેના ઉપર જ જીવતો રહું અને તેના ઉપર જ મૌત આવે,

[51:06.00]

 

 

અને જ્યારે મને કબરથી ઉઠાડવામાં આવે તો ઇમાન સાથે ઉભો કર, અને મને દીનમાં રિયાકારી (દેખાવ), શક અને લોકો પાસે મારા વખાણની ઉમ્મીદ રાખવાથી બચાવી લે, જેથી મારો અમલ ફકત તારા માટે જ રહે.

[51:22.00]

 

 

અય મઅબૂદ ! મને તારા દીનની સાચી ઓળખ, તારા એહકામની સાચી સમજ, અને તારા ઇલ્મમાં ફીક્ર કરવી નસીબ કર, અને તારી રહમતના બંને હિસ્સા અતા કર,

[51:36.00]

 

 

અને તારી નાફરમાનીથી રોકે તેવી પરહેઝગારી નસીબ કર, અને મારા ચહેરાને તારા નૂરથી નૂરાની કર, અને જે કંઇ તારી પાસે છે

[51:47.00]

 

 

તેની તમન્ના મારા દિલમાં નાખી દે, મને તારા રસ્તા ઉપર અને તારા રસૂલ સલ્લલ્લાહો અલય્હે વ આલેહીની સીરત ઉપર મૌત નસીબ કર,

[52:00.00]

 

 

અય પરવરદિગાર ! હું તારી પનાહ ચાહું છું, આળસ, બદદિલી, પરેશાની, ડરપોકી, કંજૂસી, ફરામોશી (ગફલત), કઠણદિલ, ગરીબી અને ફકીરીથી પનાહ ચાહું છું,

[52:13.00]

 

 

અને એવા નફ્સથી અને પેટથી પણ પનાહ ચાહું છું કે કોઇ દિવસ ભરાતું ન હોય,

[52:20.00]

 

 

અને તે દિલથી કે જેમાં નરમાશ ન હોય, તે દુઆ કે જેને કબૂલ કરવામાં ન આવે, અને તેવા કામોથી કે જેમાં ફાયદો ન હોય, તે બધાથી પનાહ ચાહું છું, પરવરદિગાર ! હું મારા નફ્સ, દીન, માલ

[52:39.00]

 

 

અને તમામ નેઅમતો વિષે શયતાન રજીમના વસવસાથી બચવા માટે તારી બારગાહમાં પનાહ ચાહું છું બેશક તું બહેતરીન સાંભળનાર અને જાણકાર છે,

[52:51.00]

 

 

અય મારા અલ્લાહ ! સાચું તો એ છે કે તારા સિવાય મને બીજું કોઇ પનાહ નથી આપી શકતું અને તારી પનાહની સિવાય બીજી કોઇ પનાહની જગ્યા પણ નથી કે જ્યાં પનાહ હાંસિલ કરૂં, તો મને તારા અઝાબમાં મુબ્તેલા ન કર,

[53:08.00]

 

 

અને મને હલાકી તરફ ન ધકેલ, અને મને સખત અઝાબમાં દાખલ ન કર અય પરવરદિગાર ! મારા અમલને કબૂલ કર, મારા ઝિક્રને બુલંદ કર,

[53:20.00]

 

 

મારા દર જાને ઊંચો કર, અને મારા ગુનાહોને દૂર કર, અને મને મારા ગુનાહોથી યાદ ન કર, અને મારા બેસવાનો સવાબ,

[53:30.00]

 

 

મારી વાતચીત, અને દુઆના સવાબને તારી ખુશી અને જન્નતના રૂપે અતા કર, અય પાલનહાર ! તે બધુજ અતા કર જે તારી પાસે માંગ્યું છે,

[53:41.00]

 

 

અને તેમા તારા ફઝ્લો કરમથી વધારો કર, કે ફકત તારાથી જ આશા છે, અય તમામ દુનિયાઓના પરવરદિગાર,

[53:50.00]

 

 

અય મઅબૂદ ! બેશક તું તારી પવિત્ર કિતાબમાં આ હુકમને નાઝિલ કર્યો છે કે તમારા ઉપર ઝુલ્મ કરે તેને માફ કરી દો, અમે અમારા નફ્સો ઉપર ઝુલ્મ કર્યા છે તો તું અમોને માફ કર કેમ કે તું માફ કરવા માટે વધારે હકદાર છે,

[54:09.00]

 

 

તારો હુકમ છે કે કોઇ માંગનારને દરવાજાથી ખાલી હાથ પાછા ન મોકલો, તો અમે પણ તારા દરવાજા ઉપર સવાલી બનીને આવ્યા છીએ, તો અમારી હાજતો પૂરી કર્યા વગર પાછો ન મોકલ,

[54:24.00]

 

 

અને તારો હુકમ છે કે અમે અમારા ગુલામો (નોકરો) સાથે એહસાન કરીએ, અમે પણ તારા ગુલામ છીએ, તો હવે તું પણ અમોને જહન્નમની આગથી નજાત અતા કર,

[54:38.00]

 

 

હું તારી બારગાહમાં ફકત તારી પનાહ લેવા હાજર થયો છું, અય મુસીબતના સમયે પનાહ આપનાર, અય સખ્તીઓમાં ફરિયાદે પહોંચનાર તારાથી ફરિયાદ કરૂં છું, અને તારાથી મદદ માંગું છું,

[54:54.00]

 

 

મને તારા સિવાય બીજા કોઇની પણ જરૂરત નથી, અને તારા સિવાય બીજા કોઇ પાસે મુસીબતથી છુટકારો નથી ચાહતો, તો બસ હવે તું મારી ફરિયાદે પહોંચ, અને મને નજાત અતા કર,

[55:07.00]

 

 

અય તે કે થોડા અમલને કબૂલ કરે છે, અને વધારે ગુનાહોને માફ કરે છે, તો મારા થોડા અમલને કબૂલ કર, અને વધારે ગુનાહોને માફ કર,

[55:20.00]

 

 

બેશક તું મોટો મહેરબાન અને મોટો માફ કરનાર છે, અય અલ્લાહ ! હું તારાથી એવું ઇમાન ચાહું છું જે દિલની ગેહરાઇ સુધી પહોચી જાય,

[55:31.00]

 

 

અને તારાથી તે સાચા યકીનનો સવાલ કરૂં છું કે જેના પછી મને યકીન થઇ જાય કે જે મારા હકમાં છે તે જરૂરથી મને મળીને રહેશે,

[55:42.00]

 

 

અને મારી બાકીની જિંદગીને ખુશહાલી સાથે પૂરી કર,

[55:47.00]

يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ

 

અય સૌથી વધારે રહેમ કરનાર .