"بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ "
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
(શરું કરું છું) અલ્લાહના નામથી જે ખુબજ મહેરબાન અને બહુજ દયાળુ છે
"اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ "
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ بَهَآئِكَ بِاَبْهَاهُ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન બહાએક બે અબ્હાહો
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી સુંદરતા માંથી માંગુ છું, તારી બેહતરીન સુંદરતાના વાસ્તાથી,
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُ
વ કુલ્લો બહાએક બહિય્યુન
અને તારી દરેક સુંદરતા ખુબજ સુંદર છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِبَهَآئِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે બહાએક કુલ્લેહી
અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ સુંદરતાના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ جَمَالِكَ بِاَجْمَلِهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન જમાલેક બે અજમલેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી બેહતરીન ખુબસુરતીના વાસ્તાથી સવાલ કરું છું,
وَكُلُّ جَمَالِكَ جَمِيْلٌ
વ કુલ્લો જમાલેક જમીલુન
અને તારી દરેક ખુબસુરતી ખુબજ ખુબસુરત છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِجَمَالِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે જમાલેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ ખુબસુરતીના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ جَلَالِكَ بِاَجَلِّهِ وَكُلُّ جَلَالِكَ جَلِيْلٌ اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِجَمَالِكَ كُلِّهِ،
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન જલાલેક બે અજલ્લેહી વ કુલ્લો જલાલેક જલીલુન અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે જમાલેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાનતા માંથી માંગુ છું તારી બેહતરીન મહાનતાના વાસ્તાથી અને તારી દરેક મહાનતા ખુબજ મહાન છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ عَظَمَتِكَ بِاَعْظَمِهَا وَكُلُّ عَظَمَتِكَ عَظِيْمَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન અઝમતેક બે અઅઝમેહા વ કુલ્લો અઝમતેક અઝીમતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાન બુઝુર્ગીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક બુઝુર્ગી ખુબજ મહાન છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِعَظَمَتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે અઝમતેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ બુઝુર્ગીના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ نُوْرِكَ بِاَنْوَرِهِ وَكُلُّ نُوْرِكَ نَيِّرٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન નૂરેક બે અન્વરેહી વ કુલ્લો નૂરેક નય્યેરૂન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા બેહતરીન નૂરના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક નૂર નુરાની છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِنُوْرِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે નૂરેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ નૂરના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ رَحْمَتِكَ بِاَوْسَعِهَا وَكُلُّ رَحْمَتِكَ وَاسِعَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન રહમતેક બે અવસએહા વ કુલ્લો રહમતેક વાસેઅતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી ખુબજ ફેલાયેલી રહમતના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી બધીજ રહમત ખુબજ ફેલાયેલી છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِرَحْمَتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે રહમતેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ રહમતના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ كَلِمَاتِكَ بِاَتَمِّهَا وَكُلُّ كَلِمَاتِكَ تَامَّةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન કલેમાતેક બે અતમ્મેહા વ કુલ્લો કલેમાતેક તામ્મતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા સંપૂર્ણ કલામના વાસ્તાથી સવાલ કરું છુ, અને તારા દરેક કલામ સંપૂર્ણ છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِكَلِمَاتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે કલેમાતેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ કલેમાતના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ كَمَالِكَ بِاَكْمَلِهِ وَكُلُّ كَمَالِكَ كَامِلٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન કમાલેક બે અકમલેહી વ કુલ્લો કમાલેક કામેલુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી તમામ સંપૂર્ણતાના વાસ્તાથી સંપૂર્ણતા (કમાલ) માંથી માંગુ છું, અને તારા દરેક કમાલ સંપૂર્ણ છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِكَمَالِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે કમાલેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કમાલના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ اَسْمَآئِكَ بِاَكْبَرِهَا وَكُلُّ اَسْمَآئِكَ كَبِيْرَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન અસ્માએક બે અકબરેહા વ કુલ્લો અસ્માએક કબીરતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા મહાન નામોના વાસ્તાથી સવાલ કરું છુ, અને તારા દરેક નામો મહાન છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِاَسْمَآئِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે અસ્માએક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ નામોના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ عِزَّتِكَ بِاَعَزِّهَا وَكُلُّ عِزَّتِكَ عَزِيْزَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન ઈઝઝતેક બે અઅઝઝેહા વ કુલ્લો ઈઝઝતેક અઝીઝતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી મહાન કુદરતના વાસ્તાથી, અને તારી દરેક કુદરત ખુબજ મજબૂત છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِعِزَّتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે ઈઝઝતેક કુલ્લેહા
અય અલ્લાહ, હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તા થી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ مَشِيَّتِكَ بِاَمْضَاهَا وَكُلُّ مَشِيَّتِكَ مَاضِيَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિમ્મશિય્યતેક બે અમ્ઝાહા વ કુલ્લો મશિય્યતેક માઝેયતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા અમલમાં આવેલા દરેક ઈરાદાના વાસ્તાથી, અને તારા દરેક ઈરાદા અમલમાં આવે છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمَشِيَّتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે મશિય્યતેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા બધાજ ઈરાદાના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ قُدْرَتِكَ بِالْقُدْرَةِ الَّتِي اسْتَطَلْتَ بِهَا عَلٰى كُلِّ شَيْءٍ وَكُلُّ قُدْرَتِكَ مُسْتَطِيْلَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન કુદરતેક બિલ કુદરતિલ્લતિસ્તતલ્ત બેહા અલા કુલ્લે શયઈન વ કુલ્લો કુદરતેક મુસ્તતીલતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી કુદરત થકી કે જે બધીજ વસ્તુઓ ઉપર પ્રબળ છે, અને તારી દરેક કુદરત પ્રબળ છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِقُدْرَتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે કુદરતેક કુલ્લેહ
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી તમામ કુદરતના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ عِلْمِكَ بِاَنْفَذِهِ وَكُلُّ عِلْمِكَ نَافِذٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન ઈલ્મેક બે અન્ફઝેહી વ કુલ્લો ઈલ્મેક નાફેઝુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ઇલ્મમાંથી માંગુ છું, દરેક વસ્તુ ઉપર કુદરત ધરાવનાર ઇલ્મના વાસ્તાથી, અને તારા તમામ ઇલ્મે દરેક વસ્તુને ઘેરી લીધી છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِعِلْمِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે ઈલ્મેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ ઇલ્મના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ قَوْلِكَ بِاَرْضَاهُ وَكُلُّ قَوْلِكَ رَضِيٌّ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન કવ્લેક બે અરઝાહા વ કુલ્લો કવ્લેક રઝિય્યુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ખુબજ પસંદ કરેલા કથન (કવ્લ)ના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક કથન પસંદ કરેલા છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِقَوْلِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે કવ્લેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા તમામ કથનના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ مَسَاۤئِلِكَ بِاَحَبِّهَا اِلَيْكَ وَكُلُّہا اِلَيْكَ حَبِيْبَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિમ મસાએલેક બેઅહબ્બેહા એલય્ક વ કુલ્લોહા એલય્ક હબીબતુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા દરેક પસંદ કરેલ હુકમોના વાસ્તાથી સવાલ કરું છું, અને તારા દરેક હુકમોને તું પસંદ કરે છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمَسَاۤئِلِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે મસાએલેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારા દરેક હુકમોના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ شَرَفِكَ بِاَشْرَفِهِ وَكُلُّ شَرَفِكَ شَرِيْفٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન શરફેક બે અશરફેહી વ કુલ્લો શરફેક શરીફુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી મહાન ઇઝ્ઝતના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક ઇઝ્ઝત ખુબજ મહાન છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِشَرَفِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે શરફેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક ઇઝ્ઝતના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ سُلْطَانِكَ بِاَدْوَمِهِ وَكُلُّ سُلطَانِكَ دَاۤئِمٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન સુલ્તાનેક બે અદવમેહી વ કુલ્લો સુલ્તાનેક દાએમુન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે હંમેશા રહેવાવાળી સત્તા (કુદરત)ના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી સત્તા હંમેશા બાકી રહેવાવાળી છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِسُلْطَانِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે સુલ્તાનેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક સત્તાના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ مُلْكِكَ بِاَفْخَرِهِ وَكُلُّ مُلْكِكَ فَاخِرٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિમ મુલ્કેક બે અફખરેહી વ કુલ્લો મુલ્કેક ફાખેરૂન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા ગર્વ ભરી સલ્તનત થકી સવાલ કરું છું, અને તારી દરેક સલ્તનત ખુબજ ગર્વને લાયક છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمُلْكِكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે મુલ્કેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક સલ્તનતના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ عُلُوِّكَ بِاَعْلَاهُ وَكُلُّ عُلُوِّكَ عَالٍ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન ઓલુવ્વેક બે અઅલાહો વ કુલ્લો ઓલુવ્વેક આલીન
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારી સર્વોચ્ચ બુલંદીના વાસ્તાથી સવાલ કરું છું, અને તારી દરેક બુલંદી સર્વોચ્ચ છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِعُلُوِّكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે ઓલુવ્વેક કુલ્લેહી
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે સવાલ કરું છું તારી દરેક બુલંદીના વાસ્તાથી
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ مَنِّكَ بِاَقْدَمِهِ وَكُلُّ مَنِّكَ قَدِيْمٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિમ મન્નેક બે અકદમેહી વ કુલ્લો મન્નેક કદીમુન
અય અલ્લાહ, હું સવાલ કરું છું તારા એહસાનના વાસ્તાથી, જે હંમેશાથી છે, અને તારા દરેક એહસાન હંમેશાથી છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمَنِّكَ كُلِّهِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે મન્નેક કુલ્લેહી
અય અલ્લાહ, હું તારા તમામ એહસાનના વસીલાથી સવાલ કરું છું
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ مِنْ آيَاتِكَ بِاَكْرَمِهَا وَكُلُّ اٰيَاتِكَ كَرِيْمَةٌ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક મિન આયાતેક બે અકરમેહા વ કુલ્લો આયાતેક કરીમતુન
અય અલ્લાહ, હું તારી પાસે ઇઝ્ઝતવાળી આયતોના વસીલાથી સવાલ કરું છું, અને તારી દરેક આયતો ઇઝ્ઝતવાળી છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِاٰيَاتِكَ كُلِّهَا
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે આયાતેક કુલ્લેહા
અય અલ્લાહ, ખરેખર હું તારી તમામ આયતોના વસીલાથી સવાલ કરું છું
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمَا اَنْتَ فِيْهِ مِنَ الشَّاْنِ وَالْجَبَرُوْتِ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બે મા અન્ત ફીહે મેનશ્શઅને વલ જબરુતે
અય અલ્લાહ, મારો સવાલ તારી શાન અને તારી કુદરતોના વસીલાથી છે કે જે ફક્ત તારા માટેજ છે
وَاَسْاَلُكَ بِكُلِّ شَاْنٍ وَحْدَهُ جَبَرُوْتٍ وَحْدَهَا
વ અસ્અલોક બે કુલ્લે શઅનિન વહદહૂ વ જબરુતિન વહદહા
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તારા બધાજ દબદબા અને બધીજ કુદરતના વસીલાથી સવાલ કરું છું કે જે ફક્ત તારી પાસે જ છે
اَللّٰهُمَّ اِنّي اَسْاَلُكَ بِمَا تُجِيْبُنِيْ بِهِ حِيْنَ اَسْاَلُكَ فَاَجِبْنِيْ يَا اَللهُ
અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલોક બેમા તોજીબોની બેહી હીન અસ્અલોક ફ અજિબ્ની યા અલ્લાહ
અય અલ્લાહ, ખરેખર હું તારી પાસે તે દરેક વસીલાથી સવાલ કરું છું કે જેના થકી તું મારી દુઆઓને કબૂલ કરે છે, તો મારી દુઆને કબૂલ કર, અય અલ્લાહ
પછી પોતાની જે કાંઈ પણ હાજતો હોઈ તે માંગે કે ચોક્કસ પુરી થશે જ