દસવીં મોહર્રમ કી રાત

 

 

 

આ  શબે આશૂરા છે. સૈયદએ આ રાત ની બહુતસી બાફઝીલત નમાઝે અને દુઆએં નકલ ફરમાઈ છે.
સો રકાત નમાઝ
આ રાત્રે "એક સો રકાત નમાઝ"છે. જે આ રાત્રે પઢાય છે આ નમાઝની દરેક રકત મે "સૂરએ હમ્દ"(એક મરતબા)ના પછી ત્રણ વખત "સૂરએ તૌહીદ" પઢે અને નમાઝથી ફારિગ થઈ ને

سُبْحَانَ ٱللَّهِ وَٱلْحَمْدُ لِلَّهِ وَلاَ إِلٰهَ إِلاَّ ٱللَّهُ وَٱللَّهُ أَكْبَرُ

સુબહાનલ્લાહે વલ હમદો લિલ્લાહે વલા ઈલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર.

પાકતર છે અલ્લાહ, હમ્દ અલ્લાહ ની માટે છે,નથી કોઈ મા’બૂદ સિવાએ અલ્લાહના.

"૭૦-વખત" કહે:

وَلاَ حَوْلَ وَلاَ قُوَّةَ إِلاَّ بِٱللَّهِ ٱلْعَلِيِّ ٱلْعَظِيمِ

વલા હવલ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલીયયિલ અઝીમ.

અલ્લાહ બુઝુર્ગતર છે. નથી કોઈ હરકતો કુવ્વત મગર એ જે ખુદાએ બુલંદો બરતર થી મળી છે.

 

 

 

 

રિવાયતમા છે કે ".....અલ-અલીયુલ અઝીમ" પછી "ઈસ્તેગફાર" પણ પઢે.
દશ રકાત નમાઝ
મરહુમ સય્યદ ઇબને તાઉસ(ર.અ.) ઇકબાલુલ આમાલ માં "૧૦ રકાત નમાઝ" નકલ કરી છે જેની દરેક રકાત માં "સુરે અલ હમદ" (એક વખત) અને "સુરે તૌહિદ" (સો વખત) પઢે.
દશ રકાત નમાઝ
મરહુમ મોહદદીસે નુરી(અ.ર.) એ મુસ્તદરક અલ-વસાએલ માં શબે આસુર પઢવાની "દશ રકાત નમાઝ" નકલ કરી છે જેની દરેક રકાત માં "સુરે અલ હમદ"(સો વખત) અને "સુરે તૌહિદ" (સો વખત) પઢે.
ચાર રકાત નમાઝ
આ રાતના આખરી હિસ્સામાં "ચાર રકાત નમાઝ"પઢે અને દરેક રકતમાં "સૂરએ અલ હમ્દ"(એક મરતબા) બા'દ "આયતુલ કુરસી" (દસ મરતબા) , "સૂરએ તૌહીદ" (દસ મરતબા) "સૂરએ ફલક"(દસ મરતબા) "સૂરએ નાસ"(દસ મરતબા) તિલાવત કરે અને બા'દ સલામ "સૂરએ તૌહીદ"(સો મરતબા) પઢે.
ચાર રકાત નમાઝ
આજ ની રાત "ચાર રકાત" નમાઝ અદા કરે દરેક રકાતમા સૂરએ અલ હમ્દ (એક મરતબા) ના પછી "સૂરએ તૌહીદ" (પચાસ મરતબા) પઢે. આ એજ નમાઝે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) છે જેની વધારે ફઝીલત બયાન થઈ છે.આ નમાઝ પછી વધારે ઝિક્રે ઈલાહી કરે. હઝરત રસૂલે ખુદા સ.અ.વ.વ. પર સલવાત ભેજે અને એમના દુશ્મનો પર લઅનત કરે.
શબેદારી