بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْم
બીસ્મિલ્લાહિર રહમા નીર રહીમ
શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.
يَا مُمْتَحَنَةُ امْتَحَنَكِ اللّٰهُ الَّذِيْ خَلَقَكِ قَبْلَ اَنْ يَخْلُقَكِ
યા મુમહનતુમ તહનકિલ્લાહુલ લઝી ખલકક કબલ અંય યખલોકકે,
અય અજમાવેલા ખાતૂન, અલ્લાહે આપને પયદા(દુનીયાવી જીવનમાટે) કરવા પહેલા કસોટીને લાયક જાણ્યા.
فَوَجَدَكِ لِمَا امْتَحَنَكِ صَابِرَةً
ફ વજદકે લે મમતહનકે સાબેરતન
પછી તેણે પરીક્ષા કાળમાં આપને ધીરજવાન જોયા.
وَ زَعَمْنَا اَنَّا لَكِ اَوْلِيَاۤءُ وَ مُصَدِّقُوْنَ
વ ઝઅમના અન્ના લકે અવલેયાઓ વ મોસદદેકુન
અમે ખયાલ કરીએ છીએ કે અમે તમારા સાથી છીએ
وَ صَابِرُوْنَ لِكُلِّ مَاۤ اَتَانَا بِهِ اَبُوْكِ
વ સાબેરૂન લે કુલ્લે મા અતાના બેહી અબુકે
અને જે કંઈ તમારા માનવંત પિતા
صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ وَ اَتٰى بِهِ وَصِيُّهُ
સલ્લલ્લાહો અલયહે વ આલેહી વ અતાના બેહી વસીય્યોહુ
મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વ આલેહી અને તેમના વસી હઝરત અલી મુર્તઝા અ.સ. અમારા માટે લાવ્યા
فَاِنَّا نَسْاَلُكِ اِنْ كُنَّا صَدَّقْنَاكِ
ફ ઇન્ના નસઅલોકે ઇન કુન્ના સદદકનાકે
અમે તેની સાક્ષી આપીએ છીએ અને અમે સબર કરવા વાળા છીએ,
اِلَّاۤ اَلْحَقْتِنَا بِتَصْدِيْقِنَا لَهُمَا
ઇલ્લા અલહકતેના બે તસદીકેના લહોમા
એટલે અમે આપથી માગીએ છીએ કે અગર અમે તમારી ગવાહી આપી છે તો આપ એ બંનેની ગવાહીઓ સાથે અમને પણ ભેળવી દયો,
لِنُبَشِّرَ اَنْفُسَنَا بِاَنَّا قَدْ طَهُرْنَا بِوِلَايَتِكِ۔
લે નોબશશેર અનફોસના બે અન્ના કદ તહુરના બે વેલાયતેક.
જેથી કરીને અમે અમારી ઝાતને ખૂશખબરી આપી શકીએ કે અમો તમારી મહોબ્બતના કારણે પવિત્ર થઈ ગયા છીએ.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ رَسُوْلِ اللّٰهِ
અસસલામો અલયકિ યા બિનતે રસુલિલ્લાહ.
સલામ થાય આપ પર અય રસૂલ સ.અ.વ.ની પુત્રી.
અને કહો :
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ نَبِيِّ اللّٰهِ
અસસલામો અલયકિ યા બિનતે નબીયિલ્લાહ.
સલામ થાય આપ પર અય ખુદાના નબીના જીગરના ટૂકડા.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ حَبِيْبِ اللّٰهِ
અસસલામો અલયકિ યા બિનતે હબીબિલ્લાહ.
સલામ થાય આપ પર અય ખુદાના હબીબની આંખોના નૂર.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ خَلِيْلِ اللّٰهِ
અસ્સલામો અલયકિ યા બિનતે ખલીલિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના ખલીલની પુત્રી.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ صَفِيِّ اللّٰهِ
અસ્સલામો અલયકિ યા બિનતે સફીયયિલ્લાહ.
સલામ થાય આપ પર અય અલ્લાહના ચૂંટેલાની પુત્રી.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ اَمِيْنِ اللّٰهِ
અસસલામો અલયકિ યા બિનતે અમીનિલ્લાહ.
સલામ થાય આપ પર અય ખુદાના અમાનતદારના દિલના ટૂકડા,
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ خَيْرِ خَلْقِ اللّٰهِ
અસસલામો અલયકિ યા બિનતે ખયરે ખલકિલ્લાહ.
સલામ થાય આપ પર અય ખુદાના શ્રેષ્ઠ સર્જનની આંખની ઠંડક
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ اَفْضَلِ اَنْبِيَاۤءِ اللّٰهِ وَ رُسُلِهِ وَ مَلَاۤئِكَتِهِ
અસસલામો અલયકિ યા બિનતે અફઝલે અમબેયાઇલ્લાહે વ રોસોલેહી વ મલાએકતેહી.
સલામ થાય આપ પર અય ખુદાના નબીઓ, રસૂલો અને ફરિશ્તાઓના સરદારની ભાગ્યશાળી પુત્રી.
اَلسَّلَامُ عَلَيْكِ يَا بِنْتَ خَيْرِ الْبَرِيَّةِ
અસસલામો અલયકિ યા બિનતે ખયરિલ બરીય્યતે.
ખુદાના નબીઓ, રસૂલો અને ફરિશ્તાઓના સરદારની ભાગ્યશાળી પુત્રી.
اَلسَّلَامُ عَلَيْكِ يَا سَيِّدَةَ نِسَاۤءِ الْعَالَمِيْنَ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ
અસસલામો અલયકિ યા સય્યદતે નેસાઇલ આલમીન મેનલ અવ્વલીન વલ આખરીન.
ખુદાના નબીઓ, રસૂલો અને ફરિશ્તાઓના સરદારની ભાગ્યશાળી પુત્રી.
اَلسَّلَامُ عَلَيْكِ يَا زَوْجَةَ وَلِيِّ اللّٰهِ وَ خَيْرِ الْخَلْقِ بَعْدَ رَسُوْلِ اللّٰهِ،
અસસલામો અલયકિ યા ઝવજત વલીયિલ્લાહે વ ખયરિલ ખલકે બાઅદ રસુલિલ્લાહ.
અય વલીએ ખુદા અને રસૂલ પછી સૌથી શ્રેષ્ઠ સર્જનની માનવંત પત્નિ.અમારા સલામ કબૂલ ફરમાવો,
اَلسَّلَامُ عَلَيْكِ يَا اُمَّ الْحَسَنِ وَ الْحُسَيْنِ سَيِّدَيْ شَبَابِ اَهْلِ الْجَنَّةِ
અસસલામો અલયકિ યા ઉમ્મલ હસને વલ હુસયને સય્યેદય શબાબે અહલિલ જન્નહ.
અય જન્નતના જવાનોના સરદાર ઈમામે હસન અ.સ. અને ઈમામ હુસેન અ.સ.ની પૂજ્ય માતા.
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الصِّدِّيْقَةُ الشَّهِيْدَةُ
અસસલામો અલયકિ અય્યતોહસ સિદદ્દીકતુશ શહીદહ.
સલામ થાય આપ પર અય સીદ્દીકા, શહીદા,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الرَّضِيَّةُ الْمَرْضِيَّةُ
અસસલામો અલયકિ અય્યતોહર રઝીયતુલ મરઝીય્યહ.
સલામ થાય આપ પર અય રઝીય્યા, મરઝિય્યા,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْفَاضِلَةُ الزَّكِيَّةُ
અસસલામો અલયકિ અય્યતોહલ ફાઝેલતુઝ ઝકીય્યહ.
સલામ થાય આપ પર અય ફાઝિલા, ઝકીય્યા,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْحَوْرُاۤءُ الْاِنْسِيَّةُ
અસસલામો અલયકિ અય્યતોહલ હવરાઉલ ઇનસીય્યહ.
સલામ થાય આપ પર અય ઈન્સાની હૂર,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا التَّقِيَّةُ النَّقِيَّةُ
અસસલામો અલયકિ અય્યતોહત તકીય્યતુન નકીય્યહ.
સલામ થાય આપ પર અય પરહેઝગાર,પરહેઝગાર,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْمُحَدَّثَةُ الْعَلِيْمَةُ
અસસલામો અલયકિ અય્યતોહલ મોહદદસતુલ અલીમહ.
સલામ થાય આપ પર અય ફરિશ્તાઓથી વાતો કરનારી, અને જ્ઞાની
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْمَظْلُوْمَةُ الْمَغْصُوْبَةُ
અસસલામો અલયકિ અય્યતોહલ મઝલુમતન મગસુબહ.
સલામ થાય આપ પર અય મઝલૂમ જેના હક ગસબ કરવામાં આવ્યા તે ખાતૂન,
اَلسَّلَامُ عَلَيْكِ اَيَّتُهَا الْمُضْطَهَدَةُ الْمَقْهُوْرَةُ
અસસલામો અલયકિ અય્યતોહલ મુઝતહદતુલ મકહુરહ.
સલામ થાય આપ પર અય જેના પર જોર અને ઝૂલ્મ કરવામાં આવ્યા.
اَلسَّلَامُ عَلَيْكِ يَا فَاطِمَةُ بِنْتَ رَسُوْلِ اللّٰهِ وَ رَحْمَةُ اللّٰهِ وَ بَرَكَاتُهُ
અસસલામો અલયકિ યા ફાતેમતો બિનતે રસુલિલ્લાહે વ રહેમતુલ્લાહે વ બરકાતોહ.
સલામ થાય આપ પર અય હઝરત ફાતેમા ઝેહરા સલા. ખુદાના રસૂલ સ.અ.વ.વ.ની પુત્રી. આપ પર ખુદાની રહેમતો તથા બરકતો નાઝિલ થાય,
صَلَّى اللّٰهُ عَلَيْكِ وَ عَلٰى رُوْحِكِ وَ بَدَنِكِ
સલ્લલ્લાહો અલયકે વ અલા રુહુકે વ બદનેકે.
આપની પવિત્ર રૂહ પર આપના પવિત્ર જીસ્મ પર ખુદાના દરૂદો,
اَشْهَدُ اَنَّكِ مَضَيْتِ عَلٰى بَيِّنَةٍ مِنْ رَبِّكِ
અશહદો અન્નક મઝયતે અલા બય્યેનતિન મિન રબ્બેક,
હું ગવાહી આપું છું કે ખચીત આપ પરવરદિગાર તરફથી દિવ્ય નીશાની દલીલ હતા
۔وَ اَنَّ مَنْ سَرَّكِ فَقَدْ سَرَّ رَسُوْلَ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
વ અન્ન મન સરરકે ફ કદ સરર રસુલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી,
અને બેશક જેણે આપને ખૂશ કર્યાં તેણે રસૂલે ખુદા સ.અ.વ.વ.ને ખુશ કર્યાં
وَ مَنْ جَفَاكِ فَقَدْ جَفَا رَسُوْلَ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
વ મન જફાકે ફ કદ જફા રસુલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી,
અને જેણે આપને તકલીફ આપી તેણે બેશક રસૂલે ખુદા સ.અ.વ.વ.ને તકલીફ આપી
وَ مَنْ اٰذَاكِ فَقَدْ اٰذٰى رَسُوْلَ اللّٰهِ صَلَّى اللّٰهُ عَلَيْهِ وَ اٰلِهِ
વ મન આઝાકે ફ કદ આઝા રસુલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી,
અને જે આપની સાથે થયો તે ખરેખર રસૂલે ખુદા સ.અ.વ.વ.ની સાથે થયો અને જોડાયો.
وَمَنْ وَصَلَكِ فَقَدْ وَصَلَ رَسُولَ ٱللَّهِ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ
વ મન વસલકે ફ કદ વસલ રસુલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી,
અને જેણે આપની ઈઝઝત કરી તેણે બેશક રસૂલે ખુદા સ.અ.વ.વ.ની ઈઝઝત કરી
وَمَنْ قَطَعَكِ فَقَدْ قَطَعَ رَسُولَ ٱللَّهِ صَلَّىٰ ٱللَّهُ عَلَيْهِ وَآلِهِ
વ મન કતઅકે ફ કદ કતઅ રસુલલ્લાહે સલ્લલ્લાહો અલયહે વ આલેહી
અને જેણે આપથી સંબંધ તોડયા તેણે જરૂર રસૂલે ખુદા સ.અ.વ.વ.થી સંબંધ તોડી નાખ્યા
لاِنَّكِ بِضْعَةٌ مِنْهُ وَرُوحُهُ ٱلَّذِي بَيْنَ جَنْبَيْهِ
લે અન્નકે બિઝઅતુન મિનહો વ રુહોહુલ લઝી બયન જમબયહે
કેમકે આપ રસૂલ સ.અ.વ.ના જીગરના ટૂકડા છો.અને તમે રસૂલ સ.અ.વ.ની રૂહ છો જેની સાથે તેઓ જીવે છે
اشْهِدُ ٱللَّهَ وَرُسُلَهُ وَمَلاَئِكَتَهُ انِّي رَاضٍ عَمَّنْ رَضِيتِ عَنْهُ
અશહેદ્દુલ્લાહ વ રોસોલહુ વ મલાએકતહુ અન્ના રાઝિન અમ્મન રઝીતો અનહો
હું, અલ્લાહ, તેના રસૂલ સ.અ.વ.વ. અને તેના ફરિશ્તાઓને ગવાહ રાખી કહું છું કે તેનાથી રાજી છું જેનાથી આપ રાજી છો
سَاخِطٌ عَلَىٰ مَنْ سَخِطْتِ عَلَيْهِ مُتَبَرِّىٰءٌ مِمَّنْ تَبَرَّاتِ مِنْهُ مُوَالٍ لِمَنْ وَالَيْتِ
સાખેતુન અલા મન સખિતત અલયહે મોતબરરેઉન મિમ્મન તબરરઅતે મિનહો મોવાલિન લે મન વાલયતે,
અને હું તેનાથી નારાજ છું જેનાથી આપ નારાજ છો.હું તેનાથી નફરત કરૂં છું જેનાથી આપે નફરત કરી, આપના દોસ્તોનો દોસ્ત,
مُعَادٍ لِمَنْ عَادِيْتِ مُبْغِضٌ لِمَنْ ابْغَضْتِ مُحِبٌّ لِمَنْ احْبَبْتِ
મોઆદિન લે મન આદયતે મુબગઝુન લે મન અબગઝતે મોહિબ્બુન લે મન અહબ્બતે
આપના દુશ્મનોનો દુશ્મન, આપથી અદેખાઈ રાખનારાથી અદેખાઈ રાખવાવાળો અને આપથી મહોબ્બત કરવાવાળાથી મહોબ્બત કરૂં છું.
وَكَفَىٰ بِٱللَّهِ شَهِيداً وَحَسِيباً وَجَازِياً وَمُثِيباً
વ કફા બિલ્લાહે શહીદન વ હસીબન વ જાઝેયન વ મોસીબન.
મારી ગવાહી માટે અલ્લાહ કાફી છે જે હિસાબ લેવાવાળો, બદલો દેવાવાળો અને સવાબ અર્પણ કરનારો છે.
"اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ اٰلِ مُحَمَّدٍ "
અલ્લાહુમ્મ સલ્લે અલામોહંમ્મદિંવ વ આલેમોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ
અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ઉપર રહેમત નાઝિલ ફરમાવ,