૭૧. સૂરાએ નૂહ

[00:00.00]

 

 

 

نوح
નુહ
આ સૂરો મક્કા માં નાઝીલ થયો છે
સુરા- ૭૧ | આયત-૨૮

[00:00.01]

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَـٰنِ ٱلرَّحِيمِ

rçtÂMBtÕÕttrnh3 hn14BttrLth3 hn2eBt

અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે

 

[00:00.02]

اِنَّاۤ اَرْسَلْنَا نُوْحًا اِلٰى قَوْمِهٖۤ اَنْ اَنْذِرْ قَوْمَكَ مِنْ قَبْلِ اَنْ يَّاْتِيَهُمْ عَذَابٌ اَلِيْمٌ‏﴿1﴾‏

૧.ELLtt9 yh3ËÕLtt Ltqn1Lt3 yuÕtt f1Ôt3Btune9 yLt3 yÂLÍ7h3 f1Ôt3Btf rBtLt3 f1çÕtu ykGGty3ítuGtnwBt3 y1Ít7çtwLt3 yÕteBt

૧. બેશક અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો (અને કહ્યુ) કે તું તારી કોમ ડરાવ એ પહેલા કે દર્દનાક અઝાબ તેઓ પાસે આવે.

 

[00:16.00]

قَالَ يٰقَوْمِ اِنِّىْ لَكُمْ نَذِيْرٌ مُّبِيْنٌۙ‏﴿2﴾‏

૨.f1tÕt Gttf1Ôt3Btu ELLte ÕtfwBt3 LtÍ8eÁBt3 BttuçteLt

૨. તેણે કહ્યું કે અય મારી કોમ ! બેશક હું તમારા માટે એક ખુલ્લો ડરાવનારો છું :

 

[00:24.00]

اَنِ اعْبُدُوا اللّٰهَ وَاتَّقُوْهُ وَاَطِيْعُوْنِۙ‏﴿3﴾‏

૩.yLtuy14çttuŒqÕÕttn Ôtíítf1qntu Ôtyít2eW2Lt

૩. કે અલ્લાહની ઇબાદત કરો, અને તેની નાફરમાનીથી પરહેઝ કરો અને મારી ઇતાઅત કરો:

 

[00:30.00]

يَغْفِرْ لَكُمْ مِّنْ ذُنُوْبِكُمْ وَيُؤَخِّرْكُمْ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى‌ؕ اِنَّ اَجَلَ اللّٰهِ اِذَا جَآءَ لَا يُؤَخَّرُ‌‌ۘ لَوْ كُنْتُمْ تَعْلَمُوْنَ‏﴿4﴾‏

૪.GtÂø2Vh3ÕtfwBt3 rBtLÍtu8LtqçtufwBt3 ÔtGttu yÏ14trÏ2th3fwBt3 yuÕtt9 ys3rÕtBt3 BttuËBBtLt3, ELLt ysÕtÕÕttnu yuÍt7ò9y ÕttGttuyÏ1Ï1thtu,Bt ÕtÔt3 fwLítwBt3 íty14ÕtBtqLt

૪. (જો આમ કરશો તો) તે તમારા ગુનાહ માફ કરશે, અને તમને ચોક્કસ મુદ્દત સુધી (જીવનની) મોહલત આપશે કારણકે અલ્લાહે મુકર્રર કરેલ સમય જયારે આવી પહોંચશે ત્યારે મોહલત આપવામાં નહી આવે જો તમે જાણતા હોત!

 

[00:52.00]

قَالَ رَبِّ اِنِّىْ دَعَوْتُ قَوْمِىْ لَيْلًا وَّنَهَارًا ۙ‏﴿5﴾‏

૫.f1tÕt hççtu ELLte Œy1Ôt3íttu f1Ôt3Bte ÕtGt3ÕtkÔt3 ÔtLtntht

૫. તેણે કહ્યું અય મારા પરવરદિગાર ! મેં મારી કોમને રાત-દિવસ (તારી તરફ) બોલાવી:

 

[01:00.00]

فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىْۤ اِلَّا فِرَارًا‏﴿6﴾‏

૬.VÕtBt3 GtrÍŒ3nwBt3 Œtuy2t9E9 EÕÕtt Vuhtht

૬. પરંતુ મારી દાવતે તેઓના (હકથી) ફરાર (નાસવા) સિવાય કંઇપણ વધારો કર્યો નહી!

 

[01:08.00]

وَاِنِّىْ كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوْۤا اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَاَصَرُّوْا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا‌ ۚ‏﴿7﴾‏

૭.ÔtELLte fwÕÕtBtt Œy14ÔtíttunwBt3 Õtuítø1Vuh ÕtnwBt3 sy1Õt9q yË1tçtuy1nwBt3 Ve9 ytÍt7LturnBt3 ÔtMítøt3~tÔt3 Ëu8GttçtnwBt3 ÔtyË1Y0 ÔtMítf3çtYË3 rítf3çttht

૭. અને મેં જયારે પણ તેમને બોલાવ્યા કે જેથી તું તેઓને માફ કરે ત્યારે તેઓએ પોતાની આંગળીઓ કાનમાં રાખી અને પોતાના કપડા ઓઢી લીધા, અને પોતાના વિરોધ પર અડગ રહ્યા અને ખૂબજ ઘમંડ કર્યો!

 

[01:34.00]

ثُمَّ اِنِّىْ دَعَوْتُهُمْ جِهَارًا ۙ‏﴿8﴾‏

૮.Ë7wBBt ELLte Œy14ÔtíttunwBt3 suntht

૮. તે પછી મેં તેમને બુલંદ અવાજથી દાવત આપી:

 

[01:39.00]

ثُمَّ اِنِّىْۤ اَعْلَنْتُ لَهُمْ وَاَسْرَرْتُ لَهُمْ اِسْرَارًا ۙ‏﴿9﴾‏

૯.Ë7wBBt ELLte9 yy14ÕtLíttu ÕtnwBt3 ÔtyË3hh3íttu ÕtnwBt3 EË3htht

૯. તે પછી મેં જાહેરમાં અને છુપી રીતે હકીકત બયાન કરી!

 

[01:49.00]

فَقُلْتُ اسْتَغْفِرُوْا رَبَّكُمْؕ اِنَّهٗ كَانَ غَفَّارًا ۙ‏﴿10﴾‏

૧૦.Vf1wÕítwË3 ítø1VuY hççtfwBt3, ELLtnq ftLt ø1tV0tht

૧૦. અને મેં કહ્યું કે તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, બેશક તે ખૂબ માફ કરનાર છે...

 

[01:56.00]

يُّرْسِلِ السَّمَآءَ عَلَيْكُمْ مِّدْرَارًا ۙ‏﴿11﴾‏

૧૧.Gtw3hËurÕtË3ËBtt9y y1ÕtGt3fwBt3 rBtŒ3htht

૧૧. જેથી તે તમારા ઉપર સતત આસમાન(માંથી વરસાદ) વરસાવે:

 

[02:03.00]

وَّيُمْدِدْكُمْ بِاَمْوَالٍ وَّبَنِيْنَ وَيَجْعَلْ لَّكُمْ جَنّٰتٍ وَّيَجْعَلْ لَّكُمْ اَنْهٰرًا ؕ‏﴿12﴾‏

૧૨.ÔtGtwBt3rŒŒ3fwBt3 çtuyBt3Ôtt®ÕtÔt3 ÔtçtLteLt ÔtGts3y1ÕÕtfwBt3 sLLtt®ítÔt3 ÔtGts3y1ÕÕtfwBt3 yLntht

૧૨. અને ઘણાબધા માલ તથા ઔલાદ વડે તમારી મદદ કરે, અને તમારા માટે બગીચાઓ બનાવશે, અને નદીઓ વહાવશે.

 

[02:15.00]

مَا لَكُمْ لَا تَرْجُوْنَ لِلّٰهِ وَقَارًا‌ ۚ‏﴿13﴾‏

૧૩.BttÕtfwBt3 Õttíth3òqLt rÕtÕÕttnu Ôtf1tht

૧૩. શા માટે તમે અલ્લાહની મહાનતાને સ્વીકારતા નથી?!

 

[02:20.00]

وَقَدْ خَلَقَكُمْ اَطْوَارًا‏﴿14﴾‏

૧૪.Ôtf1Œ3 Ï1tÕtf1fwBt3 yít14Ôttht

૧૪. એવી હાલતમાં કે તેણે તમને જુદી-જુદી હાલાતોમાંથી પસાર કરીને પેદા કર્યા છે.

 

[02:23.00]

اَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللّٰهُ سَبْعَ سَمٰوٰتٍ طِبَاقًا ۙ‏﴿15﴾‏

૧૫.yÕtBt3íthÔt3 fGt3V Ï1tÕtf1ÕÕttntu Ëçt3y1 ËBttÔttrítLt3 ítu2çttf1t

૧૫. શું તમે નથી જાણતા કે કેવી રીતે ઉપરાઉપર સાત આસમાનો બનાવ્યા છે,

 

[02:30.00]

وَّجَعَلَ الْقَمَرَ فِيْهِنَّ نُوْرًا ۙ وَّجَعَلَ الشَّمْسَ سِرَاجًا‏﴿16﴾‏

૧૬.Ôtsy1ÕtÕt3 f1Bth VernLLt LtqhkÔt3 Ôtsy1Õt~~tBË Ëuhtò

૧૬. અને ચાંદને આસમાનો દરમ્યાન નૂર બનાવ્યો છે અને સૂરજને એક રોશન ચિરાગ બનાવ્યો છે?!

 

[02:38.00]

وَاللّٰهُ اَنْۢبَتَكُمْ مِّنَ الْاَرْضِ نَبَاتًا ۙ‏﴿17﴾‏

૧૭.ÔtÕÕttntu yBt3çtítfwBt3 BtuLtÕt3yh3Íu2 Ltçttítt

૧૭. અને અલ્લાહે તમને ઝમીનમાંથી પેદા કર્યા જેવી રીતે વનસ્પતિને ઊગાવે છે:

 

[02:44.00]

ثُمَّ يُعِيْدُكُمْ فِيْهَا وَيُخْرِجُكُمْ اِخْرَاجًا‏﴿18﴾‏

૧૮.Ëw7BBt GttuE2ŒtufwBt3 Vent ÔtGtwÏ1huòufwBt3 EÏ14thtò

૧૮. અને પછી તે તમને ફરી ઝમીનમાં પાછા મેળવી દેશે, અને પાછા બહાર કાઢશે!

 

[02:51.00]

وَاللّٰهُ جَعَلَ لَكُمُ الْاَرْضَ بِسَاطًا ۙ‏﴿19﴾‏

૧૯.ÔtÕÕttntu sy1Õt ÕtftuBtwÕt3 yh3Í2 çtuËtít1t

૧૯. અને અલ્લાહે ઝમીનને તમારા માટે બિછાવેલુ ફર્શ (પાથરણું) બનાવ્યું:

 

[02:55.00]

لِّتَسْلُكُوْا مِنْهَا سُبُلًا فِجَاجًا۠ ‏‏﴿20﴾‏

૨૦.ÕtuítMÕttufq rBtLnt ËtuçttuÕtLt3 Vuòò

૨૦. જેથી તમે તેના વિશાળ માર્ગો પર અને ખીણોમાં હરો ફરો.

 

[03:00.00]

قَالَ نُوْحٌ رَّبِّ اِنَّهُمْ عَصَوْنِىْ وَاتَّبَعُوْا مَنْ لَّمْ يَزِدْهُ مَالُهٗ وَوَلَدُهٗۤ اِلَّا خَسَارًا‌ ۚ‏﴿21﴾‏

૨૧.f1tÕt Ltqn1wh3 hççtu ELLtnwBt3 y1Ë1Ôt3Lte ÔtíítçtW2 BtÕÕtBt3 GtrÍŒ3ntu BttÕttunq Ôt ÔtÕtŒtunq9 EÕÕtt Ï1tËtht

૨૧. નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર! તેમણે મારી નાફરમાની કરી અને તેવા શખ્સની તાબેદારી કરી કે જે તેના માલ અને ઔલાદમાં નુકસાન સિવાય બીજુ કંઇ વધાર્યુ નથી!

 

[03:13.00]

وَمَكَرُوْا مَكْرًا كُبَّارًا‌ ۚ‏﴿22﴾‏

૨૨.Ôt BtfY Btf3hLt3 fwççttht

૨૨. અને તેઓએ મોટી મક્કારી કરી...

 

[03:17.00]

وَ قَالُوْا لَا تَذَرُنَّ اٰلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَّلَا سُوَاعًا۬ ۙ وَّ لَا يَغُوْثَ وَيَعُوْقَ وَنَسْرًا‌ ۚ‏﴿23﴾‏

૨૩.Ôtf1tÕtq ÕttítÍ7ÁLLt ytÕtunítfwBt3 ÔtÕtt ítÍ7ÁLLt ÔtŒk0Ôt3 ÔtÕttËtuÔtty1kÔt3 ÔtÕtt Gtø1tqË7 ÔtGtW2f1 ÔtLtË3ht

૨૩. અને લોકોને કહ્યું કે તમારા ખુદાઓને છોડી ન દેતા; ખાસ કરીને વદ, સૂવાઅ, યગૂસ, યઊક તથા નસ્રને છોડી ન દેજો. (મૂર્તિઓના નામ)

 

[03:31.00]

وَقَدْ اَضَلُّوْا كَثِيْرًا‌۬ ۚ وَلَا تَزِدِ الظّٰلِمِيْنَ اِلَّا ضَلٰلًا‏﴿24﴾‏

૨૪.Ôtf1Œ3 yÍ1ÕÕtq fË8ehLt3, ÔtÕtt ítÍurŒÍ50tÕtuBteLt EÕÕtt Í1ÕttÕtt

૨૪. અને તેમણે ઘણાઓને ગુમરાહ કર્યા! ઝાલિમોની ગુમરાહી સિવાય કંઇપણ ન વધારજે.

 

[03:39.00]

مِّمَّا خَطِٓيْئٰتِهِمْ اُغْرِقُوْا فَاُدْخِلُوْا نَارًا۬ ۙ فَلَمْ يَجِدُوْا لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اَنْصَارًا‏﴿25﴾‏

૨૫.rBtBBtt Ï1títe92ytíturnBt3 W2ø1huf1q VWŒ3Ïtu2Õtq LtthLt3 VÕtBt3 GtsuŒq ÕtnwBt3 rBtLŒqrLtÕÕttnu yLË1tht

૨૫. (હા, છેવટે) તેઓને પોતાના ગુનાહોના કારણે ડુબી ગયા, અને આગમાં દાખલ થયા, અને અલ્લાહ સિવાય કોઇપણને મદદગારો ન પામ્યા.

 

[03:57.50]

وَ قَالَ نُوْحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْاَرْضِ مِنَ الْكٰفِرِيْنَ دَيَّارًا‏﴿26﴾‏

૨૬.Ôtf1tÕt Ltqn1wh3 hççtu ÕttítÍ7h3 y1ÕtÕt3 yÍu2o BtuLtÕt3 ftVuheLt ŒGt0tht

૨૬. અને નૂહે કહ્યું કે અય મારા પરવરદિગાર! ઝમીન પર નાસ્તિકોમાંથી કોઇને પણ બાકી ન રાખજે!

 

[04:05.00]

اِنَّكَ اِنْ تَذَرْهُمْ يُضِلُّوْا عِبَادَكَ وَلَا يَلِدُوْۤا اِلَّا فَاجِرًا كَفَّارًا‏﴿27﴾‏

૨૭.ELLtf ELítÍ7h3nwBt3 GtturÍ1ÕÕtq yu2çttŒf ÔtÕttGtÕtuŒ9q EÕÕtt VtsuhLt3 fV0tht

૨૭. કારણ કે જો તું તેમને છોડી દેશે, તો બેશક તારા બંદાઓને ગુમરાહ કરશે અને તેઓ બદકાર અને નાસ્તિકો સિવાય કોઇને જન્મ નહિં આપે!

 

[04:17.00]

رَبِّ اغْفِرْلِىْ وَلِوَالِدَىَّ وَلِمَنْ دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَّلِلْمُؤْمِنِيْنَ وَالْمُؤْمِنٰتِؕ وَلَا تَزِدِ الظّٰلِمِيْنَ اِلَّا تَبَارًا۠ ‏‏﴿28﴾‏

૨૮.hÂççtø14trVh3Õte ÔtÕtuÔttÕtuŒGGt ÔtÕtuBtLt3 ŒÏ1tÕt çtGt3ítuGt Bttuy3BtuLtkÔt3 ÔtrÕtÕt3Bttuy3BtuLteLt ÔtÕt3 Bttuy3BtuLttítu, ÔtÕtt ítÍurŒÍ54 Í5tÕtuBteLt EÕÕtt ítçttht

૨૮. અય મારા પરવરદિગાર! તું મને માફ કર અને મારા વાલેદૈનને પણ, અને દરેક તે શખ્સને કે જે ઇમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થયો, અને તમામ ઇમાનદાર મરદ તથા તમામ ઇમાનદાર ઔરતોને; અને ઝાલિમો માટે હલાકત સિવાય કાંઇજ ન વધારજે!