૯-મી રાત્રીના પડવાની નમાઝ

૯-મી રાતના મગરિબની નમાઝ પડવાની બાદ અને ઈશા પહેલા 6 રકાત નમાઝ છે, દરેક રકાતમા અલહમદ ના સુરાની બાદ સાત વખત “આયતુલ કુરસી” પડે, અને નમાઝ તમામ કર્યા બાદ 50 વખત સલવાત પડે, તેનો સવાબ એ છે કે સિદીકો શહીદો અને સાલેહોનાં અઅમાલની જેમ તેના અઅમાલને મલાએકા બલદ કરે.