સોમવારની ઈમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત

[00:13.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ رَسُوْلِ اللّٰهِ

અસ્સલામો અલયક યબન રસુલિલ્લાહ,

સલામ થાય તમારા ઉપર અય અલ્લાહના રસૂલના ફરઝંદ

[00:20.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ اَمِيْرِ الْمُؤْمِنِيْنَ

અસ્સલામો અલયક યબન અમીરીલ મોઅમેનીન

સલામ થાય તમારા ઉપર અય અમીરૂલ મોમેનીનના ફરઝંદ

[00:27.00]

اَلسَّلَامُ عَلَيْكَ يَا ابْنَ سَيِّدَةِ نِسَاۤءِ الْعَالَمِيْنَ

અસ્સલામો અલયક યબન સય્યદત્તે નિસાઈલ આલમીન,

સલામ થાય તમારા ઉપર અય તમામ જહાનની ઔરતોની સરદાર જનાબે ફાતેમા ઝહેરા (સ.અ.)ના ફરઝંદ

[00:42.00]

اَشْهَدُ اَنَّكَ اَقَمْتَ الصَّلَاةَ وَ اٰتَيْتَ الزَّكَاةَ

અશહદો અન્નક કદ અકમતસ સલાત વ આતયતઝ ઝકાત

હું ગવાહી આપું છું તમે નમાઝ અદા કરી અને ઝકાત આપી

[00:51.00]

وَ اَمَرْتَ بِالْمَعْرُوْفِ وَ نَهَيْتَ عَنِ الْمُنْكَرِ

વ અમરત બિલ મઅરૂફ વ નહયત અનિલ મુનકર

નેકીનો હુકમ કર્યો, બુરાઈથી મનાઈ કરી

[00:57.00]

وَ عَبَدْتَ اللهَ مُخْلِصًا وَ جَاهَدْتَ فِي اللّٰهِ حَقَّ جِهَادِهِ حَتّٰى اَتَاكَ الْيَقِيْنُ

વ અબદતલ્લા મુખ્લેસન વ જહદતા ફિલલાહે હક્કલ જેહાદેહી હત્તા અતાકલ યકીનો

ઈમ્બ્લાસ સાથે અલ્લાહની ઈબાદત કરી, અલ્લાહની રાહમાં જેહાદ કર્યો એટલે સુધી તમે શહાદત પામ્યા

[01:09.00]

مَا بَقِيْتُ وَ بَقِيَ اللَّيْلُ وَ النَّهَارُ وَ عَلٰى اٰلِ بَيْتِكَ الطَّيِّبِيْنَ الطَّاهِرِيْنَ۔

મા બકીતો વ બકેયલ લયલો વનહારો, વ અલા અલી બયતેકા તય્યેબીનત્તાહેરીન

તમારા ઉપર અને તમારી પાકો પાકીઝા આલ ઉપર મારી આ સલામનો સિલસિલો ચાલતો રહે જ્યાં સુધી રાત દિવસનો સિલસિલો ચાલુ રહે

[01:25.00]

اَنَا يَا مَوْلَايَ مَوْلًى لَكَ وَ لِاٰلِ بَيْتِكَ

અના યા મવલાયા મવલા લકા વ લી બયતેકા

હું તમારો અને તમારા એહલેબૈતનો ગુલામ છું

[01:31.00]

سِلْمٌ لِمَنْ سَالَمَكُمْ وَ حَرْبٌ لِمَنْ حَارَبَكُمْ

સિલમુન લેમન સલમકુમ વ હરબુન લેમન હરબકુમ

તમારાથી સુલેહ રાખનારની સાથે મારી સુલેહ છે અને તમારાથી લડાઈ કરનારની સાથે મારી લડાઈ છે

[01:43.00]

مُؤْمِنٌ بِسِرِّكُمْ وَ جَهْرِكُمْ وَ ظَاهِرِكُمْ وَ بَاطِنِكُمْ

મૉમિન બે સિરરીકુમ વ જાહરીકુમ વ ઝાહેરેકુમ વ બાતેનેકુમ

હું તમારી છુપી, જાહેર રાઝ અને એલાનની (દરેક) વાત પર ઈમાન લાવુ છું

[01:52.00]

لَعَنَ اللهُ اَعْدَاۤءَكُمْ مِنَ الْاَوَّلِيْنَ وَ الْاٰخِرِيْنَ

લાઅનલ્લાહુ આઅદાએકુમ મિનલ અવ્વલીન વલ આખેરીન

અવ્વલીન અને આખેરીનમાંથી જે તમારા દુશ્મનો છે તેના ઉપર અલ્લાહની લાનત થાય

[02:04.00]

وَ اَنَا اَبْرَاُ اِلَى اللّٰهِ تَعَالٰى مِنْهُمْ

વ અના અબરું ઈલ્લાહી તાઅલા મીનહુમ

હું અલ્લાહ તઆલા પાસે તેઓથી દૂરી ચાહુ છું

[02:09.00]

يَا مَوْلَايَ يَا اَبَا مُحَمَّدٍ يَا مَوْلَايَ يَا اَبَا عَبْدِ اللّٰهِ هٰذَا يَوْمُ الْاِثْنَيْنِ

યા મવલા યા અબા મુહમ્મદીન યા મવલા અબા અબદિલ્લાહ હાઝા યવમુલ ઇશનયની

અય મારા મોલા અય મોહમ્મદના વાલિદ અય મારા મૌલા અય અબા અબ્દુિલ્લાહ આજે સોમવારનો દિવસ છે, તમારા બન્નેનો દિવસ છે

[02:29.00]

وَ هُوَ يَوْمُكُمَا وَ بِاسْمِكُمَا وَ اَنَا فِيْهِ ضَيْفُكُمَا فَاَضِيْفَانِي وَ اَحْسِنَا ضِيَافَتِيْ

વ હોવા યવમેકુમા વ બિસ્મિકુમા વ અના ફિહે ઝયફેકુમા ફ અદફાની વ આશીના દિયાફતી

તમારા બન્નેના નામથી છે, હું આજે તમારો મહેમાન છું મારી મહેમાનનવાઝી કરો, મારી સાથે નેક વર્તન કરો

[02:47.00]

فَنِعْمَ مَنِ اسْتُضِيْفَ بِهِ اَنْتُمَا

ફાની મા મન ઇસતુદેફા બીહી અન્તુમા

તમો બન્ને બેહતરીન મહેમાનનવાઝ છો

[02:52.00]‎

وَ اَنَا فِيْهِ مِنْ جِوَارِكُمَا فَاَجِيْرَانِي

વ અના ફિહે મીન જીવરેકુમ ફાજીરની

આજના દિવસે પણ હું તમારી નજીક છું તેથી મારી સાથે પાડોશીનો વ્યવહાર કરો

[03:02.00]

فَاِنَّكُمَا مَأْمُوْرَانِ بِالضِّيَافَةِ وَ الْاِجَارَةِ

ફ ઈન્નીકુમા મામૂરાની બિલ્લઝિયાફતી વલ ઇજારતી

બેશક તમને મહેમાનનવાઝી અને પનાહ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે

[03:13.00]

فَصَلَّى اللهُ عَلَيْكُمَا وَ اٰلِكُمَا الطَّيِّبِيْنَ

ફ સલ્લાહુ અલયકા વ અલીકુમા તય્યેબીના

અલ્લાહ તમારા બન્ને અને તમારી બન્નેની પાકોપાકીઝા આલ ઉપર રહેમત નાઝિલ કરે.