بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ
બિસિમલ્લાહિર રહમાનીર રહીમ
શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે
لسّلامُ عَلَيْكَ أَيُّهَا الْعَبْدُ الصَّالِحُ
અસ્સલામો અલયક અય્યોહલ અબદુસ સાલેહુ
સલામ થાય આપ પર અય ખુદાના નેક બંદા!
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْمُجَاهِدُ النَّاصِحُ
અસ્સલામો અલયક અય્યોહલ મુજાહેદોન નાસેહો
સલામ થાય આપ પર અય ખુલ્લુસથી જેહાદ કરવાવાળા!
السّلامُ عَلَيْكَ يَا مَنْ وَفي بِالسَّعَادَةِ الرَّاءِ حَةِ
અસ્સલામો અલયક યા મન વફા બિસ્સઆદતિર રાઇહત
સલામ થાય આપ પર અય જેણે સંપૂર્ણ ખુશનસીબી મેળવી
السّلامُ عَلَيْكَ يَا مَنْ نَكَتَ بَيْعَتَ يَزِيدَ وَفَدَى بِرُوْحِهِ لِلْحُسَيْنِ الشَّهِيدِ
અસ્સલામો અલયક યા મન નકત બયઅત યઝીદ વ ફદા બિરૂહિહી લિલ હુસયનિશ શહીદ
સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ કે જેણે યઝીદની બેઅત તોડી નાખી અને હુસૈન શહીદ પર પોતાની જાન કુરબાન કરી આપી
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْبَطَلُ الصَّنْدِيدُ
અસ્સલામો અલયક અય્યોહલ બતલુસ સનદીદ
સલામ થાય આપ પર અય બહાદુર સરદાર
السَّلَامُ عَلَيْكَ أَيُّهَا الْفَارِسُ الشُّجَاعُ
અસ્સલામો અલયક અય્યોહલ ફારેસોશ શુજાઓ
સલામ થાય આપ પર અય બહાદુરીના શાહ સવાર!
السّلامُ عَلَيْكَ أَيُّهَا الْبَطَلُ الْمَنَّاعُ
અસ્સલામો અલયક અય્યુહલ બતલુલ મન્નાઅ
સલામ થાય આપ પર અય તે બહાદુર કે જેણે દુશ્મનોને રોકયા
السّلامُ عَلَيْكَ يَا مَنْ تَرَكَ الطَّغْيَانِ وَأَطَاعَ الْوَاحِد الديان
અસ્સલામુ અલયક યા મન તરકત તગયાનિ વ અતાઅલ વાહિદ દયાન
સલામ થાય આપ પર અય તે બુઝુર્ગ કે જેણે સરકશીને છોડી દીધી અને ખુદાએ વાહીદની ઈતાઅત કરી જે કયામતનો માલિક છે.
وَدَخَلَ فِي طَاعَتِ الرَّحْمٰنِ
વ દખલ ફી તાઆતિર રહમાન
અને મહેરબાન અલ્લાહની ઈતાઅતમાં દાખલ થયા.
وَفَدَى بِرُوحِهِ لِلْحُسَيْنِ الشَّهِيدِ الْغَرِيبِ الْعَطَشَانِ وَصَالَ عَلَى الْعُدْوَانِ
*વ ફદા બિરૂહિહી લિલ હુસયનિશ શહીદિલ ગરીબિલ અતશાન વ સાલ અલલ ઉદવાન
પરદેશી પ્યાસા હુસૈન શહીદ ઉપર પોતાની જાન કુરબાન કરી દીધી અને મુકાબલો કર્યો સરકશીનો
وَهَوَى صَرِيعًا عَلَى التَّرْبَانِ
વ હવા સરીઅન અલત તરબાન
અને શહીદ થઈ જમીન પર પડયા
وَحُظِيَ بِالْخُلْدِ وَالْجِنَانِ
વ હુઝિય બિલ ખુલ્દિ વલ જિનાન
અને હંમેશાની જન્નતના હકદાર બન્યા
السَّلَامُ عَلَيْكَ يَاحُرِّ الشَّهِيدَ الرِّيَاحِى وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
અસ્સલામો અલયક યા હુર્રિશ્શહીદર રિયાહી વ રહમતુલ્લાહિ વ બરકાતુહ
અલ્લાહની રહેમત, બરકત અને સલામતી નાઝિલ થાય તમારા ઉપર અય શહીદ હુર રિયાહી.