ઝિયારતે જનાબ હાની ઈબ્ને ઉરવાહ (અ.સ.)

سَلَامُ اللهِ الْعَظِیْمِ وَ صَلَوَاتُهٗ عَلَیْكَ یَا هَانِیَ ابْنَ عُرْوَۃَ

 

સલામ થાય આપ પર ખુદાએ બુઝુર્ગની અને તેની રહેમતો નાઝિલ થાય અય હાની ઈબ્ને ઉર્વહ

اَلسَّلَامُ عَلَیْكَ اَیُّهَا الْعَبْدُ الصَّالِحُ النَّاصِحُ لِلّٰهِ

 

સલામ થાય આપ પર અય નેક બંદા જેઓ અલ્લાહના ખાલિસ બંદા છે

وَ لِرَسُوْلِهٖ وَ لِاَمِیْرِ الْمُؤْمِنِیْنَ وَ الْحَسَنِ وَ الْحُسَیْنِ عَلَیْهِمُ

 

અને તેના રસૂલ અને અમીરૂલ મોઅમેનીન અને હસનો હુસૈનના ખૈર ખવાહ છે.

السَّلَامُ اَشْهَدُ اَنَّكَ قُتِلْتَ مَظْلُوْماً

 

હું ગવાહી આપું છું કે આપને ઝુલ્મથી શહીદ કરવામાં આવ્યા.

فَلَعَنَ اللهُ مَنْ قَتَلَكَ وَ اسْتَحَلَّ دَمَكَ وَ حَشٰی قُبُوْرَهُمْ نَارًا

 

તો અલ્લાહ લઅનત કરે તેના ઉપર જેણે આપને શહીદ કર્યા અને આપની ખુનરેઝીને જાએઝ સમજી. (અલ્લાહ) તેની કબ્રોને આગથી ભરી દે

اَشْهَدُ اَنَّكَ لَقِیْتَ اللهَ وَ هُوَ رَاضٍ عَنْكَ بِمَا فَعَلْتَ وَ نَصَحْتَ

 

હું ગવાહી આપું છું કે બેશક આપ અલ્લાહ સામે હાજર થયા તે રીતે કે તે આપથી આપના કારનામા અને ખુલ્લુસના કારણથી ખુસ્જીદ થયા

وَ اَشْهَدُ اَنَّكَ قَدْ بَلَغْتَ دَرَجَۃً الشُّهَدَآءِ

 

અને ગવાહી આપું છું કે બેશક આપ શહીદોના દરજ્જે પહોંચ્યા

وَ جُعِلَ رُوْحُكَ مَعَ اَرْوَاحِ السُّعَدَآءِ بِمَا نَصَحْتَ لِلّٰهِ وَ لِرَسُوْلِهٖ

 

અને આપની રૂહને નેકબખ્તોની રૂહોની સાથે રાખવામાં આવી કારણે કે આપે અલ્લાહ અને તેના રસૂલની મોહબ્બતમાં નેકી કરી

مُجْتَهِدًا وَّ بَذَلْتَ نَفْسَكَ فِیْ ذَاتِ اللهِ وَ مَرْضَاتِهٖ

 

આપે સંપૂર્ણ કોશિશ કરી અને આપે આપની જાન જાતે ખુદા અને તેની ખુસ્જીદીની રાહમાં કુરબાન કરી દીધી

فَرَحِمَكَ اللهُ وَ رَضِیَ عَنْكَ وَ حَشَرَكَ مَعَ مُحَمَّدٍ وَّ اٰلِهٖ الطَّاهِرِیْنَ

 

તો અલ્લાહ આપ પર રહેમ કરે અને આપથી ખુશ રહે અને આપને મોહમ્મદ અને તેની પાક આલની સાથે મહશૂર કરે

وَ جَمَعَنَا وَ اِیَّاكُمْ مَعَهُمْ فِیْ دَارِ النَّعِیْمِ

 

અને અમને અને આપને તે બુઝુર્ગવારોની સાથે જન્નતમાં સાથે રાખે

وَ سَلَامٌ عَلَیْكَ وَ رَحْمَۃُ اللهِ وَ بَرَكَاتُهٗ۔

 

સલામ થાય આપ પર અને અલ્લાહની રહેમત અને બરકતો નાઝિલ થાય.