اَلسَّلَامُ عَلٰی نَبِیِّ اللّٰهِ
સલામ થાય અલ્લાહના નબી ઉપર
اَلسَّلَامُ عَلٰی رَسُوْلِ اللّٰهِ
સલામ થાય અલ્લાહના રસૂલ ઉપર
اَلسَّلَامُ عَلٰی مُحَمَّدٍ سَیِّدِ الْمُرْسَلِیْنَ
સલામ થાય મુરસલીનના સરદાર છું. મોહમ્મદ (સ.અ.વ.) ઉપર
اَلسَّلَامُ عَلٰی مُحَمَّدٍ سَیِّدِ الْاَوَّلِیْنَ
સલામ થાય અવ્વલીનના સરદાર હ. મોહમ્મદ (સ.અ.વ.)ઉપર
اَلسَّلَامُ عَلٰی مُحَمَّدٍ سَیِّدِ الْاٰخِرِیْنَ
સલામ થાય આખેરીનના સરદાર ૯. મોહમ્મદ (સ.અ.વ.) ઉપર
اَلسَّلَامُ عَلٰی مَنْ بَعَثَهُ اللّٰهُ رَحْمَۃً لِلْعَالَمِیْنَ
સલામ થાય તેના ઉપર કે જેને અલ્લાહૈ તમામ જહાન માટે રહેમત બનાવી મોકલ્યા
اَلسَّلَامُ عَلَیْكَ اَیُّھَا النَّبِیُّ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ
અય નબી તમારા ઉપર અલ્લાહની હેમત, બરકત અને સલામતિ નાઝિલ થાય
اَلسَّلَامُ عَلٰی فَاطِمَۃَ بِنْتِ اَسَدٍ الْھَاشِمِیَّۃِ
સલામ હો આપ પર અય જનાબે ફાતેમા બિન્તે અસદ જે હાશમી છે
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُھَا الصِّدِّیْقَۃُ الْمَرْضِیَّۃُ
સલામ હો આપ પર અય પસંદ કરાએલા સિદ્દિકા
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُھَا التَّقِیَّۃُ النَّقِیَّۃُ
સલામ હો આપ પર અન્ય પરહેઝગાર અને પાક અને પાકીઝા ખાનૂન
اَلسَّلَامُ عَلَیْكِ اَیَّتُھَا الْكَرِیْمَۃُ الرَّضِیَّۃُ
સલામ હો આપ પર અય ઉદાર દિલ અને પસંદ કરાએલા,
اَلسَّلَامُ عَلَیْكِ یَا كَافِلَۃَ مُحَمَّدٍ خَاتَمِ النَّبِیِّیْنَ
સલામ હો આપ પર અય અલ્લાહના આખરી નબીની દેખભાળ કરનારા
اَلسَّلَامُ عَلَیْكِ یَا وَالِدَۃَ سَیِّدِ الْوَصِیِّیْنَ
સલામ હો આપ પર અય વસીઓના સરદારની માતા
اَلسَّلَامُ عَلَیْكِ یَا مَنْ ظَھَرَتْ شَفَقَتُھَا عَلٰی رَسُوْلِ اللّٰهِ خَاتَمِ النَّبِیّیْنَ
સલામ હો આપ પર અય તે મહાન ખાતૂન જેણે હઝરત રસૂલુલ્લાહને લાડ પ્યાર દીધો જે નબીઓમાં આખરી નબી છે
اَلسَّلَامُ عَلَیْكِ یَا مَنْ تَرْبِیَتُھَا لِوَلِیِّ اللّٰهِ الْاَمِیْنِ
સલામ હો આપ પર અય તે મહાન ખાતૂન જેમણે અલ્લાહના વલી (હઝરત અલી અ.સ.)નો ઉછેર કર્યો જેઓ વડીના અમીન છે.
اَلسَّلَامُ عَلَیْكِ وَ عَلٰی رُوْحِكِ وَ بَدَنِكِ الطَّاھِرِ
સલામ હો આપ પર અને આપની રૂહ પર અને આપના પવિત્ર જીસ્મ પર
اَلسَّلَامُ عَلَیْكِ وَ عَلٰی وَلَدِكَ وَ رَحْمَۃُ اللّٰهِ وَ بَرَكَاتُهٗ
સલામ હો આપ પર અને આપના ફરઝંદ પર અને ખુદાની રહેમતો અને બરકતો ઉતરે
اَشْھَدُ اَنَّكِ اَحْسَنْتِ الْكِفَالَۃَ وَ اَدَّیْتِ الْاَمَانَۃَ
હું ગવાહી આપું છું એ વાતની કે આપે ખરેખર સરસ રીતે ઉછેર કર્યો અને આપે અમાનતનું રક્ષણ કર્યું
وَ اجْتَھَدْتِ فِیْ مَرْضَاتِ اللّٰهِ وَ بَالَغْتِ فِیْ حِفْظِ رَسُوْلِ اللّٰهِ
અને આપે ખુદાની ખુત્તુદી મેળવવા મહેનત કરી. આપે ખુદાના રસૂલ (સ.અ.વ.)ની દેખભાળ રાખવા ખંતપૂર્વક કોશિશ કરી
عَارِفَۃً بِحَقِّهٖ مُؤْمِنَۃً بِصِدْقِهٖ مُعْتَرِفَۃً بِنُبُوَّتِهٖ
આપ તેમના હકને સારી રીતે જાણતી હતી અને તેમની સચ્ચાઈ પર ઈમાન લાવનારી હતી અને તેમની નબુવ્વતનો ઈકરાર કરનારી હતી
مُسْتَبْصِرَۃً بِنِعْمَتِهٖ كَافِلَۃً بِتَرْبِیَتِهٖ مُشْفِقَۃً عَلٰی نَفْسِهٖ
આપ તેમની નેઅમતોને ઓળખતી હતી. આપ તેમનો ઉછેર કરનારી હતી. આપ તેમના લાડ-પ્યાર દેવાવાળી હતી
وَاقِفَۃً عَلٰی خِدْمَتِهٖ مُخْتَارَۃً رِضَاهُ
આપ તેમની સેવા કરવાવાળી હતી. આપ તેમની ખુશી અને રાજીપાને હંમેશા ધ્યાનમાં રાખનારી હતી
وَ اَشْھَدُ اَنَّكِ مَضَیْتِ عَلَی الْاِیْمَانِ وَ التَّمَسُّكِ بِاَشْرَفِ الْاَدْیَانِ
હું ગવાહી આપું છું કે આપ ઈમાનની સાથે વફાત પામ્યા જે સારો દીન છે. આપ તેની સાથે સંકળાએલા રહ્યા.
رَاضِیَۃً مَرْضِیَّۃً طَاھِرَۃً زَكِیَّۃً تَقِیَّۃً نَقِیَّۃً
અય રાઝી રહેનાર રાઝી રાખનાર તૈયબ-તાહીર પાક-પાકીઝા
فَرَضِیَ اللّٰهُ عَنْكِ وَ اَرْضَاكِ
ખુદા આપથી ખુશ રહે અને આપને ખુશ રાખે.
وَجَعَلَ الْجَنَّۃَ مَنْزِلِكِ وَ مَاْوٰیكِ
જન્નતને આપનું સ્થાન બનાવે અને આપની મંઝિલ બનાવે.
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَ اٰلِ مُحَمَّدٍ
અય ખુદા તું હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) પર દુરૂદ મોકલ
وَ انْفَعْنِیْ بِزِیَارَتِھَا وَ ثَبِّتْنِیْ عَلٰی مَحَبَّتِھَا
અને આ મહાન ખાતૂનની ઝિયારતનો મને સવાબ આપ અને તેમની મોહબ્બતમાં અડગ રાખ
وَ لَا تَحْرِمْنِیْ شَفَاعَتَھَا وَ شَفَاعَۃَ الْاَئِمَّۃِ مِنْ ذُرِّیَّتِھَا
અને તેમની શફાઅતથી અને તેમના વંશમાંના ઈમામોની શફાઅતથી મને વંચિત ન રાખજે
وَ ارْزُقْنِیْ مُرَافَقَتَھَا وَ احْشُرْنِیْ مَعَھَا وَ مَعَ اَوْلَادِھَا الطَّاھِرِیْنَ
અને મને તેઓનો સાથ અતા કર અને તેઓની તથા તેઓની ઓલાદ સાથે મારી ગણતરી કર.
اَللّٰھُمَّ لَا تَجْعَلْهُ اٰخِرَ الْعَھْدِ مِنْ زِیَارَتِیْ اِیَّاھَا
અય અલ્લાહ! મારી આ ઝિયારતને આ મહાન ખાતૂનની છેલ્લી ઝિયારત ન ઠેરવજે.
وَ ارْزُقْنِیْ الْعَوْدَ اِلَیْھَا اَبَدًا مَا اَبْقَیْتَنِیْ
મને ફરી અહીં આવવું નસીબ કરજે હંમેશા જ્યાં સુધી તું મને જીવતો રાખે
وَ اِذَا تَوَفَّیْتَنِیْ فَاحْشُرْنِیْ فِیْ زُمْرَتِھَا وَ اَدْخِلْنِیْ فِیْ شَفَاعَتِھَا بِرَحْمَتِكَ
અને જ્યારે મને મોત આપે ત્યારે મને તેમના સમૂહમાં મહઘૂર કરજે અને મને તારી રહેમતથી તેમની શફાઅતમાં દાખલ કરી દે.
یَا اَرْحَمَ الرَّاحِمِیْنَ
અય સૌથી વધારે રહેમ કરનાર.
اَللّٰھُمَّ بِحَقِّھَا عِنْدَكَ وَ مَنْزِلَتِھَا لَدَیْكَ
તેમના હકનો વાસ્તો જે તારી પાસે છે અને તેમના મરતબાનો વાસ્તો જે તારી બારગાહમાં છે
اِغْفِرْ لِیْ وَ لِوَالِدَیَّ وَ لِجَمِیْعِ الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنَاتِ
તું મને અને મારા માં-બાપને અને બધા મોઅમીનો અને મોઅમેનાતને માફ કરી દે
وَ اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَۃً وَّ فِی الْاٰخِرَۃِ حَسَنَۃً
અને અમને દુનિયામાં નેકી અતા કર અને આખેરતમાં ભલાઈ અતા કર
وَّ قِنَا بِرَحْمَتِكَ عَذَابَ النَّارِ
અને તારી રહેમતથી મને જહન્નમના અઝાબથી બચાવી લે.