અઝીમ સવાબની નમાઝ

ઝાદુલ આખેરત નામની કિતાબમાં છે કે માહે રમઝાનમાં જોઈએ તે દિવસે કે રાત્રે બબ્બે રકાઅતની નિય્યત કરી બાર રઅત નમાઝ પડે.
દરેક રકાઅતમાં “અલહમ્દ” ના સુરા પછી પચ્ચીસ વખત ‘કુલહોવલ્લાહો અહદ’ નો સુરો પઢે અને જ્યારે બાર રકાઅત નમાઝ પુરી થાય ત્યારે નીચે મુજબ ૭૦ વખત પઢે.

સુબ્હાનલ્લાહે વલ્હમ્દો લિલ્લાહે વ લાએલાહા ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર વલાહવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ અલીય્યિલ અઝીમ.

એ પછી નીચેની દુઆ ૭૦ વખત પઢે.

અસ્તગફેરૂલ્લાહલ્લઝી લાઈલાહ ઈલ્લા હોવર રહમાનુર રહીમુલ હય્યુલ કય્યુમ વ અતુબો અલયહ,

આ નમાઝનો સવાબ એ છે કે બારમી રકાઅતના છેલ્લા સિજદામાંથી માથું ઉપાડે નહી ત્યાં તેના તમામ ગુનાહ હક્ક તઆલા માફ કરી આપે અને સાત લાખ હજ્જો, સાત લાખ ઉમરાહનો, સાતસો રાત જાગીને ઈબાદત કરવાનો અને સાતસો રોઝા રાખવાનો સવાબ મળે, દુનિયા અને આખેરતની આફતોથી ખુદા નજાત અતા ફરમાવે તેના દિલમાંથી હંમેશા હિમ્મતની વાતો નીકળી જીભ ઉપર જારી થાય, તેજ વર્ષમાં ખુદાની રહેમતે પહોંચે તો શહીદનો મરતબો પામે અને જ્યારે દુનિયામાંથી ગુજરી જાય ત્યારે સલામતીથી જન્નતમાં દાખલ થાય.