અલ્લાહ પાસે માફી ની નમાઝ (બે રકાત)
હઝરત રસુલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ ફરમાવે છે.
જયારે પણ તમારી ઝીંદગી માં સખતી અને પરેશાની આવે અને રિઝકમાં કમી થાય અને દિલ ના લાગે તો અલ્લાહ સુ.ત. પાસે તમારી દુઆ અને હાજત તલબ કરો અને \"નમાઝે ઇસ્તેગફાર\" ન છોડો.
નમાઝે ઇસ્તેગફાર ની રીત.
નમાઝે ઇસ્તેગફાર \"બે રકાત\" છે અને બન્ને રકાત એવીજ રીતે પઢવાની છે જેવી રીતે આપણે સુબહની નમાઝ પઢીએ છીએ,
ફકત
\"અસ્તગફેરુલ્લાહ\"
બધી બાજુ વધારવાનું છે
૧) નિય્યત : હું નમાઝે ઇસ્તેગફાર પઢું છું કુરબતન એલલ્લાહ
૨) બન્ને રકાત માં સૂરએ હમદ અને સૂરએ કદર પછી \"૧૫ વખત\" અસ્તગફેરુલ્લાહ
૩) પછી બન્ને રકાત માં રૂકુ માં જઈ રૂકુ ના ઝિક્ર પછી \"૧૦ વખત\" અસ્તગફેરુલ્લાહ
૪) બન્ને રકાત માં રૂકુ પછી ઉભા થઈ, ઉભા ઉભા \"૧૦ વખત\" અસ્તગફેરુલ્લાહ પઢે
અને પછી સજદા માં જાય.
૫) પછી બન્ને રકાત ના બન્ને સજદા માં સજદા ના ઝિક્ર પછી \"૧૦ વખત\" અસ્તગફેરુલ્લાહ
૬) અને બન્ને રકાત માં બન્ને સજદા ની વચમાં \"૧૦ વખત\" અસ્તગફેરુલ્લાહ
૭) અને બન્ને રકાત ના બન્ને સજદા કર્યા પછી બેઠીને જ પઢે \"૧૦ વખત\" અસ્તગફેરુલ્લાહ .
અને
બીજી રકાત માં બન્ને સજદા પછી તશહુદ અને સલામ પઢી નમાઝ તમામ કરે.
(ટોટલ બન્ને રકાત માં ૧૫૦ વખત અસ્તગફેરુલ્લાહ પઢવાનું છે. એટલે એક રકાત જયારે પૂરી થાય તો ૭૫ વખત થાય છે અને એવીજ રીતે બીજી રકાત માં ૭૫ વખત છે.)
📚 મકારેમુલ અખલાક પેજ ૩૨૮
અલ્લાહુમ્મ સલ્લે અલા મોહંમ્મદિંવ વ આલે મોહંમ્મદિંવ વ અજજીલ ફરજહુમ.